Hind mahasagarni gaheraioma - 14 in Gujarati Thriller by Hemangi books and stories PDF | હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 14

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 14

દ્રશ્ય ૧૪ -
" બહેન નીલ તું અંજલિ ને સાંત્વના આપવા માટે જૂઠુંં પણ બોલી શકે ને આમ તેેને બધું સાાાચે સાચું બોલીને એની હિિંમત તોડવા ની જરૂર નહતી." નીીલ ને નારાજગી વડા અવાજ થી શ્રુતિ બોલી.
" હું જુઠ્ઠું નથી બોલતી અને એની સાથે જે થયું એમાં મારો કઈ વાંક નથી એમનું ભાગ્ય એમને કોઈ કારણથી અહી લાવ્યું છે હું માત્ર એક દૂત છું અને તારામાં આવું પરિવર્તન એ પણ મનુષ્ય પ્રત્યે." જવાબ માં નીલ બોલી.
" મને મનુષ્ય થી કોઈ દુશ્મની નથી હું સમજી ગઈ છું કે બધા સરખા નથી કોઈ સરું છે તો કોઈ દુષ્ટ. અને હા તું તારી શક્તિ વાપરવાનુ બંદ કર હું પ્રકાશ માટે આગથી આ જગ્યા માં અજવાળું ફેલાવું તું તારી શક્તિ આ પ્રકાશ ના ગોળા પર ના વાપરીશ તું વધારે નિર્બળ થતી જાય છે." નીલ ને પોતાની શક્તિ વપરાતા રોકવા માટે શ્રુતિ બોલી.
" હું જ્યાં સુધી તને તારી શક્તિ વાપરવાનું કહું નહિ ત્યાં સુધી તારે તેનો ઉપયોગ કરવાની જરૂર નથી અને મારામાં એટલી હિંમત છે કે હું આવું નાનું કામ કરી શકું." જવાબ માં નીલ બોલી.
નીલ ની શક્તિ હવે પૂરી થવા આવી હતી અને બચેલી થોડી શક્તિ જેનો ઉપયોગ તે અંધારી ગુફા માં પ્રકાશ મેળવવા માટે કરતી હતી. એને એની આંતરિક ઊર્જાથી એક નાનો આછો લીલો ગોળો બનાવ્યો જે ત્યાં એમને પૂરતો પ્રકાશ આપતો હતો. પણ તે ગોળા માં તેની શક્તિ સતત વપરાતા તે ધીમે ધીમે વધુ નબળી પાડતી હતી. જે શ્રુતિ થી જોવાતું ના હતું તેની શક્તિઓ થી તે નીલ ની મદદ કરવા માગતી હતી પણ નીલ તેના માટે તૈયાર ન થયી. કંટાળી ને નીલ ના હાથ માંથી પ્રકાશ ગોળો છોડાવી ને શ્રુતિ ને તેમાં આગ પ્રગટાવી અને ત્યાં ઘણું બધું અજવાળું થયી ગયું.
શ્રુતિ ને ગુફા માં અગ્નિ ના ગોળા થી પ્રકાશ ફેલાવ્યો પણ તે ગુફાની અંદર રહેલા પત્થર ને ના ગમ્યું. તે ગુફા માં નાના પથ્થરો હતા જેમનો રંગ કથ્થઈ હતો આકાર અનિશ્ચિત હતો અત્યાર સુધી એક લાંબા સમય માં તેમને અગ્નિ જોઈ ન હતી. પણ હાલ એકદમ અગ્નિ જોઈ ને એક સાથે તે બધા પત્થર દરી ગયા એકબીજા ને અથડાઈ ને એક તાલ માં તીવ્ર અવાજ કરવા લાગ્યા જે કોઈ થી પણ સહન થાય એવો અવાજ ના હતો. શ્રુતિ ને બૂમો પડી ને નીલ કેહવા લાગી કે તારી અગ્નિ ના ગોળા ને બુજાવ પણ તીવ્ર અવાજ ના કારણે શ્રુતિ કઈ સાંભળી શકી નઈ.
