Suicide in a closed closet book ...! in Gujarati Magazine by vaani manundra books and stories PDF | બંધ કબાટના પુસ્તકની આત્મહત્યા...!

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

બંધ કબાટના પુસ્તકની આત્મહત્યા...!

બંધ કબાટના પુસ્તકની આત્મહત્યા..!

એક વાર ગામની લાયબ્રેરીમાં હું શાંત બેઠી હતી.પુસ્તકનું વાંચન એ મારો મનપસંદ વિષય રહ્યો છે.ત્યાં અચાનક કોઈની વાતચીત નો અવાજ સંભળાયો .આસપાસ જોયું તો કોઈ ન હતું.મને એમ કે મારો વહેમ હશે.ફરી મે વાંચવામાં ધ્યાન પરોવ્યું .ફરી અવાજ સંભળાયો ... આ વખતે હું વાતો સાંભળી શકું એટલો અવાજ સ્પષ્ટ હતો .મે અવાજની દિશા તરફ કાન પરોવ્યા. ખરેખર તે અવાજ કબાટમાંથી આવતો હતો.
" આપણી હવે કોઈ કિંમત જ નથી રહી.વર્ષમાં બસ એક - બે વાર સફાઈ કરવા કબાટમાંથી બહાર નીકળવામાં આવે છે ફરી યથાસ્થાને મૂકી દેવામાં એ છે. અરે આપણા પાના તો જુઓ કેટલા જર્જરિત થઈ ગયા છે.પહેલા તો કોઈ વાંચવા લઈ જતા તો સરસ બુકબાઇડીંગ કરાવી પાછા મૂકી જતા .પણ હવે કોઈ આપણી સામે જોતું પણ નથી.આપણને પણ ખુલ્લી હવા ગમે કોઈના ઘરે જવું ગમે પણ આપણને કોઈ વાંચવાં આવતું જ નથી. આવી હતાશા થી તો એવું લાગે છે કે આપણું અસ્તિત્વ જ ન હોત તો સારું..."

બંધ કબાટના પુસ્તકે ,
આત્મહત્યા કરી ,
ચિઠ્ઠીમાં લખ્યું....
મોબાઈલના ત્રાસથી કરી...!!!
- અજ્ઞાત

નર્મદ ,ગિજુભાઈ ,પન્નાલાલ , ઐતિહાસિક કે વ્યાકરણના પુસ્તકો સાથે માનવી ની ભવાઈ કે મેઘાણીના કાવ્યો .... આ અમૂલ્ય ભાથું શું લોકો ને નથી જોઈતું કે વાચક વર્ગ રહ્યો જ નથી.ના ,એવું નથી હવે મોબાઈલ નું ચલણ વધ્યું છે .ટચ સ્ક્રીન વાળા મોબાઈલમાં ઘરે બેઠા જે પુસ્તકો વાંચવી હોય તે ઈબુક ના માધ્યમથી વાચી લે અને સાંભળી પણ લે...સાથે સાથે ગૂગલનો ખજાનો વાંચવાની પ્રેરણા ક્યાં આપે છે..વાંચનનું મહત્વ એટલું ઘટી ગયું છે કે હવે તો સમાચાર પત્ર પણ ઓનલાઇન આવવા લાગ્યા છે .પહેલાના સમય માં તો એક ૩ રૂપિયનું છાપુ અખો દિવસ વાંચતા અને હાલ ના સમયમાં તો એક જીબી ડેટા પણ ઓછા પડે છે.પરંતુ જેમ સિક્કાની બે બાજુ હોય તેમ મોબાઇલ હાનિકારક હોય પણ પુસ્તક નહીં.તાજેતરમાં જ એક કિસ્સો સાંભળ્યો એક કિશોર યુવાન મોબાઈલના વધુ પડતાં ઉપયોગ થી મગજની નસ પાતળી થઈ ગઈ અને લકવાની અસર થયેલ છે.તેથી મોબાઇલનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો.

મારો અંગત અનુભવ છે કોઈપણ પુસ્તક એક વાર વાંચવાથી તે ફક્ત વંચાય પરંતુ જ્યારે જ્યારે તે બીજી વખત વંચાય ત્યારે અર્થપૂર્ણ ગ્રહણ થઈ વંચાય છે .જે પુસ્તકને મિત્ર બનાવે તેને કોઈ બીજા મિત્રની જરૂર પડતી નથી.ગુજરાત સરકારે એક પ્રોગ્રામ કરેલો " વાંચે ગુજરાત " તેનો ઉદ્દેશ્ય બાળકો વાંચતા થાય તે અંતર્ગત શાળાના બાળકો ને વાંચન પ્રવૃત્તિ કરવામા આવતી.બાળકો ને પણ જન્મદિન પર કોઈ ભેંટ આપવી હોય તો પુસ્તક આપવું કારણ એ પુસ્તક તે બાળક તો વાંચશે અને સાથે સાથે ઘરના વ્યક્તિઓ પણ નવરાશની પળોમાં વાંચશે.

પુસ્તક તને નમું નત્તમસ્તક ,
જ્ઞાન રહે સદા તુજમાં શાશ્વત..!

ઘણીવખત એવું પણ બને છે કે પુસ્તક વાંચનનો શોખ તો હોય પરંતુ સમય ન હોય .આવા સમયે ઘણી જગ્યા એ હરતી ફરતી લાઇબ્રેરી કરવી એ વિચાર ખોટો નથી.એક વાનમાં વ્યવસ્થિત પુસ્તક ગોઠવી નવરાશની પળો જેઓ જ્યાં વિતાવવા આવતા હોય ત્યાં લઈ જવામાં આવે તો કેટકેટલાય લોકો પુસ્તક વાંચવા આવી શકે .હા તેની માટે ચોક્કસ આયોજન કરવું જરૂરી બને.પુસ્તક એક એવો મિત્ર છે જે કદી સાથ નથી છોડતો.

મિત્રો ,પુસ્તક એ એક એવો ખજાનો છે જે કદી તમારા જ્ઞાન ને ખુત્વા દેતો નથી તેથી મોબાઇલ કરતા પુસ્તકનું વળગણ રાખશો તો કંઇક નવું શીખી શકશો.
- વનિતા મણુંન્દ્રા ( વાણી )
. બનાસકાંઠા