રનબીર સમજી ગયો હતો કે એલ્વિસ આટલો મોટો સુપરસ્ટાર હતો.છતાપણ સાવ એકલો હતો.
એલ્વિસ પેગ પર પેગ બનાવી રહ્યો હતો.જે વાત રનબીરને ખલતી હતી.
"એલ,બસ કર હવે કેટલું પીશ.ડ્રિન્ક કરવું હેલ્થ માટે સારી વાત નથી.તારી પાસે બધું જ છે,આટલા રૂપિયા,આટલા ફેન્સ,આટલા બધાં ફ્રેન્ડ્સ પણ તું સાવ એકલો છે પણ હવે નહીં.હવે હું છું તારી સાથે અને તું મને પ્રોમિસ આપ કે તું આ દારૂ પિવાનું સાવ ઓછું કરી દઇશ."રનબીરે કહ્યું.
"રનબીર,દોસ્તીની આટલી મોટી ગિફ્ટ માંગી લીધી.ચલ હું કોશીશ જરૂર કરીશ."એલ્વિસે ગ્લાસ સાઇડમાં મુક્યો.
"કેમ પીવે છે આટલું બધું ?"રનબીરે પુછ્યું
"શું કરું તો?આટલું મોટું ઘર છે મારું પણ મને ઘરે આવવાનું મન નથી થતું.કોના માટે આવું ?"
"એલ,તારે તારો સોલમેટ શોધી લેવો જોઇએ એક એવી લાઇફપાર્ટનર જે તને પ્રેમ આપે.જેના માટે તું જ સૌથી મહત્વનો હોય.જેના કારણે તને ઘરે આવવાનું મન થાય.તું આટલો હેન્ડસમ છે,આટલું મોટું ઘર અને તારું સ્ટેટ્સ ,તું એક સુપરસ્ટાર છો.કોઇપણ છોકરી તને હા પાડી દેશે."રનબીરે કહ્યું.
"હા,કોઇ મને ના નહીં પાડી શકે પણ તે છોકરી સીમા તો નહીં હોયને?"સીમાનું નામ લેતા જ તેના ચહેરા પર દુખ આવી ગયું.
"કોણ છે આ સીમા?"
"જાણવું છે તારે? તેના માટે તારે મારી સાથે મારા ભુતકાળના સફર પર આવવું પડશે.બહુ લાંબી કહાની છે.એકસાથે નહીં કહી શકું થોડી થોડી કરીને સંભળાવીશ. ચલ મારા રૂમમાં જઇએ.ત્યાં જઇને વાત કરીએ."
રનબીર અને એલ્વિસ તેના બેડરૂમમાં ગયાં.એલ્વિસે તેના માતાપિતાનો ફોટો બતાવ્યો.
"રનબીર, આ મારા મોમ ડેડ છે.મિ.એન્ડ્રિક બેન્જામીન અને સ્મિતા બેન્જામીન.મારા મોમડેડના લવ મેરેજ હતા.આ મારી લીટલ સિસ્ટર મેરી અને આ મારી સીમા.
લાઇફ વોઝ સો ગુડ એન્ડ વી વર સો હેપી.આવક ઓછી હતી.ડેડ કોઇ જોબ નહતા કરતા.અમને કોઇને ખબર નહતી કે તે શું કામ કરે છે?કોઇક વાર અમુક મહિના સુધી રૂપિયા ના આવે તો કોઇક વાર એટલા બધાં રૂપિયા આવે કે પાર્ટી થઇ જાય.
મોમ ડેડને ઘણીવાર ખુબજ ઝગડો થતો કઇ વાત પર તે તો જાણી નહતા શકતા જ્યારે ખબર પડી ત્યારે ખુબજ મોડું થઇ ગયું હતું.મોમડેડ જતાં રહ્યા હતાં."એલ્વિસની આંખોમાં આંસુ હતા.તે ધૃણાથી તેના પિતાના ફોટો તરફ જોઇ રહ્યો હતો.
"સીમા.તેના વિશે કઇ જ ના કહ્યું."
