LOVE BYTES - 60 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-60

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-60

લવ બાઇટ્સ
પ્રકરણ-60

સ્તવન સ્તુતિને મળીને આવ્યો અને રાજમલકાકાએ એને પાર્કીંગમાં કાર પાર્ક કરતો જોઇને પૂછ્યું અરે બેટા એટલી વારમાં પાછો આવી ગયો ? એવું શું કામ હતું ?
સ્તવનને પ્રશ્નથી આશ્ચર્ય થયું એણે ઘડીયાળમાં જોયું તો એ સાવજ દિગમુઢ થઇ ગયો. અરે હું 8.55 એ અહીં આવ્યો પાપા મંમીને ઉતાર્યા અને અત્યારે 9.05 થઇ છે ? માત્ર 10 મીનીટ ? 5 મીનીટ તો ગાડી કાઢી ટર્ન લેતા થાય અને પછી 5 મીનીટ ? એ સાવ વિચારોમાં ખોવાઇ ગયો. એને થયું આ શું ? સ્તુતિને હું ખરેખર મળ્યો છું ? કે દીવાસ્વપ્ન હતું ? હું ક્યારે ગયો અને ક્યારે પાછો આવ્યો ? ક્યારે મેં સ્તુતિને... ...
સ્તવન ઘરમાં આવ્યો એ સ્વસ્થજ નહોતો એનાં મનમાં વિચારજ વિચારો હતાં એને થયું સ્તુતિને મળ્યાની ભ્રમણાં છે ? આ થઇ શું રહ્યું છે મારી સાથે ?
ભંવરીદેવીએ કહ્યું અરે સ્તવન દીકરા શું ગયો તે શું આવ્યો ? તું ગયોજ નથી ? એમણે સ્તવનનો જવાબ સાંભળ્યા વિનાજ આગળ ચલાવ્યું કંઇ નહીં દીકરા ચલ ફ્રેશ થઇ જા પછી થોડું ખાવુ હોય એ ખાઈ લે અને અહીં બધી તૈયારીઓ થઇ ગઈ છે એ જોઈ લે .
માણેકસિંહએ કહ્યું આમતો તારું પણ તૈયાર છે મિહિકાની પણ બધી તૈયારી થઇ ગઈ એટલે ચિંતા નથી.
લલીતાબેન એ કહ્યું આપણે તો છોકરા અને છોકરી બંન્નેની વળી વિવાહ છોકરાનાં ઘરે હોય પણ સ્તવનનાં અહીં કરીએ અને મયુર માટે એનાં ઘરે મીહીકાને લઇને જવી પડે એનાં કરતાં યુવરાજભાઇસાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો સારું કર્યું. અહીં આપણી નજીક મિથિલા હોલ છે ત્યાંજ બંન્ને છોકરાઓનું વિવાહનો પ્રસંગ રાખ્યો એજ સારું થયું અને મિથિલા હોલવાળાં યુવરાજભાઇસા અને તમારાં ભાઇનાં મિત્ર પણ છે. ત્યાંથી ક્યારનો ફોન આવી ગયો કે અહીં બધીજ તૈયારી થઇ ગઇ છે એટલે નિશ્ચિંત રહેજો હવે આપણે અહીંથી મીહીકાને ચઢાવવાનું અને આશા માટેની સાડી અને ઘરેણુંજ લઇને જવાનું છે ઇશ્વરની ખૂબ કૃપા છે બધું સારું થઇ રહ્યું છે. રાજમલસાંએ કહ્યું હવે વચ્ચે એક રાત્રીજ રહી છે. બસ ઇશ્વર બધુ સાંગોપાંગ પાર કરીદે એટલે ગંગા ન્હાયા.
સ્તવન બધુ સાંભળી રહેલો. પણ એનાં મનમાં તો સ્તુતિ સાથે વિતાવેલી પળોજ યાદ આવી રહેલી પણ સમય તો 5 મીનીટ ? અરે 5 મીનીટ પણ નહીં તો આ શું થઇ ગયું ? એણે સ્તુતિમાંથી વિચાર હટાવ્યા અને મીહીકા એનું બધું પહેરામણીનું ઉત્સાહથી બતાવી રહી હતી એનાં કપડાં, ઘરેણાં, સ્તવનને જોઇને આનંદ વ્યક્ત કર્યો અને બોલ્યાં મારી બહેનાં તું ખૂબ ખુશ છે ને ? બસ તું ખૂબ સુખ આનંદમાં આળોટે એવું નસીબ મળે.
