journy to different love... - 22 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 22

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 22




(આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ મરીન ડ્રાઇવની પાળી પર બેઠો હોઇ છે તે ત્યાં રાજ ને ફોન કરી અને બોલાવે છે. રાજ તેની પાસે જાય છે. અને રાજને જોતાં વિરાજ તેને ગળે લાગી રડવા માંડે છે પછી બન્ને વચ્ચે ઘણી લાગણીભરી વાતો થાય છે અને છેલ્લે પેલા જેવા જ મસ્તી કરતા બન્ને વિખુટા પડે છે. બીજે દિવસે સવારે વિરાજ અને રાજ બન્ને ચાની લારી પર બેઠા હોઇ છે કે ત્યાં મેહુલ અને અવિનાશ પણ આવે છે. મેહુલ આ તકનો લાભ ઉઠાવી અને વિરાજને મારે છે,પરન્તુ વિરાજ સામો પ્રત્યાઘાત કરતો નથી આથી મેહુલભાઈ તેને પૂછે છે,"શું તું નીયાને અનહદ પ્રેમ કરે છે ?તું તેનાં માટે ગમે તે કરી શકે છે?"બધાં લોકો વિરાજનાં જવાબની આતુરતાથી રાહ જોતાં હોઇ છે. હવે આગળ...)

"હા, હું નીયા માટે ગમે તે કરી શકવા તૈયાર છુ.અને તેને પામવા માટે પણ હું ગમે તે કરી શકુ,તમારાં લોકોનો માર પણ ખાવા તૈયાર છુ.અને હાં તમારાં લોકોનો માર હું બે કારણથી ખાવા તૈયાર છુ.એમાં પહેલું નીયા તો છે જ અને બીજુ તમે લોકૉ.અરે આજ હાથોથી તો મે તમારો પ્રેમ મેળવ્યો છે અને આ હાથેથી જ હું તમારો માર ખાવા પણ તૈયાર છુ.હું નીયાને તો અનહદ પ્રેમ કરૂ જ છુ પણ હું તમને બધાને પણ પ્રેમ કરૂ છુ." વિરાજે દ્રઢતાપૂર્વક કહ્યુ.

વિરાજે આપેલી સ્પષ્ટતાથી મેહુલભાઈ શાંત પડ્યા અને તે ગળ-ગળા થઈ તેને ગળે લાગી જાય છે અને અવિનાશ પણ તેમની પાસે આવી ગળે મળી જાય છે. આ દ્રશ્ય જોઇ ત્યાં ઉપસ્થિત બધાએ તાળીઓ પાડી વિરાજનાં પ્રેમના વખાણ કર્યા.ચારેય ચાની ટપરી પર બેઠા.

વિરાજે પુછ્યું, "મારી અને રાજની તો આ મનપસંદ જગ્યા છે એટ્લે અમે અહિયા ઘણીવાર આવી અને બેસીએ છીએ.પણ.. તમે અહિ ચાની લારીએ આવો છો?"

મેહુલભાઈ બોલવાજ જતા હતા કે ચા આપતાં-આપતાં કાકા બોલ્યા,"બેટા, જેમ તમે ઘણીવાર અહિ આવો છો તેમ આ બન્ને છોકરાંઓ પણ અહિ આવે છે."

વીરાજ : ઓહ..વાઉવ.

"ચાલ,એ બધુ છોડ, હવે આપણે નીયાને કેવી રીતે મનાવશુ કાઈ વિચાર્યું છે?"મેહુલે વિરાજને પુછ્યું.

"હા, એતો અમે સંભાળી લેશું.પણ તમારે ફેમેલિમાં પહેલા સમજાવવું પડશે ને."વિરાજે પોતાની ચિંતા વ્યકત કરતા કહ્યુ.

"હા, એની તું ચિંતા નાં કર.એ હું અને અવિનાશ સંભાળી લઈશું."મેહુલે વિરાજની એક મોટી ચિંતા દુર કરતા કહ્યુ.

