Taari raah ma - 1 in Gujarati Love Stories by Harshita Makawana books and stories PDF | તારી રાહ માં.... - ભાગ 1

Featured Books
Categories
Share

તારી રાહ માં.... - ભાગ 1

દ્રશ્ય:-૧

ખુશ અને ખુશી આજે ખુબ જ ખુશ હોઈ છે. કેમ કે ખુશી ના પિતા તેમના સંબંધ માટે માની ગયા હોઈ છે . ઘણી મુશકેલીઓ પછી ખુશીના પિતાએ ખુશ અને ખુશીનો સંબંધ સ્વીકાર્યો હોય છે. ખુશી પિતા હેમંતભાઈ ખુબ મોટી કંપની ના માલિક હોઈ છે . તેમને આ કંપની તેમની મહેનતે ઊભી કરી હોઈ છે .તે ખુબ મોટા બિઝનશેમન તરીકે જાણીતા હતા . ખુશી તેમની એક માત્ર લાડકી દીકરી હતી .તેમને ખુશી ખુબજ લાડ ઉછેરી હતી .તેથી તેઓ ખુશી ને ધનિક પરિવાર માં પરણવા માંગતા હતા. જયાં બીજી બાજુ ખુશ અનાથ હતો .તેથી ખુશીના પિતા હેમંતભાઈને ખુશ અને ખુશીનો સંબંધ મંજુર નહતો અંતે ખુશીની જીદની આગળ હેમંતભાઈનું કંઈ ના ચાલ્યું .હેમંતભાઈની ઈચ્છાના હોવા છતાં હા પાડે છે .

ખુશ અને ખુશી ખુબ જ ખુશ હોવાથી તે બંને જયાં પહેલી વખત દરિયાકિનારે મળ્યા હતા ત્યાં જાય છે . સાંજ પડવા આવી હોઈ છે . ખુશ કયારનો ખુશી ને કહેતો હોઈ છે .હવે જઈએ પણ ખુશી જીદ કરી ને બેસાડી રાખે છે . ખુશ ખુશી ને વાત કરતા કહે છે. ખુશી પપ્પાએ હા તો પાડી પણ હજું પણ એમ થાય છે .કે એમને દિલથી હા નથી પાડી . ખુશી જવાબ આપતા કહે છે .એમને અચાનક હા પાડી એટલે તેને એવું લાગતું હશે .ખુશી ખુશનો હાથ પકડી ને ઉભા થતા કહે છે મારે અહીંયા દરિયાકિનારે થોડીવાર ચાલવું છે . ખુશ પણ ઉભો થઈએ ને ખુશીનો હાથ પકડી ને ચાલવા લાગે છે .ખુશી ને મસ્તી સૂઝે છે .તેથી તે ખુશને મારી તેનો હાથ મુકાવી ભાગે છે .ખુશી આગળ અને ખુશ પાછળ ભાગે છે .અંતે બંને થાકી જાય છે અને બને બેસી જાય છે .

ખુશી ખુશને મજાક કરતા પૂછે છે જો મને કઈ થઇ જાય તો તું શુ કરીશ ખુશ જવાબ આપતા કહે છે કે જયાં સુધી તું બીજો જન્મ લઇ મારી પાસેના આવે ત્યાં સુધી તારી રાહ જોઇશ . ખુશ ખુશીનો હાથ પકડતા કહે છે.આજે બોલી આજ પછી આવું કયારેય ના બોલતી તું મારો જીવ છો .તારા વગર જીવવું હું સપના માં પણ ના વિચારી શકું આટલું બોલતા ખુશ ની આંખો માંથી આશું નીકળી જાય છે . ખુશી ખુશ ના આશું લુછતાં કહે છે .મેં તો એમજ કીધું તું સોરી મારી વાત ના લીધે જો તને હર્ટ થયું હોય તો આજ પછી આવી વાત કયારેય નઈ કરું પછી બંને થોડી વાર સાથે બેસી ખુશે એનું બાઇક જયાં પાર્ક કર્યું હોય તે બાજુ જાય છે. ખુશ બાઈક ચાલુ કરવાની ઘણી કોશિશ કરતો હોઈ છે પણ બાઇક ચાલુ થતું ન હતું .તેથી ખુશ નું બધું ધ્યાન બાઈક ચાલુ કરવામાં હોઈ છે . ખુશી ખુશ ની બાજુમાં ઉભી હોઈ છે .અંધારું પણ થોડું ઘણું થઇ ગયું હોય છે .

