Bus, Taro Sath - 5 in Gujarati Fiction Stories by Nikunj Patel books and stories PDF | બસ, તારો સાથ - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બસ, તારો સાથ - 5

અંત ?.

જૈલ નો seen

રાજ જેલ તરફ આવી પોહચે છે
ત્યાં કેબિન માં નિશાંત ની લોહીથી રંગાયેલી લાશ પડી હોઈ છે,એને જોઈ તે શોક માં આવી જાય છે, ત્યાં વીંટી લોહી માં ડૂબેલી પડી હોઈ છે.
એક બે પોલીસ એ જગ્યા ની જાંચ કરતાં હોઈ છે,
"સર, આ એક વીંટી મળી છે "
ત્યાં એક ઓફિસર જાંચ કરવા આવ્યો હોઈ છે,
"હમ્મ.. શોધો બીજું શું મળે છે "
રાજ ત્યાં જ ઉભો હોઈ છે, નિશાંત ની બોડી ને જોઈ એને ડાયરી ના
છેલ્લા પાનાં પર લખેલુ યાદ આવે છે,
{એકલતા અને અંત વચ્ચે ઉભો છું હું,
એકલતા થી ભાગી અંત ની શોધ માં છું હું,
બસ હવે થાકી ગયો છું હું,
થામી લીધો છે એકલતા નો સાથ,
જયારે દૂર થશે આ સાથ,
સમજી લેવું અંત ના નજીક છું હું.}

જયારે મારો એકલતા થી સાથ છૂટશે ત્યારે આ એકલતા ને પણ મારી સાથે સળગાવી દેવી, મારી આ કહાની ને પણ છુપાવી દેજો, ડાયરી ના લાસ્ટ માં કૃતિ અને નિશાંત નો સેલ્ફી વાળો ફોટો અને કૃતિ નો વેડિંગ કાર્ડ પણ હતો.

રાજ વિચાર માં ડૂબેલો હતો ત્યાં એક અવાજે તેને હોશ માં લાવ્યો,
"તમે કોણ? "
રાજ :સર, આ કેવીરીતે થયું?
ઓફિસર :સુસાઇડ કરી છે, નશ કાપી લીધી એ પણ ચમચી ની મદદ થી, કોણે આપી આ પાગલ ને ચમચી, તું કોણ?
રાજ ને યાદ આવે છે એ જ નિશાંત માટે ખાવાનું લઈ ને ગયો હતો.
રાજ :હું અહીં નો સેક્યુરીટી ગાર્ડ, સવાર ની ડ્યૂટી મારી હોઈ છે.
ઓફિસર :ડ્રેસ ક્યાં છે તારો?, without ડ્રેસ?
રાજ:સર...
બોલતા અટકી ગયો
ઓફિસર :એ જવાદે... તને કઈ ખબર છે આના વિશે?
રાજ બધું છુપાવી નિશાંત તરફ જોઈ ને કહ્યું,
"ના, સર, હું અહીં નવો આવ્યો છું "
ઓફિસર રાજ ને નિશાંત ની કેબિન માંથી બહાર જવા કહે છે,અને જાંચ કરવા લાગે છે.
નિશાંત ની નજર ત્યાં ખૂણામાં ખરાબ હાલત માં પડેલા કાગળ ના વિમાન પર પડે છે, તે ખોલે છે, એ કાગળ નિશાંત ની ડાયરી નું જ એક પાનું જોઈ છે જે ડાયરી માંથી ગાયબ હોઈ છે, જે પાગલ સાથે ની ખેંચા તાણી માં પાગલ એ તેમાંથી ફાડી લીધું હતું,

{
હોસ્પિટલ માં,
કૃતિ :mr. ડ્રાઇવર, ક્યારે ઉઠશે તું? હું રોજ આવું છું રોજ મને લાગે છે તું આજે મારી સામે આંખ ખોલી ને જોશે,
મમ્મી લગ્ન કરાવી રહ્યા છે, મને એમની કસમ આપી છે.
"Mr. ડ્રાઈવર, કાલે મારા લગ્ન છે, હું રાહ જોઇશ.. આવી જજે ઘરની નીચે.. ભગાવી જજે.. હું વેઇટ કરીશ, તું જયારે પણ આવશે હું બધું છોડી ને તારી પાસે આવી જઈશ, મને કઈ નથી જોવતું, અંત સુધી જોઈએ છે
બસ તારો સાથ....

