Feminine leadership is distorted and distorted in Gujarati Motivational Stories by Jayshree Patel books and stories PDF | સ્ત્રીનું નૈતૃત્વ વિકૃત અને સુકૃત

Featured Books
Categories
Share

સ્ત્રીનું નૈતૃત્વ વિકૃત અને સુકૃત

સ્ત્રીનું નૈતૃત્વ વિકૃત અને સુકૃત


જો આજે મૌલીને જોવા છોકરાવાળા આવે ત્યારે તું બહુ એના વખાણ ના કરતી” વિમલરાયે પત્નીને સલાહ

આપી. પત્ની વિશાખાબેન આમેય મૌલી બહુ વહાલી, તેને માટે કેમ આટલી ઉતાવળ કરવાની? તે સમજાતું નહિ! તેઓ ત્યાંથી ચુપચાપચાલ્યા ગયાં.

બધી તૈયારી થઈ ગઈ હતી, મૌલી પણ કમને આમ તૈયાર થઈને ભાવિ ઘરવાળાઓને જોવા બેઠી હતી. ડાહી હતી પહેલાં બધીમમ્મીને રસોડામાં મદદ કરી,

ભાભી સાથે ઉપર જઈ નાહિને અત્તરથી મહેકતી તે નીચે

આવી. જાત જાતનાં અત્તર વસાવા તેનો શોખ હતો.તેણીએ સરસ ગાઢા ભૂરા રંગની મોરપીંછ બોર્ડરવાળી સાડી પહેરી હતીને સુંદરવાળનેછૂટા રાખી

વચ્ચે નાની તેજ રંગની ક્લીપ નાંખી હતી. સુંદર લાગતી

હતી.

બહાર પોર્ચમાં ગાડીનું હોર્ન વાગ્યુંને શું થયું કે તેનું હૃદય એક ધડકન તેજ ચાલ્યું. તેણીએ સંયમ ધરી ચહેરા

પર એક ગંભીરતાનું મુખૌટું પહેંરી દીધું. બધાં ઘરમાં આવ્યાં.બે યુવાન અને સાથે એક પ્રૌઢ દંપત્તિ હતું.યુવાન

સાથે એક યુવતી પણ હતી.બધાં બેઠાં એકબીજાનો પરિચય કર્યો. નાસ્તાપાણી પત્યા કે પેલાં યુવાનમાંથી એક યુવાન બોલ્યો,”મારેતમારી સાથે વાત કરવી છે,શું તમે મારી સાથે બહાર આવશો?”

મૌલીએ માતા પિતા સામે નજર કરી, તેમની મંજૂરી મળતા તેણી ઊભી થઈ ને બન્ને બહાર ગાડી પાસે આવ્યાં.

ગાડીમાં બેસી ગયાં પછી મૌલીને લાગ્યું કે ગાડીમાં

કંઈક જુદી જ મહેક છે, જે તેણી સમજે પહેલા જ વાતચીત

શરૂ થઈ . મોર્ડન પાર્ટી, ભણતર , નોકરી, રસોઈ વગૈરે વગૈરે. ઔપચારીકતા પતી કે તરત જ મૌલીએ પૂછ્યું,”

શુરેનજી આપ ડ્રીન્કસ કરો છો?”

ના” એક સામાન્ય જવાબ મળ્યો.

બન્ને પાછા આવ્યા અને એકબીજાને બે દિવસ પછી જવાબ આપવાનું કહી,છૂટા પડ્યાં. મૌલીનાં પિતાએ મૌલીની સામે પ્રશ્નાર્થ ભરી નજરેજોયું.મૌલી કાંઈ બોલ્યા

વગર જ ઉપર ગઈ. તેને સાથે આવેલી યુવતી થોડી કંઈક

વિચિત્ર લાગી. તે શુરેનની અને તેમના મિત્રની બાળસખી

હતી. તેણી મૌલીને જોતી નહોતી ઘૂરતી હતી. મૌલીએ માને જવાબ આપ્યો મને નથી કરવું અહીં લગ્ન મારું મન ના પાડે છે કારણ તે બતાવીન શકી.તેણીને ગાડીની પેલી

કડવી મહેક અને પેલી બાળસખી બન્ને માટે પ્રોબ્લેમ હતો. પિતાને તે સમજાવી શકે તેમ નહોંતી.

તેનું માન રાખી પિતાએ તેનાં જીવનની પહેલી આ

સામાજીક ધોરણની ઔપચારીકતામાં તેનો સાથ આપ્યો.

તે ખુશ હતી. પણ શુરેન અને તેના બે સાથીદારને શું ચટી

ગઈ કે એક દિવસ ત્રણે જણે એક યોજના ઘડી કાઢી. મૌલીને તો કલ્પના પણ નહોતી કે તેના કુટુંબને પણ સપનામાં નહોતું કે તેઓએ એકમુસીબત વહોરી હતી.

એક સાંજે મૌલીનું ઘરની બહારથી જ અપહરણ થઈ ગયું.બે ત્રણ દિવસ સુધી શહેરની પોલીસ ને મૌલીનાં

મા બાપ બધાંએ ખૂબ શોધ આદરી પણ મૌલીનો પત્તો

ન લાગ્યો.

ચોથે દિવસે સવારે ઘાયલ અવસ્થામાં મૌલી ઘરનાં દરવાજે ફેંકી એક ગાડી ઝડપથી ભાગી ગઈ.

