Ek Pooonamni Raat - 27 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-27

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-27

એક પૂનમની રાત
પ્રકરણ-27
અઘોરીનાથની તાંત્રિક વિધીથી અંગારીનો જીવ પ્રેતયોનીમાં થી મુક્ત થઇને સદગતિ પામ્યો એ જાણીને બધાંને સંતોષ અને આનંદ થયો હતો. અઘોરનાથમાં એટલું સત હતું. વળી એ દેવાંશને ઓળખી ગયેલાં કે આ છોકરામાં પૂરી પાત્રતા છે. એટલો દેવાંશને એમની પાસે મળવા બોલાવેલો.
ત્યાં હાજર સિદ્ધ્રાર્થે કહ્યું સર.. દેવાંશનાં મિત્ર મીલીંદના અકસ્માતે મૃત્યુમાં મને પહેલેથીજ વહેમ હતો. આ કોઇ આપઘાત કે એમજ થયેલું મૃત્યુ નથી ચોક્કસ એની પાછળ કોઇ કાવત્રુજ છે. આજે આ તાંત્રિક સાધુએ કહ્યું એટલે મારો વિશ્વાસ વધી ગયો છે એની ખરેખર તપાસ થવી જોઇએ.
દેવાંશે કહ્યું અંકલ... મારો મિત્ર ખૂબ સંતોષી અને આનંદી હતો એનૈ એની બહેન અને દાદી પ્રત્યે ખૂબ લગાવ હતો મને તો નવાઇ લાગે છે કે આવા માણસનું કોણ શત્રુ હોઇ શકે ? એ પાર્ટીમાં એ મારી રાહ જોઇ રહેલો. એ ડ્રીંક ક્યારેક લેતો કારણે એનાં પાપા કસ્ટમમાં હતાં અને એ પરદેશની બોટલો ઘરે લાવતાં અને એનાં-પાપાને પીવાનો શોખ હતો. એમની પાસે પરમીટ પણ હતી પણ અચાનક આ બધું શું થઇ ગયું ?
સિધ્ધાર્થે કહ્યું તું એનાં વિશે થોડી વધુ વિગતો આપ જે તું જાણતો હોય. દેવાંશે કહ્યું અંકલ બહુ સમય થઇ ગયો છે આ વ્યોમાને પણ ઘરે જવાનું છે. અમારે અમારાં પ્રોજેક્ટ માટે... દેવાંશને અટકાવીને વ્યોમાએ કહ્યું અરે કાઈનાઈ મારે કંઇ લેટ નથી થતું હું ઘરે જતી રહીશ મારી ચિંતા ના કર મને પણ રસ પડ્યો છે જાણવાનો.
દેવાંશે કહ્યું ઠીક છે એણે સિધ્ધાર્થને કહ્યું અંકલ મીલીંદના પાપા મુંબઇ રહે છે એમનું ત્યાં પોસ્ટીંગ છે એ ક્યારેક ક્યારેક આવતાં. આવે ત્યારે બહું બધી ગીફ્ટ લઇને આવતાં એનાં માં ખૂબ માયાળુ અને પ્રેમાળ છે સાચેજ યશોદામાં જેવાં છે. એનાં દાદીને મીલીંદની ખૂબ માયા. મીલીંદ જ્યારે નવરો પડે એમની સાથે વાતો કરતો.
એની દીદી સાથે પણ ખૂબ વાતો કરતો અને કાયમ પત્તાની રમતો રમતો. એની દીદીને પ્રેમ થયો હતો એ એટલે પહેલીજ વાત મીલીંદને કરી હતી. અભિષેક ભાઉ પણ ખૂબ સારાં સ્વભાવનાં છે. એ કોઇ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે એમનો અલકાપુરીમાં આટલો મોટો બંગલો છે. બધીજ રીતે સુખી સંપન્ન અને નજર લાગી જાય એવું કુટુંબ છે. આમા મીલીંદને કોણ મારે ? મને તો સમજાતુંજ નથી.
વિક્રમસિંહે કહ્યું હું જાણું છું ત્યાં સુધી દેવાંશની બધી વાત સાચી છે. આવા કુટુંબનો કોણ શત્રુ હોય ? બધીજ રીતે સુખી કુટુંબ.આ એકનો એક દીકરો. ઘણો પૈસો અને એલોકોને વડીલો પાર્જીત મિલક્તો પણ છે કાંઇ કોઇ કસ નથી મારી રહી.
