CHECKMATE - 5 in Gujarati Thriller by Payal Sangani books and stories PDF | CHECKMATE - (part-5)

Featured Books
Categories
Share

CHECKMATE - (part-5)

એ મુખોટા વાળી વાત હજી તેના મગજમાં ઘૂમતી હતી. આખરે કનક જાણતી જ શું હતી આ પરિવાર વિશે..!
કિચનમાં આવી ફ્રીઝમાંથી પાણીની બોટલ લીધી. પણ એ સાથે જ એક ડરાવનો અનુભવ થયો. જાણે વાયુવેગે કોઈ તેની પાછળથી પસાર થયું! તેની પાછળ જાણે કોઈ ઊભું છે એવા ડરથી એ તરત પાછળ ફરી પણ કોઈ દેખાયું નહીં. ગભરાટથી તેણે આજુબાજુ જોયું. શાયદ ભ્રમ હતો એવું વિચારી સ્ટાફ પાસે આવી ડ્રોવરમાંથી ગ્લાસ કાઢ્યો. ગ્લાસમાં પાણી ભર્યું કે ફરીથી એ ડરાવનો અહેસાસ.....

શ્વાસ જાણે બેસી ગયો. હ્રદયના ધબકારા થોડી વાર થંભી ગયા. હાથમાં રહેલી બોટલ એકાએક ધ્રુજવા લાગી!! બાજુમાં નજર કરી તો કોઈ એની બાજુમાં જ...... એની આંખો પહોળી થઈ ગઈ! હાથમાં રહેલ કાચનો ગ્લાસ નીચે પડી ગયો. ત્યાં સ્ટાફ પર કોઈ બેઠું હતું! તેની આંખો ચમકી રહી હતી!

આ દ્રશ્ય જોઈ એના આખા શરીરમાં ડરની ચિંગારી પ્રસરી ગઇ. થોડીવાર તો ગળામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો! એ એકાએક ચીલ્લાઈ અને ત્યાથી ભાગી. તેની રાડ આખા ઘરમાં સંભળાઈ હશે. એ ડરની મારી હૉલમાં આવી ત્યાંજ તે કોઈ સાથે ટકરાઈ. એ સ્તબ્ધ હતી કાંઈ બોલી શકવાની ત્રેવડ ન હતી.

"શું થયું?! આટલી બધી ડરેલી કેમ છો? " સામે ઉભેલી સ્વર્ણાએ હેરાનીથી પૂછ્યું.
"ત્યાં.. ત્યાં... " કનકનો શ્વાસ ફુલાઈ રહ્યો હતો. સ્વર્ણાએ તેને સોફા પર બેસાડી અને પાણી પીવડાવ્યું. અધિરાજે હોલની લાઇટસ ચાલુ કરી એમની પાસે આવ્યો. ઉપરથી મોના પણ કોઈના ચિલ્લાવાનો અવાજ સાંભળીને નીચે આવી.
" શું થયું?" મોનાએ પૂછ્યું.

શ્વાસ હળવો થતાં કનકે કહ્યું, " ત્યાં રસોડામાં કોઈક છે."
કનકની વાત સાંભળીને બધા હેરાન હતા. અધીરાજ રસોડામાં જઈને બધું ચેક કરી આવ્યો અને કહ્યું, "ત્યાં તો કોઈજ નથી."

"નહીં એ મારો ભ્રમ ન હોઈ શકે. હું નીચે પાણી પીવા માટે આવી હતી. અચાનક મને લાગ્યું કે ત્યાં કોઈ છે. બાજુમાં જોયું તો સ્ટાફ પર કોઈક બેઠું હતું." કનકના અવાજમાં ખૂબજ ડર હતો જે તેના ચહેરા પર દેખાઈ રહ્યો હતો.

મોના મનમાં બોલવા લાગી, "ક્યાંક વિવેક તો...?! હું અત્યારે નીચે આવી ત્યારે એ રૂમમાં ન હતા. વિવેકનું કેરેક્ટર જ એવું છે કે કોઈ નવીન ચીડિયા દેખી નથી કે પાછળ પડી જાય! પણ આ વાત અત્યારે અહીં ન કરવી જ બહેતર રહેશે."

