આઇ હેટ યુ
પ્રકરણ-36
નંદીનીએ એની મંમીનાં ઈન્સુરન્સનાં પેપર્સ-આઇડી બધુ આપી ફોર્મમાં સહી કરી બેંક ડીટેઇલ્સ બધાં પુરાવા સાથે મનીષને આપી દીધાં. મનીષે કહ્યું બધુજ થઇ જશે હવે ઇન્સ્યુરન્સનાં પૈસા 3 વર્કિંગ ડેઝમાં તારાં ખાતામાં આવી જશે. નંદીનીએ થેન્ક્સ કહ્યું પછી મનીષ ઘરે પાછો જવાનો એટલે ત્રણે જણાં નીચે સુધી આવ્યાં. ત્યાં નંદીનીએ જોયું કે વરુણનું સ્કુટર ત્યાં નથી પડ્યું. એને હૈયામાં હાંશ થઇ.
મનીષે કહ્યું હું મોડાં ફોન કરીશ તમે તમારું કામ પતાવજો. ખૂબ એન્જોય કરજો વાતો કરજો. નંદીનીએ કહ્યું મનીષભાઇ એક મીનીટ કાલે સવારે અહીં જમવાનું બનશે તમે અહીંજ જમવા આવજો પછીનું તમે કાલે આવો પછી નક્કી કરીશું. મનીષે ઓકે કહ્યું અને એ એની કારમાં ઘરે જવા નીકળી ગયો.
જયશ્રીએ મનીષને ફલાઇગ કીસ કરીને બાય કહ્યું અને આંખો મીચકારી પ્રેમ વ્યક્ત કર્યો. અને બંન્ને બહેનપણીઓ પાછી ઉપર ફલેટમાં આવી ગઇ.
નંદીનીએ અંદર આવી દરવાજો લોક કર્યો અને સોફા પર બેસીને હાંશ કરી. નંદીનીએ કહ્યું જયશ્રી તેં અને મનીષભાઇએ મારું બધુજ કામ જાણે પુરુ કરી નાંખ્યું. હવે થોડીવાર બેસ પછી હું મારી બેગ વગેરેની તૈયારી કરું નંદીનીએ જયશ્રીને કહ્યું થોડી થોડી કોફી થઇ જાય ? ગરમા ગરમ કોફી પીને પછી કામ ઉપાડીએ.
જયશ્રીએ કહ્યું ઓકે મસ્ત કડક ગરમા ગરમ કોફી પીએ આમતો પેટ તડાતૂસ છે પણ કોફી ચાલશે. નંદીની તરતજ કીચનમાં ગઇ અને બે કપ કોફી બનાવીને લાવી બંન્ને સહેલીઓ કોફી લઇને બેઠી.
નંદીનીએ કહ્યું જયશ્રી મંમીનું ઇન્સયોરન્સનું હું બૂલીજ ગયેલી બીજી દોડાદોડમાં પણ મનીષભાઇએ કહ્યું યાદ આવ્યું તો પતી ગયું તને સાચું કહુ પાપા વખતે મંમી હતાં. એમણેજ મને યાદ કરાવેલ પાપાનાં કોઇ ફ્રેન્ડ છે એમની પાસે ઉતરાવેલો એણેજ બધી ફોર્માલીટી પુરી કરી હતી પાપાની પાછળ એમનાં ઇન્યુરન્સનાં 10 લાખ આવેલાં. એમાંથી મંમીએ માંડ 20-25 હજાર વાપરેલાં... દવાઓ વિધીનાં અને વ્યવહારમાં વગેરે બધાં પૈસા બચાવેલા હવે મંમી પણ રહી નહીં શું કરવાનાં પૈસા ?
જયશ્રીએ કહ્યું આપણાં અંગત ના રહ્યાં પણ નંદીની આ જમાનામાં પૈસો બોલે છે પૈસાનેજ નમસ્કાર હોય છે પૈસા કામ આવેજ. એટલું સારુ છે કે એ બંન્નેનાં ઇન્સયોરન્સ હતાં તો એ પૈસા મળશે. ક્યાંક ને ક્યાંક કામજ લાગશે.
નંદીનીએ કહ્યું પણ જયશ્રી એમનાં જીવતાં એમને પૈસા કામ ના લાગ્યાં. બધીજ બચત વપરાઇ ગઇ હતી પછીતો રાજના અંકલ.. તેઓ ખૂબ મદદમાં આવ્યા એમનાં જેવા પરગજુ અને ભલો માણસ મેં નથી જોયો ક્યા ઋણાનુબંધે એ ડોક્ટર અંકલનો પરિચય થયો. ઇશ્વરની અપાર કૃપા છે અને રાજ નિમિત્ત બધેજ રાજ મદદમાં આવેલો.
