Confidence in Gujarati Short Stories by Bhanuben Prajapati books and stories PDF | વિશ્વાસ

Featured Books
Categories
Share

વિશ્વાસ

માધુરી આજે ફટાફટ ઓફિસ થી ઘરે આવીને ,તરત જ મિહિર ને ફોન કર્યો ,મિહિર તમે પણ કંપનીમાં થી ફટાફટ ઘરે આવી જાવ ફ્લાઇટ નો ટાઇમ થઈ ગયો છે.

મિહિર કહે; હું નીકળી ગયો છું રસ્તામાં છું. પેકિંગ કરેલું છે ને?તું એક કામ કર બધું પેકિંગ આપણે બહાર લાવીને મૂકી દે. અને બધું ચેક કરી દે ઘરને અલોક કરી દે છે ફક્ત બાર નો દરવાજો ખુલ્લો રાખ નીકળતા પહેલો બંધ કરી દઈશું.

માધુરી અને મિહિર ખુશ હતા, કારણકે આજે તેઓ ટૂર પર જવાના હતા .બુકિંગ પણ થઇ ગયું હતું. તેમને ટૂરમાં નેપાળ જવાનું ગોઠવ્યું હતું એટલે તેમને ખૂબ ઉતાવળ હતી.

એટલામાં મિહિર આવી ગયો .માધુરી પણ આવી ગઈ .બન્ને ફટાફટ ફ્રેશ થઇ ને નીકળવાની તૈયારી કરતા હતા ત્યાંજ કોમલ આવી ગઈ .

માધુરીને કોમલ ને જોઈને પહેલા તો નવાઈ લાગી.

કોમલ એ કહ્યું; મિહિર ઓળખાણ પડી મિહિર થોડીવાર વિચારમાં પડ્યો! ખૂબ વિચાર્યા પછી કહ્યું;કોમલ યાર તું!!!

કોમલ એ કહ્યું ; મિહિર મારે તારી ખૂબ જરૂર છે .કોલેજમાં આપણે સારા મિત્રો હતા આપણે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ સમાજનાં બંધનોને કારણે આપણે લગ્ન કર્યા ન હતા .પરંતુ તે કહ્યું હતું કે જ્યારે પણ તને મારી જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે હું આજે તારી મદદ લેવા માટે આવી છું.

માધુરીને નવાઈ લાગી ! કારણકે , ક્યારે પણ મિહિરે કોમલ ની વાત કરી નહોતી. ટુર માં જવાની પણ ઉતાવળ હતી.

કોમલ કહે;તું ઉતાવળમાં છે?

બધું પેકિંગ જોઈને તેને લાગ્યું કે ,ક્યાંક ફરવા જઈ રહ્યા છો! જો તારે જવું હોય તો જઈ શકે છે મિહિર.

મિહિર પણ વિચારી શકે તેમ નહોતો. એટલામાં માધુરી આવી અને કહ્યું કે ,તમારી દોસ્ત છે .એને તમારી જરૂર છે હું એને જાણતી નથી ,પણ તમે તો જાણો જ છો તો તમે એક કામ કરો આપણી આજની ટુર છે તે કેન્સલ કરીએ.

મિહિરે કહ્યું કે માધુરી તને દુઃખ તો નહીં થાયને?

માધુરી એ કહ્યું; હું તને ચાહું છું તમે મને જાણો છો .આપણે એકબીજા સાથે વિશ્વાસથી રહીએ છીએ કોમલને તમારી જરૂર છે. અને જ્યારે જરૂર હોય ત્યારે બીજા મિત્રને મદદ કરવી એવું હું માનું છું. ફરવા તો કાલે પણ જવાશે.

મિહિર, કોમલને તમારી ખૂબ જ જરૂર હશે! ત્યારે તે આવી હશે.

