Mind: Relationship no friendship - 87 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 87

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 87




" યાર બોલો ને શું ન્યૂઝ છે ?" નિયા બોલી.

" મનન અને તેજસ બંને ની લાઈફ માં કોઈ આવી ગયું છે " નિશાંત બોલ્યો.

" વાહ કોણ છે એ ખુશ નસીબ "

" મનન ની લાઈફ માં રૂચિતા અને તેજસ ની લાઈફ માં જીયા"

" વાહ્હ બંને ની લાઈફ માં સાથે જ આવ્યા ભાભી " નિયા બોલી.

"ના એવું નઈ " મનન એ કહ્યું.

" હજી એક ગુડ ન્યૂઝ છે " મનન એ કહ્યું.

" શું ?"

" નિશાંત ના મેરેજ છે ઓક્ટોમ્બર ના એન્ડ માં " આદિ બોલ્યો.

" ઓહ ગ્રેટ "

" નિયા તને તો ભાવિન મળી ગયો હવે ક્યારે મેરેજ કરવા છે ?" તેજસ એ પૂછ્યું.

" જાન્યુઆરી માં હશે હજી નક્કી નથી "

" આ સારું બધા અલગ અલગ મહિના માં રાખજો એટલે મળાય આપડા થી " નિશાંત એ કહ્યું.

" હમ.. મારા મેરેજ માં ભાભી ને લઇ ને આવજો તો " નિયા બોલી.

" જોઈએ " આદિ એ કહ્યું.

" તને નઈ કીધું મેં હું ખુશી ને અલગ થી ઇન્વિટેશન આપી દઈશ" નિયા એ કહ્યું.

થોડી વાર એ લોકો એ મઝાક મસ્તી માં વાતો કરી પછી ફોન મુક્યો.

થોડા દિવસ પછી નિયા પ્રિયંકા બેન ને કહેતી હતી હવે બધા ની લાઈફ માં કોઈ નું કોઈ આવી ગયું છે.

થોડા દિવસ પછી તો આદિત્ય ના મેરેજ પણ ફિક્સ થઇ ગયા ૩ ડિસેમ્બર ના અને નિયા ના પણ ફિક્સ થઇ થઇ ગયા 21 જાન્યુઆરી ના .

પ્રિયંકા બેન નિયા ને જયારે રજા હોય ત્યારે થોડી થોડી ખરીદી કરી લેતા.

આ બાજુ ભાવિન ના ઘરે પણ મેરેજ ની તૈયારી શરુ થઇ ગઈ હતી.

એક મહિના પછી,

નિશાંત ના મેરેજ માં નિયા ને રજા ના મળી જોબ માંથી એટલે એ જઈ ના શકી.

હવે દિવાળી ને ગણતરી ના દિવસો જ બાકી હતા. નિયા જોબ પર થી આવે અને પછી અમુક વાર પ્રિયંકા બેન ને લઇ ને ખરીદી કરવા જતી.

નિયા રાહ જોતી હતી ભાવિન ને મળવાની કેમકે બે મહિના ઉપર થઇ ગયું હતું.

પણ આ બાજુ ભાવિન નિયા ને મળવાની રાહ જોતો હતો પણ એનો કંઈક ફરવા જવાનો પ્લાન શરુ હતો એના ફ્રેન્ડ સાથે.

થોડા દિવસ પછી,

આજે રવિવાર હતો, નિયા બપોરે સૂતી હતી ત્યારે ડોરબેલ વાગી. પ્રિયંકા બેન પણ ઘરે હતા નઈ એ કંઈક લેવા બહાર ગયા હતા એટલે નિયા ને આંખ ચોડતાં ચોડતાં દરવાજો ખોલ્યો.

ભાવિન ના મમ્મી હતા.

" તમે અચાનક ?"

" કેમ તને મળવા ના આવી શકું ?"

" હા કેમ નઈ આવો "

નિયા એના સાસુ સાથે વાત કરતી હતી ત્યારે પ્રિયંકા બેન પણ આવી ગયા.
" આ તારી માટે " બે બેગ આપતા કહ્યું .

" પણ આની શું જરૂર હતી ?" નિયા એ પૂછ્યું.

" હું ખરીદી કરવા ગયેલી અને મને ગમ્યું તો લઇ લીધું "

" વાહ સરસ "

થોડી વાત ચાલતી હતી ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,
" નિયા 2 ડિસેમ્બર એ મારા ભાઈ ની છોકરી નું મેરેજ છે તો તારે પણ આવવાનું છે અમારી સાથે"

" હા આવશે જ " પ્રિયંકા બેન એ કહ્યું.

થોડા દિવસ પછી નિયા ભાવિન સાથે વાત કરતી હતી ત્યારે નિયા એ કહ્યું,
" 2 ડિસેમ્બર એ મામા ની છોકરી ના મેરેજ છે "

" હા તો ?"

" 3 એ આદિ ના "

" વ્હોટ ?" ભાવિન ને યાદ નઈ હતું કે આદિ ના મેરેજ ૩ એ છે.

" હા "

" કઈ નઈ , અમદાવાદ થી ૩ એ આણંદ જતી રહેજે "

" જતી રહેજે એટલે તું નઈ આવે ?"