"સીમા,અમે એક ચોલમાં રહેતા હતા.ઘર ખુબજ નાનું હતું પણ હ્રદયમાં ખુબજ જગ્યા હતી.આ વિન્સેન્ટ છે ને તે અને તેમનો પરિવાર અમારી બાજુમાં જ રહેતો હતો.
વિન્સેન્ટ અને હું નાનપણથી એકસાથે જ હતા.તે મારો ખાસ દોસ્ત હતો.મારાથી ખુબજ નાનો હતો પણ તે ત્યારે પણ મને સમજતો હતો.અમારા સામેની બાજુએ જે ચોલ હતીને તેમા તે રહેતી હતી.સીમા,ભગવાને તેને અઢળક રૂપ આપ્યું હતું,તેની ગાઢ ભુરી આંખો,અણિયાળી ભ્રમરો,લંબગોળ ચહેરો ,લાંબા સિલ્કી વાળ અને તેની સ્માઇલ તો કોઇને પણ ઘાયલ કરી નાખે.તે ઘાયલોના લિસ્ટમાં પહેલું નામ મારું હતું.
તને ખબર છે કે અમે એક જ સરકારી શાળામાં ભણતા તે અલગ ક્લાસમાં હતી.મારાથી એક વર્ષ નાની હતી.તે બે વર્ષ પહેલા જ રહેવા આવી હતી.પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો મને.તે ખુબજ સુંદર હતી પણ ખુબજ ગુસ્સાવાળી.બે વર્ષથી તેને જોયા કરતો હતો પણ વાત કરવાની હિંમત નહતી ચાલતી.
અગિયાર વર્ષની તે ઊંમર જેમા મે ટીનેજરમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું.ત્યારે આ પ્રેમ કહેવાય કે આકર્ષણ તે નહતી ખબર પણ એટલી ખબર હતી કે તેને જોઉને તો ચહેરા પર હાસ્ય આવી જાય.તેને જોઇને મારો એકદમ ખરાબ થઇ ગયેલો મુડ ઠીક થઇ જાય.
જેનો અહેસાસ ના કારણે મને તે ગંદી ચોલને પણ કોઇ સુંદર જગ્યા જેવી લાગતી હતી.જિંદગી સુંદર લાગતી હતી."આટલું કહી એલ્વિસ અટક્યો.
"શું થયું એલ કેમ અટકી ગયો?તે કેવીરીતે તેની સાથે વાત કરી? શું તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા?તો અત્યારે ક્યાં છે?તારા મોમડેડ એમને શું થયું હતું ?અને તારી બહેન તે ક્યાં છે?તું આટલો મોટો સુપરસ્ટાર કેવીરીતે બન્યો?"રનબીરની ઉત્સુકતા ખુબજ વધી ગઇ હતી.
એલ્વિસે એક ડબ્બામાંથી એક બોક્ષ કાઢ્યું અને તેમાંથી પાંચ-છ દવા લીધી.
"સોરી બ્રો,મને ફરીથી પેનીક એટેક આવે તેવું લાગે છે.હું છેલ્લા ત્રણ વર્ષથી આ ડિપ્રેશનનો ઇલાજ કરાવું છું.હવે મારે સુઇ જવું પડશે.આમપણ આ કહાની ખુબજ લાંબી છે.તું આજે અહીં રોકાઇ જા ને.હું તને કાલે જાનકીવિલા મુકી જઇશ."એલ્વિસ આટલું કહેતા જ દવા અને નશાના હેઠળ પલંગ પર સુઇ ગયો.
રનબીરે તેને સરખો સુવડાવ્યો.રનબીરને એલ સાથે એક અલગ જ માયા થઇ ગઇ હતી.તેણે તેના માથે હાથ ફેરવ્યો અને બોલ્યો,"એલ,હું ગોડને પ્રે કરીશ કે તને આ ડિપ્રેશન,દારૂ અને એકલતામાંથી જલ્દી જ બહાર કાઢે.ગોડ,જલ્દી જ એલને તેની સોલમેટ મળી જાય."આટલું કહીને રનબીરે સામે એલના માતાપિતાના ફોટાની બાજુમાં જીસસના ફોટા સામે હાથ જોડ્યાં.
********
પાત્રોની ઓળખ.