ખુશી ખુશને પૂછતી હોઈ છે શું થયું બાઈકને કેમ ચાલુ નથી થતું .ખુશ કે મને પણ નથી ખબર કેમ ચાલુ નથી થતું એજ જોવું છું બસ થોડી વાર હમણાં ચાલુ થઇ જશે .ખુશી ખુશ પાસે ઉભા ઉભા જ બધી બાજુ નજર કરતી હોઈ છે . અચાનક જ કોઈ ખુશ બાજુ ગોળી ચલાવે છે .ખુશ નું ધ્યાન ન હોવાને કારણે ખુશને ગોળી ના વાગે તે માટે ખુશી વચ્ચે આવે છે અને તે ગોળી ખુશીને વાગે છે .ગોળી અવાજથી ખુશ એક્દુમ ઝબકી જાય છે . પાછળ ફરીને જોવે તો તે ગોળી ખુશીને વાગી હોઈ છે અને તે ત્યાંજ નીચે પડી ગઈ હોય છે .ખુશ આ જોઈ એક્દમ ડરી જાય છે . ખુશીનું માથું એના ખોળામાં રાખે છે અને કહે છે ખુશી હું તને કંઈ નહીં થવા દઉં . હું તને હોસ્પિટલ લઇ જવું તને કઈ નઈ થાઈ . ખુશી ખુશનો હાથ પકડતા કહે છે પહેલા મારી વાત સંભાળ તને મારી કસમ ખુશ ખુશીને કહે છે .હું તારી બધી વાતો સાંભળીશ પણ પેલા આપણે હોસ્પિટલ જઈએ .ખુશી ફરી કહે છે તને મારી કસમ પેલા મારી વાત સાંભળ ખુશી આગળ ખુશની એકના ચાલી એટલે ખુશે ખુશીને કહયુ બોલ જલ્દી પછી હોસ્પિટલ જવાનું છે .

મારી પાસે વધારે સમય નથી તું પહેલા મારી વાત સંભાળ ખુશ કહે છે તું શું કામ આવું બોલે છે .હું તારા વગર નાઈ જીવી શકું .ખુશી ખુશને કહે છે તારે મારા વગર જીવવું પડશે .હું પાછી આવીશ બીજો જન્મ લઇને તે કીધુંતું કે તું મારી વાટ જોઇશ તારે મારી વાટ જોવી પડશે . તે સાચું કીધું પપ્પા એ દિલથી આપણા સંબંધને સિવકાર્યોન હતો .એમને મજબૂરીમાં હા પાડી હતી . એટલે એમને તને મરાવાની કોશિશ કરી પણ હું વચ્ચે આવી ગઈ તેથી મને ગોળી વાગી . હું માનું છું કે પપ્પાની ભૂલ છે .પણ તું પપ્પા ને કઈ કરતો નઈ તને મારી કસમ એમને એમના ભૂલની સજા મળી ગઈ છે .તે તેમની એક માત્ર લાડકી દીકરી ગુમાવી દીધી એમના માટે આનાથી મોટી સજા બીજી કઈ હોઈ. ખુશ ખુશીને પૂછે છે કે તને કેવી રીતે ખબર કે હુમલો તારા પપ્પાએ જ કરાવ્યો છે . ખુશી જવાબ આપતા કહે છે . મેં મારા કાકા ને તારા પર ગોળી ચલાવતા જોયા . ખુશીને હવે શ્વાસ લેવામાં તફ્લીક થતી હતી .ખુશી અંતે એટલુંજ કહે છે .મારી રાહ જોજે હું જરૂર આવીશ આટલું ખુશીથી માંડ બોલાય છે . અને ખુશી મુર્ત્યુ પામે છે .ખુશીને આમ મૃત હાલત માં જોઈ ખુશ સાવ ચુપ થઈને ત્યાં જ ખુશી નું માથું ખોળામાં રાખી ને બેસી રહે છે . થોડીવાર માં ખુશી ના માતા પિતા અને કાકા આવે છે . ખુશી ના પિતા ને ખુશી આવી રીતે મૃત હાલતમાં જોતા ખુબ પાસ્તવો થાઈ છે. ખુશીના પિતા ખુશ પાસે ખુબ માફી માંગે છે .ખુશ કયારનો ચૂપ બેઠો હોઈ છે . અંતે એ ખુશીની કસમને કારણે એટલું જ કહે છે . બધું થઇ ગયા પછી માફી માંગવાનો કોઈ ફાયદો નથી . અંતે હેમંતભાઈને પોતાની ભૂલ સમજાણી પણ હવે ખુબ મોડું થઇ ગયું હતું.

