મિત્રો, સાથીઓ, બહેનો અને દીકરીઓ.
આજની આ સુવર્ણમયી પ્રભાતે સૌને મારા હેતભર્યા દિલથી શુભાભિનંદન.
આમ તો કડવી લાગે તેવી પરંતુ માનીએ તો 100% માનવા જેવી સત્ય હકીકત છે.
આપણે સૌ દીકરીનો સંસાર સુખી હોય તેમ ઈચ્છીએ છીએ પરંતુ દીકરાના સંસારનો કદી પણ વિચાર નથી કરતા. માતા અને પત્ની વચ્ચે દીકરો સેન્ડવિચ થાય છે તેનો મા પણ વિચાર કરતી. માની મમતા તેને અંધ બનાવી દે છે તે પણ નથી જોવાતું. પરિણામ પરિવાર વિભક્ત બને કાં તો વડીલો ઘરડા ઘરમાં.
સ્ત્રીઓની દુશ્મનાવટમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. માને મમતાનો ખેદ છે તો વહને તેનું અહમ ઘવાય છે. બન્ને જો સમજે તો ... !!
પ્રત્યેક માતા પોતે સ્ત્રીના અનુભવની પણ જનેતા છે.
માતાની ફરજ બને છે કે દીકરી પરણીને સાસરે જાય એટલે તેની સાસુ જ તેની માતા સમજે.
જન્મદાત્રી માતાનો દીકરીના સંસારમાં હસ્તક્ષેપ એ તો દીકરીના ઘરમાં આગ લગાડવાનું બરાબર છે. આમ થતાં દીકરી પોતે જ દુ:ખના દરિયામાં ડૂબે છે.
દરેક સાસુ પોતાનો કાનો આપીને રાધાને લાવે છે આ તો બાબત સાસુ-વહુ બન્ને માટે અગત્યની છે.
સાસુ વિચારે મારી પુત્રવધુ કોઈની તો દીકરી જ છે, તો તેને મારી વહુ ન ગણતાં મારી દીકરી જ માનું તો ! પુત્રવધુએ એવું વિચરવું જોઈએ કે સાસુ એ મારા પાલક માતા છે એટલે તે તો મારૂ તેમની સવિશેષ કાળજી લેવી પડે. મારા પતિની પણ તે જનેતા છે.
દરેક સ્રીને કૃષ્ણની જેમ બે માતા હોય છે. જન્મદાત્રી માતા અને પાલક માતા. દરેક સ્ત્રી તેની જન્મદાત્રી માતા પાસે તેના જીવનનો માત્ર ચોથો હિસ્સો જ ગાળે છે. આ માતા તો એમ પણ કહે છે આ તો તારા ભાઈ નું ઘર છે. તમારું પોતાનું કહી શકાય તેવું ઘર તો તેને એ પાલક માતા દ્વારા જ પ્રાપ્ત થાય છે. સ્ત્રીની બાકી રહેતી પૂરી જિંદગી તેને એ જ ઘરમાં રહેવાનું છે જે એનું પોતાનું છે અને પાલક માતા પાસેથી જ વર અને ઘર બન્ને મળે છે તો તેને પ્રેમથી સ્વીકાર કરો. તમે જ્યારે લગ્ન સમયે 'ઘરચોળું' - તમારી પ્રીતનું પાનેતર ધારણ કરો છો ત્યારે માત્ર 'વર'ને નહીં, 'ઘર'ને પણ પરણો છો, જે ઘર તમારી માલિકીનું છે. આટલું જ સમજી જરા મનોમંથન કરો.
જરૂર છે માત્ર બન્ને પક્ષે (સાસુ-વહુ) આ વિચારોનું પરિવર્તન લાવીને સમજ કેળવવાનો. સાસુએ દિલને વિશાળ રાખવાનું છે તો વહુએ દિલથી ઘર સાથે નાતો જોડવાનો છે. વહએ દીકરી બની પોતાની સાસુને મા બનાવવાની છે તો સાસુએ મા બની પોતાની વહુમાં
દીકરને મેળવવાની છે. બસ વિચારોમાં આટલો જ બદલાવ લાવો. લક્ષ્મી અને નારાયણ બન્ને સદાકાળ
તમારા ઘરમાં હશે.
જો આમ બને તો પ્રત્યેક ઘર ઘર ન રહેતાં મંદિર બને.
મિત્રો, આપણે સ્વર્ગને ઘેર ઘેર લાવવું છે તો કંઈક તો કરવું પડશે. કંઈક જતું પણ કરવું પડશે. આપ સૌ આ બાબત સાથે સહમત હશો જ.
આપણી વહુને જ વહાલનો દરિયો બનાવવો હશે તો
પુત્રવધૂએ પણ માને તેમના કાના કરતાં વધુ બની માને જીતી લેવાનો પ્રયત્ન જરૂર કરવો પડશે. સાસુમા માને કે ના માને તો પણ આજદિન સુધીની બધી કડવાશ ભૂલી તેના દરેક આદેશને માથે ચઢાવી પોતાનો અહમ ઓગાળી હસતા મુખે નવી સવાર સાથે પોતાના ઘરને સ્વર્ગ બનાવવા કમર કસો અને તેમાં કોઈ કચાશ ન રહે તેનું ધ્યાન રાખશો. તમારા દિલથી નિ:સ્વાર્થ ભાવે જો આ પ્રયત્ન થયો જ હશે તો માનજો કે સુખનો એ સૂરજનો ઉદય નિશ્ચિત છે. તમારી ખામીઓ દૂર કરી જીવનને સુલભ અને સરળ બનાવીને માનો.
***************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ', (સુરત).
મોબાઈલ : 87805 20985.
***************************************