સ્નાન કરીને તે તૈયાર થઇ ગઇ.તેના પ્રિય આસમાની કલરની કુરતી અને ગુલાબી ચુડીદાર પહેરીને અરીસા સામે ઊભી રહી.તેના કમર સુધીના વાળ તેણે ટુંવાલમાંથી મુક્ત કર્યા.તેના ભીનાવાળમાંથી ટપકતા પાણીએ તેની કુરતીને ભીના કરવાનું કામ શરૂ કર્યું.તેણે હેર ડ્રાયર લઇને વાળ કોરા કરવાનું શરૂ કર્યું.
હવે અહીંથી કિઆરા તમને તેના વિશે,તેના જીવન વિશે અને તેના લક્ષ્ય વિશે જણાવશે.
"હાય ,હું છું કિઆરા.સવાર સવાર રોજનો આ જ નિયમ છે.પહેલા તો દાદી મને ઉઠાડવા આવે અને પછી સ્નાન કરીને આમ વાળ કોરા પાડો.
જીવન સાવ મશીન જેવું બની ગયું છે.પછી નાસ્તો કરો અને તૈયાર થઇને કોલેજ જાઓ.સાંજે ફિઝીકલ ફિટનેસ માટે જીમ અને માર્શલ આર્ટસ શીખવા જવાનું.
તમને એમ થતું હશે કે આ નાજુક અને નમણી દેખાતી છોકરી જીમ જાય છે અને માર્શલ આર્ટસ કેમ શીખવા જાય છે.એ પણ જણાવીશ ઉતાવળ શું છે?આ ભાગમાં હું તમારી સાથે થોડીઘણી વાતો કરવાની છું.
એક મીનીટ,હું આ ઇયરરીંગ અને પેન્ડલ પહેરી લઉ અને બસ આ નાનકડી બીંદી.બાય ધ વે હું સ્વભાવે ખુબજ શરમાળ છું.મને વધુ બોલવું પસંદ નથી.નવા લોકોને મળવું,તેમની સાથે દોસ્તી કરવી આ બધી વાતો મને નથી આવડતી.એટલે જ કોલેજ શરૂ થયાને આટલો સમય થવા આવ્યો અને મારી એક જ સહેલી છે અહાના.તે પણ મારા જેવી જ છે.
ચલો આ હું તૈયાર થઇ ગઇ.આ ગળામાં જે ઓમ લખેલું ગણપતિ બાપાનું પેંડલ છેને તે મને મારી મમ્મીએ આપ્યું છે અને નાનકડા ડાયમંડ ઇયરરીંગ મારા દાદીએ આપ્યાં છે.આનાથી વધારે ઘરેણા પહેરવા કે તૈયાર થવું મને નથી ગમતું.
ચલો,હવે આપણે નીચે જઇએ?આ જે મારો રૂમ છેને તે આ જાનકીવિલા નામના મહેલનો સૌથી આલિશાન રૂમ છે.ચલો હું તમને મારા પરિવારની ઓળખાણ કરાવું.
આ જે ફોટો દેખાયને તે મારા માતાપિતા છે.આ છે મારા ડેડ લવ શ્રીરામ શેખાવત અને આ મારી મોમ શિના લવ શેખાવત.તે લોકો અહીં નથી રહેતા.અમારી માંડવીની હવેલીમાં રહે છે અને ત્યાં દાદાની જે જમીન છેને તેનું ધ્યાન રાખે છે.મને અહીં આવ્યાં થોડાક જ મહિના થયા છે.
ચલો નીચે મંદિરમાં જઇએ.આરતીનો સમય થઇ ગયો છે.આ ઘરમાં મારા દાદીના જ નિયમો ચાલે છે.જોવો બધા આવી ગયા છે આરતી માટે.આરતી થઇ જાયને પછી મળીએ બધાને.
તો ચાલો જોડાઇ જઇએ આરતીમાં,મારા જાનકીદાદીના મધુર અવાજમાં આરતી સાંભળીએ.
आरती कीजै रामचन्द्र जी की।
हरि-हरि दुष्टदलन सीतापति जी की॥
पहली आरती पुष्पन की माला।
काली नाग नाथ लाये गोपाला॥
दूसरी आरती देवकी नन्दन।
भक्त उबारन कंस निकन्दन॥
तीसरी आरती त्रिभुवन मोहे।
रत्न सिंहासन सीता रामजी सोहे॥
चौथी आरती चहुं युग पूजा।
देव निरंजन स्वामी और न दूजा॥
पांचवीं आरती राम को भावे।
रामजी का यश नामदेव जी गावें॥
જાનકીદાદીના મધુર અવાજમાં અને પ્રભુભક્તિમાં બધાં જ ખોવાઇ ગયા છે.હમણાં દાદી આવશે અને તેમના બધી પૌત્રીઓ અને પૌત્રના માથે હાથ ફેરવશે અને તેમના હાથે અમને પ્રસાદ ખવડાવશે.
