Mind: Relationship no friendship - 86 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 86

Featured Books
Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 86




નિયા જમવા બેસી હતી. પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા કાલે ભાવિન ના મમ્મી પપ્પા આવવાના છે મેરેજ ની તારીખ નક્કી કરવા "

" હમ "

" શું વિચારે છે નિયા ?"

" કઈ નઈ પપ્પા "

નિયા નું જમ્યા પછી ધ્યાન નઈ હતું. એ કામ કરતી હતી પણ એનું ધ્યાન નઈ હતું એ કઈક વિચારતી હતી. ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું,
" ચલ ને નિયા આઈસ ક્રીમ ખાવા જઈએ "

" કેમ મમ્મી ?"

" મને મન થયું છે "

આજે બોવ દિવસ પછી પ્રિયંકા બેન એ સામે થી કીધું હતું એટલે નિયા ના પાડી ના શકી. એ પ્રિયંકા બેન સાથે ગઈ. પિયુષ ભાઈ ને કહ્યું પણ એમને ના પાડી.

આઈસ ક્રીમ ખાઈ ને એ લોકો એમના એપાર્ટમેન્ટ ના ગાર્ડન મા બેસેલા હતા.

" નિયા હવે થોડા દિવસ માં મેરેજ ની તારીખ નક્કી થઈ જશે પછી કેટલું કામ વધી જસે " પ્રિયંકા બેન એ કહ્યું.

" થઈ જશે બધું તમે ચિંતા ના કરો "

પ્રિયંકા બેન ની વાત પર થી લાગતું હતું એ ખુશ તો છે પણ હવે દિવસો ગણવાની તૈયારી શરૂ થઈ જશે જ્યારે એમને નિયા ની વિદાય કરવી પડશે.

બીજે દિવસે નિયા તો જોબ પર ગઈ હતી.

ભાવિન ના મમ્મી પપ્પા અને મામાં મામી આવ્યા હતા. એ લોકો ત્રણ ચાર તારીખ હતી પણ હજી કઈ નક્કી નઈ હતું ક્યાં મહિના મા મેરેજ રાખવા.

ભાવિન ના પપ્પા જાન્યુઆરી માં કહેતા હતા અને ભાવિન ના મમ્મી નવેમ્બર માં. નિયા માં મમ્મી પપ્પા ને પણ વધારે જાન્યુઆરી માં નિયા ના મેરેજ થાય એની ઈચ્છા હતી. કેમકે એક મહિનો એ લોકો નિયા સાથે વધારે રહી શકે.

નિયા સાંજે આવી ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું ,
" તારું શું કહેવું છે નિયા "

" મમ્મી પપ્પા તમને બંને ને જે ઠીક લાગે એ કરો "

બીજે દિવસે રવિવાર હતો તો પણ આજે નિયા બોવ જલ્દી સૂઈ ગઇ.

બીજે દિવસે ઊઠી ને નાહી ને પ્રિયંકા બેન સાથે મંદિર જઈ ને આવી પછી કામ પતાવી ને એ ટીવી જોતી હતી.

નિયા એ આજે બોવ દિવસ પછી શોર્ટ્સ પહેર્યો હતો અને ક્રોપ ટોપ. વાળ પણ હમણા જ ધોયેલા હતા એટલે સુકાયેલા નઈ હતા.

સવા દસ થયા હસે ત્યારે બેલ વાગ્યો.

નિયા ટીવી માં થોડો વધારે અવાજ કરી ને સોંગ સાંભળી રહી હતી એટલે પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયા કોઈ આવ્યું છે દરવાજો ખોલ "

" હમ " કહી ને વાળ સરખા કરતા એ દરવાજો ખોલવા ગઈ.

દરવાજો ખોલ્યો સામે ખુશી હતી. નિયા એક સેકન્ડ માટે તો વિચારતી હતી આ સપનું તો નઈ જોઈ રહી ને. પણ ત્યાં ખુશી બોલી
" હાઈ દી "

" હાઈ તું અચાનક ?"

" હા કેમ ના આવી શકું ?" ખુશી એ પૂછ્યું.

" કોણ છે નિયા ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" આવ ને અંદર " નિયા એ કહ્યું.

" કોણ આવ્યું છે બેટા ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" ખુશી છે " નિયા અંદર જતા બોલી.

" કઈ ખુશી ?" નિયા ના ફોઈ ની છોકરી નું નામ પણ ખુશી હતું એટલે પ્રિયંકા બેન એ પૂછ્યું.

" આદિ વાળી મમ્મી "

એટલે પ્રિયંકા બેન ને યાદ આવ્યું આદિ ની લાઈફ મા પણ ખુશી આવી છે. એટલે પ્રિયંકા બેન બહાર આવ્યા
" કેમ છે બેટા ?"

" મસ્ત "

ત્યાં નિયા પાણી લઈ ને આવી. ત્યાં પાછો બેલ વાગ્યો.

" નિયા દરવાજો ખોલ તો "

" ખુલ્લો જ છે " નિયા દરવાજા પાસે જતા બોલી.

" ઓહ એમ જી , કઈ બાજુ સૂરજ ઉગ્યો છે આજે " નિયા બોલી.

કેમકે સામે આદિ ઊભો હતો.

" કેમ હું ના આવી શકું ?" ગળે મળતા આદિ બોલ્યો.

" આ સરપ્રાઈઝ હતી ?" નિયા એ પૂછ્યું.

" ના બેબ સરપ્રાઈઝ રસ્તા માં છે " આદિ એ નિયા ના ગાલ ખેંચતા કહ્યું.

એ લોકો વાત કરતા હતા ભૌમિક અને રિયા આવ્યા.

" કેમના આજે સવાર સવાર માં જીજુ ?" નિયા બોલી.

" નિયા એમ ના કહેવાય " પ્રિયંકા બેન એ કહ્યું.

" આવવુ પડ્યું શું કરીએ " ભૌમિક એ કહ્યું.

" બોવ દિવસ પછી આદિ તારી બેબ શોર્ટ્સ માં જોવા મળી છે" રિયા બોલી.

" કઈ પણ ના બોલ "

" ભાવિન આવ્યા પછી શોર્ટ્સ ની જગ્યા જીન્સ એ લઈ લીધી છે " ભૌમિક એ કહ્યું.

" એવું કઈ નથી ભૂમિ "

એ લોકો વાત કરતા હતા ખુશી ચુપ બેસેલી હતી એટલે નિયા એ કહ્યું ,

" ખુશી તું આમ ચુપ માં બેસ. આ લોકો નું તો આમ ચાલુ જ રહેશે "

" ચાલુ રહેશે ? શું બોલે છે બેબ તું " આદિ એ કહ્યું.

" અરે મતલબ કે બોલવાનું "

એ લોકો નિયા ને અક્રવતા હતા ત્યાં પિયુષ ભાઈ આવ્યા.

" આજે રિયા આવી એમ ને ? "

" પપ્પા તમે કેમ આજે આટલા જલ્દી આવી ગયા ?" નિયા એ પૂછ્યું.

નિયા ને તો એજ સમજાતું નઈ હતું કે આ બધું થઈ શું રહ્યું છે. આદિ અને ખુશી આમ અચાનક આવ્યા. પછી રિયા અને ભૌમિક અને પપ્પા.

" મારો છોકરો મને દુકાન પર સ્પેશિયલ લેવા આવે તો મારે આવવુ જ પડે ને "

" તમારો છોકરો ?" નિયા એ આશ્ચર્ય થી પૂછ્યું.

" હા તો "

" એ ક્યારે આવ્યો ? " નિયા એ ફરી પૂછ્યું.

ક્યાંથી આવ્યો એ સાંભળી ને બધા ને હસવાનું આવી ગયું.
ત્યાં કોઈ અંદર આવ્યું,

" જો આવી ગયો મારો છોકરો " પિયુષ ભાઈ બોલ્યા.

નિયા એ દરવાજા બાજુ જોયું તો ભાવિન હતો.

" આજે કઈ છે ?" નિયા એ પૂછ્યું.

" હા આજે કઈક ખાસ છે " ભૌમિક બોલ્યો.

" કોઈ નું સપનું પૂરું થઈ ગયું " આદિ એ કહ્યું.

નિયા ને કઈ જ સમજાતું નઈ હતું આ લોકો શું કહે છે. શેની વાત કરે છે એટલે નિયા એ કહ્યું,

" શું બોલો છો તમે "

" ચલ હવે બોવ રાહ જોવડાવી નથી તને આંખ બંધ કર " ભાવિન એ કહ્યું.

" હું કેમ આંખ બંધ કરું?" નિયા બોલી.

" કરવી પડશે બેબ " આદિ ઊભો થઈ ને નિયા ની આંખ પર હાથ રાખતા કહ્યું.

" તમે લોકો પાગલ થઈ ગયો છો " નિયા બોલી.

" હમણા તું પાગલ થઇ જઇશ " ભૌમિક બોલ્યો.

" આદિ સરપ્રાઈઝ આપી દેવી છે કે રાહ જોવડાવી એ હજી ?"

" હવે બેબ રાહ નઈ જોઈ શકે "

સરપ્રાઈઝ કહી ને આદિ એ નિયા ની આંખ પરથી હાથ લઈ લીધા.ભાવિન એ એક બોક્સ જેવું ગિફ્ટ પેક કરેલું નિયા ને આપ્યું.

નિયા ખુશી ની બાજુ માં થોડી જગ્યા હતી ત્યાં બેસી ને ગિફ્ટ ખોલવા જ જતી હતી ત્યાં ભૌમિક બોલ્યો,
" વિચાર તો કર શું હસે "

" યાર એમાં કોણ ટાઈમ બગાડે" નિયા બોલી.

" થોડું તો તું વિચારી શકે છે " ભાવિન એ કહ્યું.

ભાવિન એ કહ્યું હવે નિયા પાસે ના પાડવાનો કોઈ જ રસ્તો નઈ હતો.

" જેકેટ ?"

" ના "

વન પિસ, ક્રોપ ટોપ, ચોકોલેટ ... નિયા ખબર નઈ એના મગજ માં જેટલું આવતું હતું કે આ બોક્સ માં હોય શકે એ બધું વિચારી લીધું હતું.

અડધો કલાક થયો નિયા પાસે ગિફ્ટ આવી ગયું હતું પણ હજી એને ખબર નઈ હતી શું છે એમાં.

" બેબ હવે જોઈ લે, બાકી તો ખબર નઈ તું શું વિચારી લઈશ"

" અહીંયા એક જ સમજદાર છે કોઈ " નિયા આદિ સામે જોતા બોલી.

નિયા એ ગિફ્ટ નું રેપર કાઢ્યું તો બે સિલ્ક હતી અને પછી બોક્સ હતું. નિયા એ બોક્સ ખોલ્યું તો અંદર એક ગિફ્ટ પેક કરેલું હતું.

" આ છે સાચી ગિફ્ટ "

" બેબ સરપ્રાઈઝ આજ છે "

નિયા એ ગિફ્ટ નું રેપર કાઢ્યું.

" ઓહ એમ જી " નિયા ગિફ્ટ જોતા જ બોલી.

" બેબ કેવી લાગી સરપ્રાઈઝ ?"

નિયા કઈ જ બોલી નઈ.

" આ બધું ક્યારે થયું ? " નિયા એ પૂછ્યું.

" એ પછી કહીશ પહેલા એ બોલ પાર્ટી ક્યાં આપે છે ?" ભૌમિક એ પૂછ્યું.

" તું જ્યાં કહે ત્યાં પાર્ટી આપીશ "

" ગિફ્ટ બરાબર જોઈ તો લે " રિયા એ કહ્યું.

નિયા એ ધ્યાન થી જોયું.

સરપ્રાઈઝ માં નિયા એ જે નોવેલ લખી હતી દિલ કી આદત એ બુક માં પ્રિન્ટ થઇ હતી. નિયા એ હજી પણ એ બુક ખોલી નઈ હતી એ બસ ખાલી કવર પેજ જોઈ રહી હતી. એને જે લખ્યું હતું એમાં થી એક સીન જે નિયા ને બોવ જ ગમતો હતો દરિયા કિનારે બંને એટલે કે સ્ટોરી માં જે હીરો છે એ અને એનો લવ એ બેસેલા હતા. દિલ કી આદત અને પછી રેડ હાર્ડ એ ડબલ અક્ષર માં એક દમ મસ્ત રીતે લખેલું હતું અને નીચે નિયા સુરતી લખેલું હતું.

નિયા ની આંખ માં પાણી આવી ગયા હતા એ કઈ જ બોલી નઈ હતી હજી પણ બસ એની નઝર બુક ના કવર પેજ પર જ હતી.

નિયા નું સપનું હતું એને લખેલી કોઈ બુક પબ્લિશ થાય અને આજે એ સપનું પૂરું થઇ ગયું હતું. થોડા મહિના પહેલા જયારે નિયા એ આ વાત એના મમ્મી પપ્પા ને કરી હતી ત્યારે એ બંને એ બુક માટે ના કહી હતી અને થોડો ઝઘડો પણ થયો હતો, નિયા એ કહ્યું હતું ટાઈમ આવશે ત્યારે એ સપનું પણ પૂરું કરીશ અને આજે કોઈ બીજા એ નિયા નું સપનું પૂરું કર્યું હતું.

" નિયા બુક જોશે પણ નઈ ?" ભાવિન એ કહ્યું.

નિયા એ બુક ની પાછળ જોયું એમાં નિયા નો ફોટો હતો અને થોડું લખેલું હતું.

નિયા ના મમ્મી ના આંખ માં પણ પાણી આવી ગયા હતા કેમકે નિયા લખતી એ એમને ના ગમતું. કેમકે એ એવું જ વિચારતા લોકો શું કહેશે. રિયા તરત જ પ્રિયંકા બેન પાસે જઈ ને બોલી,

" આંટી , નિયા એ કરી બતાવ્યું કે છોકરી પણ કઈ કરી શકે છે"

કેમકે પ્રિયંકા બેન ને અમુક સંબંધી ઘણી વાર કહેતા ,
" છોકરી તો ભણી ને જતી રહેશે , શું કામ ની ? નિયા કઈ જ નઈ કરી શકવાની એની લાઈફ માં " આવું ઘણું બધું કહેતા અને અમુક વાર લોકો એ કહ્યું હોય એનો ગુસ્સો પ્રિયંકા બેન થી નિયા પર ઉતારી જતો.

નિયા ની આંખ માં હજી પણ પાણી હતા એ જોઈ ને આદિ એ કહ્યું,
" બેબ "

નિયા આંખ ના પાણી લૂછતાં બોલી ,
" હમ "

આદિ એ ઈશારા માં એને સ્માઈલ કરવાનું કહ્યું.

" હવે તો તારા ફેન થોડા વધી જશે , ફેન ને જવાબ આપવા માંથી થોડો ટાઈમ મળે તો મને પણ મેસેજ કરી લેજે" ભાવિન નિયા ને હેરાન કરવા બોલ્યો.

" મેં હજી સુધી આ સ્ટોરી નઈ વાંચી પણ હવે વાંચીશ " ભૌમિક બોલ્યો.

" કવર ફોટો કોને સિલેક્ટ કર્યો ?" નિયા એ પૂછ્યું.

ભાવિન અને આદિ બંને એક બીજા ની સામે જોતા હતા.

" તું વિચાર કોને સિલેક્ટ કર્યો હશે " રિયા એ કહ્યું.

નિયા એ આદિ અને ભાવિન બંને ની સામે જોયું પછી કહ્યું,
" ભાવિન એ તો નઈ કર્યો હોય ફોટો સિલેક્ટ , પણ નિયા સુરતી લખ્યું છે એ એના ફેવરિટ ફોન્ટ છે એટલે એ એની ચોઈસ હશે અને ફોટો... " નિયા વિચારતી હતી ત્યાં,

" ભાવિન ના ક્યાં ફોન્ટ ફેવરિટ છે એ મને નઈ ખબર હતી આજ સુધી " ભૌમિક બોલ્યો.

" ફોટો કોને સિલેક્ટ કર્યો હશે ?" રિયા એ પૂછ્યું.

" આદિ "

" મેં નઈ કર્યો " આદિ બોલ્યો.

" જાને હવે , શું જૂઠું બોલે છે , તે જ કર્યો છે સિલેક્ટ "

" એટલો વિશ્વાસ ?" રિયા એ પૂછ્યું.

" હા "

" બેબ એટલું તો મને ઓળખે જ છે " આદિ નિયા ની બાજુ માં બેસતા બોલ્યો.

" ઓળખે જ ને છ કે સાત વર્ષ થયા તમારી દોસ્તી ને, સાત વર્ષ માં તો બોવ બધું શીખી જવાય છે બેટા " નિયા ના મમ્મી બોલ્યા.

પ્રિયંકા બેન નો અવાજ સાંભળી ને નિયા ને એ દિવસ યાદ આવી ગયો જયારે એને કહ્યું હતું મારે બુક પબ્લિશ કરવી છે અને પછી ઘર માં ઝઘડો થયો હતો. નિયા એ તરત જ ઉભી થઇ ને પ્રિયંકા બેન ના હાથ માં બુક મુકતા કહ્યું ,
" તમે ના પાડી હતી તો પણ બુક તો પબ્લિશ થઇ ગઈ, ક્યાં થઇ કેમની થઇ એ મને નઈ ખબર , પણ થઇ ગઈ " નિયા ની આંખ માં આટલું બોલતા ફરી પાણી આવી ગયા.

કેમકે પ્રિયંકા બેન ને આ બધું ઓછું ગમતું, નિયા લખતી , નવી નવી બુક વાંચતી, ઓપન માઈક માં જતી.

" કદાચ મારી જ સમજવામાં કઈ ભૂલ થઇ ગઈ હશે " પ્રિયંકા બેન એ કહ્યું.

નિયા કઈ બોલી નઈ અને પહેલા મોઢું ધોઈ આવી પછી કહ્યું,
" ભૂલ નઈ થઇ મમ્મી તમારી , ખાલી બીજા ના છોકરા આ કરે છે એવું વિચારી ને મારા સપના પર રોક લગાવી હતી. પણ કોઈ કે કહ્યું છે સપનું પૂરું કરવા સાચી મહેનત કરી હોય તો એ સપનું પૂરું થઇ ને જ રહે છે "

" હું ખુશ છું બેટા " પિયુષ ભાઈ બોલ્યા.

" હા તમને તો ક્યાં કઈ તકલીફ હતી. તમે તો મને બધે જ સપોર્ટ કર્યો છે " કહેતા નિયા એ પિયુષ ભાઈ ને પણ ગળે લગાવી દીધા.

ત્યાં એ લોકો વાત કરતા હતા ત્યારે નિયા ના ફોન માં રિંગ વાગી,
પલક નો ફોન અત્યારે નિયા એકલી એકલી બોલી.

" નિયાઆ.... યાર તને ખબર છે હમણાં હું છે ને તને ગિફ્ટ માં આપવા બુક શોધતી હતી ફ્લિપકાર્ટ પર તો મને એમાં દિલ કી આદત દેખાઈ , અને એના પર પણ નિયા સુરતી જ લખેલું છે . તે બુક પબ્લિશ કરી મને કહ્યું પણ નઈ ?"

" તું મજાક ના કર ને યાર " નિયા આગળ બોલવા જતી હતી ત્યાં એને કઈક યાદ આવતા એને પૂછ્યું, "સાચે માં ?"

