Life's a bargain in Gujarati Short Stories by Bhanuben Prajapati books and stories PDF | જિંદગીની સફર સોદો

Featured Books
Categories
Share

જિંદગીની સફર સોદો

એક ગુલાબી સાડી માં સજ્જ ઊભી લલના ને જોઈ અનિરુદ્ધ ત્યાંજ ઊભો રહી ગયો.એજ રૂપાળા ગુલાબી હોઠ અને તેની ઉપર ચમકદાર હાસ્ય,એની મુખારવિંદ પર લટકતી સુંદર લટ,એના કોમળ હાથ ના કોડા ઉપર એક બ્લેક પટ્ટાની ઘડિયાળ પહેરી હતી.અને રૂપ તો લાગે, સ્વર્ગ ની પરી,જાણે સાક્ષાત કોઈ અપ્સરા, આ ધરતી પર આવી હોય!!અનિરુદ્ધ ની આંખો એને કહી રહી હતી.એટલામાં ખૂબ જ ઉંમર લાયક શેઠ આવ્યા અને તેનેપકડી ને ગાડી માં બેસાડી ને લઈ ગયા જાણે તે સુંદર સ્ત્રી ને જવું નહોતું અને એને જાણે જોરેથી લઈ જતા હોય તેમ લાગ્યું.અનિરુદ્ધ એ હવે તેમાં ડોકિયું કરવાની ઈચ્છા થઈ.અને તેનો પીછો કર્યો અને એક મોટા બંગલામાં પ્રવેશ કરતા જોઈ.એટલામાં ત્યાં ચોકિયાત આવ્યો.અને કહ્યું ભાઈ તમે અહીંથી થી આગળ જાવ.અને કામ હોય તો બોલો .અનિરુદ્ધ ને ઈચ્છા થઈજાણવાની અને પૂછી લીધું.ભાઈ પેલી સુંદર સ્ત્રી કોણ છે??ચોકીયત તો ગરમ થઇ ગયો...અને બોલ્યો.તું ભાઈ.અહી થી જા....મારી નોકરી કાઢીશ.અનિરુદ્ધ એ 500ની નોટ મૂકી, અને કહ્યું હવે તો મને જવાબ આપ કે, રૂપાળી લલના કોણ છે ? એમનું નામ શું છે??અને અહીંયા તે રહે છે.કેમ?
શું એમ જ રહે છે??ચોકિયાત કે નહીં! એનો સોદો થયો છે.
અનિરુદ્ધ કહે; સોદો એટલે શું વળી??જો કે એ બધી ઝંઝટમાં પડવા નથી માગતો. અનિરુદ્ધ કહે;,ચોકિયાત ને મારે રેશમા ને મળવું છે..
ચોકિયાત કહે !મિલન તો કરાવું ખરો!! પરંતુ તમારે મને કંઈક ઈનામ આપવું પડશે.
અનિરુદ્ધ કહ્યું; કંઈ વાંધો નહીં ,તું પહેલા મુલાકાત કરાવી આપ., પછી તું કહીશ તે આપીશ.
ચોકિયાત કહે;જોકે કાલે મોટા શેઠ ધંધા માટે બહાર જવાના છે. તમારો નંબર આપો હું ફોન કરું, એટલે તમે આવી જજો .
બીજા દિવસે અનિરુદ્ધ તો ત્યાં પહોંચી ગયો એને જાણવું હતું કે ,રેશમા અહી પહોંચી કેવી રીતે? તને ચોકિયાત ને ફોન કર્યો
ચોકિયાતએ કહ્યું; કંઈ વાંધો નહીં ,મારા શેઠના બંગલા ના બગીચા ના પાછળના ભાગમાં તમે આવી જાઓ .
હું રેશમા ને બધી વાત કરીશ. તે તમને મળવા માગશે ,તો હું લેતો આવીશ અને મુલાકાત કરાવીશ.
ચોકિયાત એ રેશમાને કહ્યું; તમને કોઈ ભાઈ મળવા માંગે છે??
રેશમાને કહ્યું ;મારે કોઈ ભાઈ નથી!!
ચોકિયાત કહે!એમ નહીં, અનિરુદ્ધ ભાઈ છે એ તમને મળવા માંગે છે. તમે મળવા માટે તૈયાર છો.
રેશ્મા એ કહ્યું; સારું ચલો મળવા માટે તૈયાર છું. કેટલા દિવસો પછી હું જેલમાંથી બહાર તો નીકળીશ.અનેમને બગીચામાં લટાર કરવા તો મળશે ,ચાલો હું આવું છું..જો કે ચોકિયતે દૂરથી રેશ્માને અનિરુદ્ધ ભાઈ ને બતાવ્યા.