" આવીશ જોઈયે ત્યાર ની વાત "

" હમ "

" તે તારી જોબ પર લેટર આપ્યો જોબ છોડવાનો ?" ભાવિન એ પૂછ્યું.

" ના , મમ્મી એમ કહે છે તું ડિસેમ્બર પછી ના જઈશ અને હું 10 જાન્યુઆરી પછી વિચારું છું "

" 1 જાન્યુઆરી થી લઇ લે, એટલે 31 ડિસેમ્બર એ લાસ્ટ ડે"

" પછી હું શું કરીશ ઘરે ?" નિયા એ પૂછ્યું.

" રાહ જોજે મારી "

" એતો જોવ જ છું " નિયા ધીમે થી બોલી.

" શું કહ્યું ?"

" કઈ નઈ "

" ઓહ હા એક વાત તો કહી જ નઈ તને , દિવાળી પછી હું આવીશ દિવાળી પર અમે ફરવા જવાના છે "

" ક્યાં ?"

" અમૃતસર , દિલ્હી એ બાજુ "

" કાશ્મીર નઈ જવું ?" નિયા એ પૂછ્યું.

" ના એક વાર જઈ આવ્યો એ બોવ છે"

" તો અમૃતસર પણ જઈ આવ્યો ને ?"

" હા ત્રણ વાર આ ચોથી વાર જઈશ "

" સરસ જાવ જાવ "

આમ હવે ભાવિન અને નિયા એક બીજા માટે ખાસ બની ગયા હતા. નિયા ભાવિન ફરવા જવાનું કહેતો ત્યારે એને કઈ ના કહેતી કેમકે એ એવું માનતી એ એની લાઈફ છે.

થોડા દિવસ માં દિવાળી આવી ગઈ, ન્યૂ યર ને દિવસે નિયા ભાવિન ના ઘરે ગયેલી. પણ ભાવિન નઈ હતો ત્યાં.

દિવાળી પણ સરસ રીતે પતી ગઈ. હવે થોડા દિવસ માં ભાવિન ના મામા ની છોકરી ના મેરેજ માં જવાનું હતું ત્યારે નિયા ભાવિન ને મળવાની હતી ચાર મહિના પછી.

નવેમ્બર મહિનો પતવા આવ્યો હતો, કાલે સાંજે નિયા , માનસી દી લોકો સાથે અમદાવાદ જવાની હતી. ભાવિન ના મમ્મી તો બે દિવસ પહેલા જ જતા રહ્યા હતા. ભૌમિક અને રિયા પણ ત્યાં આવવાના હતા એટલે નિયા ને કઈ પ્રોબ્લેમ નઈ હતો.

નિયા પેકીંગ કરતી હતી , પ્રિયંકા બેન એને કઈ રહી ના જાય એનું કહેતા હતા. ત્યાં ભાવિન નો ફોન આવ્યો,

" બોલો " નિયા બોલી.

" બોલો નઈ પ્રોબ્લેમ થઇ ગઈ છે "

" શું થયું ?"

" કપડાં લેવા જવાનું હજી બાકી છે "

" કેમ ?"

" જુના છે એ બધા પહેરી લીધા છે એટલે એ નઈ પહેરાઈ, અત્યારે હમણાં ફ્રી થયો હવે તો શોપ પણ બંધ થઇ ગઈ હશે કાલે સવારે સુરત આવું છું, એટલે બપોરે તારે મારી જોડે આવવું પડશે "

" ડાઇરેક્ટ કહી દેને કાલે બપોરે મળવા આવીશ " નિયા બોલી.

" એવું બોલતે તો તું ના પાડ઼તે "

" હા એ પણ છે " નિયા બોલી.

" તો રેડી રહેજે કાલે બાર વાગ્યા પછી આવીશ "

" જમવાનું ?"

" હું જમી ને આવીશ "

" ઓકે પણ મમ્મી તો અમદાવાદ ગયા છે તો જમવાનું ?"

" ભૌમિક ના ઘરે "

" ઓકે "

બીજે દિવસે ભાવિન અને નિયા ભાવિન ની શોપિંગ કરવા ગયા. અને સાંજે એ લોકો અમદાવાદ જવા નીકળી ગયા.

બીજે દિવસે સવારે મહેંદી હતી, નિયા ને મહેંદી નઈ મુકવી હતી પણ રિયા એ બોવ કહ્યું એટલે એને થોડી મુકવાઇ દીધી.

આ વખતે પહેલી વાર નિયા અને ભાવિન બે ત્રણ દિવસ જોડે હતા. બોવ એન્જોય કર્યું એ લોકો એ અને ફોટો ની તો કોઈ લિમિટ જ નઈ.

આજે મેરેજ હતા ભાવિન ના મામા ની છોકરી અને કાલે આદિ ના.

મેરેજ પત્યા પછી એ લોકો બેઠા હતા ત્યારે રિયા એ કહ્યું,
" મારા મેરેજ માં મારા કરતા નિયા વધારે રડી હતી "

" હા ખબર છે મને " ભૌમિક એ કહ્યું.