" હા જો તું , હું સ્ક્રીન શોટ મોકલું છું " કહી ને પલક એ ફોન મુક્યો.

આ બાજુ બધા વાત કરવામાં મશગુલ હતા ત્યાં નિયા એ કહ્યું ,
" હવે મને કોઈ કહેશો આ બધું ક્યારે થયું ?"

" મને નઈ ખબર " રિયા એ કહ્યું.

ભાવિન અને આદિ એક બીજા ની સામે જોતા હતા.
" તમારા બંને સિવાય કોઈ આ કામ કરી જ ના શકે " નિયા એ બંને ની સામે જોતા બોલી.

" મેં તો કઈ ની કર્યું " ભાવિન એ કહ્યું.

" બસ તું એટલો પણ શરીફ નથી"

" આદિ એ કર્યું છે મેં તો કઈ નઈ કર્યું " ભાવિન બોલ્યો.

" આઈડિયા મારો હતો પણ ટાઈમ ભાવિન એ બગડ્યો છે" આદિ બોલ્યો.

" જોયું પપ્પા તમારો જમાઈ , મને તો કઈ કહેતો જ નથી" નિયા બોલી.

" પણ મને તો કહ્યું હતું હતું ભાવિન એ " પિયુષ ભાઈ એ કહ્યું.

" વ્હોટ ? કોઈ મને સરખું કહેશે ? આ બધું શું ચાલે છે એ" નિયા બોલી.

" એ જાણી ને તારે શું કામ છે ?" આદિ બોલ્યો.

" તું તો ચૂપ જ રહે " કહી ને નિયા એ સોફા પર નાનું પિલો હતું એ ફેંક્યું.

" ભાવિન મેં તને કહ્યું હતું ને અત્યારે જેટલા જલસા કરવા હોય , જેટલા નાઈટ આઉટ કરવા હોય એ કરી લે પછી આ તને મારી મારી ને જ અડધો કરી દેશે " આદિ બોલ્યો.

" આદિ તારી વારી ના આવે જોજે " રિયા એ કહ્યું.

" ના ખુશી ડાહ્યી છે આદિ કરતા " નિયા ખુશી બાજુ જોતા કહ્યું.

" હા ખરાબ તો હું જ છું ને ?" આદિ એ પૂછ્યું.

" હા એવું જ છે પણ તને કહ્યું નઈ મેં , ક્યાં કોઈ ની બેઇજ્જતી કરવી " નિયા આદિ ની સામે જોઈ ને બોલી.

" બસ ઝઘડો ના કરો આજે. મોહ મીઠું કરો " પ્રિયંકા બેન કંઈક મીઠાઈ નું બોક્સ લઇ ને આવ્યા.

" મીઠાઈ ક્યારે આવી ઘર માં ? " નિયા એ પૂછ્યું.

" કાલે તારા પપ્પા લાવ્યા હતા "

" પણ નિયા ને કહ્યું જ નઈ બિચારી " રિયા બોલી.

" છે શું એ તો કહો મીઠાઈ માં " નિયા એ પૂછ્યું.

" કાજુ કતરી છે પણ તને નઈ મળે " આદિ એ કહ્યું.

" કઈ ખુશી માં ?"

" નિયા ખુશી તારી પાસે જ બેસેલી છે " ભાવિન એ કહ્યું.

પ્રિયંકા બેન એ બધા ને કાજુ કતરી આપી પછી નિયા એ કહ્યું,
" હવે મને કોઈ કહેશે આ બધું ક્યારે થયું ?"

" નિયા તારું સપનું પૂરું થયું તો ખુશ થા, કેમનું થયું એ જાણવું જરૂરી નથી " પિયુષ ભાઈ એ કહ્યું.

" પણ પપ્પા... " નિયા આગળ બોલતી હતી ત્યાં પિયુષભાઇ એ એને બોલતા રોકી,

" નિયા એ જાણવાની જરૂર નથી ભાવિન અને આદિ એ કેમનું કર્યું ક્યારે કર્યું એ જાણવું જરૂરી નથી, પણ એક વાત કહી દવ બંને છોકરા ઓ તારી બર્થ ડે પર આવ્યા ત્યાર નો આ પ્લાન ચાલુ છે. અને જાન્યુઆરી શરુ થયો ત્યાર થી બુક ની પ્રોસેસ ચાલુ છે "

" વ્હોટ ? મને કહ્યું કેમ નઈ ?" નિયા એ શોક થઇ નઈ પૂછ્યું.

" નિયા તને કહ્યું ને બેટા , તારે જાણવાની જરૂર નથી. તારી બુક હવે અમેઝોન ફ્લિપકાર્ડ પર મળશે અને બીજી કંઈક એપ્લિકેશન પર મળશે , હવે આગળ કોઈ ને કઈ પૂછવાની જરૂર નથી. ભાવિન અને આદિ તમે બંને પણ આને કઈ ના કહેતા" પિયુષ ભાઈ એ કહ્યું.

" ઓકે મારે કોઈ ને કઈ નઈ પૂછવું " નિયા બોલી.

" ચાલો બોલો હવે પાર્ટી ક્યાં છે ?" ભૌમિક એ કહ્યું.

" તારે ક્યાં જોઈ એ છે ?" નિયા એ પૂછ્યું.

" તું જ્યાં આપે ત્યાં " રિયા બોલી.

" તમે લોકો જઈ આવો. હું દુકાન પર જાવ " પિયુષ ભાઈ બોલ્યા.

" કેમ પપ્પા તમે નઈ આવો ?" નિયા એ પૂછ્યું.

" ના બેટા મારે કામ છે આપડે ફરી કોઈ વાર જઈસુ " પિયુષ ભાઈ એ કહ્યું.

ક્યાં જવું એ વિચારવા માં અડધો કલાક બગાડ્યો પછી રિયા બોલી,
" યાર મને તો પિત્ઝા ખાવા ની ઈચ્છા છે "

" તો ક્યારનું કહેવાય ને આટલો ટાઈમ ના બગડત "

" ડોમિનોઝ માં જવું છે ?" ભૌમિક એ પૂછ્યું.

" ના ત્યાં નઈ જવું, મને ત્યાં ના નઈ ભાવતા " ભાવિન એ કહ્યું.

" લા પિનોઝ વેસુ વાળું " નિયા બોલી.

" હા એ મસ્ત છે અને ત્યાં ફોટો પણ સારા આવે છે " રિયા બોલી.

" સારું તું પિત્ઝા ના ખાઇ ખાલી ફોટો પડાવી લેજે " ભાવિન બોલ્યો.