લલીતામાસીએ કહ્યું મારી દિકરી મીહીકા અને મારો દીકરો સ્તવન ખૂબ સુખી થશે બંન્ને ને ઇશ્વરે જ એમનાં આશીર્વાદ આપ્યાં છે બસ હવે કાલે તો વિવાહ આ પ્રસંગની દોડાદોડીમાં તહેવાર પણ ભૂલાઇ ગયાં છે. કાલે પૂનમ -રંગોની હોળી વાહ શું દિવસ કાઢ્યો છે.
સ્તવનની આંખમાં હોળી સાંભળી શરારત આવી ગઇ એણે મીહીકાને કહ્યું મીહી આપણે નાનાં હતાં કેટલી મસ્તી કરતાં. રંગોની પીચકારી અને શું ધમાલને ડાન્સ કરતાં. બધુ યાદ આવી ગયું.
કાલે હોળી-પૂનમ અને આશા સાથે વિવાહ સ્તવનનો આશા યાદ આવી ગઇ એ બધાંની પાસેથી નીકળી ઉપર રૂમમાં આવી ગયો એણે તરતજ આશાને ફોન જોડ્યો.
આશાએ તરતજ ફોન ઉપાડતા કહ્યું વાહ મારાં રાજા અત્યારે છેક સમય મળ્યો. ક્યારની તમારાંજ ફોનની રાહ જોઊં છું કેમ ફોન ના કરો ? કાલે તો... સ્તવને સામેથી વાક્ય પુરુ કરતાં કહ્યું આપણાં વિવાહ છે. એય આશા આખો વખત એમજ ગયો છેક રાત્રે તો ઘરે આવ્યા આવીને તરતજ ઘરમાં બધી તૈયારીઓ જોઇ રાજમલકાકાએ કહ્યું કાલે હોલમાં પ્રસંગ છે. ત્યાં પણ બધી તૈયારીઓ થઇ ગઇ છે. બસ મારી આશા કાલનીજ રાહ જોઊં છું પછીતો તને... એમ કહી આશાને ચૂમતો હોય એમ મોબાઇલને ચૂમવા માંડ્યો. આશાએ કહ્યું બસ બસ મારાં મજનું તમે ત્યાં મોબાઇલને કરો છો પણ અહીં મારાં સુવાં સુવાં તમને તરસે છે થોડી ધીરજ રાખો વાલમ.
સ્તવને કહ્યું હાં બસ વચ્ચે એક રાત્રી છે પછી હું અને તું કાયદેસર એક... પછી તો હું પ્રેમની ધડબલાંટી બોલાવી દઇશ. અત્યાર સુધી સામાજીક સંકોચ શરમ છે બધી ફગાવી દઇશ તને મારામાં સમાવી દઇશ હું ફક્ત તારામાં સમાઇ જઇશ મારી આશું. આ કાળી રાત્ર બસ ક્યારે નીકળે ?
આશાએ કહ્યું મેં તમને મજનું કીધા તમે તો સાચેજ અત્યારે એવાં થઇ ગયાં. થોડી ધીરજ રાખો મારાં વાલમ પછી તમારાંમાંજ સમાઇ જઇશ. કોઇને હું દેખાઇશ પણ નહીં એમ કહી આશા હસવા લાગી.
સ્તવને કહ્યું એય મારી રાણી આજે તો સૂતા સૂતાં બસ તનેજ જોયાં કરીશ. મારી કલ્પનાઓમાં તારાં રૂપને સજાવ્યા કરીશ. તારાં રૂપાળાં ચહેરાંને ચૂમીશ તારાં લાલ લાલ ગુલાબી ગુલાબી પારેવડાં જેવા હોઠને ચૂમી કરીશ એવું દીર્ધ ચુંબન કરીશ કે પછી છોડીશ નહીં તારાં ગોરાં ગોરાં ગોળ ગોળ... આશાએ વાત કાપતાં કહ્યું બસ હવે તમે તો શરમાતાંજ નથી બહુ લુચ્ચા છો.