મિહિરેને. માધુરીના માત્ર શબ્દો સાંભળીને નવાઇ લાગી. તેને થયું કે ખરેખર માધુરી જેવી પત્નીને પામીને હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.

કોમલ પણ ખુશ થઈ ગઈ .એને થયું કે સારું થયું કે, માધુરીએ મિહિરને સલાહ આપી. નહિતર મિહિર ફરવા જતો રહેત .અને હું જે કામ માટે આવી હતી તે અધૂરું રહી જાત.

કોમલ વિચારતી હતી ,હવે તો હું તને પામીને જઈશ. મિહિરને છોડીને મોટી ભૂલ કરી છે. તેને ખૂબ ચાહતી હતી, પરંતુ એના મમ્મી- પપ્પાના વિરોધને કારણે લગ્ન નહોતા કર્યા. આજે થયું મિહિર સાથે લગ્ન કર્યા હોત તો, હું કેટલી સુખી હોત .

માધુરી થોડી ચંચળ હતી .અને પ્રશ્ન પૂછવામાં બિલકુલ શરમ અનુભવે તેમ ન હતી .તેણે તરત જ પૂછી લીધુ .કોમલ તમને કેવી રીતે ખબર પડી કે મિહિર અહી જ રહે છે!! અને તમે કેવી રીતે અચાનક અહી સુધી આવી ગયા?

કોમલ કહે; અત્યારે આટલી ફાસ્ટ દુનિયામાં કોઈપણ વ્યક્તિને શોધી શકાય છે.રિચા મારા મામાની છોકરી છે. ઘણા ટાઇમ પછી રિચા અને હું હમણાં મળ્યા હતા, ત્યારે અચાનક મે મિહિર વિશે સમાચાર પૂછવાનું મન થયું , એટલે પૂછી લીધું તો રિચાએ કહ્યું; મિહિર પોતાની કંપની નો માલિક છે. અને એક વાત એને એક રૂપાળી પત્ની પણ છે. સરનામું એને જ આપ્યું.

માધુરી કહે;તમે એકલા કેમ છો?
તમારા પતિ ક્યાં?


કોમલ એ કહ્યું ;મારા પતિ ફોરેન ગયા છે. અને ત્યાં જઈને તેમણે લગ્ન કરી લીધા. અહીંયા હું એકલી જ હતી એટલે થયું લાવો મિત્રોને મળી લવું.

એવું થોડું ચાલે ,તમારે પણ સાથે જવું જોઈએ ને !!

કોમલ કહે; આપણા હાથની વાત નથી બેન અમારે ઘણી બધી ગેપ આવી ગઈ પૈસા તો મોકલે છે ,પરંતુ પૈસાથી બધું નથી ખરીદી શકાતું. માણસને સારો દોસ્ત પણ જોઈએ જેની સાથે વાતચીત કરી શકે.

માધુરી બોલી ;એને થયું મને કંઈ વાંધો નથી તમે સારા દોસ્ત છો !તમને ઈચ્છા થાય એટલા દિવસ મારા ઘરે રહી શકો છો. મને કોઈ વાંધો નથી. આ સાંભળીને કોમલ ખુશ થઈ ગઈ એની સામે જોઈ રહીઁ અને થયું કે, ખરેખર માધુરી કેટલી ભોળી છે.

મિહિરે ટિકિટ કેન્સલ કરાવી અને માધુરી ને કહ્યું; હવે એક કામ કર આપણા માટે ચા નાસ્તો બનાવી દે .અને કોમલને ગેસ્ટ રૂમ ની સગવડ કરી દે.

માધુરી કહ્યું; ગેસ્ટ રૂમ માં કેમ? તમારી દોસ્ત છે, એટલે આપણે બાજુનો રૂમ ખાલી છે, એ જ આપી દઉં છું .
કોમલ ને થયું માધુરી કેટલી ભોળી છે, એને તો ખબર નથી ,હું શા માટે આવી છું. હું એના પતિને પાછા મેળવવા માટે આવી છું. માધુરી એ મારી યોજનાને સરળ બનાવી દીધી.