જયશ્રી રાજ વિશે કંઇ વિશેષ જાણતી નહોતી એટલે પ્રશ્ન કર્યો. આ રાજ વિશે તે ઘણું કહ્યું છે તો એ રાજ તારો ફ્રેન્ડ અત્યારે ક્યાં છે ? શું કરે છે ? તારાં હસબન્ડ વરુણને ખબર છે ? જયશ્રીએ ઘણાં પ્રશ્નો પૂછી નાંખ્યાં.
નંદીનીએ કોફીની છેલ્લી સીપ મારી મગ ટીપોય પર મૂકતાં કહ્યું રાજ મારો ખાસ મિત્ર એનાં અંકલ ડોક્ટર છે રાજે ખૂબ કાળજી લીધી હતી એ અમેરીકા આગળ ભણવા ગયો છે હમણાં નજીકનાં ભવિષ્યમાં આવી શકે એવું લાગતું નથી. રાજ વિશે વરુણને હમણાં જાણ થઇ છે એનાં મિત્ર દ્વારા વરુણ ભડકેલા એણે... એ પછી તો મારી સાથે... છોડ એ બધુ હવે યાદ કરું છું તો પણ પીડા થાય છે. ભૂતકાળ ભૂલવો સારો.
જયશ્રીએ કહ્યું ઓહ ઓકે.. સોરી મારે જૂની વાતો ના ઉખેળવી જોઇએ. પણ ચિંતા ના કરીશ હું કાયમ તારાં સાથમાં રહીશ. ચાલ કોફી પતી ગઇ છે તારી બેગ વિગેરે ભરી નાંખીએ. નંદીનીએ કહ્યું જયશ્રી હું પહેલાં મારાં જરૂરી કપડાં બધું ભરી દઊં પછી કીચનમાંથી થોડું ઘણું જરૂરી સામાન બોક્ષમાં ભરી દઇશું. આજે જેટલું થાય એટલું કરીએ બાકીનું કાલે થશે હજી બે દિવસ છે હાથ પર બાકીતો આ ફલેટમાંજ રાખીશ. ફલેટનું શું કરવું એ પછી વિચારીશ હમણાં તો સુરત જઇશ ત્યારે લોકજ મારી દઇશ. બધાં ફર્નીચર વગેરે પર જૂની ચાદરો ઢાંકી દઇશ. ગેસ બીલ, ઇલેક્ટ્રીક બીલ Online ભરી દેવાંશે.
નંદીની અને એની મિત્ર જયશ્રીએ બેગો ઉતારી અને કુલ ત્રણ મોટી બેગો ભરી કપડાં, જરૂરી રોજીંદી વસ્તુઓ કટલરી વિગેર ભરી દીધું. અને તૈયાર કરી બેડરૂમમાંજ એકબાજુ મૂકી દીધું. ત્યાંજ ડોરબેલ વાગ્યો અને તરતજ જયશ્રીનાં મોબાઇલમાં રીંગ આવી. જયશ્રીએ જોયું મનીષનો ફોન છે એણે ઉપાડીને વાત કરવા માંડી અને નંદીની થોડી અકળામણ સાથે ડોર ખોલવા ગઇ. એણે દરવાજો ખોલ્યો ત્યાં એનું અનુમાન સાચુજ પડ્યું સામે વરુણ ઉભો હતો. આજે એ શાંત દેખાતો હતો.
નંદીનીએ વરુણને જોઇને કહ્યું કેમ શું થયું ? શા માટે આવ્યો છે ? મેં તને સ્પષ્ટ કહી દીધુ છે કે હવે મારે... નંદીની આગળ બોલે પહેલાં વરુણે કહ્યું નંદીની તેં કીધુ છે મને ખબર છે હું શાંતિથી વાત કરવા આવ્યો છું ફરીથી નહીં આવુ પછી તારે જે નિર્ણય લેવો હોય લઇ શકે છે. મને તું અંદર તો આવવા દે.