"મેહુલભાઈ,ઇફ..યુ.. ડોન્ટ..માઈન્ડ.. તમે નીયા સાથે બનેલ દસ વર્ષ પહેલાંની બનેલી ઘટના વિશે મને કહી શકશો?" વિરાજે ડરતા-ડરતા કહ્યુ.

મેહુલને આશ્ચર્ય થયું તેણે વિરાજને પુછ્યું,"વિરાજ,તને કેમ ખબર કે દસ વર્ષ પહેલા નીયા સાથે કોઈ ઘટના ઘટી હતી?તું તો તેને હમણાંથીજ ઓળખતો થયો છે?"

વિરાજ મેહુલભાઈને પોતે નીયાની ડાયરી વાંચી તે સમગ્ર ઘટના કહે છે.

"હમ્મ,ઓક્કે.. આજે રાત્રે મને કૉલ કરજે હું તને બધુ કહીશ.'મેહુલે થોડીવાર વિચારી અને કહ્યુ અને આટલું બોલી ઘડિયાળમાં સમય જોતાં બોલ્યો,"અમારે અત્યારે મોડું થાય છે. આપણે રાત્રે વાત કરીશું."

"ઓક્કે.બાય"વિરાજ અને રાજે બાય કર્યું અને તેઓ પણ ત્યાંથી પોત-પોતાની ઓફિસે નીકળી પડ્યા.

રાત્રે....


"હા, હેલ્લો વિરાજ ફ્રી થઈ ગયો?'"મેહુલે વિરાજને ફોન લગાડી અને પુછ્યું.

વિરાજ: મેહુલભાઈ આપણે આશરે કલાક પછી મળીએ?

મેહુલભાઈ:હા, મારે પણ થોડુંક કામ છે. ઓક્કે,બાય.

વિરાજ:બાય.

ત્યાતો અવિનાશ અને અનન્યા પણ નીયાનાં ઘરે આવી ગયા અને નીયા પોતાના રૂમમાં કામ કરતી હતી ત્યારે બધાએ મેહુલનાં રૂમમાં ખુફિયા મીટીંગ રાખી. મેહુલ અને અવિનાશે બધાને સવારે બનેલી ઘટના કહી અને આ સાંભળી ઘરનાં બધાં સદસ્યો પણ વિરાજનો સાથ આપવા તૈયાર થઈ ગયા. પછી જ્યારે રિતેશભાઈ અને રીમા બહેન પોતાના રૂમમાં ગયા ત્યારે મેહુલે પ્રિયાને અચાનક સવાલ કર્યો,"પ્રિયા તારે નીયા સાથે દસ વર્ષ પહેલા બનેલી ઘટના વિશે જાણવું હતું ને?

પ્રિયાએ ઉત્સુકતાથી 'હા' પાડી.

મેહુલ:તો તું પણ અમારી જોડે કોફી શોપ પર આવ.

પ્રિયા:પણ કોફી શોપ પર કેમ?

મેહુલ:વિરાજને પણ જાણવું છે.

પ્રિયા:તને યાદ છે જ્યારે મે એક દીવસ તને આ બાબત વિશે પુછ્યું હતુ ત્યારે તે મારી વાતને ટાળી દીધી હતી..

મેહુલ:સોરી,ત્યારે તું ઓલરેડી નીયાની ચિંતામાં હતી આથી મારે તને ખોટું શું દુઃખવાળું ભૂતકાળ કહેવું એમ લાગતું હતું.વીરાજને તો નીયાને મનાવવામાં તેમજ નીયાને સમજવામાં મદદરૂપ થાય એટ્લે આ બાબત તેને કહેવી જોઈએ એટ્લે પછી મે તેને હા પાડી અને અવિનાશને પણ ખબર પડે એટ્લે તે પણ સાથે આવે છે, અને મને યાદ હતુ કે તને પણ આ વાત વિશે કહેવાનું છે એટ્લે..

