"આસ્તિક"
અધ્યાય-30
જરાત્કારુ માંબાબા બંન્ને આસ્તિકની બહાદુરી અને જ્ઞાનભરી સફળ કર્મયાત્રા સાંભળીને ખૂબ આનંદ પામ્યાં. બંન્ને આસ્તિકને આશીર્વાદ આપીને ખૂબ વ્હાલ કરી રહ્યાં.
ત્યાંજ આશ્રમની બહાર સંગીત, ઠોલત્રાંસા, મંજીરા અને વીણાનો અવાજ આવ્યો. જરાત્કારુ ભગવને આશ્રર્ય અને આનંદથી આસ્તીકને કહ્યું જો બહાર કોણ મહેમાન છે ? આ મીઠું મધુર અને કર્ણપ્રીય સંગીત ક્યાંથી આવી રહ્યું છે ?
આસ્તિકે કહ્યું હાં પિતાજી હું જોઊં છું આસ્તિક આશ્રમમાં પ્રવેશદ્વારે જઇને જુએ છે એ વિભુતીને જોઇને એમનાં પગે પડે છે અને બોલે છે ભગવન મહર્ષિ નારદ પધારો અમારો આશ્રમ પાવન કરો. નારદજીએ કહ્યું ખૂબ ખૂબ આશીર્વાદ વત્સ તું જરાત્કારુ બેલડીનો કુળદીપક, નાગ વંશને બચાવનાર આસ્તીક છે ને. તારી વીરકથા અને જ્ઞાન કથાઓ બધેજ સંભળાઇ રહી છે. ભગવન વિષ્ણુનો સંદેશ લઇને આવ્યો છું તથાસ્તુ...
આસ્તિકે કહ્યું ભગવન આશ્રમમાં પધારો માં અને પિતાજી અંદર વિરાજમાન છે. ત્યાંજ માઁ જરાત્કારુ અને ભગવન જરાત્કારુ અતિથિનાં સ્વાગત કાજે બહાર આવ્યાં.
નારદજીને જોઇને ભગવન જરાત્કારુએ કહ્યું અરે મહર્ષિ નારદ પધારો પધારો આપનું આશ્રમમાં સ્વાગત છે. માઁ જરાત્કારુએ કહ્યું અમારી ભૂમી પાવન કરી આપ પધારો.
નારદજીએ જરાત્કારુ બેલડીને સામે નમસ્કાર કરીને કહ્યું તમારાં પુત્રની પ્રસંશાતો સ્વર્ગમાં, વૈંકુઠમાં, પાતળ બધેજ થઇ રહી છે આખી પૃથ્વી પર આ બાળકના શોર્ય અને જ્ઞાનની વાતો ચાલે છે. મારાંથી ના રહેવાયું મને ભગવન વિષ્ણુએ અહીં મોકલીને એમનાં આશીર્વાદનો સંદેશ આપ્યો છે અને પાતાળલોકમાંથી ભગવન શેષનારાયણને પણ સંદેશ છે કે તમે આસ્તિકને એનાં માતાપિતા સાથે અહીં આવવાનું આમંત્રણ આપો. વાસુકી સમ્રાટ પણ ત્યાં આવવા નીકળ્યાં છે. આસ્તિકનું વાજતે ગાજતે ખૂબ સન્માનપૂર્વક પાતાળલોકમાં યુવરાજ પદ આપવાની ધામધૂમથી તૈયારીઓ ચાલે છે.
માઁ અને પિતા જરાત્કારુ સાંભળીને ખૂબજ આનંદીત થયાં. એમણે મહર્ષિ નારદને સમ્માનપૂર્વક આશ્રમમાં પધરામણી કરાવી અને એમને જળ ફળફળાદી આપ્યાં.
માઁ જરાત્કારુએ કહ્યું મહર્ષિ આજે આપે અહીં પધારીને અમારી ભૂમિ પાવન કરી દીધી અમારે માટે ખૂબ આનંદની વાત છે. મહર્ષિ નારદે કહ્યું એમાં તમારાં પ્રતાપી પુત્રની શૌર્ય અને જ્ઞાનની પરાક્રમની વાત છે એજ કારણ છે કે મને અહીં આવવા વિવિશ કર્યો.