રાતે એ લોકો બેઠા હતા ત્યારે ભાવિન એ કહ્યું ,
" નિયા કાલે સાડા આઠ પછી નીકળીશુ "

" કેમ ક્યાં જવાના છો તમે લોકો ?" રિયા એ પૂછ્યું.

" કાલે આદિ ના મેરેજ છે "

" ઓહ તો એક કામ કરીયે કર લઈને જઈએ, તું અમને નડિયાદ ઉતારી દેજે પછી રિટર્ન માં આવો ત્યારે પાછા આવી જઈસુ તમારી સાથે " ભૌમિક એ કહ્યું.

" કોને મળવા જવાનું છે ભૂમિ ?" નિયા એ મસ્તી માં પૂછ્યું.

" ફ્રેન્ડ છે "

" તો બરાબર મને એમ કે ગર્લફ્રેન્ડ હશે "

" નિયા તું તો ભૌમિક સાથે જ હતી ને કોલેજ માં ? તો એની કોઈ હતી કોલેજ માં ?" માનસી દી એ પૂછ્યું.

નિયા હસવા લાગી અને પછી કહ્યું,
" ભૌમિક કોઈ જોડે બોલતો જ નઈ, બોવ ઓછું બોલતો , કામ પૂરતું જ બોલતો "

" આમ ના કહે તારી જોડે તો બોલતો " ભૌમિક એ કહ્યું.

" હા બોલતો નઈ હેરાન કરતો "

આમ એ લોકો વાત કરતા હતા.

બીજે દિવસે સવારે સાડા આઠ વાગ્યા પછી નીકળ્યા. ભૌમિક અને રિયા ને જ્યાં જવાનું હતું ત્યાં મૂકી ને એ લોકો જતા હતા.

સોન્ગ વાગતા હતા અને નિયા નું ધ્યાન બારી ની બહાર હતું.
" શું વિચારે છે ?" ભાવિન એ પૂછ્યું.

" કઈ નઈ "

" તો સારું "

આમ થોડી વાત કરતા કરતા એ લોકો પોહ્ચ્તા સાડા દસ વાગી ગયા.

અગિયાર વાગે મેરેજ હતા.

નિયા એ આજે ડાર્ક બ્લુ ગાઉન, બ્લેક હાઈ હિલ્સ અને લોન્ગ એરરિંગ્સ પહેરી હતી. અને આંખ પર એની ફેવરિટ ગ્લિટર બ્લૂ આઈ લાઈનર.

ત્યાં જતા હતા ત્યારે ભાવિન એ કહ્યું,
" આજે કઈ વધારે સારી લાગે છે અને હાઈટ પણ થોડી વધી ગઈ છે "

" તું નઝર ના લગાવ "

" પણ તારા ફ્રેન્ડ તો અહીંયા દેખતા નથી "

એટલે નિયા એ મનન ને કોલ કર્યો અને એ લોકો ત્યાં ગયા.

નિયા અને ભાવિન ને જોઈ ને નિશાંત એ કહ્યું,
" વાહ કપલ આવી ગયા "

" પણ તારી વાળી ક્યાં છે ?" નિયા એ પૂછ્યું.

" એ ખુશી ભાભી ને મળવા ગયા છે "

" ગ્રેટ "

આ લોકો વાત કરતા હતા ત્યારે નિયા ને કોઈ નો ફોન આવતા એ થોડે દૂર જતી રહી.

થોડી વાર થઇ પણ નિયા આવી નઈ એટલે ભાવિન વિચારતો હતો કોનો ફોન આવ્યો હશે.

આ બાજુ નિયા થોડે દૂર ફોન પર વાત કરવા જતી રહી.
એ ફોન પર વાત કરતી હતી ત્યાં કોઈ એ કહ્યું,
" મને તો લાગ્યું તું નઈ આવે "

નિયા એ જોયું તો માનીક હતો. માનિક ને જોઈ ને નિયા ને ગુસ્સો 😡 આવી ગયો અને એનું થોડું મૂડ પણ આઉટ થઇ ગયું. પણ અને કઈ કહ્યું નઈ અને ફોન પર વાત કરવા લાગી.

નિયા ને એમ કે માનિક જતો રહ્યો હશે પણ એ તો ત્યાં જ ઉભો રહ્યો.

નિયા ફોન પત્યા પછી જતી હતી ત્યાં માનિક બોલ્યો,
" તારી બુક મેં વાંચી અમેઝોન પર થી મંગાઈ ને "

" ઓકે "

" સારી લખી છે પણ એમાં નિયા અને આર્યન કેમ લખ્યું છે ? ભાવિન ના લખાય ?"

" બુક છે એ "

" ઓહ અચ્છા મને એમ કે તારી લવ સ્ટોરી છે " હસતા હસતા માનિક બોલ્યો.

" કઈ પણ ના બોલ "

" કઈ પણ નઈ સાચું કહું છું "

ત્યાં " શું સાચું કહો છો ?" કૃપાલી આવતા સાથે બોલી.

કૃપાલી ના હાથ માં નાનું બેબી હતું એ જોઈ ને નિયા થોડી શોક હતી પણ અને લાગ્યું કે બીજા કોઈ નું હશે.