પ્રિયા:હમ્મ..ઓક્કે,નો પ્રોબ્લેમ.આમેય તું નાં કહેતને તો હું અનન્યાને પૂછી લેત.(પ્રિયાએ મેહુલને મશ્કરીમાં ઉપસાવવા માટે કહ્યુ.)

મેહુલ:હવે,અત્યારે શું કરવું છે તારે?હુ અને અનુ બન્ને છીએ,બન્ને જણાવશુ,ચાલ હવે.

પછી અનન્યા-અવિનાશ,મેહુલ-પ્રિયા એટલાં રિતેશભાઈ અને રીમા બહેનને બહાનું કરી અને કોફી શોપ પર પહોચે છે અને વિરાજ ત્યાં બેઠો હતો તેણે હાથ ઉંચો કરી અને તે લોકોને પોતાની તરફ બોલાવ્યા.

"ઓહ,વિરાજ,કેટલા દિવસો પછી મળ્યા નહીં?અમદાવાદ દુર જો છે.. કા??"પ્રિયાએ વિરાજની મસ્તી કરતા કહ્યુ.

"શું ભાભી તમે પણ?"વિરાજ બોલ્યો,તેને ગિલ્ટી ફીલ થતુ હતુ.

"હા તો ભાભી સાચું તો કહે છે, આવુ કોઈ પોતાના સાથે કરે? બેસ્ટ બડી સાથે કરે?"અનન્યાની આંખોમાં રીતસરનાં પાણી આવી ગયા.

વિરાજ અનન્યાનાં આસું લૂછીને પ્રિયાભાભી તેમજ અનન્યાને ગળે લાગીને બોલ્યો,"આઈ એમ સોરી"

પછી પાંચેય ટેબલ પર ગોઠવાઈ ગયા.અને કોફીનો ઓર્ડર કર્યો.કોફી આવી અને ત્યાં સુધી વાતાવરણ મૌન હતુ.કોલ્ડ કોફીનો એક ઘૂટ ભરતા મેહુલે વાત શરૂ કરી,"તો વિરાજ,અવિનાશ અને પ્રિયા તમારે નીયા સાથે બનેલી દસ વર્ષ પહેલાંની ઘટના વિશે જાણવું છે ને,તો સાંભળો..

"રિતેશ શર્મા,રાહુલ પારેખ અને અભિજીત મહેતા આ ત્રણેયની દોસ્તી ખુબજ પાકી. હા, આમાંથી એક મારા પપ્પા અને એક અનન્યાનાં પપ્પા છે તો પછી ત્રીજું કોણ એ સવાલ થતો હશે તો હું એ પણ જણાવું છુ..

મારા પપ્પા આશરે સોળ વર્ષના હતાં જ્યારે મારા દાદા-દાદીનું મૃત્યુ થયુ.તેમનાં મૃત્યું પછી પપ્પા ખુબજ અપસેટ રહેવા લાગ્યા હતાં. તેઓ એકલા પડી ગયા હતાં આથી તેઓ પોતાની પાસે રહેલા પૈસા લઇ અને મુંબઈ શહેર આગળનું ભણતર પુરુ કરવા આવ્યા.જ્યારે બીજી બાજું રાહુલ અંકલ અને અભિજીત અંકલ બન્ને સાથે એક જ કોલજમાં એમ.બી.બી.એસ.નું સાથે અભ્યાસ કરતા હતાં.એક દિવસ તેનીજ કૉલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતા મારા પપ્પા સાથે તે બન્નેની મુલાકાત થઈ અને પછી ત્રણેય પાકા મિત્રો બની ગયા.પપ્પાએ પોતાનો અભ્યાસ અધુરેથી છોડી અને પોતે ભેગા કરેલ થોડાક પૈસામાંથી એક નાનકડો બિઝનેસ સ્થાપિત કર્યો અને ધીમે-ધીમે સફળતાની સીડીઓ ચડતા ગયા.અને પોતે પોતાના દમ પર મુંબઈમાં 4bhk નો ફ્લેટ ખરીદ્યો. બીજી બાજું રાહુલ અંકલ અને અભિજીત અંકલે એમબીબીએસની ડીગ્રી મેળવી અને એક હોસ્પિટલમાં સારી પદવી પર કામ કરવાનું શરૂ કર્યું. અને થોડાક જ સમયમાં તે બન્નેએ પણ મુંબઈમાં ફ્લેટ ખરીદી લીધાં.આમ,ત્રણેયનું જીવન સેટ થઈ ગયુ હતુ."મેહુલ કોફીનો ઘૂંટ ભરીને પીવામાં વ્યસ્ત થયો અને અનન્યાએ આગળની વાત શરૂ કરી,