સામેનાં ઘરનાં વોચમેનની નજર પડતાં જ તે દોડતો આવ્યો, તેણે મૌલીને સંભાળી ઉંચકી ઘરમાં લઈ સોફા

પર સુવાડી.દોડાદોડી અને પોલીસનાં ચક્કર શરૂ થયાં.

મૌલીએ મૌન ધારણ કરી લીધું હતું તે ગભરાઈ ગઈ હતી.

ન તે પોલીસને કાંઈ કહેતી ન મા બાપને.કેસ કરવાની પણ

ના પાડી દીધી હતી. વ્યોમેશ નામનો એક યુવા સબઈન્સ્પેક્ટર તે જ સમયમાં ત્યાં નવો આવ્યો હતો તેમણે મૌલીને સ્વસ્થ થવાદો કહીકેશને ઠંડો પાડી દીધો.

વાતને બે મહિના વીતી ગયા હતાં.એક દિવસ

વ્યોમેશે મૌલીને પોલીસ સ્ટેશન પર બોલાવી. એક ફોર્મ

આપ્યું જે વાંચતા મૌલીએ આશ્ચર્યથી વ્યોમેશ સામે જોયું.

“આ તક છે કંઈક કરવું છે?” વ્યોમેશે પ્રશ્ન કર્યો.

બે ઘડી વ્યોમેશ સામે જોય, મૌલીએ હકારાત્મક

જવાબ વાળ્યો.તેણીએ ફોર્મ ભર્યું અને ઘરે જઈ ફક્ત

બે જ શબ્દ જણાવ્યા,” હું જાઉં છું.”

મૌલીની ટ્રેનિંગ ચાલું થઈ, આઠ મહિના પછી એક નાજુક સ્ત્રી ખડતલ લેડી પોલીસનાં સ્વરૂપે બહાર

આવી.તેની શોધ હતી.. પેલી સ્ત્રી રૂપે મંથરાની જેણે તેની

જિંદગીમાં આંધી ફેલાવી હતી. શરૂવાત મૌલીએ મારવાબીચ પરનાં બંગલાઓની આસપાસથી કરી કારણ તેણીનું નાક સાક્ષી હતું અમુકમહેકનું જેના દ્વારા

તે પગેરું કાઢતા ત્યાં પહોંચી હતી.ખરેખર તે સાચી હતી.

એક પાનનાં ગલ્લે સિગરેટ ખરીદતી તે યુવતી દેખાઈ તેનો પીછો કરતાં કરતાં તે પહોંચી શુરેનનાં મિત્રનાં બંગલા સુધી.તે સમજી ગઈતેણીનું અપહરણ કરનાર

શુરેન, તેનો મિત્ર વિલય અને તેઓની બાળસખી કંચન જ

હતાં.તેની આંખે પાટા બાંધેલ જ રાખતા.નવાઈની વાત એ હતી કે તે ત્રણેય જણ એકબીજાનાં શરીરનાં ભૂખ્યા હતાં. જો પેલા બે માંથી કોઈપણ તેની પાસે આવતું કે કંચન તેને લઈ જઈ રૂમમાં ભૂખ સંતોષતી. કંઈક વિચિત્ર જ સંબંધ હતો ત્રણેયનો. તેમની ગાડીમાં આવતી તેમહેક હતી ગાંજાને અફિણની!

વાસનાનાં આ ત્રિકોણે તેનું અપહરણ કર્યુ હતું તેને

માર મારી તેઓ ત્રણે તેની સાથે વિકૃત ચેડા કરતાં. માર

ખૂબ મારતાં. ત્રીજા દિવસે સવારે જ્યારે વિલયે તેની પર

બાળાત્કાર કર્યો તો કંચન તેને ગાડીમાં નાંખી ગાંડાની જેમ આખા શહેરમાં ભટકીને સવારે ઘર બહાર નાંખી

ધમકી આપી ચાલી ગઈ હતી. હવે તેણીએ વ્યોમેશને ફોન કર્યો. બે કોન્સ્ટેબલ લઈને તે મારવા બીચ

પર હાજર થયો. બંગલા પર હુમલો કરી પકડવામાં આવ્યા તો ત્રણેય બિભત્સ અવસ્થામાં મળ્યાં. કંચને

બન્ને બાળમિત્રોની હાલત નશેડી બનાવી પોતાની વિકૃત

અવસ્થાને પોષવા એક સુશિક્ષિત યુવતીની જિંદગીનાં

બધાં જ પાના ઉલટાવી નાંખ્યા હતાં.

મૌલીને પોતાનાં જ હાથે પોતાનો ન્યાય મળ્યાનો

સંતોષ હતો.વ્યોમેશ તેને મનોમન ચાહતો હતો, પણ મૌલીની હા ની રાહ જોતો રહ્યો. એક સવારે મૌલીએ તેને

પોતાને ત્યાં ચા નાસ્તા માટે આમંત્રિત કર્યો અને માતા પિતાની મંજૂરી માંગી.આજે એ મૌલી સ્ત્રી પોલીસ દળનું

નૈતૃત્વ સંભાળવાની હતી, લાલ કિલ્લાની સામે વડાપ્રધાન

અને સમગ્ર વિશ્વની સામે, વિલય અને શુરેન જેલમાં તેની આ પરેડ નીહાળી રહ્યાં હતાં.તેણી અત્તરની મહેકની જેમ મહેંકી રહી હતી.વિકૃતકંચન મૌલીની સુકૃતતા જોતી જ રહી.


જયશ્રી પટેલ

૪/૪/૨૧