Jail Number 11 A - 11 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | જેલ નંબર ૧૧ એ - ૧૧

Featured Books
Categories
Share

જેલ નંબર ૧૧ એ - ૧૧

મંથના તો બસ મને જોતિજ રહી. પણ ‘શું?’ મૈથિલીશરણ બોલ્યો.

ઉત્સવી. ઉત્સવી અને હું જોડે મોટા થયા હતા. અમે એકજ સોસાયટીમાં મોટા થયા. અમારી સ્કૂલ પણ એકજ હતી. અમે સાથે રહ્યા, ઘણી વાર રાત - રાત ભર વાતો કરીયે. પણ એક બીજાના પ્રિય નહીં.

મિત્ર, હા. પણ પ્રિય મિત્ર? નો. મારા સિવાય તેનું મિત્ર કોઈ ન હતું. તેથી, હું એની એકજ મિત્ર હતી. બાકી બધા વાત કરે, સારી રીતે વાતો કરે.. પણ, તે મિત્રની કેટીગરીમાં ન આવે. અને તે પણ ઓછું બોલે. કોઈ પૂછે તો જવાબ આપે, પણ પૂછ્યા વગર તો એક અક્ષર પણ તેના મોઢા માંથી ન નીકળે.

‘હા. ઉત્સવી બોલી. ‘અને આ જવાબ માટે એક ઈનામ. ચાર રાત યુટીત્સ્યાની જેલમાં.’

‘હેં?’ મિથુન પૂછવા લાગ્યો.

‘એવું મારે કેહવાનું. પણ તમારે.. મારા ઘરે રેહવાનું.’

‘એટ યોર પ્લેસ?’ મે પૂછ્યું. (તારા ઘરે?)

‘હા. કેમકે બીજે ક્યાંક જશો અને પકડાશો નહીં.. તેવું તો થશેજ નહીં. યુટીત્સ્યા બદ્ધેજ છે.’

‘પણ તમારા ઘરે.. મતલબ -’

‘એની ચિંતા કરવાની જરૂર નથી. મે વિચારી લીધું છે. રિચર્ડ. મારો અસીસ્ટ્ન્ટ છે. એને કહી જરૂરિયાતની વસ્તુો મંગાવી લીધી છે.’ મિથુનને કાપી ઉત્સવી બોલી.

‘અને કોઈને ખબર પડી ગઈ તો?’ મંથના એ પૂછ્યું.

‘નઈ પડે. તમે લોકો હવાથી આવશો.’

‘હેં?’ વિશ્વાનલના મોઢેથી નીકળેલો પહલો શબ્દ.

‘મારી કાર, જ્યાં જશે.. ૭૪,૦૦૦ ફિટ ઉપર તમારું એક વિમાન ઉડશે. યુટીત્સ્યાનુ વિમાન મારા ઘર ઉપર અને અહીં ઉડી શકે છે. તેમાં કોણ છે? શું કરે છે? તે જાણવાનો અધિકાર મારા સિવાય કોઈને નથી.’ એટલું કહી તે રૂમની બહાર ગઈ.

‘તે મને કીધુ કેમ નઈ?’ મંથના એ તરત મને પૂછ્યું.

‘કેમ કે મને પણ નહતી ખબર. મિથુને -’

‘મિથુન તું હમેંશા આવુજ કરે છે. તને ખબર છે મૈથિલીશરણને ફિટ આવી હતી. તને ખબર છે તેની માનસિક સ્થિતિ આ સહન નઈ કરી શકે!’ મંથના બોલી.

‘પણ જો કદાચ કોઈને ખબર પડી જાય તો.. -’

‘કોને પડે ? તને હજુ અમારી પર ટ્રસ્ટ નથી તો અમને આ કાવત્રામાં શામિલ જ કેમ કર્યા?’ મંથના બહુ ગુસ્સે થઈ ગઈ. તે ખૂબ જ જોરથી બોલી રહી હતી.

‘એવું બિલકુલ નથી.. -’

‘મંથના સિરીયસલી? મિથુન કોઈને આ વાત નથી કરતો. તે એના માઇંડમાંજ આ બધુ વિચારી લે છે. તને ખબર છે એ કેવો છે -’

‘મૌર્વિ પ્લીઝ! એને જે કરવું હોય તે કરે. તને ખુશ કરવા બધુ છુપાઈ છુપાઈ ને કરશે અને પછી તુંં કહીશ.. ‘ઓહ જુવો મારો મિથુન, કેટલું વિચારે છે.. કેટલો મીસટીરિયસ છે.’ તારા મિથુન માટે મૈથિલીશરણ કેમ ભોગવે!’

‘મંથના !-’

‘નો મૈથિલીશરણ! મિથુન જે કરે એ કરે! એમા તને કેમ ફિટ આવે? આ મૌર્વિ ને કારણે.. જે પોતે તો ૧૧ - એ માં જઈ બેસી ગઈ હતી બધાને દેખાડવા એનો મિથુન તેની કેટલી કેર કરે છે.’

હું? અને છુપાઈ ગઈ હતી? આના મગજમાં શું ચાલી રહ્યું હતું. કે મે ચાર લોકો ને દેખાડવા આ લોકોને તરછોડી દીધા હતા? પણ હું કઈક કહું તે પેહલા ઉત્સવી આવી ગઈ.

‘આપણી પાસે સમય નથી. અત્યારેજ નિકળીએ તો સારું.’

ચાર મિનિટની અંદર અમે એક નાના એરોપ્લેન માં હતા. મંથના મારી સામે બેસી હતી. મિથુન તેની બાજુ માં હતો. મૈથિલી, જે મારી સાથે બેસ્યો હતો - વિશ્વાનલ અને સમર્થ ઉત્સવી જોડે આવી રહ્યા હતા – તેણે જોઈનેજ મને મંથન પર કાળ ચઢ્યો.

પણ હું કઇ બોલું તે પેહલા.. અમારું આખું જીવન બદલાઈ ગયું. સમાપ્ત થઈ ગયું.


જેલ નંબર ૧૧ - એ

અંક ૧ –

‘તત્વાર્થ’

સમાપ્ત: