LOVE BYTES - 61 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-61

Featured Books
Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-61

લવ બાઇટ્સ
પ્રકરણ-61

સ્તવને આશા સાથે રોમેન્ટીક વાતો કરીને બેડ પર આડો પડ્યો સૂવા માટે ત્યાં એને એવો એહસાસ થયો કે કોઇ એને વળગીને સૂઇ ગયું એણે કહ્યું મારી આશા આવી ગઇ ? એહસાસ તારાં આટલાં પ્રબળ છે ? મને ભ્રમ થયાં કરે છે.
હૈયાં વળગેલી સ્તુતિ હતી એણે કહ્યું મને જે મળે છે એ આશાને કેવી રીતે આપી શકીશ ? એનાં પર મારોજ હક્ક છે. આવું સાંભળી સ્તવન ચમક્યો એ બેડ પર બેઠો થઇ ગયો. હવે એને એહસાસ નહીં સ્તુતિજ દેખાઇ રહી હતી.. એણે આષ્ચર્ય અને આધાત સાથે કહ્યું તું અહીં કેવી રીતે ? તું ઘરે નથી ગઇ ? તું સાચેજ છે કે મારો ભ્રમ છે.
સ્તુતિ સ્તવનને વળગી ગઇ એણે કહ્યું અગોચર વિશ્વ આપણુ છે એમાં ભ્રમને ક્યાંય સ્થાન નથી હું તારી બાહોમાં છું તને હુંજ વળગેલી છું આજની રાત્રી મારી છે કાલથી તું પારકો થવાનો છે હું મારી પ્રેમની અપાર શક્તિથી તને જોઇ શકું છું મળી શકું છું. પ્રેમ કરી શકું છું આ મારું અગોચર રૂપ છે.
સ્તવન ડરી ગયો એણે કહ્યું આવું તો ભૂત પ્રેત કરી શકે માનવ નહીં તું મને પ્રેમ નહીં ડરાવે છે. આ પહેલાં પણ આપણે મળેલાં કેટલી વાતો કરેલી ઘરે આવ્યો તો.. પાંચ મીનીટ પણ વાસ્તવિક નહોતી થઇ આ બધું શું છે ?
સ્તુતિ સ્તવનને વળગેલી હતી એ રડી પડી એણે કહ્યું આ પ્રેમની પરાકાષ્ઠા છે એમાં એટલી શક્તિ છે કે એ બધુજ કરી શકે. મારી પાત્રતા પર શંકાના કર એ પ્રેમશક્તિ છે જો આ જન્મથી લાવેલી છું એ નિશાન તને સમજાઇ જશે. જન્મ નવો લઇને પણ હું મારી સાથે લાવી છું. એ કોઇ ચમત્કારથી વધારે નથી ? તું આ સત્ય સ્વીકારે ના સ્વીકારે એનાંથી સત્ય નથી બદલાય જતું. ભૂત પ્રેતની વાતો નકરાત્મક હોય હું તો પ્રેમની હકારાત્મક શક્તિથી તારી સાથે છું મેં તને વચન આપેલું છે કે આવતીકાલથી તારાં જીવનમાં નહીં આવું... પણ આજની રાત આશા સાથે નહીં મારી સાથે વિતાવવાની છે એમાં તને વિતશે નહીં પ્રેમજ મળશે.
સ્તવન ખૂબ ડરેલો હતો. સ્તુતિને સાંભળી રહેલો. એનાં એક એક શબ્દથી વિંધાઇ રહેલો. મન માનતું નહોતું. પણ આંખો સ્પષ્ટ જોઇ રહી હતી. આ સાવ જુદી દુનિયા આજે જોઇ રહેલો. સ્તુતિએ સ્તવનનાં માથા પર હાથ ફેરવ્યો એની આંખોને ચૂમી લીધી. સ્તવન કોઇક અગમ્ય નશામાં ખેંચાઇ રહેલો સ્તુતિ એને ચૂમી રહી હતી.
સ્તવને કહ્યું તારાં પ્રેમમાં વાસના દેખાય છે ભલે તું પ્રેમશક્તિની વાતો કરે પણ આ શરીરની ભૂખ જણાય છે અને પ્રેમમાં વાસનાને સ્થાન નથી એમ બોલતો ખેંચાઇ રહેલો.
સ્તુતિએ કહ્યું પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ આ શરીર છે શબ્દો અને પ્રેમરસને વાસનાનું નામ ના આપ. આને આશીર્વાદ સમજ કે આપણને આ પ્રાપ્ત થયું છે. આમાં નથી સમય કામ કરતો નથી કોઇ સંજોગો નડતાં.બીજા વિચારો કોઇ વ્હેમ રાખ્યાવિનાં મારામાં સમાઇ જા.