સ્તવને કહ્યું કેમ ? મેં કીધુ. તારાં ગોરા ગોરાં ગોળ ગોળ ગાલને ચૂમી લઇશ એમાં શું ખોટું કીધું ?
આશાએ કહ્યું બહુ લુચ્ચાઇ ના કરો મને બધી ખબર છે તમે શું કહેવા જતા હતાં. બસ કાલ માટે રાખો બધી વાતો અત્યારે ના કરી દો.
સ્તવને કહ્યું પણ વચ્ચે માત્ર એક રાત્રી બાકી છે હવે કાબૂ નથી રહેતો શું કરું આવું વર્ણન કરતાં કરતાં જાનવર પણ જાગ્રત થઇ ગયો. એવું સાંભળીને આશા ખડખડાટ હસી પડી બોલી બહુ થયું લુચ્ચા નં.1 બસ કરો હવે તમે ચાલો સૂઇ જાવ આજે પૂરતો આરામ લઇ લો તો કાલે કામ લાગે એમ કહીને હસી પડી. પછી આશાએ કહ્યું તમે આજે આટલાં રોમેન્ટીક કેવી રીતે થઇ ગયાં છો ? આવા તમને પહેલીવાર જોયાં.
સ્તવને કહ્યું મયુરનાં ઘરે મળ્યાં પછી બધી દોડધામ થઇ ગઇ રાણકપુર ગયો. ઓફીસનું કામ માંડ હવે સળંગ 3-4 રજા મળી જશે. તને મળવાનું થશે. વિવાહ થઇ જશે પછી મજાજ મજા. શું કહે છે ? પછી રોમેન્ટીક ના થઊં તો શું થઊં ? આ ઊંમરજ એવી છે.
આશાએ કહ્યું ઊંમર નહીં પ્રેમ... પ્રેમ આપણો ઉત્કૃષ્ટ છે એ ક્યારેય ઊંમરને આધીન નહીં થાય મારાં સ્તવન. ઊંમર શરીરની થશે આપણાં મને જીવની નહીં.
સ્તવને કહ્યું સાચી વાત છે તારો સ્તવન તને ખૂબ પ્રેમ કરશે 100 વર્ષ પછી પણ આવોજ પ્રેમ કરતો હોઇશ.
આશાએ કહ્યું સ્તવન હવે તમે સૂઇ જાવ પછી સવારે ઉઠીને વાત કરીશું. શાંતિથી સૂઇ જજો કોઇ પણ વિચારો કર્યા વિના.... શરીરને અને મનને બંન્નેને આરામ આપજો કાલે જેટલું વસુલવું હોય એટલું વસૂલી લેજો એમ કહીને હસવા લાગી.
સ્તવને કહ્યું ભલે મારી આશુ તું પણ સૂઇજા આપણે બંન્ને એકબીજાને વળગીને તન-મન-જીવ પરોવી નિશ્ચિંત નીંદર લઇએ આવીજા... અને ફોન કટ કર્યો.
સ્તવન આવીજા કહીને બેડ પર આડો પડ્યો અને જાણે એને અવાજનો એહસાસ થયો કે કોઇ બોલ્યું આવીજ ગઇ તારી બાહોમાં...
સ્તવન ચમક્યો એણે આજુબાજુ જોયું કોઇ હતું નહીં એને થયું મને આજે ભ્રમજ થયો છે હું સ્તુતિને મળ્યો છુંજ મેં એની સાથે વાતો કરી છે એને પ્રેમ કરી તૃપ્તિ મેળવી છે પણ વાસ્તવિક જીવનમાં એ કંઇ થયુંજ નથી ? હું તરતજ ઘરે પાછો આવી ગયો. તો મને એ શું અનુભવ હતો ? એ ક્યો એહસાસ હતો ?
આવતીકાલ વહેલા ઉઠવાનું છે બધું ભૂલીને એ સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્યાં એને એહસાસ થયો કે કોઇ એને ચૂસ્ત વળગીને સૂઇ ગયું છે એણે....

વધુ આવતા અંકે - પ્રકરણ -61