આપણે આગળ જોયુ કે એક ગરીબ પરિવાર નો છોકરો પંકજ આગળ અભ્યાસ કરવા માટે અમદાવાદ જાય છે અને અમદાવાદ પહોચી ને કિશોરભાઈ ને ફોન કરે છે પણ કિશોરભાઈ હું નહિ આવી શકુ એવું ફોનમાં કહે છે. હવે આગળ....
ફોન કટ થઇ ગયા પછી સામેથી કિશોરભાઈ નો ફોન આવે છે. સોરી બેટા નેટવર્ક જતું રહ્યું હતું એટલે ફોન કપાઈ ગયો હતો. સાંભળ બેટા પંકજ મારે થોડું કામ આવી ગયું છે. એટલે હું તને લેવા નહિ આવી શકુ પણ મારી દીકરી ભૂમિ તને રેલ્વે સ્ટેશન લેવા આવશે. તું ત્યાં બેસી રહેજે. હું તેને હમણાં તને લેવા મોકલુ છું. આટલું કહી કિશોરભાઈ એ ફોન મૂકી દીધો.
પંકજ સ્ટેશન બહાર ભૂમિ ના આવવાની રાહ જોઈ રહ્યો હતો. તેની નજર આવતા જતા લોકો પર હતી. દુનિયા ને મુઠ્ઠીમાં કરવા જઈ રહ્યા હોય તેમ બધાં ઉતાવળે તેના મુકામ પર જઈ રહ્યા હતો. એવું લાગે કે કોઈ પાસે ઊભા રહેવાનો સમય જ નથી.
આમ ને આમ ત્રીસ મિનિટ નીકળી ગઈ. પણ ભૂમિ તેને ક્યાંય દેખાઈ રહી ન હતી. ભૂમિ ને વર્ષો પહેલા જોઈ હતી એટલે તેને ઓળખવી પણ પંકજ માટે મુશ્કેલ હતી. પંકજ થોડી થોડી વારે હાથમાં પહેરલ જે બહુ સમય પહેલા હસમુખભાઈ પહેરતા હવે પંકજ પહેરવા લાગ્યો હતો તે ઘડિયાળ માં સમય જોઈ વિચારી રહ્યો હતો કે કેમ હજુ સુધી ભૂમિ આવી નહિ.!!!
ત્યાં તેની બાજુમાં એક સફેદ કલર ની સ્કુટી ઉભી રહી. બ્લુ જીન્સ અને રેડ ટોપ પહેરેલું એક યુવાન છોકરી ઉભી રહી. તેના રેશમી વાળ તેની અદા માં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. એમ કહીએ તો એક રૂપસુંદરી લાગી રહી હતી ભૂમિ. ભૂમિ પંકજ પાસે આવી ને બોલી.
તમે પંકજ છો ???
ભૂમિ એ કરેલા સવાલ માં પંકજ બોલ્યો.
હા હું પંકજ છું.
તો આવો બેસી જાવ મારી સ્કુટી પાછળ આપણે ઘરે જઈએ. હું ભૂમિ છું. કિશોરભાઈ ની દીકરી. ઓળખાણ પડી હસતા ચહેરે ભૂમિ બોલી.
પંકજ સ્કુટી પાછળ બેસી ગયો એટલે ભૂમિ જોર થી લીવર આપ્યું ને સ્કુટી વાયુ વેગે ભાગવા લાગી.
રસ્તા માં ભૂમિ સ્કુટી ચલાવતી ચલાવતી ક્યારેક પાછળ બેઠેલ પંકજ પર નજર કરતી વાતો કરવા લાગી. અને પંકજ ને તેના વિશે ઘણું પૂછ્યું. પંકજ તારે બાર ધોરણ માં કેવું રહ્યું.? કેટલા માર્ક આવ્યા.? આવા સવાલો ભૂમિ કરતી રહી.
પંકજ બસ ચૂપ રહી ભૂમિ ની વાતો સાંભળતો હતો. જાણે કે મો માં મગ ભર્યા હોય પણ એવું હતું નહિ તે જાણે કે ભૂમિ ની જુલ્ફો માં ખોવાઈ ગયો હતો.. ભૂમિ ની સતત વાતો સાંભળવામાં અને તેના શરીર પર આવેલી ખુશ્બુ માં મસગુલ થયેલ પંકજ ને ખબર જ ન રહી કે ક્યારે ભૂમિ એ કેટલા સવાલો કરી દીધા અને ક્યારે ઘર આવી ગયું.
પંકજ ઘરની અંદર પ્રવેશ કરતા કિશોરભાઈએ તેનો પ્રેમ થી આદર સત્કાર કર્યો જાણે તેમનો જ દિકરો હોય..
આવ...પંકજ બેટા.
પંકજ કિશોરભાઈ પાસે જઈને તેને પગે લાગ્યો અને આશીર્વાદ મેળવ્યા.
બેટા તું તારું આ ઘર જ માનજે એમ કિશોરભાઈ એ કહ્યું. અને સાંભળ તારી બધી મદદ આ મારી દીકરી ભૂમિ કરશે.
ભૂમિ તો મનમાં તો કઈક વિચારી રહી હતી પણ પપ્પા ની વાતમાં ભૂમિ હા માં હા મિલાવતી રહી.
હા પપ્પા...
ભલે પપ્પા....
ઓકે પાપા આપ જે કહો તે
ઓકે..
પંકજ ની સામે મો બગાડતી કઈક મનમાં ભૂમિ બબડતી રહી. જાણે કે ભૂમિ ને પંકજ નું અહી આવવું જરા પણ પસંદ આવ્યું ન હોય.
ચાલ પંકજ મારી સાથે આવ હું તને તારો રૂમ બતાવું. એમ કહી ભૂમિ આગળ ચાલી અને પંકજ પાછળ. ઘર ઘણું મોટું હતું. નીચે ચાર રૂમ અને ઉપર બે રૂમ હતા. આ બે રૂમ ખાસ ગેસ્ટ માટે હતા. એટલે પંકજ ને ઉપર રહેવાનું કહ્યું.
ઉપરના માળે ભૂમિ પંકજ ને લઈને તેનો રૂમ બતાવતા બોલી. જો પંકજ આ રૂમ આજથી તારો છે એટલે સફાઈ તારે જ કરવી પડશે અને સાંભળ કોઈ પણ જાત નો અવાજ કે વારે વારે બહાર તારું ઘર ની બહાર નીકળવું મને પસંદ નથી બસ તારે કામ થી કામ મતલબ રાખવાનો છે. સમજી ગયો ને...!
કિશોરભાઈ ના સ્વભાવ કરતા ભૂમિ નો સ્વભાવ પંકજ ને અલગ લાગ્યો. તો પણ કઈક કરવા માટે ઘણું સહન કરવું પડે છે તેમ પંકજે ભૂમિ ને કહ્યું હું તમને કોઈ ફરિયાદ આપવાનો મોકો નહિ આપુ. હું મારું કામ થી કામ મતલબ રાખીશ.
રૂમ નો દરવાજો જોઈ થી બંધ કરી ભૂમિ નીચે ઉતરી.
શું ભૂમિ પંકજ ને ત્યાં રહેવા દેશે..? ભૂમિ કેમ આવું વર્તન કરી રહી હતી. તે જોઈશું આવતાં અંકમાં..
વધુ આવતા ભાગમાં....
ક્રમશ...