એક પ્રશ્ન પૂછું મારાં સ્તવન ? સ્તવને કહ્યું પુછ. સ્તુતિએ કહ્યું તું આશા બંન્ને એકબીજાને પંસદ કર્યા. સ્પર્શ કરી પ્રેમ કરો છો. અત્યારે સુતી વખતે તું એને આહવાન કરે છે પણ તમારો પ્રેમમાં આટલી ઊંડાઇ કે ઉત્કૃષ્ટતા છે ? એ આવી શકે છે તારી પાસે ?
મારો વિચાર કર મારી પ્રેમની ઉત્કૃષ્ટતા અને પ્રબળ શક્તિથી હું તારી પાસે આવી શકું છું અહીં કોઇ નાં જાણે એમ હું હવાના ઝોકાની જેમ તારી પાસે આવી છું નથી હું મૃત્યુ પામીને ભૂત કે પ્રેત થઇ છતાં તને દેખાઊં છું પ્રેમ કરું છું. આજ મારી પાત્રતા અને પ્રેમની પરાકાષ્ઠા છે સમજ..
સ્તવન એને સાંભળી રહેલો. વાતો કરતાં કરતાં પણ એની તરફ અગમ્ય રીતે ખેંચાઇ રહેલો. સ્તુતિએ એનાં નિશાન પર સ્તવનનો હાથ મૂક્યો.
સ્તવનને તીવ્ર ઝણઝણાટી થઇ એ પોતાની જાતને રોકી ના શક્યો અને એણે ગળાનાં નિશાન પર એનાં હોઠ મૂકી દીધાં. એની આંખો મિંચાઇ ગઇ અને પ્રેમ સાગરમાં ડુબી ગયો.
સ્તવન ધીમે ધીમે હરકતમાં આવી ગયો હતો એણે સ્તુતિને કહ્યું તું મને તારાં પ્રેમસાગરમાં ડુબાડી રહી છે હું પ્રફુલ્લિત મને ડૂબી રહ્યો છું તારાં અંગ અંગ મને સ્પર્શી રહ્યાં છે મારામાં એક અજબ ઉન્માદ છવાઇ રહ્યો છે. મારી સ્તુતિ આઇ લવ યું.
સ્તુતિ સ્તવનનાં હોઠ, કાન, ગળુ બંધે હોઠથી સ્પર્શી એને ઉશ્કેરી રહી હતી. થોડાં સમય પહેલાં આશાને જે કહી રહેલોએ સ્તુતિ સાથે અનુભવ કરી રહેલો. એણે સ્તુતિની છાતી કેડ બધે હાથ પ્રસરાવીને પ્રેમ કરી રહ્યો. એણે સ્તુતિનાં યુવાન દેહને ખૂબ પ્રેમ કરવા લાગ્યો એનાં સુંદર ઘાટીલા પયોધરોને ચૂમવા લાગ્યો. સ્તુતિ એને સંપૂર્ણ સમર્પિત થઇ ગઇ સ્તવને પોતાનાં બધાં વસ્ત્ર દૂર કર્યા. સ્તુતિતો સાવ નગ્નજ હતી.
સ્તવને અંગ અંગને સ્પર્શી એનાં વખાણ કરી રહેલો બધાને એક સુંદર અનુપમ ઉપમા આપી રહેલો એ બોલ્યો આવી સ્વર્ગની અપ્સરા પણ નહીં હોય એવી સુંદર છે તું મારી સ્તુતિ..
સ્તુતિએ સ્તવનનું માથું એની છાતીમાં લઇ લીધું અને ચુંબન કરવા લાગી સ્તવને હવે એનાં અંગ અંગમાં એનું અંગ પરોવીને ખૂબ પ્રેમ કરતો ચૂમતો મૈથુન કરવા લાગ્યો.
સ્તુતિનાં તૃપ્તિનાં ઉદગાર સાંભળીએ વધુને વધુ ઉશ્કેરાઇ રહેલો. ક્યાંય સુધી મંથન કરી રહ્યાં પરાકાષ્ઠાનાં બિંદુએ બંન્ને જણ એકમેકમાં સમાઇ રહ્યાં સ્તુતિનાં તન પર સ્તવન છવાયેલો હતો એ ક્યાંય સુધી એમજ પડી રહ્યો.
સ્તુતિએ એનાં વાળામાં હાથ ફેરવતાં કહ્યું મારાં સ્તવન આ પ્રેમની પરાકાષ્ઠા અને તૃપ્તિ પ્રેમનું માધ્યમ છે એનાંથી તને આનંદ અને સુખ મળ્યું એનો મને આનંદ છે.