" મારી ફ્રેન્ડ પાર્ટી આપે છે તું નઈ આપતો ઓકે " રિયા બોલી.

" તો પણ તને પિઝા નઈ ખાવા દવ હું " ભાવિન બોલ્યો.

" ક્યાં નિયા ને આ ભટકાયો. નિયા એ ના કહી હોટ તો સારું " રિયા બોલી.

" રિયા તે જ વધારે તારીફ કરી હતી મારી સુધી વાત પોહ્ચે એ પહેલા " નિયા બોલી.

" હા પણ ખબર નઈ હતી કે આ આટલો હરામી છે " રિયા એ કહ્યું.

" ભૌમિક જેટલો હરામી નથી " ભાવિન એ કહ્યું.

" એ બસ... તમે બંને ચૂપ રહો " નિયા અકળાઈ ને બોલી.

" કેટલા વાગે જઈસુ ?" રિયા એ પૂછ્યું.

" થોડી વાર રહી ને , મારી હાલત તો જો આમ આવવાની મેં " નિયા એ શોર્ટ્સ તરફ ઈસરો કરતા કહ્યું.

" ભાવિન ને પ્રોબ્લેમ ના હોય તો તું આવી શકે છે " રિયા એ મસ્તી માં કહ્યું.

" મને પ્રોબ્લેમ છે ભાવિન ને ભલે ના હોય " નિયા એ કહ્યું.

" ઓકે તમે રેડી થઇ જાવ એટલે કોલ કરો , ત્યાં સુધી અમે એક કામ છે એ પતાઈ આવીયે " ભૌમિક ઉભા થતા બોલ્યો.

ભૌમિક અને રિયા જતા હતા ત્યાં નિયા બોલી,

" ભૌમિક જીજુ હવે કંઈક કરો, રિયા રાહ જોવે છે મમ્મી બનવાની "

" હું તને આવી ને મળું દીકરા " ગુસ્સા માં રિયા એ કહ્યું.

એ બંને ના ગયા પછી નિયા એ પૂછ્યું,
" હવે તો લોકો સુરત પોહચી જાય તો પણ કહેતા નથી "

" ભાવિન જીજુ , નિયા ને કહેવું જોઈએ ને તમારે , હું સુરત આવું છું " આદિ એ કહ્યું .

" તને જ કહું છું ભાવિન ને નઈ " નિયા આદિ ની સામે જોતા બોલી.

" અરે એમાં થોડું કામ હતું એટલે ભૂલી ગયો "

" ખુશી તો યાદ છે ને એને નઈ ભૂલી ગયો ને ?" નિયા એ પૂછ્યું.

" ના એ યાદ છે "

એ લોકો વાત કરતા હતા ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું,
" નિયુ , રેડી થા હવે પછી વાત કરજે "

" હા મમ્મી " નિયા એના રૂમ માં ગઈ. ખુશી ને પણ લઇ ગઈ કેમકે આદિ અને ભાવિન કંઈક બીજી વાત કરતા હતા અને ખુશી બોર થતી હતી.

થોડી વાર માં નિયા રેડી થઇ ને આવી અને એના શૂઝ શોધતી હતી પણ ના મળ્યા એટલે એને પ્રિયંકા બેન ને કહ્યું,
" મમ્મી મારા સૂઝ ક્યાં મુક્યા છે ?"

" મારા રૂમ માં છે કબાટ ની નીચે "

નિયા શૂઝ લેવા ગઈ. આદિ , ખુશી , ભાવિન અને પ્રિયંકા બેન કંઈક વાત કરતા હતા. ત્યાં નિયા આવી ગઈ.

" આને નાના છોકરા ના જ કપડાં પહેરવાનું ગમે છે " પ્રિયંકા બેન નિયા ને જોતા બોલ્યા .

" મમ્મી ... "

" હા મને ખબર છે ક્રોપ કહેવાય "

થોડી વાર પછી એ લોકો નીકળતા હતા ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું,
" ક્યારે આવશો "

" ખબર નઈ આવી જઈશું " નિયા એ કહ્યું.

લિફ્ટ માં નીચે ઉતરતા હતા ત્યારે ભાવિન એ કહ્યું,
" તારી એક્ટિવા આદિ ને આપી દેજે "

" હું કેમ આપું ?"

" સારું હું મારી આપી દઈશ " ભાવિન એ કહ્યું.

" શું નિયા ?" નિયા એ મસ્તી માં પૂછ્યું.

ભાવિન કઈ બોલ્યો નઈ ખાલી ગુસ્સા માં નિયા ની સામે જોયું. રિયા અને ભૌમિક તો ત્યાં પોહચી ગયા હતા પણ હજી આ લોકો રસ્તા માં હતા.

થોડી વાર માં આ લોકો પણ ત્યાં પોહચી ગયા. અંદર ગયા ત્યારે રિયા સેલ્ફી પડતી હતી એ જોઈ ને ભાવિન બોલ્યો,
" બસ આજ કામ કરવા આવે છે તું "

" નિયા સમજાઈ દેજે આને ખોટે કામ ની મગજ મારી ના કરે " રિયા બોલી.

" ભાભી મેં ક્યાં મગજ મારી કરી "

" તમે બંને ચૂપ ચાપ બેસો " ભૌમિક બોલ્યો.

આદિ, ખુશી અને રિયા એક સાથે બેસેલા હતા અને એની સામે ભૌમિક , ભાવિન અને નિયા.

ઓર્ડર આપી દીધો હતો હવે આવે એની રાહ જોતા હતા ત્યારે ભૌમિક એ પૂછ્યું,
" નિયા શું બોલી હતી તું હમણાં ?"

" મેં ક્યાં કઈ કીધું હતું ?"

" રિયા રાહ જોવે છે " ભૌમિક બોલ્યો.

" હા તો મને કોઈ માસી કહેવા વાળું હવે આવવું ના જોઈએ " નિયા બોલી.

" કેમ આરવ તને માસી નઈ કહેતો ?" રિયા એ પૂછ્યું.

" હા પણ એ અમદાવાદ છે અહીંયા થોડી છે "

" તારી આ વિશ બોવ જલ્દી પુરી થશે નિયા " રિયા એ કહ્યું.

આ ચાર વાત કરતા હતા અને આદિ અને ખુશી એમની જ દુનિયા માં ખોવાયેલા હતા. એ બંને વાત કરતા હતા કંઈક અને સ્માઈલ કરતા હતા ત્યારે નિયા એ ધીમે રહી ને એના ફોન માં થોડાક ફોટો આદિ અને ખુશી ના પડી લીધા હતા.