આ છે મારા વ્હાલા દાદી જાનકીદેવી કે જે મને પ્રસાદ ખવડાવીને આરતી આપીને ગયા.તમને લાગશે અરે કિઆરા તારી લાઇફમાં તો કશુંજ ખાસ નથી.હા સાચી વાત છે.મારી લાઇફ સાવ બોરીંગ છે.બસ રોજ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન,આ બોરીંગ લાઇફને એક્સાઇટીંગ બનાવી દે.
ચલો હું તૈયાર થવા જઉં કોલેજ જવાનું છે અને તે પહેલા બ્રેકફાસ્ટ કરવાનો છે.આગળની વાત હવે તેમની જુબાની.બાય."
કિઆરા તૈયાર થઇને આવી ગઇ.હમણા જે સુંદર ભારતીય પોશાકમાં શોભી રહી હતી.તે કિઆરા હવે જીન્સ અને આખી બાયના શર્ટમાં કઇંક અલગ જ લાગી રહી હતી.સવારના આઠ વાગ્યા હતા.બ્રેકફાસ્ટ ટેબલ પર બધાં ગોઠવાઇ ગયા હતા.કિઆરા ન્યુઝપેપર વાંચીને હસી રહી હતી.
"કિઆરા,બ્રેકફાસ્ટ ટેબલ પર આવ અને આ પેપરમાં એવા તો કેવા સમાચાર છે કે તને આટલું બધું હસવું આવે છે?"જાનકીદેવીએ પુછ્યું.
"દાદી,આ જોવો તો આ પેપરવાળાએ મારી આજના રાશીફળમાં કેવું લખ્યું છે કે આજનો તમારો દિવસ ખુબજ ધમાલ વાળો રહેશે ,આજે તમને તમારો સાચો પ્રેમ મળી શકે છે."આટલું કહીને તે ખડખડાટ હસવા લાગી.
"હા હા ,દાદી પ્રેમ અને હું.અમારો તો છત્રીસનો આકડો છે.તમને ખબર છેને કે અમુક કારણોસર હું પ્રેમમાં વિશ્વાસ નથી કરતી.મને પ્રેમ,લગ્ન અને તે બધાંથી સખત નફરત છે.મારો વિશ્વાસ ઊઠી ગયો છે."કિઆરાના સુંદર ચહેરા પર આટલું બોલતા એક ગાઢ ઉદાસી છવાઇ ગઇ.
જાનકીદેવીએ તેમના માથે હાથ ફેરવ્યો.તેટલાંમાં શ્રીરામ શેખાવત આવ્યા અને બોલ્યા,"કિઆરા બેટા,આપણા પરિવારનો નિયમ છે કે દરેક છોકરો હોય કે છોકરી પ્રેમલગ્ન કરે છે.તું પણ બાકી નહી રહે.આપણો કિઆન જ જોઇલે."
"હા તો દાદુ,તમે કાયના દીદીને કેમ ભુલી ગયા તે તો એરેન્જ મેરેજ કરી રહ્યા છે.કેમ બોલતી બંધ થઇ ગઇને દાદુ."કિઆરાએ હસીને કહ્યું.બધા બ્રેકફાસ્ટ ટેબલ પર ગોઠવાયા.
"કાયના,આ રનબીર નથી દેખાતો.તને ખબર છે કે તે ક્યાં છે?"જાનકીદેવીએ કાયનાને પુછ્યું.
"દાદી,તે તેના એક મિત્રના ઘરે રાત્રી રોકાણ કરવાનો હતો બસ આવતો જ હશે."કાયનાએ કહ્યું.
અહીં કિઆરા તે પેપરના પોતાના ભવિષ્ય વિશે યાદ કરીને વિચારતી હતી.મેરેજ સીસ્ટમ અને મેરેજમાંથી તેનો વિશ્વાસ ઉઠી ગયો હતો.તેનું કારણ તેની સામે જોયેલા અમુક અસફળ લગ્ન હતા.લગ્નમાં પ્રેમ,વિશ્વાસ અને સમજદારી મુખ્ય હોય છે.
જો આ ત્રણ વાત ના હોય તો લગ્નજીવન સ્વર્ગ નહીં પણ નર્ક બની જાય.કોઇ એકની પણ નાસમજી તોફાજ લાવી શકે.આ વાત કિઆરા આટલી નાની ઊંમરમાં સમજી ચુકી હતી.
કિઆરા ફટાફટ નાસ્તો કરીને ઉભી થઇ.
"કિઆરા,અડધો કલાક પરિવાર સાથે ફરજિયાત વિતાવવાનો નિયમ ભુલી ગઇ?"જાનકીદેવીએ કહ્યું.
"ના દાદી એવું નથી.હું દસ મીનીટમાં આવી.અહીં આગળ ચાર રસ્તે એક ડિલિવરી બોય આવ્યો છે.મે થોડીક પુસ્તકો મંગાવી હતી.તે લઇને આવું?દસ મીનીટમાં આવી જઈશ."કિઆરાએ પુછ્યું.જાનકીદેવીના નિયમો માત્ર એક જ જણ માટે ઢીલા પડતા તે હતી કિઆરા.
****
એલ્વિસની તબિયત થોડી ખરાબ થઇ હતી.વધુ પડતા દારૂના સેવનના કારણે અને ડ્રિપેશનના કારણે.તેને ખુબજ ઉલ્ટી થઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો જેથી રનબીર તેના ઘરે જ રોકાઇ ગયો.