કોમલ અને મિહિર બંને વાતોએ ચડ્યા, ત્યાં તો પહેલા પ્રેમ ની વાત કોમલ કરતી હતી પરંતુ સમાજનાં બંધનોને કારણે તેમને લગ્ન નહોતા કર્યા .

એટલે હવે મને ભૂલી તુંઆગળ વધી ગયો.અને હું એની એજ રહી .

મિહિરે કોમલને પ્રશ્ન કર્યો કે, તારી જિંદગી કેવી ચાલે છે ?એટલું સાંભળતા કોમલ ની આંખમાં આંસુ આવી ગયા.
માધુરી બોલે રહેવા દો! પછી વાત કરજો ને?? અત્યારે કોમલને ફ્રેશ થવા દો.

કોમલ આરામ માટે એના રૂમમાં ગઈ. મિહિર અને માધુરી બંને જણા વાતો કરવા લાગ્યા.
માધુરીએ કહ્યું; કોમલના પતિએ બીજા લગ્ન કરી લીધા છે.
મેરે કહ્યું મને ખૂબ દુઃખ થયું ,ખરેખર મને શું ખબર !હું એને પ્રશ્ન ન કરત!
માધુરી બોલી; મિહિર કોમલ તમારી મદદ લેવા માટે આવી છે. એટલે તમે એને કોઈ સારી કંપનીમાં નોકરી અપાવી દો.

કંપનીમાં તેનો ટાઈમ જશે . પૈસા તો એનો પતિ મોકલે છે પરંતુ એકલી પડી છે એની ઈચ્છા કદાચ એવી હશે કે સારી નોકરી મળી જાય તેને ધીમે ધીમે ટાઇમ પસાર થઇ જાય.

મિહિર અને માધુરી મને પણ એના રૂમમાં ગયા
થોડીવાર પછી કોમલ માધુરીની ના રૂમ માં ગઈ એનો રૂમ જોઈએ તેની આંખો અંજાઈ ગઈ એમના બેડરૂમ એક સુંદર રીતે શણગારેલા હતો એને મનમાં થોડી ઈર્ષા પણ થઈ કે આ માધુરીની જગ્યા એ મિહિર સાથે હું હોત તો સારું હોત .મેં સમાજના ડરને કારણે લગ્ન ના કરીને મને ઘણો બધો અફસોસ છે .

મિહિરે પહેલા તો કીધું હતુંકે કોર્ટ મેરેજ કરીયે,પણ એની વાત ના માનીને કોર્ટ મેરેજ ના કર્યા ,આજે કોર્ટ મેરેજ કર્યા હોત તો હું મિહિર સાથે હોત. પરંતુ એ વખતે હું ગાડી હતી, મારી જિંદગી નું સુખ મે માધુરીને આપી દીધુ.

મિહિરને માધુરીને કોમલની બધી વાત કરી એટલે મિહિરે કોમલને કહ્યું ,;મારે તારી કઈ વાત સાંભળવી નથી તારી ઇચ્છા મારી કંપનીમાં નોકરી કરવી હોય ,તું કરી શકે છે મારી બાજુ નો ફ્લેટ ખાલી છે, ત્યાં રહી શકે છે
માધુરી બોલી; તમારા બાળકો છે?

કોમલ બોલી; મારે કોઈ બાળક નથી

સવાર પડી માધુરી ફટાફટ ટિફિન કરવા લાગી. મિહિર પણ મદદ કરવા લાગ્યો. તેટલામાં કોમલ આવી, એને પણ થયું કે ચાલો હું પણ તમને ભાવે તેવી રસોઈ બનાવવાનું કામ કરું
ત્રણ જણા ફટાફટ રસોડામાં કામ કરવા લાગ્યા .

અચાનક કોમલે પૂછ્યું; સાથે ઓફિસમાં કામ કરો છો?