સ્વર્ણાએ કનકને કહ્યું, "તારે ડરવાની જરૂર નથી, ત્યાં કોઈજ નથી. આ ઘર તારા માટે નવું છે ને એટલે તને એવો ખોટો આભાસ થયો હશે. હવે રૂમમાં જઈને શાંતિથી સૂઈ જા. વધુ ન વિચાર. "

સ્વર્ણાનાં કહેવાથી કનકને થોડી રાહત મળી. એ ઉભી થઈ પોતાના રૂમમાં ચાલી ગઈ. મોના અને અધીરાજ પણ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા.
સ્વર્ણા હજી ત્યાંજ ઉભી હતી. એ ફરી કિચનમાં ગઈ અને દરેક ખૂણો ચેક કર્યો. આ કરતા સમયએ તેના ચહેરા પર ડરના ભાવ ઉપસેલા હતા. તે ફરી હોલમાં આવી અને ત્રીજા ફ્લોર પર નજર કરી.
"નહીં... નહીં... એ ન હોઈ શકે. એ તો રૂમમાં બંધ છે અને ઉપર તાળું માર્યું છે. એ ત્યાથી છેક નીચે કિચનમાં આવે એ તો અશક્ય છે તો પછી ત્યાં બીજું કોણ હોઈ શકે?!"

મોના ગુસ્સે થતી પોતાના રૂમમાં દાખલ થઈ. સામે જોયું તો ચોંકી ગઈ. વિવેક ત્યાં રૂમમાં જ હતો.
"તમે અહીંયા છો? તો પછી નીચે કોણ હતું?"
અંદરથી રૂમ બંધ કરતા મોનાએ પૂછ્યું.

"ક્યાં કોણ હતું?! હું તો અહીંજ છું પણ તું આટલી રાતે ક્યાં ગઈ હતી?" વિવેકે સામે પૂછ્યું.

"નીચે પેલી ગવાર છોકરીએ જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય એમ રાડો પાડતી હતી. એ સંભાળીને હું તરત નીચે ગઈ પણ ત્યારે તમે રૂમમાં ન હતા. "
ફરી પ્રશ્નાર્થ ભાવ સાથે પૂછ્યું.

"અરે હું તો અહીં બાથરૂમમાં હતો. સાંજે ડિનરમા ખબર નહીં કોઈક મીઠાઈ ખવાઈ ગઈ હશે તો મને હજી પેટમાં દુખે છે. તું ઉઠી હોઈશ ત્યારે હું બાથરૂમમાં જ હોઈશ એટલે તે મને જોયો નહી હોઈ." વિવેકે કહ્યું. મોનાને વિચારમાં પડેલી જોઈ વિવેકે ફરી પૂછ્યું, "પણ શું થયું હતું નીચે? "

"પેલી કનક કહેતી હતી કે કિચનના સ્ટાફ પર કોઈક બેઠું હતું. કોણ જાણે શું નાટક છે એના! એને લીધે હું ઉંધ શા માટે બગાડું. "
કહીને મોના પોતાની જગ્યાએ સૂઈ ગઈ.
વિવેક ત્યાં જ ઊભો હતો અને વિચારી રહ્યો હતો.
"શું?એણે સ્ટાફ પર કોઈને બેઠેલું જોયું! પણ હું તો એની પાછળ હતો. હા એણે રાડ તો પાડી હતી પણ હું ત્યારે એ જ ન સમજી શક્યો કે એ શા માટે ચિલ્લાઈ! એના ચિલ્લાવાથી જ હું ભાગીને અહીં રૂમમાં આવ્યો પણ આ મોના પણ ત્યારે જ બહાર નીકળી એટલે દરવાજા પાછળ સંતાઈ ગયો. પણ વાત તો એ છે કે ત્યાં મારા સિવાય બીજું હતું કોણ?! "

આજે યુવરાજની જિંદગીની સૌથી ખૂબસૂરત સવાર સાબિત થવાની હતી. આજે તેના રૂમમાં તેની પત્ની કનક જો હતી! કનક કાચની સામે ઉભી રહી પોતાના ભીના વાળ સહેલાવી રહી હતી. તેના વાળમાંથી છાંટા યુવરાજના ચહેરા પર પડતાં એની ઉંધ ઉડી ગઈ. પહેલા તો ઉંધ ડિસ્ટર્બ થઈ એ માટે એ થોડો અકડાયો પણ જેવું ધ્યાન કનક તરફ ગયું કે બસ જોતો જ રહી ગયો.

સાળીમાં એ ખૂબજ સુંદર લાગી રહી હતી કે પછી એમ કહેવાય કે એના લચકતા કોમળ અંગ પર એ સાળી સુંદર લાગતી હતી. યુવરાજનું ધ્યાન એની નાજુક રૂપાળી કમર પર ગયું. એની સુંદરતાને વધુ માણવા એ બેડની દીવાલે ટેકો દઈ બેસી ગયો. આ વાતથી અજાણ કનક પોતાના લાંબા કાળા વાળને ઓળવામાં મશગુલ હતી. વાળ ઓળી કંકુનો સેથો કરવા માટે કાચમાં જોયું. ત્યાંજ પાછળ યુવરાજને પોતાના તરફ દેખતાં જોયો.