(જાનકીદેવી શ્રીરામ શેખાવત- જાનકીવિલાની આન,બાન અને શાન.કિઆરાના દાદી અને શ્રીરામ શેખાવતના પત્ની.
શ્રીરામ શેખાવત-જાનકીવિલાના મુખ્યા કિઆરાના દાદા
લવ મલ્હોત્રા અને શિવાની લવ મલ્હોત્રા- શ્રીરામ શેખાવત અને જાનકીદેવીનો બે જોડિયા દિકરા જે નાનપણમાં દાઇના દૃષ્ટતાના કારણે અલગ પડી ગયા હતા.તેમા મોટો જોડિયા દિકરો કે જે અનાથાશ્રમમા મોટો થયો હતો.તેની અટક તેણે માતાપિતા મળ્યાં બાદ તેજ રાખી હતી.લવ શ્રીરામ મલ્હોત્રા પોલીસ ઓફિસર અને શિવાની તેની પત્ની.કિઆરાના કાકા
કુશ શ્રીરામ શેખાવત અને કિનારા કુશ શેખાવત- શ્રીરામ શેખાવતનો નાનો દિકરો અને કિનારા તેની પત્ની.કિઅારાના કાકાકાકી
લવ શ્રીરામ શેખાવત અને શિના લવ શેખાવત-કિઆરાના માતાપિતા
કાયના-કિઆરાની મોટી બહેન ,કુશ અને કિનારા શેખાવતની દિકરી.
કિઆન- કુશ અને કિનારાનો દિકરો આ ઘરનો એકમાત્ર કુંવર.)
જાનકીવિલાની સોહામણી સવાર હતી.જાનકીદેવી સવારના પાંચ વાગ્યામાં ઉઠીને નાહીને ભગવાનની માળા ગણવા બેસી ગયા હતાં.માળા ગણીને તેમણે ઇષ્ટદેવતા અને કુળદેવીને યાદ કર્યા ત્યારબાદ રૂમની બહાર પગ મુક્યો.
સીતેરની નજીક પહોંચેલા જાનકીદેવીના વાળમાં ઘણીબધી જગ્યાએ સફેદી દેખાતી હતી.મરુન કલરના આખી બાયનું બ્લાઉસ,તેની પર ભારે મરુન અને ગ્રીન કલરની સાડી.ગળામાં લાંબુ લગ્નસમય વખતનું એન્ટિક હિરાજડિત મંગળસુત્ર,કપાળ પર મોટો ગોળ લાલ ચાંદલો,હાથનાં સોનાની ચાર ચાર બંગડીઓ,જેમા બે તેમના સાસુએ આપેલા ખાનદાની કડા હતા.રાજ રજવાડાના સમયના.
વાળમાં ભલે સફેદી હતી પણ એટલા જ ઘટ્ટ હતાં.જેને તેમણે અંબોડોમાં બાંધ્યા હતા.જાનકીદેવીનો એક અલગ જ પ્રભાવ હતો.આ ઘરમાં તેમનું કહ્યું ટાળવાની કે વણસાંભળ્યું કરવાની કોઇની તાકાત નહતી.
રૂમમાંથી બહાર આવીને તેમણે પહેલા પોતાના મંદિરમાં દર્શન કર્યા અને તેમના પ્રભાવશાળી અવાજમાં બુમ પાડી,"શિવાની,કિનારા,છ વાગવા આવ્યાં આરતીની તેૈયારી કરો.શિવાની મંદિરની સફાઇ અને ભગવાનને ચઢાવવાની ફુલોની માળા બનાવો.કિનારા પ્રસાદ અને પંચામૃત બનાવો.હું મારી લાડલી કિઆરાને ઉઠાડીને આવું.બાકી બધાને પણ ઉઠવા કહો."
"જી,માઁસાહેબ અે જ કરીએ છીએ."શિવાની અને કિનારાએ જવાબ આપ્યો.
આટલું કહીને તેમણે સીડીઓ ચઢવાની શરૂઆત કરી.
સીડી ચઢીને સૌથી ખુણાના આ ઘરના સૌથી મોટા અને આલિશાન રૂમ તરફ ગયાં.