નિશાંત ખયાલો માંથી બહાર નીકળી હોશ માં આવે છે.

ડોક્ટર :હવે કેવું છે?
નિશાંત :હું અહીં?
ડોક્ટર : હાં અહીં, જ્યાંથી તમે ભાગી છૂટ્યા હતા ત્યાં જ કિસ્મત તમને ફરી લઈ આવી
નિશાંત :કેમ બચાવ્યો મને?, કેમ બચાવ્યો મારે નથી જીવવું, અહીં હું અંત ની રાહ જોઈ રહ્યો છું, કેમ બચાવ્યો.., કઈ રહ્યું નથી જીવન માં, જે એકલા પણ થી આટલા વર્ષો થી ભાગી રહ્યો હતો, જે વ્યક્તિ એ તેના થી દૂર કર્યો હતો એ વ્યક્તિ પણ પોતે દૂર થઇ ફરી મને એકલતા ની સામે લાવી મૂકી દીધો... કેમ??
આટલુંજ કહેતા નિશાંત ના આંખો માંથી આંસુ ટપાકવા લાગ્યાં, જાણે વર્ષો જૂનો બાંધ તૂટી પડ્યો હોઈ એમાં તેને સહન કરેલી બધી તકલીફો એ આંસુ નો સહરો લઈ લીધો હોઈ.
નિશાંત :ડોક્ટર, મને આનાથી છુટકારો જોઈએ છે, કોઈ દવા આપી મારા life ને અંત આપો, થાકી ગયો છું આ એખલાપણ થી ભાગી ને,
ડોક્ટર,બધા તમને જીવ બચાવવાં હાથ જોડે છે, આજે હું જીવને અંત આપવા હાથ જોડું છું.
ડોક્ટર : હું આવું ન કરી શકું, હું ડૉક્ટર છું, મારું કામ જીવ બચાવાનું છે
નિશાંત :મને મારી નાખો.
ડૉક્ટર :શું પાગલો જેવી વાત કરે છે, હું આવું નઈ કરું
નિશાંત સ્મિત આપી,
"પાગલ જ થઇ ગયો છું "
તે ડૉક્ટર પર હાથ ઉપાડે છે.
"તું મને નઈ મારે?... હાં.. તું નઈ મારે મને "
નિશાંત પોતાના માંથી કાબુ ગુમાવી બેઠો અને ડૉક્ટર ને મારવા લાગ્યો.
બધા નિશાંત ને પકડવા લાગ્યાં.
ડૉક્ટર :પાગલ થઇ ગયો છે, પોલીસ ને કોલ કરો, લઈ જાઓ આને અહીં થી.
નિશાંત હસવા લાગ્યો અને ધીમે થી ડોક્ટર ના કાન પાસે જઈ ને બોલ્યો.
"તમારો આ અહેસાન રહ્યો મારા પર, અંત નઈ... તો એકલતા ને અપનાવી લઈ એ જ્યાં સુધી અંત તરફ ના પોંહચી જાવ,હવે એકલતા નો જ સાથ છે,
અંત નઈ તો એકલતા જ ખરું..."

ડોક્ટર તેને ડાયરી આપવા જાય છે ત્યાં જ ડાયરી નીચે પડે છે, ડાયરી ઉચકતા તેમની નજર પહેલા પાનાં પર પડે છે, ત્યાં લખ્યું હોય છે
બસ એકલતા નો સાથ..

ડોક્ટર સમજી ગયો કે આ એની ચલ હતી, પણ તે મૌન જ રહ્યો, જતા જતા ડૉક્ટર તેને બોલાવે છે.
"ઉભો રે તારું કંઈક રહી ગયું છે, આ તારી એકલતા.."
ડોક્ટર તેને ડાયરી અને રિંગ આપે છે.
}

રાજ વાંચીને તે પાનાં ફરી એ ડાયરી માં મૂકી દેય છે અને નિશાંત ના અંતિમ સંસ્કાર માં સળગાવવા પોતાના પાસે રાખી મૂકે છે.