આસ્તિક મહર્ષિ નારદનાં પગ પાસે બેસી ગયો છે એણે મહર્ષિ નારદને ફરીથી ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધાં. મહર્ષિએ કહ્યું બે દિવસ પછી પૂનમ છે અને આપણે બધાએ પાતાળલોક જવાનું છે ત્યાં આસ્તિકને યુવરાજ પદ મળવાનું છે ત્યાં ખૂબ જ્ઞાની એવાં ઋષિમુનીઓ પણ પધારવામાં છે અને ખાસ વશિષ્ઠજી પધારવાનાં છે એમને એમનાં શિષ્ય આસ્તિક પર ખૂબ ગર્વ છે.
અહીં મહર્ષિ નારદ વાર્તાલાપ કરે છે અને ત્યાં નાગસમ્રાટ વાસુકી એમનાં પત્નિ અને અન્ય દૈવીનાગ અગ્રણી ત્યાં પધારે છે. માઁ જરાત્કારુ ભાઇને જોઇને ખૂબજ આનંદીત થાય છે સર્વને માનપૂર્વક આશ્રમમાં સત્કારે છે.
નાગ સમ્રાટ વાસુકી મહર્ષિ નારદનાં ચરણ સ્પર્શ કરે છે એમનાં પત્નિ પણ એમનાં આશીર્વાદ લે છે. અન્ય અગ્રણી દૈવી નાગનું આદર સ્તકાર થાય છે.
વાસુકીએ કહ્યું ભગવન જરાત્કારુ હું આપને મારી બહેન અને ભાણેજ આસ્તિકને લેવા આવ્યો છું અને સાથે મહર્ષિ નારદ પણ છે અને આપનાં માટે એક સુંદર પવન હંસ લઇને આવ્યાં છીએ બે દિવસ પછી પૂનમ છે ત્યારે આસ્તિકને આપણા કુળ દીપકને યુવરાજ પદ આપી સન્માન કરવાનાં છીએ આ સમગ્ર નાગ લોકોની ઇચ્છા છે અને મહારાજ શેષનારાયણની કૃપા છે.
માઁ જરાત્કારુ ખૂબ ખુશ થયાં. ભગવન જરાત્કારુએ બધાને જમવાની વ્યવસ્થા કરવા કહ્યું આસ્તિક અને ઋષિપુત્રએ સેવકોની મદદથી તૈયારી કરી લીધી છે. મહર્ષિ નારદ સહીત સર્વેએ ભોજન લીધું. થોડાં આરામ પછી જવાની તૈયારી કરવા માંડ્યાં.
વાસુકી સમ્રાટે પવનહંસમાં બધાને માનપૂર્વક બેસાડ્યાં અને આશ્રમને ઋષિપુત્રને સપ્રુત કરીને પવનહંસમાં નીકળ્યાં આસ્તિકે કહ્યું હે ઋષિપુત્ર મારાં મિત્ર તું પણ સાથે ચલ તેં મને ખૂબ સાથ આપ્યો છે તું પણ અમારાં આનંદમાં ખુશીમાં સામેલ થઇ જા. એમ મહર્ષિ નારદ સાથે બધાં પવનહંસમાં પાતાળ લોક જવા નીકળ્યાં. આજે માં જરાત્કારુ આંખમાં આનંદના આંસુ હતાં.
પાતાળલોક આખું શણગારવામાં આવ્યું હતું દરેક માર્ગ શેરીએ તોરણો લગાવેલાં. રોશની કરવામાં આવી હતી હજારો લાખો દિપક પ્રગટાવીને આખી નગરી શોભાવવામાં આવી હતી અનેક નાગ સેવકો જુદી જુદી અંતરથી ભરપુર અતરદાનીઓથી સુવાસ ફેલાવી રહેલાં.
કર્ણપ્રિય સુંદર સંગીત વાગી રહ્યું હતું. આસ્તિકને સન્માનવા વધાવવા અનેક નાગ કન્યાઓ, રાણીઓ અને સેવકો અધીરા હતાં. ખુદ શેષનારાયણ નગરીનાં દ્વારે આવીને ઉભાં હતાં.
