Period Poetry Collection - Part 2 in Gujarati Poems by Seema Parmar “અવધિ" books and stories PDF | અવધિ કાવ્ય સંગ્રહ - ભાગ 2

Featured Books
Categories
Share

અવધિ કાવ્ય સંગ્રહ - ભાગ 2



મારી ભૂલ શું ?

એવી તો શું? ભુલ મારી
કે આવી મને સજા મળી.!

કેવી આ સમાજ ની રીત છે
જ્યાં બાળપણ વિતાવ્યું...
તે ધર મારે છોડવું પડ્યું !

મળ્યા અનેક નામ મને
જન્મ પછી દિકરી ;
સાત ફેરા પછી પત્ની અને વહું ..
પણ શું ? છે મારું અસ્તિત્વ!

એવી તો શું?ભુલ મારી
કે આવી મને સજા મળી!

સપના હજાર જોયા મેં
સવાલ બસ એક છે!
પુરા ક્યાં કરું......

ઉડવા પાંખ ફેલાવી ...
મળ્યો એક ઉતર !!
આતો પિતા નું ધર
તારા ધરે સપના પુરા કરજે!
થયો એક પ્રશ્ન ...મન માં
મારું ઘર કયું ?

પતિ નું ધર એ તારું ધર :
ત્યાં ઉડવા નું એક કિરણ મળ્યું!
જ્યાં મેં ભરીયુ પગલું...
ત્યાં હાથ પકડી સમાજ બોલ્યું!
સપના તારા ધરે પુરા કરી અવાય ને!!!

સપના ની તો મેં કબર કરી !
મન પ્રશ્નો માં ધેરાયું!
મારું ઘર કયું.....

એવી તો શું? ભુલ મારી
કે આવી મને સજા મળી

"Seema Parmar અવધિ"





તું અને હું

તું ઉગતા સુરજ જેવો

હું રાત ની ચાંદની...


તું શાંત સમંદર જેવો

હું વેહતુ ઝરણું.....


તું ખુલ્લાં આકાશ જેવો

હું તેનું પંખી......


એક બીજા વગર

અધુરો આપણો સાથ .....

"Seema Parmar અવધિ"


વરસો ના વર્ષષનીકળી જાય છે

વિચાર એક પલ માં આવે છે
તેને અસ્તિત્વ બનાવતા વરસો ના વર્ષ નીકળી જાય છે

સંબંધ જોડતા એક પલ થાય છે
તેને નિભાવતા વરસો ના વર્ષ નીકળી જાય છે

સાથ એક પલ માં છુટે છે
તેને ભુલતા વરસો ના વર્ષ નીકળી જાય છે

એક પલ માં દિલ તુટે છે
તેને સાચવતા વરસો ના વર્ષ નીકળી જાય છે

દિલ માં થી નીકળતા એક પલ થાય છે
આવતાં વરસો ના વર્ષ નીકળી જાય


" Seema Parmar અવધિ"



આમ તો હું કંઈ નથી..

આમ તો હું કંઇ નથી
બસ એક માટીનો ઢગલો.
શિલ્પી બની સાથ જો તું
આપે તો પ્રાણપ્રિય મૂર્તિ

આમ તો હું કંઇ નથી
બસ એક પાણી નું ખાબોચિયું
નદી બની સાથ જો તું આપે
તો અખંડ સાગર

આમ તો હું કંઇ નથી
બસ એક લાગણી નો તણખો
શબ્દ બની સાથ જો તું આપે
તો પ્રેમ ની ગઝલ.
"Seema Parmar અવધિ"



તિરંગો...

હિમાલય સાથે સૌનિક પણ
અડગ ઉભો રક્ષા કા'જે તારી

સાગર જેવી વિશાળતા તારી
તેમાં ઉચ્ચ સંસ્કુતિ નો શણગાર છે

આકાશ જેવો ઉંચો ઈતિહાસ તારો
સાથે શહિદ ની વીરગાથા છે

લહેર જેમ લહેરાય તિરંગો
હર રંગ અનોખો હર રંગ નિરાલો

""Seema Parmarઅવધિ""


મારી બેન.....


ઈશ્વર ની કોઇ ભેટ જેવી . પ્રેમ જેવી પ્રેમાળ!!!

મારી ખુશી ઓ નો ખજાનો તું . દુઃખોનો દુશ્મન તું !!

ફુલ જેવી કોમળ . સૂર્ય જેવી ગરમ તું !

સુગંધ જેમ મહેકે . હવા જેમ વહે તું.!

દરિયા જેવી વિશાળ માર ખોબલે કેમ સમાય:

શબ્દે શબ્દે વહે લાગણી મારી કલમ લાગણી એ બોરાય!!

"Seema Parmarઅવધિ"


શું ફેર પડે.....

તારા માટે જ છે આ દિલ
ધડકતું હોય કે વિજાયેલુ
શું ફેર પડે છે

તારા માટે જ છે આ લાગણી
મોન હોય કે શબ્દ થી ગુંજતી
શું ફેર પડે છે

તારા માટે જ છે આ સપના
જાગતાં હોય કે સુતા
શું ફેર પડે છે

"Seema Parmarઅવધિ"



સહેલું નથી

મેઘધનુષ ના રંગો ને
જીવનમાં રંગવા સહેલું નથી..

જુઠ થી ભરેલા જગત માં
સત્ય ને શોધવું સહેલું નથી...

સંબંધ ની માયાજાળ માં
સહેલાઈથી જીવવું સહેલું નથી..

પૈસા પાછળ ભાગ તા માનવી ને
માનવતા શીખવું સહેલું નથી...

જીત ના નશા માં રેહનાર ને
હાર નું મહત્વ સમજાવુ સહેલું નથી...

માનવી ની લાગણી ને
શબ્દ માં લખવું સહેલું નથી ....
" Seema Parmarઅવધિ"


ઇચ્છું છું...

હું ક્યાં મંઝિલ સુધી નો સાથ માંગું છું

હું તો બસ રસ્તા ની એક પલ ઈચ્છું છું

હું ક્યાં ચાંદની નો ચાંદ માંગું છું
હું તો બસ આગિયા ની રોશની ઈચ્છું છું

હું ક્યાં વસંત ની હરિયાળી માંગું છું
હું તો બસ એક પાન ની લીલીસ ઈચ્છું છું

હું ક્યાં કસ્તુરી ની સુગંધ માંગું છું
હું તો બસ એક ફૂલ ની મેહક ઈચ્છું છું

"Seema Parmarઅવધિ"