Piyar - 4 in Gujarati Short Stories by Krishna books and stories PDF | પિયર - 4

The Author
Featured Books
Categories
Share

પિયર - 4

યું તો મૈં, બતલાતી નહિ,
પર અંધેરેસે ડરતી હું મૈં માં,
તુજસે કુછ છુપાતી નહિ,
પર તેરી પરવાહ કરતી હું મૈં માં,
તુજે સબ હૈ પતા મેરી માં,
................................

અવની, હવે તમે એકદમ ઠીક થઈ ગયા છો,ને ઘરે જઈ રહ્યા છો, પણ તમને સ્ટ્રેસ બિલકુલ નથી લેવાનો, એકદમ complite bed rest કરવાનું છે, ને પંદર દિવસ પછી ફરી ચેકઅપ માટે આવવાનું છે. જો તમે આરામ નહીં કરો તો તમને ફરી હાર્ટ એટેક આવવાનો ચાન્સ વધી જાય છે. દવા સમયસર લેતા રહેજો. ડૉક્ટર ની વાત સાંભળીને અવની માથું હલાવીને હા પાડે છે,ને ફકત એક નાનકડી સ્માઇલ આપે છે. સૂરજ અવનીને ઘરે લઈ જાય છે, ઘરે જઈને અવની હજી પોતાના રૂમમાં જતી હોય છે ત્યાંજ એની નણંદના વાકબાણ એને સંભળાય છે,જે એની માં ને કેહતી હોય છે," માં હવે હું મારા ઘરે જાઉં છું, હવે તારી વહુરાણી આવી ગયી છે,ને મારે પણ મારા ઘરે જઈને ઘર સાચવવાનું છે." હવે તું જાણ ને તારી વહુ જાણે. હવે અવનીને સારું હોય ત્યારેજ મને બોલાવજો, બાકી મારે પણ મારા ઘરે કામ હોય છે, હું અહીં ૪-૫ દી આરામ કરવા આવિતી પણ આ તારી વહુથી એ ય નથી જોવાતું. બરોબર મારા આવતા પેલાજ બીમાર પડવાનું ઢોંગ કર્યું.ચલો હવે આવજો.

અવની, દિકરા જરા અહીં આવતો બેટા, જરૂરી વાત કરવી છે.હા પપ્પા આવી બે મિનિટ, કોલેજનું અસાઈન્ટમેંટ જરાક જ બાકી છે એ પતાવીને આવુ છું પપ્પા. સવિતા તમે પણ અહી આવશો,તમારી જોડે પણ વાત કરવી છે,ને અનિકેત રાતે આવશે ત્યારે એને કહી દઈશુ.

શું વાત છે અવનીના પપ્પા, બધું ઠીક છે ને? તમે આમ આટલા ટેન્શનમા કેમ લાગો છો?

સવિતા વાત જ એવી છે, એટલેજ તમને બધાને કેવા જ અહી બોલાવ્યા છે. ખમો જરા અવની આવે એટલે તમને કહું.

હા પપ્પા,આવી હું, બોલો હવે શું થયુ, કેમ આજ આમ ઉદાસ ને ચિંતામાં છો? તબિયત સારી છે ને?

હા બેટા તબિયત એકદમ સારી જ છે,આતો બસ એક જરૂરી વાત કરવી છે એટલે જરા ચિંતા થાય છે.

વાહ પપ્પા, આમ ચિંતા કરવાથી વાત બદલાઈ જવાની છે કે??
જો હા તો ભલે તમે ચિંતા કર્યા રાખો,ને જો ના તો બેજીજક કહી દો, હું ને મમ્મી તમારી દરેક વાતમાં તમારી સાથેજ છીએ.

અવની, સવિતા, વાત એવી છે કે.......
અવની માટે એક માગુ આવ્યું છે. આપણી દિકરી મોટી થઈ ગઈ સવિતા, લોકો એના લગ્ન વિશે પૂછી રહ્યા છે. ને મને બસ આજ એક ચિંતા ખાઈ રહી છે, કે જો અવનીને વિદાય કરીશું તો એનું કરિયાવર કેવી રીતે કરીશું? આપણી પાસે તો પેટમાં રોટલો ને આ ઘર સિવાય બીજું એક્સ્ટ્રા ક્યાં કંઈ છે પણ?? જે હતું એ પણ છોકરાઓના ભણતર માટે વાપરી નાખ્યું.પણ હવે...........

શું પપ્પા આટલી નાની વાતમાં ચિંતા કરો છો.મારે તો હમણાં લગ્ન કરવા જ નથી, હજુતો મારે ખુબ આગળ ભણવું છે, ડૉક્ટર બનવું છે, પોતાનું ક્લિનિક ખોલવું છે, ને મારા પપ્પાને ટેકો આપવો છે, આ લગન વગન તો પછી વિચારસુ. ત્યાં સુધી તમારે કોઈ જ ચિંતા કરવાની નથી પપ્પા, હું ભણવાની સાથે ક્યાંક પાર્ટ ટાઈમ જોબ પણ ગોતી લઈશ, કે જેથી મારો ખુદનો ખર્ચો કાઢી સકુ. ને હા પપ્પા તમે જ મને શીખવાડ્યું છે ને કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું, નાના હોય છે તો બસ માણસના મન ને એના વિચારો. તો પછી શું કામ આટલું ટેન્શન લેવું. બાકી તો જે કંઈ કાના એ નસીબમાં લખ્યું હસે એ જ મને મળશે ને જેટલું લખ્યું હસે એટલું જ મળશે. માટે મારા વ્હાલા પપ્પા આમ ચિંતા કરીને તબિયત ન બગાડશો. ને આપણા કાનુડા પર ભરોસો રાખો.ચલો પપ્પા હજુ થોડું ભણવાનું બાકી છે એટલે આપણે પછી વાત કરસુ. જય શ્રી કૃષ્ણ 🙏

મિત્રો,કેવા હોય છે ને આ પપ્પા, પોતાની ઢીંગલીને સાસરે વડાવવાની વાત આવે એટલે કેટલું બધુ વિચારી લેતા હોય છે, દિકરીના જન્મ સાથે જ જવાબદારીનું પોટલું લઇને ફરતા હોય છે, ને દિકરી, એતો જન્મતાની સાથે જ બાપની જવાબદારી ઓછી કરવાના સપના જોતી હોય છે, પણ.....
ધાર્યું ધણીનું થાય. બરાબર ને, એમજ હવે કાનાએ અવનીના નસીબમાં શું લખ્યું છે, એ તો આવતા ભાગમાં ખબર પડશે.
પણ તમને મારો આ પિયર નો સફર, પિયરની વાટ કેવી લાગે છે એ મને કૉમેન્ટ્સ ને પ્રતિભાવ આપી જરૂર જણાવજો.
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