"તમે ઉઠી ગયા? ગુડ મોર્નિંગ." પાછળ ફરી થોડા ડર સાથે કહ્યું.
"હા... તારા ભીના વાળએ મને વહેલો ઉઠાડી દીધો." બેડ પરથી ઉભા થઈ કનકની પાસે આવતા કહ્યું.

"શું...?! આઈ.. એમ... સોરી... મ.. મારું ધ્યાન ન રહ્યું."

કનકની વાતનો કઈ જવાબ આપ્યા વગર એ તેની વધુ નજીક આવ્યો. કનકના ધબકારા સામાન્ય કરતાં વધી ગયા. પોતાનો હાથ કનકના ચહેરા પર લઈ જઈ તેની નાક પર પડેલા કંકુને સાફ કર્યું અને કનકને બતાવ્યું. કનકના શ્વાસ થોડા શાંત થયા.
"હું નીચે જાવ છું." કહી કનક ત્યાથી ચાલી ગઈ.

હોલમાં બધાં નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. થોડીવારમા યુવરાજ પણ આવ્યો. "અરે ભાઈ શું વાત છે!! અગિયાર વાગ્યે ઉઠવા વાળો આજે સાળા આઠ વાગ્યામાં ઉઠી ગયો?!" વિવેકે મજાકમાં કહ્યું.

યુવરાજે કાંઈજ ઉત્તર ન આપ્યો. નોકર બધાને નાસ્તો પીરસવા લાગ્યા.

"યુવી તને ખબર છે તારી પત્નીને તો ઘરમાં ભૂત દેખાવા લાગ્યા છે " મોનાએ પોતાના લહેકા અવાજે કહ્યું.
"શું કહ્યું? કઈ સમજાયું નહીં." પૂછતાં યુવરાજે પેલા મોના અને પછી કનકની સામે જોયું.

મોનાની આ વાતે તો વિવેકના હોંશ ઉડાવી દીધા. એટલો જ ડર સ્વર્ણાને પણ અનુભવાયો. જાણે એ કાંઈક છુપાવતી હતી. વાત પર પડદો નાંખતા એ બોલી, "કાંઈ નહી યુવી, રાતે કનક નીચે પાણી પીવા માટે આવી હતી એને ત્યાં કોઈકનો આભાસ થયો. પણ ત્યાં કોઈજ ન હતું."

કનક હજી પણ એ મુંઝવણમાં હતી કે એ સત્ય હતું કે પછી આભાસ! પછી એ વાત ત્યાંજ પૂરી થઈ ગઈ. કોઈએ એના પર વધુ ધ્યાન ન આપ્યું. પણ વિવેકની નિયત કનકને લઈને સારી ન હતી.
જ્યારે પણ મોકો મળે એટલે એ કનકની પાસે આવતો અને કનકને અજાણતા અડ્યાનો ઢોંગ કરતો. કોઈ પણ સ્ત્રી પુરુષના સ્પર્શ માત્રથી ઓળખી જાય છે કે એ પુરુષની નિયત કેવી છે. એવીજ રીતે કનકને પણ વિવેકની આવી હરકતોનો અંદાજ આવી ગયો હતો. પણ એ આ ઘરમાં અજાણ હતી કોઈને કહે તો કોઈ વિશ્વાસ પણ ના કરે.
એક દિવસ રાતે કનક પોતાના રૂમમાં એકલી હતી. યુવરાજ બહાર ગયો હતો. મોકાનો ફાયદો ઉઠાવી વિવેક કનકના રૂમમાં આવ્યો. એ વાતથી અજાણ કનક કબટમાં પોતાના કપડા ગોઠવી રહી હતી. વિવેકનું ધ્યાન એની નાજુક કમર પર હતું. કોઈ તરસ્યો માણસ જાણે પાણી જોવે અને પીવા માટે દોટ મૂકે એ રીતે જ વિવેકે કનકને પાછળથી પોતાની બાહોમાં ભીસી લીધી.
કનક થળકી ગઈ પાછળ જોયું તો વિવેક! તેના હ્રદયમાં ફાર પડ્યો અને એક ઝાટકે તેને પોતાનાથી દૂર કર્યો. "આ શું કરો છો તમે?! " ડર અને ગુસ્સાથી એનો ચહેરો લાલચોળ થઈ ગયો.

ક્રમશ....✍️✍️✍️