ભૌમિક આદિ અને ખુશી ને જોઈ ને બોલ્યો,

" ભાવિન શીખ કંઈક આ બંને ને જોઈ, તમે બંને તો લડતા જ હોવ છો "

ભૌમિક બોલ્યો એટલે આદિ અને ખુશી એમની દુનિયા માંથી બહાર આવ્યા.
" હું કોઈ જોડે લડતી નથી " નિયા થોડું જોર માં બોલી.

અચાનક નિયા નું ધ્યાન આદિ પર જતા પૂછ્યું,
" કેમ તમારી દુનિયા માંથી બહાર આવી ગયા ?"

" મારી મરજી " આદિ એ કહ્યું.

ત્યાં પિત્ઝા આવી ગયા. ભાવિન એ રિયા ને થોડી હેરાન કરી પિત્ઝા નઈ ખાવાના એમ કરી ને.

નિયા ને પિત્ઝા કરતા કોક માં વધારે રસ હતો. એને પહેલા કોક લઇ લીધી હતી.

એ લોકો પિઝા ખાતા હતા ત્યાં એ બાજુ વાળા ટેબલ પર એક કપલ આવ્યું અને સાથે હતું એક નાનું બેબી.

નિયા નું વારેવારે ધ્યાન એ બેબી પર જતું. એક દમ ક્યૂટ હતું અને પિઝા ની એક સ્લાઈડ ક્યારનું ખાતું હતું નાના નાના બાઈટ માં.

ભાવિન એ ધીમે રહી ને નિયા ને કહ્યું,

" નિયા બેબી ને પછી જોજે ખાવા માં ધ્યાન આપ "

નિયા એ ભાવિન ની સામે જોઈ ને એક સ્માઈલ કરી. આદિ નું ધ્યાન નિયા ઉપર પડતા એને એ બંને નો એક ફોટો પાડી લીધો.

ત્યાં બેકગ્રાઉન્ડ માં સોન્ગ વાગ્યું અને નિયા ના ફેસ પર મસ્ત સ્માઈલ આવી ગઈ એ જોઈ ને આદિ બોલ્યો,
" કોક એ કહ્યું છે ,
અમુક સોન્ગ એવા છે ને કે જયારે પણ સાંભળું તારી યાદ આપવી જાય છે "

" આ તો કંઈક સાંભળેલું છે " ભાવિન બોલ્યો.

" થાય થાય ભાવિન કોઈ બાજુ માં બેઠું હોય એટલે ભૂલી જવાય " આદિ બોલ્યો.

" ના ના એવું કઈ ની હતું " ભાવિન બોલ્યો.

" આ ભાવિન કેટલું અલગ બોલે છે " ખુશી એ આદિ ને ધીમે રહી ને કાન માં કહ્યું.

" એ સુરતી છે એટલે આમ જ બોલે " આદિ એ કહ્યું.

" તમે બંને આટલી ધીમે થી શું વાત કરો છો ?" નિયા એ પૂછ્યું.

" અરે કઈ ખાસ નઈ ખુશી કહેતી હતી ભાવિન કેટલું અલગ બોલે છે એમ " આદિ એ કહ્યું.

" એ છે જ યુનિક " નિયા બોલી.

" બસ મને પિત્ઝા ખાવા દે " આદિ બોલ્યો.

બે કલાક તો એ લોકો ને ત્યાં જ થઇ ગયા પછી થોડા ફોટો પડ્યા અને ઘરે જવા નીકળ્યા ત્યારે નિયા એ કહ્યું,
" આજે તો આદિ તારે અહીંયા રહેવું જ પડશે "

" ના "

" ના નઈ હા "

" ઓકે જોઈએ "

ભૌમિક અને રિયા એમના ઘરે ગયા બાકી ના બધા નિયા ના ઘરે જવાના હતા.

આદિ અને ખુશી તો નિયા ના ઘરે પોહચી ગયા હતા પણ ભાવિન અને નિયા હજી રસ્તા માં હતા એમને કંઈક કામ હતું એટલે.

" ક્યાં ખોવાઈ ગઈ નિયા ?" પ્રિયંકા બેન એ આદિ ને પૂછ્યું.

" આવે જ છે "

ભાવિન એ રસ્તા માં કહ્યું ,
" નિયા તને હું ઉપર નઈ આવું નીચે થી તને મૂકી ને જતો રહીશ "

" કેમ ?"

" એક ફ્રેન્ડ ને મળવા જવાનું છે એટલે "

" તો ક્યારે આવીશ ?"

" પાંચ વાગ્યા સુધી માં આવી જઈશ , આવતા આદિ ની બેગ લેતો આવીશ "

" આદિ અને ખુશી તારા ઘરે આવેલા ?"

" હા "

" થેંક યુ " નિયા બોલી.

" શેના માટે ?"

" મારુ ડ્રીમ પૂરું કરવા "

" તો તો મારે બોવ બધી વસ્તુ માટે થેંક યુ કહેવું પડશે ને ?" ભાવિન એ પૂછ્યું.

" કેમ "

" બધી નઈ તો એક વસ્તુ એવી છે જેના માટે થેંક યુ બોલવું બોવ નાનું છે "

" કઈ વસ્તુ ?"

" તું મારી સાથે મુંબઈ આવીશ તો મારે તને થેંક યુ કહેવું પડશે ને ?"

" ના એ નઈ કહેવાનું " નિયા એ કહ્યું.

" તો પછી તું કેમ કહે છે ?"

" ઓકે નઈ કહું " નિયા બોલી.

" પણ આર્યન અને નિયા ની સ્ટોરી માં મઝા આવે છે મતલબ કે દિલ કી આદત માં " ભાવિન એ કહ્યું.

" હમ "

ત્યાં નિયા નો ફ્લેટ આવી ગયો.
" ચાલો પાંચ વાગ્યે મળીયે " ભાવિન એ કહ્યું.

" પાંચ એટલે છ ને ?"

ભાવિન એ એક મસ્ત સ્માઈલ કરી નિયા એ પણ સ્માઈલ કરી ને અંદર ગઈ.

આ બાજુ પ્રિયંકા બેન આદિ અને ખુશી સાથે વાત કરતા હતા ત્યાં નિયા આવી.

" મને એમ કે સાસરે ગઈ તું " પ્રિયંકા બેન એ કહ્યું.