હેમંતભાઈ ખુશ પાસે જઈને કહે છે હાથ જોડી ને કહે છે મને ખબર છે .હવે ખુબ મોડું થઇ ગયું છે માફી માંગવાનો કોઈ મતલબ નથી .મને ખબર છે હું માફી ને લાયક નથી આજે મેં મારી ભુલ ના લીધે મેં મારી દીકરી ગુમાવી છે બની શકે તો મને માફ કરજે.
( આટલું યાદ કરતા ખુશ ની આંખો માંથી આંશુ નીકળી જાય છે.એટલામાં ડોર બેલ વાગે છે એટલે ખુશ ભુતકાળ ની યાદ માંથી બહાર આવે .ખુશ દરવાજો ખોલી ને જોવે છે પણ કોઇ હોતું નથી .તેથી તે તેની ડાયરી ખોલે છે . તે ડાયરી માં ખુશી લગતી બધી વાતો કરતો .જાણે ખુશી તેની સામે બેસી ને જ તે તેની સાથે વાતો કરે છે એવી રીતે તે ડાયરી લખતો. ખુશ એ ડાયરી ખોલી લખવાનું શરૂ કરે છે .)

KHUSHI
તારે કેટલી વાર જોવડાવી છે. તું મને મુકી ને ગઈ અને વીસ વર્ષ થઈ ગયા .જે વિચારું છું હું એ ખબર છે શક્ય નથી.પણ શું કરું ખોટા શમણા આંખો ભરે છે.જે વિચારું છું એ શક્ય નથી મને ખબર છે પરંતુ તારા કહેવા આજે પણ તારી રાહ જોવું છું તે કીધું તું આવીશ મારી રાહ જોજો પણ કયારે આવીશ . ક્યાં સુધી મારે આવી રીતે તારી સાથે ડાયરી માં વાત કરવી પડશે .તું આવી ને પુછે કે આટલા વર્ષ શું કર્યું એટલે મેં દરેક બાબત આ ડાયરી માં લખી છે.સમય પણ તારી હાજરી વગર પરેશાની આપે છે.તારા વગર જીવવું હવે મુશ્કેલ લાગે છે
તારી રાહ માં આંખો માંથી ચોધાર અશ્રુઓ જ સરે છે . હવે તો તારી રાહ માં આંખો પણ રડી રડી ને થાકી છે .હવે તો આવી જા હવે તારા વગર નથી રહી શકાતું.કયાંક પૂર્ણ ન થઇ જાય જીવન મારું તને મળ્યા વગર આ વાત થીજ મન મારું ખુબ ડરે છે .હવે વધારે રાહ નથી જોવાથી બીક લાગે છે ક્યાંક જો તું આવી ને ત્યાં સુધી હું જીવીશ પણ કે નઈ. હવે આવી જા મારાથી આ વિરહ હવે સહન નથી થતો.દિવસે ને દિવસે એકલતા માં હું ડૂબી રહયો છું.બસ મારી ઇચ્છાઓ એકલી તારા પ્રેમ ના દરિયામાં એકલી તરી રહી છે.બસ ખુશી બોવ થયું સાચું હું હવે તારા વગર નથી રહી શકતો હવે નથી રહેવાતું આવી જા.
( આટલું લખતા જ ખુશ ચોધાર આંશુએ રડી પડે છે .ખુશ ખુબ જ રડે છે તેને રડતાં રડતાં ત્યાં જ સુઈ જાય છે.)
સવાર પડી ગઈ હોય છે પણ ખુશ હજી પણ એમજ સૂતો હોય છે એટલામાં ખુશના ઘર નો ડોર બેલ વાગે છે ખુશ માંડ આંખ ખુલે છે અને તે ને ખ્યાલ આવે છે કે આગલી રાતે તે રડતાં રડતાં ત્યાં જ સુઈ ગયો હતો. હજી વિચારતો જ હતો એટલામાં ફરી ડોરબેલ વાગ્યો એટલે તે દરવાજો ખોલવા જાય છે .જોવે તો ખાવાનું બનાવવા વાળા માસી આવ્યા હોય છે .તે ખુશ ને પુછી ને ખાવાનું બનાવવા જતાં રહે છે .એટલા માં ખુશ ને કોઈ ને ફોન આવે છે .સામેથી અવાજા આવે છે આજે તારે ઓફિસે ઇન્ટરવ્યૂ લેવા આવવું પેડસે.ખુશ હા પડતાં કહે છે હું એક કલાક માં આવું છું.એટલું કહી ને તે ફોન મૂકી દે છે .
(ખુશે આ વીસ વર્ષ દરમિયાન પોતાની મહેનતે ખુબ મોટો બિજનેસ ઊભો કર્યો હતો .અત્યારે ખુશ પૈસે ટકે બધી રીતે સુખી હતો .પરંતુ તે ફક્ત પ્રેમ માટે તરસતો તો તેને ફક્ત પ્રેમ ની કમી હતી)
ખુશ તૈયાર થઈને ઓફિસ જવા નીકળે છે.
દ્રશ્ય :-૨
ખનક ઘેર ઊંઘ માં હોઈ છે .અચાનક તે ખુબ ડરી જાય છે અને તેનાથી ચીસ પાડે છે .તેની ચીસ સાંભળીને ગીતા બેન ખુબ ગભરાઇ જાય છે અને તેના રૂમ માં આવે છે .ખનક જાગી ગઈ હોય છે . અને એનો ચેહેરો પરસેવાથી રેબઝેબ હોઈ છે.ગીતાબેન ખનક ને પુછે છે શું થયું.ખનક જવાબ આપતા કહે છે .મમ્મી ફરી એ જ સપનું
બે પ્રેમી હોઈ છે . તેઓ એકબીજાને પ્રેમ કરતા હોઈ છે અને કોઈ આવી ને છોકરી ને ગોલી મારી દે છે અને આ ઘટના એટલી અચાનક બને છે.અચાનક શું થઈ ગયું તેનું ભાન છોકરાને રહેતું નથી અને તે છોકરી પેલા છોકરાના ખોળામાં જ મૃત્યુ પામે છે . રોજ આ સપનું આવે છે.ખબર નઈ એ બંને કોણ છે.જરુર આગલા જનમનો કોઈ સંબંધ હશે.નહીંતો રોજ એક ને એક સપનું નાં આવે.ગીતાબેન ખનક ને સમજાવતા કહે છે. એવું ના હોઈ એતો ખાલી સપનું છે. એના વિશે ના વધું ના વિચાર એમ કહી ગીતા બેન તેને તૈયાર થઈ નીચે આવવા કહે છે. ખનક વિચારે છે નક્કી આ સપના સાથે મારો કોઇ સંબંધ છે એમનામાં રોજ એક જ સપનું ના આવે .એટલા માં એના ફોનમાં મેસેજની ટોન જોવે છે.મેસેજ જોતાં જ એ ખુબજ ખુશ થઈ જાય છેઅને બીજા વિચારો પડતાં મૂકી ફ્રેશ થવા જતી રહે છે.
(ખનક ખુબ જ સામાન્ય પરિવાર ની છોકરી છે.ખનક ના પિતા રમણ ભાઈ બેન્ક માં નોકરી કરે છે અને ખનકની માતા ગીતાબેન પેહેલા જોબ કરતા હતા .પરંતુ જયારથી ખનક નાની થઈ ત્યારથી તેમને જોબ મૂકી દીધી.ખનક ઘરમાં ખુબજ લાડલી હતી.)