અનિરુદ્ધભાઈ રેશ્મા ને જોઇને ,પહેલાં તો જોતા જ રહ્યા.
રેશમા કહ્યું; તમે જ અનિરુદ્ધ
અનિરુદ્ધ કહ્યું; હું પોતે જ અનિરુદ્ધછું અને હું તમને મળવા માગું છું,
રેશ્મા એ કહ્યું ;તમે મળીને શું કરશો!!!
.અનિરુદ્ધ કહે; તમે કેટલા સુંદર લાગો છો! તમારું મન મોહક સુંદર રૂપાળું મુખ મને અહીં સુધી ખેંચી લાવ્યું છે!.
રેશમા કીધું ;અનિરુદ્ધ તમે ખોટી જગ્યાએ આવી રહ્યા છો
અનિરુદ્ધ કહ્યું ;એ તો ખબર છે કે, તમારા લગ્ન તો અહીં થયા જ નથી. પરંતુ તમે અહી શેઠ સાથે કેમ એ જાણવા માટે અહીં આવ્યો છું. અને તમારી આંખોમાં અમે ઉદાસીનતા જોઈ તમારા ચહેરો પર હાસ્ય બનાવટી જોયું.
રેશ્મા કહ્યું; હાલ તો મારી જોડે વાત કરવાનો કોઈ ટાઈમ નથી .હું અંદરથી ખૂબ તૂટી ગઈ છું .પરંતુ તમને મળીને મને થોડીક શાંતિ લાગી છે .હું તમને ચોક્કસ મળીશ. પરંતુ ક્યારે મળીશ . તમને કહેતી નથી. કારણકે ચોકિયાત ની તે થોડી ઘણી દયા થી આવી રીતે તમને મળી શકું.હવે હું જાઉં છું. રેશમા નીકળી ગઈ ,અને એની નજર અનિરુદ્ધ ને નીરખી રહી. ત્યાં જતા અનિરૂદ્ધે રેશ્માને કહ્યું;પણ તમે મને મળશો કેવી રીતે ?મારો નંબર તો લેતા જાવ ને.
રેશ્મા કહ્યું;લાવો ત્યારે મારી હથેળીમાં લખી નાખો ને.પહેલી વખત મળ્યા. પરંતુ અનિરુદ્ધ જોડે થોડીક લાગણી હોય એવો એના હૃદયનો ભાવ બોલતો હતો. અને અનિરુદ્ધ એ તરત જ એની હથેળીમાં નંબર લખી નાખ્યો. અનિરુદ્ધ અને રેશ્મા છુટા પડ્યા.
ઘણા દિવસ પછી રેસમાં એકલી હતી એટલે એને અનિરુદ્ધને મળવાની ઈચ્છા જાગી. એને તરત જ ફોન જોડ્યો. અને કહ્યું; આપણે જે બગીચામાં મળ્યા હતા. ત્યાં ને ત્યાં હાલ ને હાલ તમે આવી જાવ.
અનિરુદ્ધ રાહ જોતો હતો કે ,ક્યારે મને રેશ્મા મળે એને સપનામાં પણ રેશમા દેખાતી હતી ,
એ તો તરતજ ગાડી લઈને તે બગીચામાં પહોંચી ગયો,એક સુંદર ખુલ્લા વાળ કરીને સરસ મજાના મોગરાના ફૂલ અને સરસ મજાની સાડીમાં રેશ્મા શોભી રહી હતી. અનિરુદ્ધ પણ હાથમાં ગુલાબનું ફૂલ લઈને ગયો ,અને નજીક જઈને રેશમાને કહ્યું ,રેશમા મારા ગુલાબ ને સ્વીકારી લે.
રેસ્માએ કહ્યું; તુંમને ગુલાબનું ફૂલ આપે તે પહેલા તો મારી વાત સાંભળ .મારો એક સોદો થઈ ગયો છે .અને એ સોદાને કારણે હું અહીં છું .હું તારો ગુલાબી ફૂલ કેવી રીતે સ્વીકારું.
અનિરુદ્ ને તો ખૂબ આઘાત લાગ્યો. એટલે શું તને વેચવામાં આવી છે!!!
રેશમા શું સાચી વાત છે?
અનિરુદ્ધએ કહ્યું કેમ તારો સોદો કોને કર્યો?
રેશમા એ કહ્યું; સાંભળ મારો પોતાનો સોદો બીજા કોઈ જ નહીં .પરંતુ મારા પિતરાઈ ભાઈએ અને મોટા બાપુજીએ કર્યો છે. નાનપણમાં જ મારા માતા-પિતા ગુજરી ગયા અને મારે એક ભાઈ બહેન પણ છે. મારા પિતરાઈ ભાઈ અને મોટા બાપુજી બંને ભેગા થઈને મારો સોદો અહીં શેઠને ત્યાં કરી નાખ્યો. અને બદલામાં તેમણે એક કંપનીમાં ભાગ કર્યો છે
અનિરુદ્ધ ભાગી જાને પણ તું શું કામ રહે છે.