માધુરી એ કહ્યું; અમે બંને એક કંપનીમાં જોબ નથી કરતા. આ મિહિરની પોતાની કંપની છે અને હું બીજી કંપનીમાં નોકરી કરું છું કારણ કે બંને પતિ-પત્ની એક કંપનીમાં કામ કરવું એ અમારી ઇચ્છા નહોતી .દૂર રહીએ તો જ મજા આવે એવું અમે માનતા હતા.એટલે મેં બીજી કંપનીમાં જોઈન્ટ કરી છે .પરંતુ કોમલ તુ મિહિર ની કંપનીમાં નોકરી કરી શકે છે, કંઈ વાંધો નહીં ખૂબ જ મહેનત અને લગન થી કંપનીમાં કામ કરીશ તો કોઈ વાઘો નહિ આવે
તૈયાર થઈને, માધુરી અને કોમલ ગાડીમાં નીકળ્યા મિહિરે એ પહેલા માધુરીને તેની કંપની ઉતારી પછી, તે કોમલને લઈને એની ઓફિસે ગયો.

એની કંપનીમાં પ્રવેશતા જ બધા લોકોએ તેમનું સ્વાગત કર્યું તો,કોમલને ખૂબ જ આનંદ થયો. તેને થયું હું મિહિરની સાથે સાથે આ કંપનીને પણ મારી કરીને જ રહીશ.

કોમલનો ઈરાદો ખરાબ હતો કે નહીં એ માધુરી સમજી શકતી નહોતી.

ધીમે ધીમે કોમલ માધુરી અને ત્રણે જણા સેટ થઈ ગયા .
મિહિરે કોમલ ને તેના ફ્લેટની ચાવી આપી. કોમલ ને ત્યાં રહેવા માટે બધી સગવડ કરી આપી.
કોમલ એ મિહિરને કહ્યુ કે, એકલા તો ખૂબ ડર લાગે છે .પરંતુ તું અહીં આવતો જતો રહીશ તો મને ગમશે! કંઈ વાંધો નહીં આવે.

માધુરીએ કહ્યું; ચિંતા ન કરો. મિહિર આવતા જતા રહેશે તમારે કંઈ પણ કામ હોય તો ફોન કરી દેજો તરત આવશે .તમ તમારે શાંતિથી રહો.

મિહિર અને માધુરી બંને જણા હવે ઘરે આવી ગયા હતા .અને તેઓ પોતાની મસ્તીમાં મશગુલ થઈ ગયા હતા. ત્યાં કોમલ તરત જ ફોન કર્યો અને કહ્યું; મિહિર મને અચાનક જ માથું દુખે છે. અને ડર પણ લાગે છે તમે આવો તો સારું.
માધુરી એ કહ્યું;કઈ વાંધો નહી તમે જઈ શકો છો તમારી મિત્ર છે ,અને મને વિશ્વાસ છે કે દરેક મિત્રોએ મિત્રની મદદ કરવી જોઈએ મિહિરને મનમાં થતું પણ હતું કે માધુરીને મારી પર વિશ્વાસ મુક્યો છે એને હું ક્યારે પણ તોડીશ નહીં.

મિહિર ,કોમલ ના ફ્લેટ પર પહોંચ્યો, ત્યાં જઈને જુએ છે. સરસ મજાની મોગરાની માળા પહેરી હતી. એકદમ આછા પીળા રંગની સાડી પહેરી હતી. ગળામાં એક સરસ મજાનો મોતીની હાર પહેર્યો હતો .અને એના મુખ પર એક મધુર હાસ્ય રેલાતું હતું. આ જોઈને મિહિર આશ્ચર્યમાં પડ્યો! તેને થયું કે મને કેમ!ખોટું બોલીને બોલાવ્યો હશે!