વહેલી સવારે જ્યારે એલ્વિસ ઉઠ્યો ત્યારે રનબીર તૈયાર હતો.
"સોરી બ્રો,વધુ પડતું ડ્રિન્ક થઇ ગયું અને તેના કારણે થોડો ઇમોશનલ થઇ ગયો."એલ્વિસે કહ્યું.
"ઇટ્સ ઓ.કે બ્રો.હું નિકળું? મારે કોલેજ પણ જવાનું છે."રનબીરે કહ્યું.
"ના,રનબીર હું તને મુકી જઇશ.બસ દસ મીનીટ રાહ જો.હું તૈયાર થઇ જઉ અને તને જાનકીવિલા ડ્રોપ કરી દઉં."એલ્વિસ આટલું કહીને બાથરૂમમાં ગયો.તે સ્નાન કરીને તૈયાર થઇને આવ્યો.બ્લેક કલરનું જીન્સ અને તેની ઉપર નેવી બ્લુ કલરનું ટીશર્ટ અને ઉપર તેની ફેવરિટ બ્લેક હુડીવાળી ટીશર્ટ.તે ખરેખર ડેશિંગ સુપરસ્ટાર લાગી રહ્યો હતો.
એલ્વિસ અને રનબીરે નાસ્તો કર્યો અને તે બંને જણા જાનકીવિલા જવા નિકળ્યા.
"હેય એલ,દોસ્તીના સંબંધે તારી જોડે કઇંક માંગુ છું."રનબીર બોલ્યો.
"યાર,દારૂ બંધ કરવાનું ના કહેતો."એલ્વિસ હસીને બોલ્યો
"ના,આ વખતે અલગ વાત છે.તું સીમાને ભુલીને આગળ વધીશ.તારા જીવનમાં ,તારા હ્રદયમાં જે દરવાજા બંધ કર્યા છે તે પાછા ખોલીશ.તું તારા જીવનમાં પ્રેમ અને સ્ત્રીને ફરીથી ચાન્સ આપીશ."રનબીરે કહ્યું.
એલ્વિસ આશ્ચર્ય સાથે તેની સામે જોવા લાગ્યો.રનબીરનો ક્યુટ ચહેરો તેને હસાવી ગયો.
"સારું,પ્રોમિસ નથી આપતો પણ કોશીશ કરીશ."
"મારું હ્રદય કહે છે ખબર નહીં કેમ આજે તને તારી સોલમેટ મળી જશે એવું મને લાગે છે."રનબીરે કહ્યું.
રનબીરની વાત પર એલ્વિસને ખુબજ હસવું આવ્યું.
"બ્રો,તને નથી લાગતું કે તું બહુ વધારે સ્પીડમાં વિચારી રહ્યો છે."
રનબીરે નારાજગીથી તેની સામે જોયુ.
"ઓ.કે સોરી બાબા."
"અા ચાર રસ્તેથી ડાબી બાજુએ વાળી લે."રનબીરે કહ્યું.
એલ્વિસ ગાડી ટર્ન કરી રહ્યો હતો અચાનક તેનું ધ્યાન એક છોકરી પર ગયું.તેણે જીન્સ અને શર્ટ પહેર્યું હતું.તેના હાથમાં પુસ્તકોનો મોટો થપ્પો હતો.તેની માત્ર આંખો દેખાઇ રહી હતી.તેની આછા બ્રાઉન કલરની આંખો ખુબજ સુંદર હતી.એલ્વિસ ગાડી ધીમી પાડીને તેને જોવાની કોશીશ કરી રહ્યો હતો.તે તેના ચહેરાને જોવા લાગ્યો પણ પુસ્તકોના થપ્પાના કારણે તે જોઇના શક્યો.
"એલ,તારું ધ્યાન ક્યાં છે?પેલું રહ્યું જાનકીવિલા."રનબીરે કહ્યું.
એલ્વિસે ગાડી બહાર પાર્ક કરી.સિક્યુરિટીએ ચેકીંગ કર્યું અને પછી તેમને અંદર જવા દીધાં.
"વાઉ,આટલું ચેકીંગ?"એલ્વિસને આશ્ચર્ય થયું.
"હા કેમકે અ ઘરમાં એક એ.સી.પી,એક પોલીસ ઓફિસર અને એ.ટી.એસ મુંબઇના મોટા ઓફિસર રહે છે."રનબીર આટલું કહીને એલ્વિસને અંદર લી ગયા.
અહીં જાનકીવિલામાં નાસ્તાનો અડધો કલાક હજી ચાલી રહ્યો હતો.તેટલાંમાં રનબીરને એલ્વિસ સાથે દાખલ થતાં જોઇને બધાં આશ્ચર્ય પામ્યાં.કાયનાના ગળામાં કોળીયો અટકી ગયો.
કેવી રહેશે કિઆરા અને એલ્વિસની પહેલી મુલાકાત?
કિઆરાના જીવનનો શું મકસદ છે?
જાણવા વાંચતા રહો.