" કઈ નઈ "

" હાઈ નિયા કેમ છે ?" કૃપાલી એ પૂછ્યું.

" મસ્ત તમે કેમ છો ?"

" બસ સારું "

" તમે આને રાખો થોડી વાર હું આવું " એમ કહી ને કૃપાલી એ પેલું બેબી માનિક ને આપી ને જતી રહી.

નિયા ત્યાં થી જતી હતી ત્યાં માનિક એ કહ્યું,
" નિયા હવે હું બદલાઈ ગયો છું , પેલા જેવો નઈ રહ્યો , અને આને આવ્યા પછી તો બોવ બદલાઈ ગયો છું "

" આ તારું બેબી છે ?" નિયા એ પૂછ્યું.

" હા તો તને નઈ ખબર ? અને બેબી નઈ બાબો છો "

" ઓહ વેલ "

" ક્યારે છે તારા મેરેજ "

" કદાચ આવતા મહિને " હવે ભાવિન કઈ બોલે એ પહેલા નિયા એ કહ્યું ,

" ભાવિન મારી રાહ જોતો હશે " એમ કહી ને ત્યાં થી નીકળી ગઈ.

નિયા જ્યાં પેલા લોકો હતા ત્યાં ગઈ.
" આટલી બધી વાર કેમ લાગી ?" તેજસ એ પૂછ્યું.

" અને તું ગુસ્સે પણ લાગે છે" ભાવિન એ કહ્યું.

નિયા એ જે થયું એ બધું કહ્યા પછી ,
મનન બોલ્યો ,
" એ ચુ** દૂર રહે તો સારું "

મનન બોલ્યો ત્યાં જ રૂચિતા આવી,
" કોને કહે છે ?"

" કોઈ ને નઈ "

" અને કે તારા બેબી ને સંભાળ અમારી સાથે મગજ મારી ના કર " નિશાંત બોલ્યો.

" કોની વાત કરો છો તમે લોકો ?" રૂચિતા એ ફરી પૂછ્યું.

" મૂક એ બધું. આ જો મારી સુરત વાળી ફ્રેન્ડ કહ્યું હતું ને " મનન આગળ બોલે એ પહેલા રૂચિતા બોલી,

" નિયા રાઈટ ?"

હાઈ હેલો કર્યું પછી એ લોકો વાત કરતા હતા.

એક કલાક પછી,

મેરેજ ની વિધિ શરુ થઇ.
આ લોકો ગ્રુપ માં બેસેલા હતા અને ફોટો પાડતા હતા. શ્રુતિ તો પહેલા પણ નિયા ને મળી હતી એટલે એની સાથે વાત કરતી હતી.

ત્યાં જીયા એ કહ્યું,
" ચાલો ને ત્યાં ફોટો મસ્ત આવશે ત્યાં જઈએ "

" કેટલા ફોટો પાડીસ પણ ?" તેજસ એ પૂછ્યું.

" હજી ક્યાં પાડ્યા જ છે "

નિયા , જીયા, શ્રુતિ અને રૂચિતા ત્યાં ગયા અને ફોટો પાડતા હતા.

આ બાજુ આ લોકો એટલે કે મનન , તેજસ , ભાવિન અને નિશાંત વાત કરી રહ્યા હતા ત્યાં જ ,
માનિક એ લોકો પાસે આવતા ની સાથે બોલ્યો,

" હવે તો છોકરીઓ ને લઇ ને ફરતા થઇ ગયા તમે તો "

ભાવિન ની બાજુ માં નિશાંત બેસેલો હતો એટલે ધીમે થી પૂછ્યું,
" આ કોણ છે ?"

" વિચારો કોણ હશે ?"

" માનિક છે ?" ભાવિન એ પૂછ્યું.

" હા એજ છે "

" અમે છોકરીઓ ને લઇ ને ફરીયે તો પણ તને શું ?" મનન ગુસ્સા માં બોલ્યો.

" હવે મોટા થઇ ગયા એવું બધું કોલેજ માં હોય ત્યાં સુધી સારું લાગે " માનિક એ કહ્યું.

" તું જા અત્યારે. ખોટું કઈ બોલવાનું થઇ જશે " તેજસે કહ્યું.

" બોલી દેવાનું મને કઈ ખોટું નઈ લાગે " માનિક હસતા હસતા બોલ્યો.

" ડોફા તું બોલાવ નઈ કઈ " મનન ગુસ્સા માં બોલ્યો.

" આ કોણ છે નિશાંત ની બાજુ માં ?" ભાવિન બાજુ જોતા માનિક એ પૂછ્યું.

" બધી પંચાત તારે "

" પંચાત નઈ ખાલી પૂછું જ છું. કેમ તમારી બેસ્ટ ફ્રેન્ડ ના આવી એના બેસ્ટ ફ્રેન્ડ ના મેરેજ માં " માનિક એવી રીતે બોલ્યો કે અને નિયા ને જોઈ જ ના હોય.

" આવે જ ને કેમ ના આવે " તેજસ એ કહ્યું.