મિહિરએ જેવો પ્રવેશ કર્યો કે,કોમલ એ મિહિરને તેની બાહોમાં લેવાની કોશિશ કરી, પણ મિહિર તરત જ એની પાસેથી ખસી ગયો ,અને કહ્યું;કોમલ તું શું કરે છે !તને ખબર છે! હવે ,આપણા વચ્ચે કોઈ સંબંધ નથી! આપણે બંને સારા મિત્રો છીએ.

કોમલ કહે ;મિહિર મે મોટી ભૂલ કરી છે., હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું, હું માધુરી કરતાં તને ખુબ સાચવીશ . તું મને તારી બાહોમાં સમાવી લે ,હું તારી પત્ની અને પ્રેમિકા તરીકે રહેવા માંગુ છું ,

મિહિર એ કહ્યું કે,કોમલ તુ શું કરે છે! હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું. હું તેને દગો કરવા નથી માગતો હું એના વિશ્વાસે ક્યારેય નહીં તોડવા માગતો ,મહેરબાની કરીને તું મારાથી દુર ખસી જા.

માધુરી જોયું તો મિહિર ફોન ભૂલી ગયો હતો.એટલે માધુરી ફટાફટ ફોન આપવા માટે નીકળી મનમાં થયું કે મિહિરને કામ હોય તો, ફોન વગર મને કેવી રીતે જણાવશે. માધુરી પણ પાછળ ત્યાં કોમલ ના ઘરે આવી ગઈ. ત્યાં તો જોયું તો ,ઊભી રહી તો ઊંચા અવાજે મિહિર બોલતો હતો ,માત્ર ત્યાં જ રોકાઈ ગઈ.

કોમલ આટલી બધી સ્વાર્થી કેવી રીતે બની ગઈ તને મને ખબર છે! તું શું કરી રહી છે!
તો પણ કોમલ અને બાહોમાં લેવાનો પ્રયત્ન કરતી હતી .
આ બધુ માધુરી જોઈ રહી હતી. એકદમ નવાઈ લાગી! એનું માથું ફાટવા લાગ્યું લાગ્યું .માધુરી ત્યાં જ બેસી રહી ,

મિહિર હું તારા વગર નહીં જીવી શકું! એવું કોમલે મિહિર ને કહ્યું; હું તારા માટે તો અહીંયા આવી છું. હું બધી રીતે સુખી છું મને તારો પ્રેમ જોઈએ છે, બીજું કાંઈ જોઇતું નથી.
મિહિર એ કહ્યું કોમલ મારી પત્ની માધુરી છે મને પૂરી રીતે પ્રેમ કરે છે,હું એને વફાદાર રહેવા માગું છું હું માધુરી સિવાય કોઈ પણ સ્ત્રીને મારા જીવનમાં લાવવા માગતો નથી. આપણે બંને મિત્રો હતા એક બીજાને પ્રેમ પણ કરતા હતા ,એ વાત સાચી પરંતુ સમય સાથે બધું જ ભૂલી ગયો છું
કારણ કે મે માધુરી સાથે લગ્ન પછી માધુરીને પ્રેમ કર્યો છે.તને હું ભૂલી ગયો છું.હું સારી દોસ્ત માનું છું. મારી જિંદગીમાં માધુરી એ મારા જીવનને રંગીન બનાવી દીધું છે તે મને ખૂબ પ્રેમ કરે છે મને બધી વાતમાં સાથ અને સપોર્ટ કરે છે મારે કોઈ તારા સાથ ની જરૂર નથી કે તારા પ્રેમની પણ જરૂર નથી !
મને તો ખરેખર દુઃખ થાય છે મે તને દોસ્ત તરીકે તેને આશરો આપ્યો અને તે મારા જીવનમાં તિરાડ કરવાની કોશિશ કરી .
આ વાત માધુરી જાણશે તો તેનાથી ને કેટલી ઠેસ પહોંચશે ! એને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે !એવું માધુરીને લાગશે!

