prem no pagarav - 4 in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ નો પગરવ - ભાગ ૪

Featured Books
Categories
Share

પ્રેમ નો પગરવ - ભાગ ૪

આપણે આગળ જોયુ કે સવારમાં કિશોરભાઈ તેની દીકરી ભૂમિ કહ્યું તું પંકજ ને તેના કોલેજ સુધી મૂકી આવજે. ભૂમિ એ હા કહીને પંકજ ને તેની કોલેજ સુધી મુકવા જાય છે. રસ્તામાં ભૂમિ ઘણા સવાલો પંકજ ને કરે છે પણ પંકજ સરમ નો માર્યો કોઈ જવાબ આપતો નથી એટલે ભૂમિ ગુસ્સે થાય છે. હવે જોઈએ આગળ..

ભૂમિ પંકજ ને ધમકાવવા લાગી તો પંકજ તો ડરી ગયો. જેમ નાના છોકરા ને કોઈ ઠપકો આપે ને તેનું મો બગાડી ને રડવા લાગે તેમ પંકજ રડવા તો ન લાગ્યો પણ મો બગાડ્યું. આ જોઈને ભૂમિ ને થયું પંકજ તો જો સાવ નાનો છોકરો હોય તેવો હાવભાવ કરે છે. ભૂમિ ડર લાગ્યો કે જો વધુ હું કહીશ તો પંકજ નાના છોકરા ની જેમ રડવા લાગશે અને ઘરે ખબર પડશે તો પપ્પા મને ધમકાવશે.

એટ્લે ભૂમિ હવે ગુસ્સો કરવાને બદલે પંકજ ને સમજાવવા લાગી.
આમ જો... પંકજ...! હું બસ તને એમજ કહી રહી હતી. બસ મઝાક સમજ...મઝાક...અને જો
બિંદાસ થી જિંદગી જીવવાની હો....!
નખરા કરતી ભૂમિ પંકજ ને કહેવા લાગી.
તું બોલીશ તો કોઈક ને ગમશે.
બોલ્યા વગર તો જાણે મરેલ માણસ જેવો લાગીશ તું.

ત્યારે પંકજ ને થોડી સરમ સંકોચ દૂર થઈ અને ભૂમિ સાથે ચાલુ સ્કૂટી એ થોડી વાતો કરવા લાગ્યો. એટલાં માં તો પંકજ ની કૉલેજ આવી ગઈ.

સ્કુટી પરથી નીચે ઉતરી પંકજ ક્લાસ તરફ જાય છે. પંકજે બાય કહ્યું નહિ પણ પાછળ વળીને ભૂમિ ને જોવે છે. ત્યાં ભૂમિ તેને રોકી ને કહે છે.. ભૂમિ પોતાનો નંબર આપી ને કહ્યું જો તને કોલેજ થી પાછી વળતી વેળાએ મારું ઘર ન મળે તો મને ફોન કરજે. હું તને લેવા આવી જઈશ.
ભૂમિ તેને પોતાનો મોબાઈલ નંબર આપે છે. અને પંકજ તેનો નબર પોતાના ફોનમાં સેવ કરી લે છે.

ભૂમિ એ ફોન કરવાનું કહ્યું, આ વાત પર તેને હા કહી, પંકજ ડિપ્લોમા કૉલેજ ની અંદર પ્રવેશ કર્યો.
જ્યારે કૉલેજ પૂરી થઈ એટલે પહેલા વિચાર આવ્યો ભૂમિ નું ઘર અહીંથી બહુ દૂર છે. ચાલ તેને ફોન કરીને બોલાવી લવ. પણ ફરી વિચાર આવ્યો જો મને લેવા આવશે અને મને ધમકાવવા લાગશે તો મારી અહી રહેવાની હિંમત ભાંગી જશે. અને કદાચ મારું સપનું પૂરું પણ ન થાય. એટલે નક્કી કર્યું ભલે ઘણા લોકો ને પૂછવું પડે પણ ઘરે તો મેળે જ જઈશ. રસ્તામાં ઘણા લોકોને એડ્રેસ પૂછી પૂછીને પંકજ ઘરે પહોંચ્યો.

બીજો દિવસ થયો,
આજે ફરી ભૂમિ પંકજ ને તેના ડિપ્લોમા કૉલેજ સુધી મુકવા આવી, બને હવે વાતો કરવા લાગ્યા હતા. ગઈ કાલ કરતાં આજે થોડો ખુલ્લા દિલથી પંકજ ભૂમિ સાથે વાત કરી રહ્યો હતો. પંકજ ને ખબર ન પડી ત્યાં તો તેની કોલેજ આવી ગઈ. આજે પંકજે ભૂમિ ને બાય કહીને કોલેજ ની અંદર પ્રવેશ્યો.

કૉલેજ પુરી થઇ એટલે આજે તો પંકજ ને સહેલાઇ થી ઘર મળી ગયું. હવે તેને ઘરે જવાનો રસ્તો અજાણ નહિ પણ જાણીતો થઈ ગયો હોવાથી તે જાતે કૉલેજ જવા લાગ્યો. તેના માટે હવે શહેર જાણીતું પણ થઈ રહ્યું હતું.

એક રાતે તે એક બુક વાંચી રહ્યો હતો. આમ તો રોજ દસ વાગ્યા સુધી બુક વાંચતો પણ તે રાત્રે બુક વાંચવા માં લીન હતો. જાણે કે તે બુકમાં ખોવાઇ જ ગયો હોય.!! રાત નાં અગિયાર થઈ ગયા હતા, આમ તો બધા દસ વાગ્યે સૂઈ જાય, કેમકે એ સોસાયટી વાળા રાતે બહુ જાગતા નહિ.

આજે તેને ઊંઘ નહિ આવે એ વિચાર થી પંકજ રાતના અગિયાર થયા તો પણ તે બુક વાંચી રહ્યો હતો અને તે વાંચવામાં ખોવાઈ ગયેલો. ત્યાં મકાન નો મુખ્ય દરવાજો જે લોખંડ નો હતો તે ખૂલવાનો અવાજ સંભળાયો. પહેલા તો તેને નવાઈ લાગી કે રાત્રે કોણ બહાર જઈ રહ્યું હશે. એ જોવામાં તેણે બારી માંથી નજર કરી પણ કોઈ દેખાયું નહીં. એટલે વહેમ માનીને પંકજ બુક તેની જગ્યાએ મૂકીને સૂઈ ગયો.

બીજી રાત થઈ પંકજ આજે પણ અગિયાર વાગ્યા તો પણ ત્યાં સુધી વાંચી રહ્યો હતો. જાણે કે તેને ઊંઘ મોડી આવતી હોય તેમ તે બુક વાંચવા માં ઊંઘ ને ભૂલી ને વાંચવામાં મશગુલ થઈ ગયો.

બરોબર અગિયાર ના ટકોરે મકાન નો ગેટ ખુલવાનો અવાજ સંભળાયો. આજે તેને વહેમ નહિ પણ સાચું લાગી રહ્યું હતું. તેણે રૂમ ની બારી માંથી નજર કરી તો ભૂમિ એ સ્કુટી બહાર કાઢી રહી હતી અને ગેટ બંધ કરવા જઈ રહી હતી. ધીરે થી ગેટ બંધ કરીને ભૂમિએ સ્કુટી સ્ટાર્ટ કરી ને નીકળી ગઈ.

રાતના અંધારામાં અગિયાર વાગ્યે ભૂમિ પોતાની સ્કુટી લઈને ક્યાં જતી હશે.? તે જોઈશું આગળ ના અંકમાં....

વધુ આવતા ભાગમાં.....

ક્રમશ....