" તો દેખાતી નથી હશે કોઈ ની સાથે ફોન પર વાત કરવા ગઈ હશે. એમ પણ અને આવડે છે શું ?" માનિક હસતા હસતા બોલ્યો.

ભાવિન ને આ સાંભળી ને ગુસ્સો આવતો હતો પણ કઈ બોલ્યો નઈ.

ભાવિન ને જોઈ ને મનન એ કહ્યું,

" વિચારી ને બોલજે "

" વિચારી ને જ બોલું છું હું, તમારી બેસ્ટ ફ્રેન્ડ ની જેમ નઈ ગમે તે, ખબર નઈ કોને અને હા પાડી "

" કેમ આમ કહે છે ?" ભાવિન એ પૂછ્યું.

" તને ખબર નઈ હોય , એ છોકરી કેવી છે એ બોવ જ એટીટ્યુડ વાળી છે. અને એમ છે કે એજ સારી છે બાકી ના બધા ખરાબ. અને કંઈક લખે છે તો અને એવું જ લાગે છે કે એ જ લખી શકે છે બીજું કોઈ નઈ ..." માનિક આગળ બોલતો હતો ત્યાં વચ્ચે મનન બોલ્યો ,

" ખબર છે કોણ છે આ ?"

" કોણ છે ?"

" કોની સામે તું આ બોલે છે એ ખબર છે ?" તેજસ એ કહ્યું.

" તમે લોકો મને એમ કહો છો કે નિયા નો કંઈક થતો હોય આ" માનિક બોલ્યો.

" હા થાય છે કંઈક નઈ બોવ બધું " તેજસ એ કહ્યું.

" આજ ભાવિન છે જેના મહિના પછી નિયા સાથે મેરેજ થવાના છે " નિશાંત એ કહ્યું .

" ઓહ તો આ છે જેને નિયા ને હા કહી, ભાઈ તું પસ્તાઇ હજી ટાઈમ છે વિચારી લેજે "

" તારી પાસે ટાઈમ છે અહીંયા થી ઉભો થઇ ને જતો રહે" ભાવિન બોલ્યો.

બધા શોક હતા કેમકે ભાવિન ક્યારનો કઈ બોલ્યો નઈ હતો.

" અરે સાચું કહું છું, નિયા જેટલી સારી લાગે છે એટલી છે નઈ, અને બધું ખોટું ખોટું લાગે છે , એને પહેલા મનન ગમતો પણ મનન એ કઈ ભાવ ના આપ્યો એ આદિ ની પાછળ પડી અને પછી તો બોવ બધું ..."

" ચુ** તું જતો રહે અહીંયા થી મગજ ની એ ના કર " મનન ગુસ્સા માં બોલ્યો.

ત્યાં નિયા લોકો ફોટો પડી ને આવી ગયા. માનિક ને ત્યાં જોઈ ને નિયા ને ગુસ્સો આવી ગયો.
" ઓહો તમે આવ્યા એમ ને ? આ કોણ છે ?" માનિક એ નિયા ને પૂછ્યું.

" મારી સિસ્ટર છે તારે કામ છે ?"

" ના ખાલી પૂછતો હતો "

" પંચાત થઇ ગઈ હોય તો જઈ શકે છે તું " નિયા બોલી.

" હું બદલાઈ ગયો છું જેવો તમને લાગુ છું, એવો નથી રહ્યો હવે " માનિક ને એમ કે નિયા ની સામે કઈ સારું બોલે તો એ લોકો પાછા ફ્રેન્ડ માની લે.

" તો હમણાં પૂછ્યું ને આ કોણ છે એને પંચાત કરી કહેવાય તને ના ખબર હોય તો કહી દવ અને તને લાગતું હોય કે તું સુધરી ગયો છે તો એ તારો વહેમ છે. કેમકે કુતરા ની પૂંછડી વાંકી જ રહે કોઈ દિવસ ના સુધરે " નિયા બોલી.

" તને તો બધી વાત ખોટી જ લાગે છે નિયા. એક બુક બહાર પડી ગઈ એમાં તું પોતાની જાત ને મોટી સેલેબ્રીટી ના સમજ. ખોટું ખોટું લખતા બધા ને આવડે છે. તારા થી સારી સ્ટોરી હું પણ વિચારી ને લખી શકું છું મને ટાઈમ નઈ મળતો એટલે બાકી તને તારી ઔકાત બતાવી દેત " માનિક ખબર નઈ ક્યાં એટીટ્યુડ થી બોલતો હતો.

ત્યાં ઉભેલા બધા ને ગુસ્સો આવતો હતો, નિયા એ પહેલા ભાવિન અને મનન સામે જોયું કેમકે નિયા ને ખબર હતી એ બંને આ સાંભળી ને ઝઘડો કરશે જ.

" તેવડ હોય ને ખાલી એક પેજ નું લખી ને પોસ્ટ કર લાઈક નઈ 20 થી વધારે કોમેન્ટ આવશે તો હું માની લેવા કે તું મારા કરતા સારું લખી શકે છે "

" 20 શું 50 કોમેન્ટ આવશે "

" 10 આવે ને જે તને ઓળખતા નથી એની તો હું માની લઈશ "

" હા જોઈએ " માનિક હસતા હસતા બોલ્યો.