પવનહંસ નગરીના દ્વારે આવ્યું અને એમાંથી પ્રથમ દેવર્ષી નારદ ઉતર્યા પાછળ જરાત્કારુ ભગવન અને માઁ જરાત્કારુ ઉતર્યા. આસ્તિકને જોતાંજ બધાં સેવકો નાગ કન્યાઓ આસ્તિક અમારાં કુળદીપક પધારો આસ્તિક જરાત્કારુની જય... બધાએ ફૂલોની વાર્તા કરી અને આસ્તિકનું ભવ્ય સ્વાગત કર્યું.
માઁ જરાત્કારુની ખુશી સમાતી નહોતી ભગવન શેષનારાયણે આસ્તિકને આખો ઊંચકી લીધો અને ગળે વળગાવી ખૂબ વ્હાલ કરીને આશીર્વાદ આવ્યાં દેવર્ષિ નારદનો સત્કાર કર્યો. માઁ જરાત્કારુ અને ભગવન જરાત્કારુની પૂજા કરીને આવકાર આવ્યો.
આખા નગરમાં આજે ખુશહાલીનો માહોલ હતો. ભગવન શેષનારાયણે બધાં આમંત્રીત મહેમાનોને યથાયોગ્ય આદર સન્માન આપીને વધાવી લીધાં. પછી સમ્રાટ વાસુકીએ કહ્યું આપ સહુનું સ્વાગત છે હમણાં ભગવન વિશિષ્ઠજી પણ પધારી રહ્યાં છે. બીજા પવનહંસ આવ્યું એમાંથી ભગવન વશિષ્ઠજી અને અન્ય મહાન ઋષિમુનીઓ પધાર્યા બધાનું સ્વાગત કર્યુ અને ઉતારો આપો.
આજની આખી રાત બધાએ ખૂબ વાતો કરી ચારોકોર સર્વત્ર આસ્તિકની યશગાથા ગવાઇ રહી હતી એક દિવસનો આરામ કર્યા બાદ સમ્રાટ વાસુકીએ કહ્યું આવતી કાલે પૂનમનો પવિત્ર દિવસ છે અને કાલે આસ્તિકને યુવરાજપદ આપવામાં આવશે સર્વ ગુરુ, ઋષિમુની, ભગવન જરાત્કારુ બહેન જરાત્કારુ દેવર્ષિ નારદ, વશિષ્ઠજી અને સાક્ષાત ભગવન વિષ્ણુ મહાદેવજી બ્રહ્માજી આસ્તિકને આશીર્વાદ આપશે.
પૂનમનો દિવસ છે. સંધ્યાકાળ પછી પવિત્ર અને ઉત્તમ ચોઘડીયામાં ચાંદનીનાં પ્રકાશમાં રાત્રીનાં પ્રથમ પ્રહરમાં પૂજાવિધી શરૂ થઇ. ભગવન વિષ્ણુ મહાદેવજી, બ્રહ્માજી બધાં હાજર છે. સૂર સંગીતનાં રેલાયા છે બધાં નાગલોક હર્ષાલ્લાસ કરતાં હાજર છે આસ્તિકની યુવરાજ પદે વરણી થવાની છે. માં-પિતાજી જરાત્કારુ ખૂબજ આનંદમાં છે.
આસ્તિકને બોલાવ્યો. આસ્તિકે આવીને મંડપમાં બેઠેલાં બધાં દેવ, ગુરુ, ઋષિ, ભગવન અને માતાપિતાને જોયાં એ ખૂબ આનંદમાં આવી ગયો.
એણે ભવ્ય મંડપમાં આવી સહુ પ્રથમ માઁ જરાત્કારુનાં ચરણોમાં પડ્યો. માઁ ના આશીર્વાદ લીધા માંએ ગળે વળગાવી આશીર્વાદ આપ્યાં. પછી પિતાનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં. ત્યારબાદ ગુરુ વિશિષ્ઠજીને પગે લાગી આશીર્વાદ લીધાં.
આસ્તિક ભગવન વિષ્ણુનારાયણ, ભગવન શંકર અને ભગવન બ્રહ્માજીનાં પગે પડી આશીર્વાદ લીધાં એમ શેષનારાયણ વાસુકીનાગ એમ અગ્રણી સર્વ દૈવી નાગનાં આશીર્વાદ લીધાં.