નંદીનીએ કહ્યું હવે શું વાત કરવાની છે ? હવે આપણે બાકી શું રહ્યું છે ? ત્યાં જયશ્રી ફોન પતાવીને બંન્નેને જોઇ રહી. વરુણે જયશ્રી સામે જોયું પણ ઓળખતો નહોતો એટલે એ કંઇ બોલ્યો નહીં. એણે જયશ્રી તરફથી નજર હટાવીને નંદીનીને કહ્યું નંદીની તું આમ મને છોડીને જતી રહીશ તો હું બરબાદ થઇ જઇશ. તને ખબર છે ફલેટનાં હપ્તા ભરાય છે મારે ઘરે પણ પૈસા મોકલવાનાં હોય છે. બધી નાણાકીય જવાબદારી મારાં માથે છે. હવે બધું મેનેજ કરવું મારા માટે અઘરૂ છે તારે અહીં રહેવું હોય તો રહેજે પણ હપ્તા તું ભરજે પછી મારી પાસે વ્યવસ્થા થાય ત્યારે તને પાછા આપી દઇશ.
વરુણ ખૂબ ધીમેથી બોલી રહેલો. નંદીનીએ એક ક્ષણ વરુણ સામે જોયું પછી બોલી મને ખબરજ છે તારે મારી સાથે ફક્ત પૈસાનો સંબંધ છે. પહેલાંજ દિવસથી તારી અને તારાં પાપાની આજ ગણત્રી હતી. એ ફલેટ મારાં નામે છેજ નહીં તારાં નામેજ છે. લોન પેપર્સ પણ તારાં નામે છે. તો હપ્તા હું શા માટે ભરું ? મકાન તારું છે તારી માલીકીનું થવાનું છે. મારાં માથે શા માટે નાંખે છે ?
વરુણે કહ્યું તારું નામ એડ કરાવવાનુંજ હતું પણ સમયજ ના રહ્યો પછી હવે તો તું મને છોડવાનો નિર્ણય કરી બેઠી. મેં જે તારી સાથે હમણાં વર્તન કરેલું એનો મને પસ્તાવો છે. સોરી પણ મને અચાનક આવી સ્થિતિમાં છોડીને જઇશ હપ્તા નહીં ભરે તો મારે મોટી મુશ્કેલી થશે.
નંદીનીએ કહ્યું આમ મારી પાસે માથે ઉભા રહીને હા પડાવવાનું કઇ રીતે છે ? મને વિચારવા સમય આપ હું પછી એનો જવાબ આપીશ હમણાં મારી ફ્રેન્ડ આવી છે હમણાં આવી બધી વાતો નથી કરવી હું પછી સામેથી જણાવીશ હમણાં જઇ શકે છે.
વરુણ જયશ્રી તરફ કતરાતી આંખો કરી નંદીની સામે પણ એ રીતે જોઇને ત્યાંથી નીકળી ગયો.
વરુણનાં ગયા પછી જયશ્રીએ કહ્યું હવે પૈસા માટે ભરાયો એટલે તારી પાસે આવ્યો હવે ગુસ્સો અને નશો બધું ઉતરી ગયું હશે. નંદીની તારી જવાબદારી નથી તું એને કાલે સ્પષ્ટ નાજ પાડી દેજે.
નંદીનીએ જયશ્રી તરફ જોયુ અને કહ્યું ઠીક છે હમણાં હું કંઇ વિચારી શકું એવી સ્થિતિમાં પણ નથી. ચાલ હવે થોડું ઘણું કામ નીપટાવીને સૂઇ જઇએ.
***************
બીજા દિવસે સવારે મનીષ આવ્યો એણે કહ્યું વાહ શું આખી રાત વાતો કરી ? કેટલો સામાન પેક થયો ? અને જમવાનું બનાવ્યું છે ને ? કે બહારથી લાવવાનું છે ?
નંદીનીએ કહ્યું ના ના મનીષભાઇ સવારથી આજે રસોઇજ કરી છે. કાલે બેગો પેક થઇ ગઇ છે આજે થોડો બીજો સામાન પેક કરવાનો છે બસ પછી પત્યું.
ત્રણે જણાં સાથે બેસી જમ્યાં. અને થોડી વાતો કરીને નંદીની અને જયશ્રીએ બીજો જરૂરી સામાન બોક્ષમાં પેક કર્યો. સાંજે નંદીનીએ ફુડ પાર્સલ મંગાવી લીધું અને ત્રણે સાથે જમ્યાં. રાત્રે મનીષ અને જયશ્રી ઘરે જવાં નીકળ્યાં. નંદીનીએ કહ્યું થેંકસ કાલે ઓફીસમાં મળીએ.
************
બીજે દિવસે નંદીની ઘરેથી નીકળી સીધી મોબાઇલ શોપ પહોંચી અને.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-37