નિયા અને બીજા પણ કોઈ કઈ ના બોલ્યું એટલે માનિક થી રહેવાયું નઈ એટલે એને કહ્યું,

" ભાવિન જોયું ને નિયા ને કેટલો એટીટ્યુડ છે ? કંટાળી જઈશ તું પછી " માનિક ને એમ હતું કે ભાવિન ની સામે કંઈક કહે તો એ સારો લાગે પણ માનિક ને એ નઈ ખબર હતી કે નિયા એ બધું જ કહ્યું હતું.

" ઓ ભાઈ તું પ્લીઝ અહીંયા થી જા , ખોટી કામ ના ફૂંફાડા ના માર " શ્રુતિ બોલી.

" શું કહે છે ?" માનિક એ હસતા હસતા પૂછ્યું.

" અમુક સાપ ડંખ ના મારે ખાલી ખોટે કામ ના બધા ને બીવડાવે કે એ કરડશે, તારી જેમ અમુક લોકો કઈ કરી ના શકે ખાલી ખોટે ખોટું બધા ની સામે મોટી મોટી વાતો કરવાની " શ્રુતિ બોલી.

નિશાંત તો ખુશ થતો હતો શ્રુતિ ને આમ બોલતા જોઈ ને.

ત્યાં કોઈ નાનો છોકરો માનિક ની પાસે આવ્યો અને કહ્યું,
" તમને કૃપાલી માસી બોલાવે છે "

" હા આવું " એવું કહ્યું માનિક એ પેલા છોકરા ને.

પછી કહ્યું ,
" ચાલો બાય મને બોલાવે છે પછી મળીયે જલ્દી "

" કોઈ દિવસ ના મળીયે ફરી એવી ભગવાન ને પ્રાર્થના કરીશ " નિયા બોલી.

" કેમ આમ બોલે છે ?" માનિક ને એમ કે છેલ્લે છેલ્લે સારું બોલે એટલે બધા ને લાગે એ સુધારી ગયો છે.

" પહેલા અમે પાંચ હતા હવે દસ છે. પાંચ માં તને રડું આવી ગયેલું તો વિચારી લેજે જયારે 10 બોલશે ત્યારે શું થશે " નિયા બોલી.

" જોઈએ એ તો " માનિક કહી ને જતો રહ્યો.

માનિક ના ગયા પછી એ લોકો શાંતિ થી બેઠા. કોઈ કઈ બોલી રહ્યું નઈ હતું.
ત્યારે તેજસ એ કહ્યું,
" ભાવિન જીજુ , માનિક એ કહ્યું નિયા એવી નથી "

" હા એ ને નિયા થી પ્રોબ્લેમ છે એટલે આવું બોલ્યા કરે છે " મનન એ કહ્યું.

" હા મને ખબર છે નિયા એ મને કહ્યું હતું એના બારે માં "

" હા તો કઈ પ્રોબ્લેમ નઈ થાય " નિશાંત એ કહ્યું.

" મને તો બીક હતી નિયા એક બે ઝાપટ ના મારી દે " તેજસ એ કહ્યું.

" આઇડીઆ સારો હતો પહેલા કહેવાય ને " નિયા બોલી.

" આદિ ના મેરેજ યાદ રેસે "

આ બાજુ આદિ ના મેરેજ ની બધી વિધિ પતી ગઈ હતી અને ફોટો શૂટ ચાલુ હતું.

આદિ એ આ લોકો ને બોલાવ્યા પણ મનન એ કહ્યું ,
" બધા તમારી જોડે ફોટો પડાવી લે પછી આપડે શાંતિ થી પડાવીએ "

એક કલાક પછી ,

આદિ અને તેનું આખું ગ્રુપ ફોટો પડાવતા હતા, દસ જણ એક સાથે ફોટો સોરી ફોટો નઈ ઘણા ફોટો પડાવ્યા પછી તેજસ એ કહ્યું ,
" એક પીક આપડા પાંચ નો પણ હોવો જોઈએ "

" હા એક પીક ક્રેઝી એન્જિનિઅર્સ માટે " નિશાંત એ કહ્યું.

એ પાંચ ના થોડા પીક પડ્યા પછી એ લોકો કંઈક વાત કરતા હતા ત્યારે માનિક ત્યાં આવ્યો ,
" ચાલો ઘણા ટાઈમ પછી મળ્યા છે એક પીક આપડા છ નો પડી લઈએ "

" સોરી હું એ પીક માં નઈ આવું " કહી ને નિયા ભાવિન ઉભો હતો ત્યાં જતી રહી.

એક પણ સ્માઈલ વગર આદિ લોકો એ પરાણે માનિક સાથે પીક પડાવ્યો.

થોડી વાર પછી જમી ને બેઠા હતા. ત્યારે મનન એ કહ્યું ,
" એના સાથે નો ફોટો આલબમ માં ના દેખાવો જોઈએ "

" સારું નઈ દેખાય " આદિ એ કહ્યું.

" હવે અમે નીકળીએ રાત ની ટ્રેન છે સુરત જવાનું છે " ભાવિન એ કહ્યું.

" તો અત્યારે ક્યાં જવાના ?"