રેશમા કહે;તારી વાત સાચી, પરંતુ મારા નાના ભાઈ ,બહેન માટે મારે મજબૂરી છે એટલે રોકાવું પડે એમ છે .એ મારા ભાઈ બેન પિતરાઈ ભાઈ ના જોડે છે અને એમને મારો સોદો કરતા કહ્યું છે કે ,જો તારા ભાઈ બહેનને અભ્યાસ કરાવો હોય, એને સુખી કરવા હોય તો અમે કહીએ એ જ કરવાનું છે તારે ત્યાં શેઠના ત્યાં રહેવાનું જ છે. અને શેઠ જોડે બીજા 10 લાખમાં સોદો કર્યો છે. એટલા પૈસા તો ક્યાંથી લાવું અને હું જવાની વાત કરું.
શેઠ પણ ધમકી આપે છે કે દસ લાખ આપી જાવ અને તમારી કંપનીમાં તમારા પિતરાઈ ભાઈ અને તારા બાપુજી ને ધંધા માંથી ભાગ દૂર કરીશ અને તારા ભાઈ અને બેન રખડતા થશે છે .અને શેઠ મારી મજબૂરી નો લાભ ઉઠાવે છે ...અને મને શેઠ સોદા તરીકે એમની કોઈ સારી કંપનીની પાર્ટીઓ હોય તે જગ્યાએ મને લઈ જાય છે. ત્યાં મને બધાના સામે ડ્રીંક અને નાસ્તો પીરસવાનું કામ આપે છે. ઘણી વખત તો ડાન્સ પણ કરવો પડે છે .જે માગે તે ટેબલ પર આપવું પડે છે. બધાની ખરાબ નજરથી ભાગવું પડે છે. હું તો કેવી રીતે સહન કરી રહી છું .એ મારું મન જાણે છે. મહિનામાં એકાદ વખત મારા ભાઈ,બેનને જોવું છું અને મનથી એવું માનું છું કે ચલો મારી જિંદગીનો સોદો થયો ,પણ મારા ભાઈ બહેનો ને સુખી કરીશ એમનો સોદોતો હું નહીં થવા દઉં. એટલે હું અનિરુદ્ધ શેઠ જોડે ઈચ્છા ના હોવા છતાં રહી છું.
અનિરુદ્ધ કહે; તું ડરપોક છે તારા જેવી સ્ત્રી મજબૂરીની વાત કરે ,એ મને જરાય પસંદ નથી
રેશમા કહે ; તારી વાત સાચી પણ શું કરું અનિરુદ્ધ કહે ;તારો સોદો થયો તે વખતે તને ખબર જ હતી, તો તું પોલીસ જોડે કેમ ના ગઈ! તેમના શરણે જઈને તારી હકીકત તો કેવી હતી ,
રેશ્મા કહ્યું; હું જવાની હતી પરંતુ મારા ભાઈ બહેન ને એક રૂમમાં પૂર્યા હતા. અને મને દબાણ આપવામાં આવ્યું હતું કે , પોલીસ સ્ટેશનને જઈશ તો તારા ભાઈ ,બેન માં કોઈ તને મળશે નહીં, અને અનિરુદ્ધ મારા મમ્મી પપ્પા ના ગયા પછી મારા ભાઈને જ મારી સર્વ દુનિયા હતી ,અને એમને ગુમાવી ને હું શું કરું એટલા માટે ચુપચાપ એક મજબૂરી સમજી ને મેં તેમના સોદા ને સ્વીકારી લીધો.
અનિરુદ્ધ કહ્યું; કોઈ કશું કરી ન શકે!!! તારામાં હિંમત હોય તો તું બહાર નીકળી શકે છે .તારી પોતાની ઇચ્છા હોય તો જગાડ તારી અંદર ની એક સ્ત્રી છે કે મરી ચૂકી છે એને જાગૃત કર એમાં એને હિંમત ભેગી કર અને આ લોકો સામે લડવાનો પ્રયત્ન કર.
અનિરુદ્ધ પર ભરોસો મૂક્યો અને કહ્યું તું મારી સાથે છે .તો બધી હિંમત કરવા તૈયાર છું
અનિરુદ્ધ કહ્યું; રેશમાં આપણી આ બીજી મુલાકાત છે, પણ ,હું તને દિલથી ચાહું છું. તું ગમે તેવી છું .ભલે તારો સોદો થયો. પરંતુ હું તને અપનાવવા તૈયાર છું, હું તને ચાહું છું. અને એટલું કહેતા .. રેશ્માનીઆંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે તરત જ અનિરૂદ્ધ ને ભેટી પડી અને કહ્યું; તું કહે તે બધું જ કરવા માટે તૈયાર છું.