હા,જાનકીદેવી માતાપિતાથી દુર રહેતી અને પોતાના લાડલા દિકરા લવ શેખાવતની દિકરી કિઆરા પ્રત્યે થોડા વધુ લાગણીશીલ હતા.આ ઘરમાં કોઇ સૌથી વધુ શાંત અને લાગણીશીલ હતું તો તે કિઅારા હતી.
જાનકીદેવીને તેમનું સઘળું વ્યાજ ખુબજ વ્હાલું હતું પણ કિઆરાની વાત અલગ હતી.જાનકીદેવી તેને એક ટકો વધુ પ્રેમ કરતા હતાં.
તે કિઅારાના રૂમમાં ગયાં.આલિશાન સુંદર રૂમ,તેના પ્રિય ઓફ વ્હાઇટ રંગથી રંગાયેલો હતો.તે જ કલરના પડદા,ફર્નિચર અને ડેકોરેશન પણ તે જ કલરનું.સામે વિશાળ ડબલબેડમાં તે ઉંધી સુઇ રહેલી હતી.તેના કમરસુધીના વાળ ખુલ્લા અને અસ્તવ્યસ્ત હતા.તેણે સફેદ પાયજામો અને લાઇટ યલ્લો કલરની કુરતી પહેરેલી હતી.
તેના ચહેરાને તેના વાળે ઢાંકીને રાખેલો હતો પણ તે વાળના પહેરા વચ્ચે તેના ગુલાબી કોમળ હોઠ દેખાઇ રહ્યા હતાં.જાનકીદેવીએ તેને જોઈને સ્મિત ફરકાવ્યુ અને પડદા ખોલ્યા રૂમમાં પ્રકાશનું સામ્રાજ્ય ફેલાયું,ત્યારબાદ જાનકીદેવી કિઆરા પાસે આવ્યાં.તેના વાળને તેમણે તેના ચહેરા પરથી હટાવ્યાં.
તેના કપાળ પર એક ચુંબન કર્યું.ધસધસાટ ઊંઘમાં પણ તેના ચહેરા પર સ્મિત આવી ગયું.
"દાદી."આટલું બોલી તેણે તેની આછા બ્રાઉન કલરની આંખો ખોલી અને પલકો ઝપકાવીને પોતાની વ્હાલી દાદીને જોઇ.તેના ગાલમાં એક ખુણામાં પડતું નાનકડું ખંજન તેને વધુ સુંદર બનાવતું હતું.
"મારી ઢિંગલી,મારી બાર્બી ડોલ,ઉઠ તૈયાર થઇને નીચે આવ.આરતીનો સમય થઇ ગયો છે."જાનકીદેવીએ તેના માથે હાથ ફેરવતા કહ્યું.
તે ઉઠીને દાદીના ગળે લાગી ગઇ અને પછી ઊભી થઇને તેમને પગે લાગી.
"હમણાં જ આવી તમે જાઓ."કિઅારા તેના મધુર અવાજમાં બોલી.
"જલ્દી આવ." આટલું કહીને જાનકીદેવી ત્યાંથી જતા રહ્યા.તે આળસ મરડીને બારી પાસે ગઇ.સવારના રોજ આ જ નિયમ હતો જે જ્યારથી તે મુંબઇ આવી હતી ત્યારથી બનેલો હતો.
તેણે બારી ખોલીને એક ઉંડો શ્વાસ લીધો.બારીની બહાર બગીચાના સુગંધીદાર પુષ્પોની સુવાસ પોતાની અંદર ભરીને તે ટુવાલ અને કપડાં લઇ બાથરૂમમાં ગઇ.
બાથરૂમમાં અરીસામાં પોતાના ચહેરાને જોઇને તે હસી અને બોલી,"હાય હું કિઆરા લવ શેખાવત.જાણવું છે મારા વિશે?મારા જીવનરૂપી ગાઢ સમુદ્રમાં ડુબકી લગાવશો?".
જાણો કિઆરાની કહાની કિઅારાની જુબાની.
શું છે એલ્વિસના ભુતકાળના કાળા કિસ્સા અને શું છુપાયેલું છે ભવિષ્યના ગર્ભમાં?
કેવીરીતે મળશે કિઆરા અને એલ્વિસ?
જાણવા વાંચતા રહો.