સિધ્ધાર્થ વિચારમાં પડી ગયો. એણે કીધું કંઇ નહીં આટલી વિગત ઘણી છે પછી વિચારીશું પણ એ નક્કીજ કે હું મીલીંદને કોણે ધક્કો માર્યો અને એનું મૃત્યુ થયું એ હું શોધીને જંપીશ ભલે બધાં ક્રિયા કર્મ પછી ગયાં. પણ એક વાત ચોક્કસ છે કે ખૂની એક ભૂલ તો કરીજ જાય કે કોઇ એક પુરાવો છોડી જાય. એ હું શોધી નાંખીશ.
દેવાંશે કહ્યું અંકલ તો સારી વાત છે પણ મીલીંદ તો ગયો એનાં પેરેન્ટ્સે એકનો એક દિકરો ગુમાવ્યો.
ચારે જણાં મિલીંદ અંગે વિચાર મને પડી ગયાં. વિક્રમસિહે કહ્યું સિધ્ધાર્થ હવે અહીં બધુ પતી ગયુ છે આપણે પોલીસ સ્ટેશન જઇએ. અને દેવાંશ તમે લોકો તમારુ કામ નીપટાવો અને પછી આ છોકરીને એનાં ઘરે ડ્રોપ કરી આવ.
વિક્રમસિંહ અને સિધ્ધાર્થ કાર્યાલય જવા નીકળી ગયાં. દેવાંશે માં ને કહ્યું માં કોફી મૂકને અમે કોફી પીને નીકળીએ. વ્યોમાએ કહ્યું કેમ હમણાં તો પીધી છે આપણે નીકળીએ.
માંએ કહ્યું નામ દીધુ છે પીને જાવ અને વેળાસર ઘરે આવી જજે. હવે તો હું સાવ એકલી થઇ ગઇ છું એમ કહેતાં એમની આંખો ભીની થઇ ગઇ.
વ્યોમાએ એ જોયું એ બોલી આંટી જે થયું એ સારાં માટે થયું તમે ક્યાં એકલાં છો ? દેવાંશ છે ને ? અને હું પણ સાથે કામ કરુ છું એટલે આવતી જતી રહીશ.
તરૂબહેને હસીને કહ્યું હાં સાચી વાત છે અને તેઓ કીચનમાં કોફી મૂકવા ગયાં. કોફી પીને દેવાંશ અને વ્યોમાં ઓફીસની જીપમાં બહાર નીકળ્યાં.
વ્યોમાએ જીપમાં બેઠાં પછી દેવાંશને કહ્યું તારી મંમી ખૂબ સેન્ટી છે. હમણાં થોડો વખત એમને સાંભળી લેજે પ્લીઝ. દેવાંશે કહ્યું હાં હું એમજ કરીશ. અને જીપ ચલાવતો રહ્યો. વ્યોમાએ કહ્યું આમ કઇ બાજુ લે છે ? દેવાંશે કહ્યું વ્યોમા મને એક વિચાર આવ્યો છે આપણે મીલીંદના ઘરે જઇએ પછી તને ઘરે ડ્રોપ કરી દઇશ. કાલથી આપણે વાવ અને જંગલનાં મહેલનાં પ્રોજેક્ટ અંગે કામ ચાલુ કરીશું જરૂર પડે સાથે બે કોન્સ્ટેબલ પણ લઇશું.
વ્યોમાએ આષ્ચર્ય સાથે કહ્યું મીલીંદના ઘરે ? કેમ ? દેવાંશે કહ્યું ચલને પ્લીઝ મીલીંદની ખૂબ વાતો કરી છે ખૂબ યાદ આવ્યો છે એની મંમી અને બહેનને મળી લઇએ.
વ્યોમાએ કહ્યું ઓકે ચલ. એ બહાને મારાથી પણ બધાને મળાશે. તેં બધાનાં નામ લીધાં જોવા મળવાનું મન થયું છે. મીલીંદનાં ઘરે દેવાશ અલકાપુરી આવી ગયો.એણે જીપ પાર્ક કરી. વ્યોમાએ કહ્યું વાઉ.. કેવો મોટો મસ્ત બંગલો છે.
દેવાંશે એને સાંભળી અને બોલ્યો પણ એને ભોગવવા ના રહ્યો ચાલ અંદર દેવાંશે ગેટ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યાં એક મોટો કૂતરો ભસતો ભસતો આવ્યો. દેવાંશ અટક્યો ત્યાં ઘરમાંથી નોકર દોડી આવ્યો એણે કૂતરાને એકબાજુ બાંધીને કહ્યું ઓહો દેવાંશભાઇ આવો આવો.