અનિરુદ્ધએ કહ્યું ;તો તું ચાલ મારી સાથે પોલીસ સ્ટેશન તું બધું જ પોલીસ સ્ટેશનમાં તારી સાથે બનેલ સઘળી હકીકત જણાવ્ અનિરુદ્ધ અને રેશ્મા અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને તેમને તેમની સાથે બનેલી વિગત સાથે બધી જ વાત કરી, અને તેના પિતરાઈ ભાઈ અને બાપુજી અને શેઠ પર એમને જે ગુન્હા કર્યા હતા તે બધા જ નોંધાવ્યા અને કહ્યું ;કે મારા ભાઈ બેનને પણ એને કેદ કરેલા છે. એમને પણ છોડાવો પોલીસે બધી જ નોંધ કરી .અને તે પહેલા તો તેના ભાઈને છોડાવ્યા. અને પછી તરત જ તેના પિતરાઈ ભાઈ અને તેના મોટા બાપુજી બંનેને સોદા બદલ જેલના સળિયા પાછળ ધકેલી દીધા .અને શેઠને પણ જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.પોલીસે કહ્યું ;શેઠજી તમારા જેવા કરોડો રૂપિયા કમાવનાર માણસ પોતાની ઉંમરનો પણ વિચાર કરતા નથી. અને નાની ઉંમરની છોકરીઓ ની જીંદગી બરબાદ કરી રહ્યા છો તમારે પોતાને તો વિચારવું જોઈએ કે આ છોકરી તમારી પોતાની છોકરીની ઉંમર ની છે. અને તમે તેનો સોદો કરી નાખ્યો એની હિંમત નેતમે મારી નાખી, અને ઉડતા પહેલાં જ એની પાંખો કાપી નાખી, તમારે એના ભાઈઅને બહેન નો વિચાર કરવો હતો એને આટલી દુખી શા માટે કરી? તમારે સોદો કરવો હોય તો પૈસા કરવો હતો ને!!! એક સ્ત્રીનો કેમ!! પોલીસ સ્ટેશનના શેઠે માફી માગી અને કહ્યું મેં રેશ્માનોસોદો કરીને મોટી ભૂલ કરી છે. મને માફ કરો! હવે હું આવી કોઈ પણ ભૂલ કરીશ નહીં,
પોલીસે કહ્યું; તમે જે ભૂલ કરી છે. તમારે જેલતો ભોગવવીજ પડશે .અને તરત જ તેમને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
અનિરુદ્ધ તે રેશમાને કહ્યું તારે આ પગલું પહેલાં ફરવા જેવું હતું પરંતુ ચલો જાગ્યા ત્યાંથી સવાર, હવે તું આઝાદ છે હવે તું તારા ભાઈ ,બહેન સાથે જીવી શકે છે અને તું ચિંતા ના કરીશ .તને જીવનભર સાથ આપીશ,
રેશમા અનિરુદ્ધને ભેટી પડી એના ભાઈ બેનને ભેટીને રડી અને પછી બંને જણા રેશ્મા, અનિરુદ્ધ કોર્ટમાં ગયા અને લગ્ન કરી લીધા.
અનિરુદ્ધ કહ્યું; તારા ભાઈ બેન ની પણ જવાબદારી હું લઇ રહ્યો છું .એમને આપણે સારી રીતે ઉછેર કરીશું
આખરે રેશ્માની જીવન કસોટીનો અહીં અંત આવ્યો અને અનિરૂદ્ધ સાથે તેની સફળ જિંદગીની શરૂઆત કરી .
પરંતુ તેને જે સોદો થયો હતો .એનો અંતરાત્મા ક્યાંકને ક્યાંક એ થોડુંક દુઃખ અનુભવતો હતો .
પરંતુ અનિરૂદ્ધે ક્યારે પણ એવો ખરાબ અહેસાસ નથી થવા દીધો. અને રેશ્માને એનો ગર્વ પણ હતો,
રેશમા હાલ તેના પોતાના ભાઈ-બહેનને અભ્યાસ કરાવી રહી છે. અને અનિરુદ્ધને પણ એક જીવનસાથી તરીકે બધી જ રીતે સહકાર આપતી રહી છે આમ તે જિંદગી ની કસોટીમા થી પાર ઉતરીને એક સફળ જિંદગી જીવી રહી છે. .....આભાર .