"અમદાવાદ "

" ઓકે "

ભાવિન અને નિયા આદિ અને ખુશી અને બીજા બધા ને મળી ને નીકળી ગયા.

રસ્તા માં સોન્ગ વાગતા હતા પણ ભાવિન કઈ બોલતો નઈ હતો એટલે નિયા એ પૂછ્યું,
" શું વિચારે છે ?"

" કઈ નઈ . માનિક તમારી દોસ્તી તોડાવવાનો ટ્રાય કેમ કરે છે એ સમજાતું નથી "

" ભાવિન દોસ્તી સાચી હોય ત્યારે આવા લોકો દોસ્તી તોડાવવાનો ટ્રાય કરી ને અમુક વાર દોસ્તી થોડી વધારે મજબૂત કરી જાય છે "

" હા એ પણ છે "

" શ્રુતિ બોલી ત્યારે લાગતું નઈ હતું કે એ આટલું ડેંજર બોલશે"

" મને પણ નઈ લાગતું હતું નિયા આટલું ખતરનાક બોલે છે " ભાવિન એ આંખ મારતા કહ્યું.

એ લોકો અમદાવાદ ચાર વાગે પોહચી ગયા. સાત વાગ્યા ની ટ્રેન હતી.
સાડા અગિયાર વાગ્યે એ લોકો સુરત પોહ્ચ્યા.

અને ઘરે પોહ્ચ્તા બાર વાગ્યા.
" નિયા અત્યારે ઘરે જવું ઠીક નથી તું કાલે ઘરે જજે આજે અહીં જ રહી જા "

" ઓકે "

નિયા ને તો ક્યારે ની ઊંઘ આવતી હતી અને ભાવિન ની હાલત પણ એમ જ હતી.
ફ્રેશ થઇ ને નિયા તો તરત જ સુઈ ગઈ. ભાવિન એ બીજે દિવસ એ સવાર ની એને જવાની ટિકિટ બુક કરી અને એ પણ સુઈ ગયો.

બીજે દિવસે સવારે,

સાડા સાત થયા હતા. નિયા ની આંખ માં હજી ઊંઘ હતી. એ આંખ ચોડતાં ચોડતાં ઉઠી. પણ રૂમ માં ભાવિન નઈ હતો. એ ફ્રેશ થઇ ને નીચે ગઈ.

ભાવિન ના મમ્મી રસોડા માં હતા અને એના પપ્પા પેપર વાંચતા હતા.

નિયા ને જોઈ ને ભાવિન ના પપ્પા એ કહ્યું,
" ઉઠી ગઈ બેટા , ગુડ મોર્નિંગ "

" ગુડ મોર્નિંગ "

નિયા રસોડા માં ગઈ.
" જય શ્રી કૃષ્ણ નિયા "

" જય શ્રી કૃષ્ણ "

" મમ્મી ભાવિન ક્યાં ગયો ?" નિયા એ પૂછ્યું.

" બેટા એ સવારે જ નીકળી ગયો છ વાગ્યે, પોણા સાત ની ટ્રેન હતી એટલે , તું ઊંઘતી હતી એટલે તને ના ઉઠાડી એવું ભાવિન એ કહ્યું " ભાવિન ના મમ્મી એ કહ્યું.

નિયા વિચારતી હતી ભાવિન એ રાતે પણ ના કહ્યું કે એ કાલે સવારે નીકળી જવાનો છે. અને સવારે ગયો તો પણ મને ઉઠાડી નઈ.

નિયા ને વિચારતા જોઈ ને ભાવિન ના મમ્મી એ કહ્યું,
" નિયા એને કંઈક બોક્સ આપ્યું છે તારા માટે , જો ડાઇનિંગ ટેબલ પર પડ્યું "

નિયા એ બોક્સ જોયું, એના ઉપર ચિઠ્ઠી હતી એક ,
" સોરી નિયા , તને કહ્યું નઈ હું જાવ છું એ ,
હેપ્પી બર્થડે એડવાન્સ માં " નિયા ને આટલું વાંચતા મસ્ત સ્માઈલ આવી ગઈ.

પછી એ લોકો એ નાસ્તો કર્યો અને દસ વાગ્યા પછી નિયા ને ઘરે મૂકી ગયા ભાવિન ના પપ્પા.

નિયા ઘરે ગઈ ત્યાર ની આ બે ત્રણ દિવસ માં જે બધું થયું એ કહેતી હતી પ્રિયંકા બેન ને. ખાલી માનિક વાળું નઈ કહ્યું હતું અને ફોટો બતાવતી હતી બધા.

પ્રિયંકા બેન પણ આજે નિયા આવવાની એવું ખબર હતી એટલે એમને જલ્દી જ ખાવાનું બનાવી દીધું હતું કે નિયા આવે એટલે એની સાથે શાંતિ થી વાત કરી શકાય.

એ બંને ને વાત કરતા સાડા બાર થઇ ગયા ત્યારે નિયા એ કહ્યું ,
" મમ્મી સાડા બાર થઇ ગયા જમવાનું ?"