ત્યારબાદ ભગવન વિષ્ણુનારાયણે આસ્તિકને આશીર્વાદ આપી નાગલોકનો યુવરાજ ધોષીત કર્યો. ઋષિમુનીઓએ શ્લોકો સુચાઓ બોલીને યુવરાજપદની વિધી પુરી કરી ચારેબાજુથી ફૂલો અને હીરા મોતીની વર્ષા થઇ બધાએ આસ્તિકને વધાવીને આશીર્વાદ આપ્યાં.
આજે બધાં ભગવન, દેવો, ઋષિગણોની હાજરીમાં આસ્તિકને યુવરાજપદ આપ્યું અને એની યશગાથા સંભળાવી.
બધાં નાગલોકો સંગીત સાથે નૃત્ય કરી રહેલાં. વીણા, ઢોલ, ત્રાંસા, મંજીરા, અને વાંસળીનાં મીઠાં સૂર સાથે બધાએ અવસરનો આનંદ લીધો નીતનવી વાનગીઓ અને મિષ્ઠાનનું જમણ હતું નાગ પ્રજાને સોનામ્હોરો કપડાં, હીરા મોતીનું દાન કર્યુ અને આજે નાગકુળનો કુળદીપક આસ્તિક યુવરાજ પદે સ્થાપીત થયો.
ભગવન વિષ્ણુ, શંકરજી, બ્રહ્માંજી બધાં ઋષિગણો આસ્તિકને આશીર્વાદ આપી પોતપોતાનાં ધામે પાછા ફર્યા. આખી નગરી અને પાતાળ લોકમાં આસ્તિકને જય જયકાર થયો અને માઁ જરાત્કારુની આંખમાંથી મમતા અને સંતોષનાં આંસુ વહી રહ્યાં....
----આસ્તિકનું માહત્મ્ય ----
આસ્તિકનાં જન્મ પાછળનું ખૂબ મોટું માહત્મ્ય છે ...આસ્તિકે જન્મ લઈને આખા નાગ સર્પ કુળને ઉગાર્યું છે વળી એનાં બહાદુરી અને જ્ઞાનભર્યા જીવનથી સંદેશ આપ્યો છે. પૃથ્વી ઉપર સહુ જીવોને જીવવાનો હક અધિકાર છે. આ પંચતત્વની શ્રુષ્ટિમાં કોઈ ચોક્કસ કારણથી ઘટના ઘટે છે. દરેક જીવને જીવન દરમ્યાન સંચિત કર્મ પ્રમાણે જીવન મળે છે. કોઈના માટે કોઈ કારણ નથી. પણ કારણથી કર્મ છે.
બીજું ખાસ માહત્મ્ય એ છે કે આસ્તિક નાગ સર્પકુળનો નાશ અટકાવી કુળ દિપક તરીકે કર્મ કરીને ખ્યાતિ પામ્યો છે. સાથે સાથે એને શેષનારાયણ અને દૈવીનાગોના આશિષ અને વરદાન મળ્યાં છે. જેથી જયાં જયાં મનસાદેવી અને આસ્તિકનું નામ દેવાશે...લખાશે...પૂજા થશે ત્યાં કોઈ સર્પ કે નાગ નહિ આવી શકે અને સર્પ નાગથી તમારું સંપૂર્ણ રક્ષણ થશે. કોઈને સર્પ નાગનો દંશ થયો હશે તો મનસાદેવી અને આસ્તિકનાં સ્મરણથી ઝેર ઉતરી જશે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
(નોંધ: સર્પ અને નાગનાં દંશ કે કરડવા સમયે તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે શ્રદ્ધા આસ્થાનું ખૂબ મોટું બળ છે પણ ડો..નો સંપર્ક કરવો જરૂરી છે). માઁ જરાતકારું અને ભગવાન જરાતકારુંની કૃપાથી દંશ પછી પણ જીવ બચી જાય છે જેથી સર્પ નાગથી બચવા આસ્તિક અને માઁ મનસાનું નામ દીવાલ પર લખી શકાય એમની મૂર્તિ સ્થાપિત કરી શકાય તો શ્રદ્ધાનું બળ એવું કહે છે કે તમને કદી સર્પ કે નાગથી કોઈ નુકશાન નહિ પહોંચે.
જય નાગ નાગેશ્વરાય નમઃ .
મનસા શેષનારાયણાય નમઃ.
આસ્તિકદેવ નમઃ.
-----સમાપ્ત----