" તમારે મોકલી જ દેવી છે મને "

" ના પણ તારા સાસુ કહેતા હતા કે નિયા ઘરે આવે ત્યારે ગમે બાકી તો ઘર માં કોઈ વાત કરવા વાળું જ ના હોય "

" આદિ મમ્મી મારા સાસુ ની તારીફ એટલી કરે છે ને કે જેટલી તારીફ તો એમનો છોકરો પણ નઈ કરતો " નિયા એના રૂમ માં જતા બોલી.

" પણ અહીંયા બેસ ને ક્યાં જાય છે ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" મમ્મી કપડાં તો ચેન્જ કરવા દો " નિયા એ કહ્યું.

નિયા કપડાં ચેન્જ કરી ને આવી ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું ,
" શોર્ટ્સ વગર નિયા ને ના ચાલે, અઠવાડિયું અને નાઈટ ડ્રેસ પહેરવાનો કહ્યો હોય તો અને કઈ જ પ્રોબ્લેમ ના થાય"

આદિ હસતો હતો આ વાત સાંભળી ને . નિયા આવી ને પ્રિયંકા બેન ની બાજુ માં બેસી ગઈ.
" જમાઈ ને ક્યાં મૂકી આવી ?"

" આમને શાંતિ નથી " નિયા બોલી.

" પણ ભાવિન ક્યાં ગયો ?" આદિ એ પૂછ્યું કેમકે અને પણ નઈ ખબર હતી.

" કોઈ ફ્રેન્ડ ને મળવા ગયો એવું કહ્યું એણે "

પ્રિયંકા બેન એ પાછું બોલવાનું શરુ કર્યું. ત્યાં નિયા નું ધ્યાન અચાનક ખુશી પર જતા કહ્યું,
" ઓ મેડમ , તને જિન્સ માં ગરમી નઈ લાગતી"

" ના "

" ના શું ? જા નિયા ના કપડાં પહેરી લે " પ્રિયંકા બેન એ કહ્યું.

ખુશી આદિ સામે જોતી હતી. જોતી હતી એવું તો ના કહેવાય એ કંઈક પૂછતી હતી આદિ ને એવું નિયા ને લાગ્યું. એટલે નિયા એ કહ્યું,
" એમાં આદિ ને શું પૂછે છે ? ચાલ તું "

નિયા એના રૂમ માં લઇ ગઈ ખુશી ને.

પ્રિયંકા બેન આદિ સાથે નિયા ના મેરેજ ની વાત કરતા હતા.

" હું તો હજી થોડા મહિના મોડા થાય એમ જ કહું છું એના પપ્પા ડિસેમ્બર માં કહે છે અને હું તો જાન્યુઆરી કહું છું "

" જાન્યુઆરી બરાબર છે " આદિ એ કહ્યું.

" હા એજ ને , હવે નિયા પર છે ભાવિન ના ઘરે થી તો કહ્યું છે તમે જે ડેટ કહેશો એ ફાઇનલ "

" તો તો સારું કહેવાય ને "

" હા પણ નિયા જતી રહેશે પછી મને નઈ ગમે , એ રાતે આવી ને બોલતી હોય અને અમુક વાર ટીવી માં મોટો અવાજ કરી ને સોન્ગ સાંભળતી હોય, કંઈક નવું ખાવાનું બનાવતી હોય અને કેટલું બોલતી હોય ..." પ્રિયંકા બેન ની આંખ માં પાણી આવી ગયા બોલતા બોલતા.

" આંટી કેમ રડો છો , નિયા અત્યારે તો તમારી પાસે જ છે ને ? અને પછી તો એ એના ઘરે હશે પણ તમે ફોન તો કરી જ શકશો ને "

" હા પણ ભાવિન બોવ સારો છે એટલે નિયા નું ટેન્શન નથી મને " પ્રિયંકા બેન આંખ લૂછતાં બોલ્યા.

" હા ભાવિન સારો છે "

પ્રિયંકા બેન અને આદિ વાત કરતા હતા ત્યાં ખુશી અને નિયા આવ્યા.
નિયા એ પ્રિયંકા બેન ની આંખ માં પાણી જોતા પૂછ્યું,
" શું થયું મમ્મી ?"

" કઈ નઈ આ તો આંખ માં કચરું પડ્યું હતું એટલે "

" હા ખોટું ના બોલો બોવ મને ખબર છે કેમ રડતા હતા તમે " નિયા પ્રિયંકા બેન ના ગાલ ખેંચતા બોલી.

" હજી હું અહીંયા જ છું અત્યાર થી ના રડો "

" હા બેટા, હજી તો તારા મેરેજ માં ડાન્સ કરવાનો છે, ત્રણ ચાર દિવસ જલસા કરવાના છે " પ્રિયંકા બેન ખુશ થતા બોલ્યા.

" કેમ ત્રણ ચાર દિવસ ?"

" મહેંદી , પછી વિધિ , ગરબા , મેરેજ "

" ત્રણ ચાર દિવસ કઈ નઈ બે દિવસ બોવ છે" નિયા બોલી.

" મારી છોકરી ના મેરેજ હું કહીશ એમ જ થશે તું કહીશ એમ નઈ " પ્રિયંકા બેન બોલ્યા.

" થઇ ગયું કલ્યાણ, પછી અમુક આવી ને કહેશે થઇ ગઈ બેટા મોટી, હમણાં તો તને નાની જોઈ હતી હવે છોકરી મોટી તો થાય ને " નિયા એના અમુક રેલેટીવ ની એક્શન કરતા બોલી.

" આને રેલેટીવ થી બોવ પ્રોબ્લેમ છે "પ્રિયંકા બેન બોલ્યા.

એ ચાર વાત કરતા હતા ત્યારે નિયા ના ફોઈ નો ફોન આવતા પ્રિયંકા બેન એમની સાથે ફોન પર વાત કરતા કરતા એમના રૂમ માં ગયા.

પ્રિયંકા બેન ના ગયા પછી નિયા એ કહ્યું ,
" યાર આ મમ્મી નું કઈ સમજાતું નથી અમુક વાર રડે છે અને અમુક વાર હશે છે મેરેજ ની વાત ને લઇ ને "

" મારા ઘરે પણ આમ જ છે " ખુશી બોલી.

" ઓહો તું બોલે પણ છે મને અત્યારે ખબર પડી " નિયા એ મસ્તી માં કહ્યું અને પછી કહ્યું,

" તમારે મેરેજ ક્યારે કરવા છે "

" કદાચ ડિસેમ્બર માં "

" સરસ, તો તો મારા મેરેજ માં તમે આવશો ત્યારે ઓફીસીઅલ કપલ હસો " નિયા બોલી.

" કદાચ "

થોડી વાતો કરતા હતા ત્યાં પ્રિયંકા બેન આવ્યા,
" રાતે શું જમવાનું બનાવવાનું છે ?"

" તમે જે બનાવો એ " આદિ એ કહ્યું.

" કાજુ કરી બનાવીએ " નિયા બોલી.

"સાડા પાંચ થયા ભાવિન ક્યાં રહ્યો ?" આદિ એ પૂછ્યું.

ત્યાં ડોર બેલ વાગી. પ્રિયંકા બેન ત્યાં જ ઉભા હતા એટલે એમને દરવાજો ખોલ્યો. ભાવિન ને જોઈ ને નિયા ધીમે થી બોલી ,
" નામ લિયા ઓર શેતાન હાઝિર " અને ભાવિન ના હાથ માં બેગ જોતા બોલી,

" કેટલા દિવસ રહેવા આવ્યો છે ?"

" આદિ ની બેગ છે મારી નથી " ભાવિન આદિ ને બેગ આપતા બોલ્યો.

" માણસો ખોટું પણ કહી દે હા રહેવા આવયો છે પણ અમુક લોકો તો ... હુહ" નિયા મોઢું મચકોડતા બોલી.

" ભાવિન કાજુ કરી ખાઈશ કે બીજું કઈ ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" હું ઘરે જય ને જમીશ "

" કેમ ? " પ્રિયંકા બેન એ પૂછ્યું.

" સવારે બહાર જમ્યો એટલે , અને કાલે સવારે તો મુંબઈ જાવ છું પાછો તો મમ્મી ને ખોટું લાગશે ઘરે નઈ જમું તો "

" તારા મમ્મી ને હું ફોન કરી ને કહી દવ છું " એમ કહી ને પ્રિયંકા બેન રસોડા માં ગયા.

" જઈ શકે છે તું ? " નિયા ધીમે થી ભાવિન ને સંભળાય એમ બોલી.

" તારા હાથ ની કાજુ કરી ખાઈ ને જઈશ ચિંતા ના કર "

" એક તો એક દિવસ આવવું અને એમાં પણ પાછું કહે હું નઈ જમું " નિયા બોલી.

" એક કામ કર તું મુંબઈ આવી જા એટલે મારે મળવા ના આવવું પડે "

" વેરી ફની , હું હમણાં કઈ મુંબઈ નઈ આવવાની "

" સારું બીજું તો શું તારે મુંબઈ નઈ આવવું તો , થોડા મહિના હું એકલો રહી લેવા " ભાવિન બોલ્યો.

ત્યાં પ્રિયંકા બેન આવ્યા ,
"ભાવિન કહી દીધું છે તારી મમ્મી ને ભાવિન જમી ને મોડો ઘરે આવશે "

" સારું "

થોડી વાર પછી,

નિયા ને કંઈક બહાર લેવા જવાનું હતું એટલે એ ખુશી ને પણ લઇ ગઈ. અને આદિ અને ભાવિન પણ કંઈક બહાર ગયા.

સાડા સાત વાગ્યે,

નિયા કાજુ કરી બનાવતી હતી અને ખુશી પણ ત્યાં જ ઉભેલી હતી. એ બંને વાતો કરતા હતા હજી ભાવિન અને આદિત્ય આવ્યા નઈ હતા.

થોડી વાર માં જમવાનું તો બની ગયું, નિયા કિચન સાફ કરતી હતી ત્યાં પેલા બંને આવ્યા. અને થોડી વાર પછી તો પિયુષ ભાઈ આવ્યા એ લોકો જમવા બેસી ગયા.

નિયા ભાવિન સાથે એક પ્લેટ માં ખાતી હતી અને ખાતા ખાતા પણ એ બંને ની વાત ચાલુ જ હતી.

જમી ને પિયુષ ભાઈ અને પ્રિયંકા બેન રિયાન ના ઘરે ગયા ઘણા દિવસ થી ગયા નઈ હતા એટલે. નિયા વાસણ એની જગ્યા એ ગોઠવતી હતી.

" ચાલો ને યાર કંઈક બહાર જઈએ "

" તારી જાનેમન ને પુછ પહેલા " આદિ એ કહ્યું.

ભાવિન એ થોડું જોર માં કહ્યું,
" નિયા... ચાલ ને કંઈક બહાર જઈએ "

" ધીમે થી બોલ મને સંભળાય છે " નિયા એ કહ્યું.

" જઈએ ક્યાંક "

" ચાલો " નિયા એ કહ્યું.

" પણ અંકલ આંટી તો બહાર ગયા છે " ખુશી એ કહ્યું.

" ચાવી છે એમની પાસે ડોન્ટ વરી " નિયા બોલી.

થોડી વાર માં નિયા એ બધું કામ પતાવી લીધું પછી એ લોકો નીકળતા હતા ત્યારે આદિ એ કહ્યું,
" આજે કપડાં ચેન્જ નઈ કરવાના ?"

" ચાલશે રાતે કોણ જોવાનું " નિયા ઘર ને તાળું મારતા બોલી.

એ લોકો વેસુ રોડ પર એક શાંત જગ્યા એ બેસેલા હતા. પબ્લિક બોવ નઈ હતી પણ એક દમ શાંતિ હતી ત્યાં. થોડી વાર પછી એ લોકો આઇશ ક્રીમ ખાવા ગયા અને પછી ઘરે આવતા હતા.

રસ્તા માં ભાવિન એ કહ્યું,
" હું કાલે સવારે જવાનો છું "

"હમ " નિયા ધીમે થી બોલી.

" ઓયે આમ સેડ ના થા જલ્દી આવીશ બે ત્રણ મહિના પછી"

" હમ "

ભાવિન તો નિયા ને નીચે થી જ મૂકી ને જતો રહ્યો.

રાતે આદિ , ખુશી અને નિયા પાછા કોઈ વાત પર લાગ્યા અને પછી માનીક ની વાત આવી અને બે વાગી ગયા ખબર જ ના રહી.

બીજે દિવસે તો સાંજે આદિ અને ખુશી પણ જતા રહ્યા.

થોડા દિવસ પછી,

આદિ, તેજસ , મનન અને નિશાંત નો ગ્રુપ વિડિઓ કોલ આવ્યો.
" કેમ આજે બધા એક સાથે ?"

" નિયા બે ગુડ ન્યૂઝ છે ?" નિશાંત એ કહ્યું.

" શું ?"

" વિચાર જલ્દી "

" બે નઈ આમ તો ત્રણ ગુડ ન્યૂઝ છે " આદિ એ કહ્યું.



શું ગુડ ન્યૂઝ હશે ?