"પછી એક દીવસ રિતેશઅંકલ માટે એક માાંગુ આવ્યુ, તે છોકરી બિઝનેસ વૂમન હતી તે બીજુ કોઈ નહીં પણ રીમા આંટી જ હતાં.બન્નેએ એક-બીજાને પસંદ કરી લીધાં એટ્લે તેમની સગાઈ નક્કી થઈ ગઇ ત્યારે તે રાત્રે રિતેશઅંકલ અને અભિજીતઅંકલે પપ્પા અને તેની સાથે બેઠેેલ કુંજલ નામની છોકરી એટલેકે મારી મમ્મીને પકડી પાડ્યા,પછી મમ્મી અને પપ્પાનાં ઘરે વાત કરી અને રિતેશઅંકલની સગાઈ જે દિવસે હતી તે દિવસે જ તેમની સગાઈની તારીખ નક્કી કરી નાખવામાં આવી.ત્યાંજ નક્કી કરવામાં આવ્યુ કે અભિજીતઅંકલ માટે પણ છોકરી જોવામાં આવે,પપ્પા અને રિતેશઅંકલ અને અભિજીતઅંકલની ફેમેલિએ તેમનાં માટે છોકરી શોધવાનું શરૂ કર્યું.બધાએ એક છોકરી પસંદ કરી જેનું નામ હતું હેત્વિ અને અભિજીતઅંકલને પણ તે પસંદ આવ્યાં એટ્લે ત્રણેયની સગાઈ એક દિવસે જ રખાઈ, તેઓની સગાઈ થઈ ગઇ અને પછી એક સાથેજ બધી લગ્નની વિધી થઈ."

પછી ફરીથી મેહુલે બોલવાનું ચાલુ કર્યું,
"લગ્નનાં એક વર્ષ બાદ મારો જન્મ થયો,એટ્લે ત્રણેય પરિવારની ખુશી સમાતી નહતી,મમ્મીએ મારુ નામ મેહુલ રાખ્યું.બધાં મને ખુબજ વ્હાલ કરતા, પ્રેમ કરતા કારણકે હજું મારા સીવાય તો બે પરિવારમાં સંતાનનો જન્મ નહતો થયો.આંખો દિવસ હું કોઈકને કોઇક પાસે હોવ જ.આવુ પાંચ વર્ષ માટે ચાલ્યું.હા,કારણકે હું પાંચ વર્ષનો થયો ત્યાં સુધી હું એકલોજ હતો એટ્લે બહુ જીદિલો પણ હતો.હું જે માંગુ તે તરતજ મળી જતું.
પપ્પાએ એક મોટો બંગ્લો ખરીદ્યો અને હું,મમ્મી અને પપ્પા ત્રણેય ત્યાંજ શિફ્ટ થઈ ગયા.
પછી એક સાથે સારા સમાચાર મળ્યા કે મારી મમ્મી,કુંજલ આંટી અને હેત્વિ આંટી પ્રેગનેન્ટ છે. એટ્લે હવે મારુ માન થોડુંક ઘટી ગયુ હતુ.પણ પ્રેમ તો તેવોને તેવો જ હતો.ધીમે-ધીમે સમય પસાર થવા લાગ્યો અને પહેલા મમ્મીએ એક દિકરીને જન્મ આપ્યો જેનું નામ રાખવામાં આવ્યુ નીયા,થોડાક દીવસોમાં હેત્વિ આંટીએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ આલોક રાખ્યું,અને તેનાં બીજા દિવસે કુંજલ આંટીએ એક પુત્રીને જન્મ આપ્યો જેનું નામ અનન્યા રાખવામાં આવ્યુ.ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયુ. મારો આખો દિવસ ક્યાં પસાર થઈ જતો ખબર જ નાં રહેતી.સ્કુલે જવા ટાણે હું નીયાને રમાડવા જતો અને સ્કુલેથી આવ્યાં બાદ સીધો અનન્યા અને આલોકને સાથે રમાડવા જતો કારણકે તે બન્નેનાં ફ્લેટ બાજું-બાજુંમાંજ હતાં એટ્લે હું બન્નેને ત્યાંજ રમાડતો."