અવાજ ના કારણે બધા કાન પકડી ને નીચે ગુંટને બેસી ગયા અને બૂમો પાડવા લાગ્યાં. ઘણી તાકાત નો ઉપયોગ કરી નીલ ને પોતાનો હાથ આગળ વધાવી આગ ના ગોળા ને પકડી ને બુઝાવી દીધો અંધારું થયી ગયું સાથે પત્થર શાંત થયી ને પાછા પોતાની જગ્યા પર સ્થિત થયી ગયા. બધાને રાહત નો શ્વાસ લીધો. એ અંધારું તેમના માટે હાલ વરદાન જેવું હતું જેને એમનો જીવ બચાવ્યો નીલ ને ફરી પોતાની શક્તિ થી એક પ્રકાશ નો ગોળો બનાવ્યો. ઘડીવાર તો કોઈ બોલ્યું નહિ બધા તે થોડી મિનિટો માં ઘણી તીવ્ર વેદના થી પસાર થયા હતા. થોડા સમય ના મૌન બાદ...
" શું હતું આ. આજે જાણે મે મારો જીવ કાન ફોડી ને આપ્યો હોત." દેવ ધીમા અવાજે બોલ્યો.
" હું હજુ જીવું છું...મને લાગ્યું અવાજ ને તો મારો જીવ લીધો." માહી ડરતા બોલી.
" હા અશહનિય અવાજ હતો જેનો કોઈ તાલ કે લય કે કોઈ સ્પષ્ટ રીત પણ ના હતી એક દમ બેસૂરો." અંજલિ બોલી.
" આ પત્થરો પ્રાચીન કાળ માં ખુબ મોટા અને મનુષ્ય ના આકાર ના હતા જે મોટા કિલા અને ઈમારતો બનાવતા પણ ધીમે ધીમે તે ઘસાવા લાગ્યા. એમને એક કિલ્લો બનવા પોતાના શરીરના પત્થર ને કોત્રી તેના નાના પત્થર બનાવી ને કિલ્લો બનાવ્યો અને પછી જે બચેલો પત્થર નો જેર હતો તેને આ ગુફામાં સમાધિ આપી. વરસો થી આ પત્થર આ ગુફામાં છે અને એમની એક બીક ક્યારે ગઈ નથી તે આગ થી ડરે છે અને તેને જોઈ ને આમ તીવ્ર અવાજ કરે છે." નીલ પત્થર નો ઇતિહાસ સમજાવતા બોલી.
" પણ હાલમાં કોઈ એવો કિલ્લો નથી જે આગને જોઈ ને આવાજ કરવાનું શરૂ કરે." વિચાર કરતો દેવ બોલ્યો.
" અત્યાર સુધી કોઈને ગુફા શક્તિ ને જોઈ નહતી પણ આ છે અને એજ સત્ય છે તો આવો કોઈ કિલ્લો પણ હોય શકે ને."નીલ દેવ ની સામે જોઈ ને બોલી.
" તો ક્યાં છે તે કિલ્લો અને કેવો છે. શું જમીન ની નીચે છે કે પછી આકાશ માં કે એપણ સમુદ્રની વચ્ચે દટાયેલો છે." દેવ જિજ્ઞાસાથી બોલી ઉઠ્યો.
" એ કિલ્લો જ્યાં છે ત્યાં બરાબર છે તેની અંદર કોઈ ના જાય અને તે બધાથી સંતાયેલો રહે તે સારું છે." જવાબ માં નીલ બોલી.
" કેમ એવું શું છે એ કિલ્લા માં કે એને સંતાઈ ને રેહવું પડે." દેવ ને પૂછ્યું.
" દેવ ના પ્રશ્નો પૂરા થવાનું નામ જ લેતાં નથી એની વાતો માં આગળ અજવાળું દેખાવા લાગ્યું પણ કોઈ ને ખબર ના પડી." શ્રુતિ ચિડાઈ ને બોલી.
" ના અજવાળા ને જોઈ ને ઉતાવળ થી ના વધો હું કહું ત્યારે બહાર નીકળવાનું છે." નીલ ચેતવણી આપતા બોલી.