ખનક જલ્દી તૈયાર ખુશ થતાં નીચે આવે છે અને નીચે આવતાંની સાથે એની મમ્મી અને પપ્પા ને ખુબજ ખુશ થતાં બુમ પાડે છે . રમણભાઈ નીચે આવતા કહે છે શું થયું આટલી જોરથી બુમ શું કામ પાડે છે .ખનક જવાબ આપતાં કહે છે. પપ્પા મમ્મીને આવવા દો પછી કવું એટલામાં ગીતાબેન આવે છે . ગીતાબેન આવતાંજ ખનકને પૂછે છે શું થયું . ખનક કહે છે .મમ્મી ઈન્ટરવ્યું આપવા માટે મારું સિલેક્સન થયું છે આજે મારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે . આ વાત સાંભળીને ગીતાબેન અને રમણભાઈ ખુબ ખુશ થઈ જાય છે. રમણભાઈ ખનકના માથે હાથ મુકતા કહે છે તને જોબ જરૂર મળી જાશે ગીતાબેન ખનકને પૂછે છે તારે ઈન્ટરવ્યુ આપવા કયારે જવાનું છે.ખનક જવાબ આપતા કહે છે કે મમ્મી દસ વાગે જવાનું છે. ગીતાબેન કહે છે નવતો વાગી ગયા ચાલ નાસ્તો કરી લે અને પછી જા ઈન્ટરવ્યું આપવા .ખનક જવાબ આપતા કહે છે હા મમ્મી નાસ્તો કરી ને જવું ખનક નાસ્તો કરી ને ઈન્ટરવ્યુ આપવા માટે જાય છે
ક્રમશઃ....