દેવાંશ વ્યોમા સાથે ઘરમાં ગયો. ઘરમાં એકદમ શાંતિ હતી. મીલીંદના દાદી આરામ ખુરશી પર માળા ફેરવતાં બેઠાં હતાં. દેવાંશ એમને પગે લાગ્યો. દાદીએ કહ્યું આવ્યો ભાઇ ? ઓ યશોદા... અને અંદર રૂમમાંથી યશોદાબેન આવ્યાં. દેવાંશને જોઇને ખૂબ ખુશ તયાં. એમણે કહ્યું બે દિવસથી તને યાદ કરુ છું મીલીંદના ગયાં પછી તું તો આ બાજુનો રસ્તોજ ભૂલી ગયો છું. આ કોણ છે ? એમણે વ્યોમાને બતાવીને પૂછ્યું.
દેવાંશે એમને પગે લાગીને કહ્યું આંટીએ વ્યોમા છે મારી સાથે કામ કરે છે અમે પ્રોજેક્ટ માટે નીકળ્યાં હતાં થયું તમને મળતો જઊં એટલે આવ્યો છું. યશોદાબેન કહ્યું સારુ થયું તું આવ્યો અને એમનો ચહેરો અચાનક પડી ગયો. દેવાંશે એ જોયુ એ બોલ્યો કેમ આંટી શું થયું ? અચાનક તમે ઉદાસ થઇ ગયાં ?
યશોદાબહેને કહ્યું તને જોઇને મને મારો મીલીંદ યાદ આવી ગયો. અને... મીલીંદનાં ગયાં પછી બધુ બદલાઇ ગયું. દેવાંશે કહ્યું કેમ આંટી શું થયું ? અંકલ અહીં છે કે મુંબઇ ગયા ? દીદી શું કરે છે ?
યશોદાબહેને કહ્યું એ તો મુંબઇ ગયાં. ફરજ પર હાજર થઇ ગયાં. બધાં બધુ ભૂલી પોતપોતાનાં કામે લાગી ગયા છે. ત્યાં દાદીએ હાથનાં અને આંખનાં ઇશારાથી યશોદાબેનને કંઇક કહ્યું યશોદાબહેન ચૂપ થઇ ગયાં. દેવાંશે માર્ક કર્યુ કે કંઇક છે પણ મને કહેતાં નથી દાદીએ અટકાવ્યાં.
દેવાંશે કહ્યું દીદી ક્યાં છે ? શું કરે છે ? યશોદાબહેને થોડી નારાજગી સાથે કહ્યું ઉપર છે એનાં રૂમમાં ? દેવાંશે કહ્યું હું એમને મળીને આવું એમને સારું લાગશે.
ત્યારે દાદી અને યશોદાબહેન એક સાથે બોલ્યા ના ના એને નથી જવુ મળવા પછી ક્યારેક આવજે એં મગજનું ઠેકાણુ નથી ઉપર ના જતો....
દેવાંશને આષ્ચર્ય થયું એણે કહ્યું પણ દીદી તો મને મળીને આનંદ પામશે. એમને સારું લાગશે.
યશોદાબહેને કહ્યું ના દીકરા ફરી આવજે આજે નહીં તેં અમને મળી લીધું ને ? માંડ ઘરમાં... અને પાછા અટકી ગયાં. એ લોકોની ઉપરવટ જઇને દેવાંશને મળવા જવાનું સારુ ના લાગ્યુ એ અટકી ગયો. એણે કહ્યું કંઇ નહીં માસી હું જઊં પછી ક્યારેક આવીશ. તમને મળી લીધું સારું લાગ્યું.
યશોદાબહેનને કહ્યું ભલે ફરી આવજે ક્યારેક.... દેવાંશ અને વ્યોમા ઘરની બહાર નીકળ્યાં. પાછળને પાછળ નોકર ગેટ બંધ કરવા આવ્યો.
દેવાંશે નોકરની સામે જોયું એ ઘણો જૂનો હતો દેવાંશને વરસોથી ઓળખતાં હતો. દેવાંશે એની આંખમાં આંખ પરોવીને પૂછ્યું રામુ ઘરમાં શું ચાલે છે ? દીદીને શું થયું છે ? મને મળવા જવાની માસીએ કેમ ના પાડી ?
રામુ દેવાંશ સામે જોઇ રહ્યો અને બોલ્યો....
વધુ આવતા અંકે - પ્રકરણ - 28