અનન્યાએ આગળની વાત કહી,
"ધીમે-ધીમે અમે મોટા થતા ગયા,મેહુલભાઈ અમને ત્રણેયને ખુબજ સાચવતા,અમારું ધ્યાન રાખતાં,તેઓને નીયા તો ખુબજ વ્હાલી હતી અને નીયા હતી પણ એટલી સુંદર..અમે ત્રણેય સાથે મોટા થવા લાગ્યા. હું, નીયા અને આલોક આખો દિવસ સાથેને સાથે જ રહેતાં.અમે હવે સ્કૂલે જવા માંડ્યા હતાં.સ્કુલનુ હોમવર્ક કરવાનું હોઇ કે પછી રમવાનું હોઇ અમે એક-બીજાથી કદી છુટા જ ન પડતાં,ત્યાં સુધી કે અમે એક-બીજાની સાથે રાત્રે સુવામાં ત્રણેયનાં ઘરનો વારો કાઢતા.ત્યારે અમે સાત વર્ષની આસ-પાસ હતાં.એક દીવસ મારા મમ્મી અચાનક બીમાર પડ્યા,અને બે દીવસમાં તો..."

આ વાક્ય અનન્યા પુરૂ નાં કરી શકી.તેનાથી ડૂસકું ભરાઈ ગયુ. ત્યાં બધાને સમજાઈ ગયુ એટ્લે થોડી વાર સુધી કોઈ કાઈ નાં બોલ્યું.પછી અનન્યાએ જ વાત આગળ વધારી,"હું કાઈ સમજી નહીં,શું બોલવું?શું કરવું?કાઈ સમજમાં નહતું આવતું.મારા મમ્મી હવે આ દુનિયામાં નથી એ વાતને મારુ કૂમળૂ મગજ સ્વીકારવા જેવડું નહતું.પપ્પા તો સાવ ભાંગી પડ્યા હતાં આથી રિતેશઅંકલ-રીમાઆંટી મને અને પપ્પાને તેનાં બંગ્લો પર રહેવા લઇ ગયા અને નીયા તો જાણે ઉંમરમાં મારા જેવડી નહીં મારાથી પણ મોટી હોઇ તેવું વર્તન કરવા લાગી. મારુ ધ્યાન રાખતી,મને અને પપ્પાને હસાવતિ.મેહુલભાઈ પણ મારુ ખૂબ ધ્યાન રાખતાં.થોડા સમયમાંજ હું મમ્મીને ભૂલી અને નીયાનાં પરિવારને જ પોતાનો માનવા લાગી, આલોક પણ અહિ આવી અમને ખુશ રાખતો,નીયા અને આલોક બન્નેને સાથે બહુ ભળતુ,તેઓ વચ્ચે સારી અન્ડરસ્ટેન્ડિંગ હતી.જાણે ભગવાને ઉપરથી જ જોડી બનાવી હોઇ........

( આલોક અને નીયા ખરેખર એક-બીજાને પ્રેમ કરતા હતાં?જો હા, તો આલોક અત્યારે ક્યાં છે?તે નીયા સાથે કેમ નથી?અને તેનો પરિવાર પણ ક્યાં છે?આ બધુ જાણવા માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની...)

નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં પ્રતિલીપી પર મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏

#stay safe, stay happy.😊