એટલામાં માધુરી આવી અને કહ્યું; મિહિર હું ,હવે તો તને સારી રીતે ઓળખું છું મને તમારા પર વિશ્વાસ છે તમે ક્યારે પણ મારી સાથે દગો નહીં જ કરો. આ તો અચાનક તમારું સ્વરૂપ મને જોવા મળ્યું એનો મને આનંદ છે ખરેખર મિહિર મારો જ છે એ જાણીને આનંદ થયો પરંતુ કોમલ બેન મારા ઘરમાં રહેવા આવીને મરૂબજ ઘર તોડવાનો પ્રયાસ કર્યો! આ તો ઠીક છે મિહિર સારો માણસ છે ,એટલે તારા પાંજરામાં પુરાયો નથી. પરંતુ આવી જગ્યાએ બીજો કોઇ પુરુષ હોય તો તે તારા પાજરામાં કેદ કરી નાખ્યો હોત
કોમલ પણ લાચાર પડી ગઈ !
કોમલ કઈ જવાબ આપે એ પહેલાં જ મિહિર એ એને કહી દીધું કોમલ તું અહી થી જઈ શકે છે, કારણ કે હું તને રાખીને મારી જિંદગીમાં કોઈ એવું કોઈ રિશ્ક લેવા માગતો નથી ,મારા દિલમાંથી માધુરી નુ જે સ્થાન છે! એ કોઇ લઇ શકે તેમ નથી!
માધુરી મારી પ્રેમિકા અને પત્ની જે કંઈ પણ ગણે એ બધું મારું સર્વસ્વ માધુરી જ છે, હું તને જ કહું છું કે, તું મારી જિંદગીમાં ક્યારે પાછી ના આવતી. મિત્ર તરીકે તો બિલકુલ નહીં !કારણ કે તે એક દોસ્ત બની દુશ્મન નું કામ કર્યું છે.સારું છે કે, મારી જિંદગી બગાડતા બગડતા બચી ગઈ.

માધુરી બોલી; હું તમને ખૂબ પ્રેમ કરું છું અને મને તમારા પ્રેમ અને વિશ્વાસ છે .અને મને સાચા પ્રેમ અને સાચા સ્વભાવનાં દર્શન થયા , સારું થયું હું આવી. ના આવી હોત તો,મને શું ખબર પડે ! મિહિર મને ખૂબ ચાહે છે. પણ મને તમારા પર પૂરો વિશ્વાસ હતો એટલે તો, આપણી મધુર જિંદગી સરસ રીતે પસાર થઈ રહી છે.

માધુરી અને મિહિર ને આ વાત કરતા હતા તે કોમલ ને જોઈને જ લાચાર પડી અને ત્યાંથી ચાલી નીકળી.

મિહિર અને માધુરી ફરીથી એકબીજાનો હાથ પકડીને પોતાના ઘરે આવી ગયા , અને જે ફ્લાઈટ કેન્સલ કરી હતી, એની બીજા દિવસે બુકીંગ કરાવીને બંને જણા ફરવા માટે ફરીથી નેપાળ જવા નીકળી પડ્યા.

ખરેખર મિહિર અને માધુરીનો પ્રેમ એક વિશ્વાસ પર હતો એને કોઈ તોડી શક્યું નહીં
પ્રેમ અને વિશ્વાસ છે, પ્રેમ અદ્રશ્ય સ્વરૂપ છે પ્રેમ પામવો સહેલું છે, પણ તે નિભાવો ખૂબ અઘરો છે ,પ્રેમમાં એક જ વખત દિલ તૂટે તો ફરીથી તે જોડાતું નથી ,

પ્રેમની એક જ પરિભાષા રાધાકૃષ્ણ ત્યાગ અને બલિદાનનું એક અનોખું રૂપ એટલે એક પ્રેમ.
🌹🙏🏿આભાર🙏🏿🌹