ઓફિસર ને call આવે છે.
"હાં, આવું જ છું, હું આ થોડું કામ પતાવી ને... આવી જઈશ ટાઈમ પર ઘરે.. મારા લાડલા નો birthday છે આજે.., હાં મુકું "
ઓફિસર call cut કરે છે.
"જગ્યા સીલ કરી દેવો અને મને કાલે file complete કરી આપી દેજો, હું જાવ છું"

ઓફિસર ના ઘરે,

ઓફિસર ગાડી ની ચાવી ખીસામાં થી કડવા જાય છે ત્યાં તેમાંથી વીંટી પડી જાય છે,
તેનું ધ્યાન વીંટી પર પડે છે,
"આ અહીં જ રહી ગઈ કાલે લઈ જવી પડશે "
ત્યાં જ અવાજ આવે છે,
"આવી ગયા તમે, બોવ જલ્દી આવ્યા... ખબર છે ને આજે એની birthday છે, નારાજ બેઠો છે તમારી રાહ જોઈને "
ઓફિસર તે વીંટી પણ ચાવી સાથે ટેબલ પર મૂકી દેય છે.
"હાં, હવે માફી, મારો નિશું ક્યાં ગયો?"તે બૂમ પડે છે.
"નિશાંત deda આવી ગયા, ચલ રમવા ના..."
"તમે ફ્રેશ થઇ જાવો, નિશું તું પણ હાથ ધોઈ આવ ક્યાર નો રમે છે,ખાવાનું થઇ ગયું છે "
ઓફિસર :હાં, કૃતિ મૅડમ હાં... નિશું ની birthday છે કેમ ખીજવાય છે., મૂડ કેમ ઠીક નથી લાગતો તારો..?
કૃતિ થોડું વિચારવા લાગે છે અને કહે છે "ખબર નથી, કંઈક અજીબ લાગે છે.
ઓફિસર :બોવ ના વિચાર, આજે આપણા નિશું નો દિવસ છે, સાથે સેલિબ્રેટ કરીએ, હું આવું ફ્રેશ થઇ ને.

{બધી સ્ટોરી નો અંત આવે જ એ જરૂરી નથી,અમુક નો અંત અધુરો પણ હોય છે, કોઈ ના માટે તે અંત હોય છે જયારે કોઈ ના માટે અંત નવી શરુઆત લઈને જન્મ લેય છે.
કેવું કહેવાય નિશાંત અને કૃતિ એક સાથે ન રહી ને પણ અંજાના માં સાથે જોડાયા છે}

પ્રેમ અમર ન રહે તો ચાલશે,
પણ અંત સુધી સાથે રહેવો જોઈએ.
બસ તારો સાથ❤️

"આની જ સાથે પૂરી થાય છે નિશાંત અને કૃતિ ની સ્ટોરી..
આવી જ ગજબ ની સ્ટોરી સાંભળવા માટે જોડાઈ રહો મારી સાથે, એટલે કે તમારા RJ આર્યન સાથે, હમણા વાગી રહ્યા છે 8વાગી ને 13મિનિટ અને તમે સાંભળી રહ્યા છો, કહાની નો સિલસિલો.. હું રોજ આવી કહાની ઓ લાવતો રહીશ અને તમારું મનોરંજન કરતો રહીશ.. પણ મને આપતાં રહેજો
બસ તમારો સાથ...
ટાટા.. ગુડ બાયય.. કાલે મળ્યા ફરી નવી કહાની સાથે..ત્યાં સુધી સાંભળો આજ ના ખૂબસુરત ચાંદ જેવું ખૂબસુરત song... નિશાંત અને કૃતિ ને dedicate કરીયે"

चाँद मेरा दिल, चांदनी हो तुम,
चाँद से हैं दूर... चांदनी कहाँ,
लॉट के आना, हैं यही तुम को,
जा रहे हो तुम... जाओ मेरी जान |

બધા વાંચકો નો આભાર સ્ટોરી ના અંત સુધી સાથ આપવા માટે..