સ્તવને કહ્યું આ સુખ સ્વર્ગીય સુખ કરતાં અધિક છે મારી સ્તુતિ તું મને પહેલાં કેમ ના મળી ? મને હવે બીજી કોઇ વ્યક્તિમાં આટલો રસ નહીં પડે કે નહીં પ્રેમ કરી શકું.
સ્તુતિએ કહ્યું બસ આજની રાત હતી જે મારો હક્ક હતો મેં ભોગવી લીધો તેં પણ એનું સુખ લીધું હવે કાલે તું ધાર્મિક કે સામાજીક વિધીથી કોઇની પણ જોડે જોડાય મને ફરક નહીં પડે કે નહીં હું વચ્ચે આવું પરંતુ એક વાત નક્કી છે કે મારો તારાં માટેનો પ્રેમ ઓછો નહીં થાય તું એકવાર મને દીલથી યાદ કરીશ હું તારી પાસેજ હોઇશ પણ હું સામેથી તારી પાસે કદી નહીં આવું સ્ત્રી છું એટલે સ્ત્રીની ઇચ્છાઓ, લાગણીઓ, હક્ક, ફરજ બધુજ સમજુ છું. વિધાતા એ જે ખેલ કર્યો છે એ એમને ખેલવા છે.
સ્તવને કહ્યું આપણે આટલો પ્રેમ કર્યો તૃપ્ત થયાં એ મારો અનુભવ ભ્રમ નથી ને ? તું મને સમજાવ આ બધું શું છે ?
સ્તુતિએ કહ્યું હું તને બધુજ કહી ચૂકી છું તું સંપૂર્ણ અનુભવી ચૂક્યો છું. હવે આનાંથી વિશેષ શું હોય ? તને હું શું સમજાવું ? તને પોતાને બધાં એહસાસ થશે એટલે બધું આપોઆપ સમજાઇ જશે. એવું કહીને સ્તુતિને સ્તવનનાં કપાળ પર ચુંબન કર્યું. અને બોલી હવે નથી મળવાની તને એટલે તમે પણ એક નિશાન આપીને જઇશ જે કદી તારાં તન મનથી દૂર નહીં થઇ શકે એમ કહીને સ્તવનની છાતી પર એનાં શરીરની જમણી બાજુ જલ્દી નજરમાં ના આવે એમ દીર્ધચુંબન કરી એવું ચુસી લીધું કે ત્યાં હોઠનાં નિશાન થઇ ગયાં. સ્તવને કહ્યું આ નિશાન આપીને તે મને પ્રેમ કર્યો કે સજા ?
આશા આ જોશો તો હું શું જવાબ આપીશ ? અમારો સંસાર શરૂ થતાં પહેલાં જ નંદવાઇ જશે એનો વિચાર કર્યો ?
સ્તુતિએ કહ્યું નહીં થાય કશુ. માત્ર તું તારાં હાથથી એનેં સ્પર્શી એહસાસ કરી શકીશ બીજાની નજર નહીં પડે પણ હાં જે દિવસે તું મને ભૂલીશ એ નિશાન સ્પષ્ટ બહાર આવી જશે હવે એ તારાં હાથમાં છે. તારાં પ્રેમ પર નિર્ભર છે અને તને વચન આપ્યું છે એમ હવે કદી વચ્ચે નહીં આવું આપણી ઓફીસ-કામ એક હશે પણ બધું કામથી કામ હશે તું મને કોઇ રીતે છંછેડીશ નહીં ના મારાં માટે પ્રેમ વ્યક્ત કરીશ નહીંતર પછી મારું વચન વચન નહીં રહે તૂટી જશે પછી એની જવાબદારી તારી રહેશે.
આટલુ કહી સ્તવનનાં હોઠ પર હોઠ મૂકી ચુંબન કરીને એ ક્યાં ગઇ ખબરજ ના પડી.
સ્તવન ક્યાંય સુધી બાધાની જેમ જોતો રહ્યો હવે સ્તુતિ ત્યાં હતીજ નહીં. એણે ઘડીયાળમાં જોયું તો એ રૂમમાં આવેલો એજ સમય હતો. એને ખબરજ ના પડી આ કેવી શક્તિ છે અને વચ્ચેનો સમયગાળો કઇ સ્થિતિમાં ભોગવાય છે. એને મનમાં એક પ્રશ્ન થયો એણે સ્તુતિને પોકાર કર્યો પૂછવા અને....
વધુ આવતા અંકે - પ્રકરણ -62