prem no pagarav - 5 in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ નો પગરવ - ભાગ ૫

Featured Books
Categories
Share

પ્રેમ નો પગરવ - ભાગ ૫

આપણે આગળ જોયુ કે રાતના અંગિયાર વાગ્યે ભૂમિ છૂપી રીતે પોતાની સ્કુટી ઘણી બહાર કાઢીને જાય છે. હવે આગળ...

આ રીતે રાત્રે ક્યાંક બહાર જતી ભૂમિ ને જૉઇને પંકજ ને નવાઈ લાગી
"અત્યારે ભૂમિ ક્યાં જતી હશે."!!
અને" ક્યાં ગઈ હશે તે પણ ચૂપચાપ.!" આ વિચાર થી તે મોડે સુધી બુક વાંચી ને જાગતો રહ્યો. પંકજ વારે વારે ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહ્યો હતો. તેને અંદર થી ચિંતા થઈ રહી હતી. બે દિવસ થી પંકજ આ ઘરે રહેતો હતો પણ ક્યારેય કોઈ મોઢે થી આવી વાત થઈ ન હતી કે ભૂમિ કોઈ કામસર રાત્રે બહાર જાય છે. આ વિચારમાં રાતના એક વાગી ગયો. હજુ પંકજ ને ઊંઘ આવી રહી ન હતી. થોડી વાર બુક વાંચે તો થોડી વારે બારી માંથી નજર કરીને જોઈ કે કે ભૂમિ આવી છે કે નહિ.

જેવી પંકજ ને ઊંઘ આવવા લાગી ત્યાં તેને ગેટ ખૂલવાનો અવાજ સંભળાયો બારી માંથી નજર કરી ને જોયું તો ભૂમિ તેની સ્કુટી બંધ કરીને ધીરે થી મકાન ની અંદર લાવી રહી હતી.

પંકજ તે રાત્રે વિચારવા લાગ્યો, વિચાર આવ્યો કે અત્યારે જ નીચે જઇને ભૂમિ ને સવાલ કરું ક્યાં ગઈ હતી અડધી રાત્રે..? પણ પારકા ઘરે તે પણ ભૂમિ ને પૂછવું એટલે સિંહના મો માં હાથ નાખવા જેવું થાય. ત્યાં બીજો વિચાર આવ્યો સવારે કિશોરભાઈ ને વાત કરું કે ભૂમિ અડધી રાત્રે બહાર જાય છે પણ જો જાણ્યા વગર કિશોરભાઈ ને કહીશ તો કિશોરભાઈ ને ખોટું લાગશે. એ વિચાર થી પંકજે તેના મનના વિચારો ને રોકી રાખ્યા. અને પેલા જાણી લેવું તેને યોગ્ય લાગ્યું.

સવાર થયું એટલે પંકજ તેના સમય મુજબ ઉઠી ને તૈયાર થઈ ગયો ત્યાં તેના પિતા હસમુખભાઈ નો ફોન આવ્યો. રિવિવ કરતા હસમુખભાઈ બોલ્યા.
કેમ છે બેટા પંકજ તને.? ત્યાં તને ફાવે તો છે ને અને શું કરે છે મારો મિત્ર કિશોર..?
અમદાવાદ પહોંચ્યા પછી પંકજ ને તેના પપ્પા નો પહેલો કોલ હતો એટલે હા પપ્પા હું અહી ઠીક છું, અને મને અહી બહુ ગમે છે સાથે અંકલ, આંટી અને ભૂમિ બહુ સારા છે. મને આપણા ઘરની યાદ આવવા નથી દીધી. બહુ પ્રેમ કરે છે અને મને દીકરાની જેમ સાચવે છે.

દીકરો ત્યાં સારી રીતે રહીને અભ્યાસ કરે છે તે સાંભળીને હસમુખભાઈ ને પેટમાં ટાઢક વળી. ફોન મૂકતા પહેલા બોલ્યા. બેટા તારું ધ્યાન રાખજે અને કિશોરભાઈ ને કહેજે હું તેના ફોનમાં ફોન કરીશ અત્યારે મારે કામ પર જવાનું મોડું થઈ રહ્યુંછે.

મારા પપ્પા નો ફોન આવ્યો હતો અને તમને યાદ કરી રહ્યા હતા એવું પંકજે કિશોરભાઈ ને કહ્યું. કિશોરભાઈ પણ જવાબ માં એવું જ કહ્યું અત્યારે હું કામ પર જાવ છું હું પછી હસમુખભાઈ જોડે વાત કરી લઈશ.

ફરી રાત થઈ પંકજ તે રાત્રે અગીયાર વાગ્યા ના સુમારે બુક વાંચી રહ્યો હતો. તે રાત્રે પણ મનમાં વિચાર આવ્યો કે ભૂમિ આજે રાત્રે પણ બહાર જવા નીકળશે. ત્યાં રોજ ની જેમ આજે પણ, ગેટ ખૂલવા નો અવાજ સંભળાયો, આ વખતે તે બારી માંથી જૉવા ને બદલે નીચે ઉતર્યો. અને નીચે ઉતરી દાદર પાસે ચંતાઇ ને છૂપી રીતે ભૂમિ ને જોઈ રહ્યો. કે ક્યારે તે બહાર નીકળે..

ભૂમિ એ ગેટ ખોલી પોતાની સ્કુટી ધીરેથી બહાર લઈને ફરી ગેટ બંધ કરી દિધો. ભૂમિ એ સ્કુટી સ્ટાર્ટ કરી અને નીકળી પડી . ભુમિ એ જેવી સ્કૂટી સ્ટાર્ટ કરીને નીકળી તરત પંકજ બહાર નીકળીને રોડ પર નીકળતી રિક્ષા ને ઉભી રાખી અને તે સ્કુટી નો પીછો કરવા પેલા રિક્ષા વાળા ને કહ્યું. રિક્ષા વાળો તે સ્કુટી નો પીછો કરવા લાગ્યો.

આગળ ભૂમિ ની સ્કુટી પાછળ પંકજ રિક્ષામાં બેસીને પીછો કરી રહ્યો હતો. ત્યાં રસ્તામાં ભૂમિ એ તેની મિત્ર પ્રિયા ને બેસાડી. જ્યારે પંકજ પહેલી વાર ભૂમિ સાથે તેની ડિપ્લોમા કોલેજ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ભૂમિ એ તેની સ્કુટી ઉભી રાખી હતી ત્યારે તેની ફ્રેન્ડ પ્રિયા ત્યાં ઉભી હતી અને બંને દુર જઈને થોડી વાતો કરી હતી. એટલે પંકજ સમજી ગયો કે ભૂમિ ની પાછળ બેસનાર પ્રિયા છે.

પ્રિયા ને સ્કુટી પાછળ બેસાડ્યા પછી તો ભૂમિ પોતાની સ્કુટી સાઠ ની સ્પીડ ચલાવવા લાગી, જાણે તેને જલ્દી પહોચવું હોય તેમ.

ભૂમિ અને પ્રિયા આખરે અડધી રાત્રે ક્યાં જઈ રહી હતી. શું પંકજ જાણી જશે કે ભૂમિ રાત્રે ક્યાં જાય છે. જોશું આગળ ના અંકમાં....

વધું આવતાં ભાગમાં.....

ક્રમશ...