" હા બની ગયું છે "

" તો વાંધો નઈ "

" નિયા તું મુંબઈ જતી રહેશે પછી મારી જોડે આમ વાત કરીશ ને ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" હા મમ્મી દરરોજ ફોન કરીશ "

રાતે નિયા જમી ને બેઠી હતી ત્યાં એને અચાનક યાદ આવ્યું ભાવિન વાળું બોક્સ. એટલે એને ઓપન કર્યું.
એમાં એક ક્રોપ ટોપ હતું અને એક મિકી માઉસ વાળું કિચન .

" કેટલું મસ્ત છે "નિયા કિચન જોતી જ હતી થયા ભાવિન નો ફોન આવ્યો.

" બોલ " નિયા ફોન ઉપાડતા બોલી.

" તું એટલી ક્યાં બીઝી થઇ ગઈ કે મેં સવારે કરેલો મેસેજ પણ જોયો નથી "

" ક્યાં મેસેજ કરેલો છે ?" નિયા એ પૂછ્યું.

" વ્હોટ'સ એપ પર "

" હા આજે ઓનલાઇન જ નઈ થઇ "

" કઈ નઈ થાય ત્યારે જોઈ લેજે. અત્યારે મને બોવ જ ઊંઘ આવે છે હું સુઈ જાવ છું. ગુડ નાઈટ "

" ગુડ નાઈટ " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

થોડી વાર પછી નિયા સુવા ની તૈયારી કરતી હતી ત્યાં એને ભાવિન નો મેસેજ આવ્યો એટલે એને મેસેજ જોયો.

" હાઈ નિયા ,
સોરી તને કહ્યું નઈ કે હું આજે સવારે નીકળી જવાનો છું.
પણ યાર કહું કેમનો કાલે રાતે તું ખુશ હતી એટલે કઈ ના કહેવાયું અને આજે સવારે તું એટલી મસ્ત સૂતી હતી કે તને ઉઠાડી ને કહેવાનું મન ના થયું. સુઈ ને કોણ સ્માઈલ કરે યાર ?
સવારે તને ઉઠાડવાની હિંમત તો કરી પણ એ સ્માઈલ જોઈ ને ઉઠાડી ના શક્યો.
એ સ્માઈલ ને હવે દરરોજ જોવાની રાહ રહશે. સ્માઈલ નો ફોટો મેં પાડી લીધો છે પણ તને મોકલીશ નઈ હું.
ત્રણ ચાર દિવસ લાઈફ ના બેસ્ટ દિવસ હતા.
આ ટાઈમ પર તારી બર્થડે પર હું નઈ આવી શકું એટલે તને એડવાન્સ માં જ ગિફ્ટ આપી દવ છું.
કદાચ તને ગિફ્ટ ગમશે . અને ના ગમે તો તને જે ગમે એ કહી દેજે એ ગિફ્ટ કરી દેવા"

મેસેજ વાંચી ને નિયા ના ફેસ પર મસ્ત સ્માઈલ આવી ગઈ. અને એ ભાવિન ને યાદ કરતા કરતા જ સુઈ ગઈ.

થોડા દિવસ પછી,

નિયા ની લગભગ બધી શોપિંગ થઇ ગઈ હતી. ક્યાં દિવસે શું પહેરવું એ પણ નક્કી થઇ ગયું હતું.

લગન લખાઈ ગયા હતા અને કંકોત્રી પણ બધે મોકલાઈ ગઈ હતી.

આજે 31 ડિસેમ્બર હતી. નિયા ની બર્થડે અને એની જોબ નો લાસ્ટ ડે.

નિયા ના મમ્મી પપ્પા એ તો રાતે જ વિશ કર્યું હતું અને ભાવિન નો પણ સવાર માં વહેલો ફોન આવ્યો હતો.

જોબ પર આજે પલક કહેતી હતી તારી વગર નઈ ગમે હવે મને. જોબ પર જતી હતી એ લોકો એ પણ કેક લાવ્યા હતા નિયા માટે . બર્થડે હતો એટલે અને નિયા નો આજે લાસ્ટ ડે હતો એટલે. નિયા એ લોકો સાથે બર્થડે ની ઉજવણી કરી ને ઘરે આવી ત્યારે ભાવિન ના મમ્મી પપ્પા, યુગ, માનસી દી અને જીજુ પણ આવ્યા હતા કેક લઇ ને.

રાતે આદિ , નિશાંત , મનન અને તેજસ નો ગ્રુપ વિડિઓ કોલ આવ્યો હતો.

બે દિવસ પછી,

હવે જોબ પર જવાનું નઈ હતું એટલે નિયા આખો દિવસ ઘરે.
પણ આજે સવારે ઉઠી ત્યાર નું એને કઈ પણ સારું નઈ લાગતું હતું.

નિયા ને આજે રસોઈ કરવામાં પણ મન નઈ હતું. એ પરાણે ત્યાં ઉભી હતી. પ્રિયંકા બેન નિયા ના ફોઈ સાથે મેરેજ માં જલ્દી આવજો એની વાત કરતા હતા.

ત્યાં પ્રિયંકા બેન એ મૉટે થી કહ્યું,
" નિયાઆઆ....."


શું થયું હશે નિયા ને ?