ધ્રુમિલ.....લક્ષ્યએ જોઈને બૂમ પાડી.
લક્ષ્ય સીડીઓના થાંભલા પાછળ છુપાઈને ઉભો ઈશારો કરી રહ્યો હતો,
ભાઈ ના આવ ના આવ જા પાછો, પણ આ ઈશારો ધ્રુમિલ સમજી ન શક્યો.
તેણે ચાલવાનું શરૂ કર્યું ત્યાં જ સામે પ્રવીણ આવીને ઉભો રહી ગયો. અરે ! પ્રવીણ ક્યારના તને શોધીએ છીએ ચલ,
તું ને આ લક્ષ્ય બન્ને કયા અટકાઈ ગયેલા. પ્રવીણનો હાથ પકડીને જેવું ધ્રુમિલએ એની સામે જોયું,
એ પણ બૂમ પાડી ભાગવા લાગ્યો નીચે તરફ, જ્યા રાજીવ હતો. ભાઈ આ શું છે?? પેલાને કઈક થઈ ગયું.
અહીંયા પણ થયું છે. રાજીવએ કીધું, " ધ્રુમિલની ડરેલી આંખોએ ધીરેથી રાજીવ ઉપર નજર મારી જોયું તો
જે રાજીવ પહેલા હતો એવો રાજીવ હવે નહોતો. હાથ વળેલા હતા ઊંઘી બાજુ, મોઢા પર લોહી ટપકતું હતું પગ ઊંધા હતા અને પેટનું બધું જ બહાર દેખાઈ રહ્યું હતું જેમાંથી એક આંતરડું બહાર લટકી રહ્યું હતું.
ધ્રુમિલ સમજી ગયો કે આ એ જ છે જેમના વિશે બધા વાતો કરે છે.
એ ફરીથી ઉપર ગયો જ્યા પ્રવીણ લક્ષ્યને પોતાનો શિકાર બનાવવા આગળ વધી રહ્યો હતો.
ધ્રુમિલના હાથમાં જે પણ આજુબાજુમાંથી મળ્યું તેણે સીધું જ પ્રવીણના માથા પર માર્યું,
માથું તો ચિરાઈ ગયું પણ પ્રવીણને કઈ ન થયું તેનું શરીર જોઈ શકાય એમ નહોતું.
પ્રવીણના શરીરનો પેટ સુધીનો ડાબો જ ભાગ હતો બાકી બધું જ ગાયબ હતું તેનું મોઢું પણ ડાબી બાજુએ ફરેલું હતું.
જેમ જેમ લક્ષ્ય ગોળ ગોળ ફરી રહ્યો હતો તેમ પ્રવીણનું મોઢું પણ ધડ છોડી ફરતું જતું,
બન્નેને પેશાબ થઈ જાય એટલી કંપારી છૂટી ગઈ પણ પોટાણો જીવ બચવવા એ ભાગવા લાગ્યા સીધા દરવાજા આગળ.
દરવાજો ખુલ્લો હતો બન્નેએ ચાર જ છલાંગ મારી સીધા ઘરની બહાર નીકળી પોતાની કાર બાજુ જવા લાગ્યા.
ધ્રુમિલએ પાછળ ફરીને જોયુ પણ કશું દેખાયું નહિ એટલે નિરાંતનો સ્વાસ્ લીધો.
હાસ બચ્યા,
કારનો ડોર ઓપન કર્યો. બન્ને અંદર બેસી ગયા.
ધ્રુમિલ આ શુ થાય છે?? કાર આગળ જવાને બદલે પાછી કેમ જાય છે.
ટાયર પંક્ચર છે કે શું? ઉભો રે હું બહાર ઉતરીને જોઈ લઉં અંદરથી નીકળતો ના,
ધ્રુમિલ આટલું બોલ્યો અને કારની બહાર નીકળી પાછળનું ટાયર જોવા લાગ્યો.
ત્યાં જ નજર તેની પાછળની સીટ પર પડી.
લક્ષ્ય નીકળ!!
ભાગ.....ધ્રુમિલ ભાગવા લાગ્યો. લક્ષ્યએ કારનો ડોર ઓપન કરવાની કોશિશ કરી પણ નાકામ રહ્યો. પ્રવીણએ તેના હ્યદય લર હુમલો કર્યો અને પોતાના બહાર નીકળેલા તીક્ષ્ણ દાંત વડે બધું જ બહાર ખેંચી નાખ્યું.
૨ મિનિટ તડપ્યા પછી લક્ષ્યના શરીરે જાન છોડી દીધી.
બાકીના શરીરનો ભાગ પ્રવીણ માટે છોડતો હોય એમ રાજીવ
જાનવરની જેમ ૪ પગ પર થઈ છલાંગ મારતો મારતો ધ્રુમિલ બાજુ ભાગવા લાગ્યો.
ધ્રુમિલએ આંખો બન્ધ કરી આગળ કશું જ ન જોયું અને દોટ મૂકી સામે આવી ગયેલા નિલીગીરીના ઝાડ સાથે ભટકાયો અને દૂર ફેંકાઈ ગયો.
ધ્રુમિલ ઉભો થાય એ પહેલાં જ રાજીવ આવ્યો અને વાઘ શિકાર કરે એ માફક પોતાનું મોઢું ખોલી દાંત ફસાવવા જતો જ હતો ત્યાં પાછળથી કોઈક આવ્યું.
સફેદ દાઢીવાળા એ માણસને જોઈને તરત જ રાજીવ હટી ગયો.
ધ્રુમિલને થયું આ મને બચાવી લેશે, પેલા માણસએ હાથ લાંબો કર્યો અને કીધું,
હું એડમ આ ઘરનો માલિક !! ધ્રુમિલએ પણ આશાની નજરે હાથ લાંબો કર્યો.
એડમએ બીજો હાથ પાછળથી કાઢ્યો અને કુહાડી સીધી જ ધ્રુમિલના હાથ પર મારી દીધી, તેનો હાથ કપાઈને દૂર જઈ પડ્યો. દર્દથી ચીસતો ધ્રુમિલ તરફળિયા મારી રહ્યો હતો ત્યાં જ તેના હાથનું ખૂન જોઈને રાજીવની અજીબ હરકતો થવા માંડી, હવે દેખાઈ રહ્યું હતું કે રાજીવ અને પ્રવીણએ માણસો નહોતા કોઈક પ્રાણીમાં પરિવર્તન પામી ગયેલા ભૂત હતા. જેમને માણસનું ખૂન ચસવાનું ગમતું.
ધ્રુમિલ પર હુમલો કરી રાજીવ નામનું આ રહસ્યમય પ્રાણી તૂટી પડ્યું અને થોડી જ વારમાં આખા શરીરના ટુકડા ટુકડા કરી ખાવા લાગ્યું.
એડમએ પણ પેટમાંથી કઈક હિસ્સો કાઢ્યો અને કાચું ચાવતો ચાવતો અદ્રશ્ય થઈ ગયો. થોડી વાર આવું ચાલ્યું, બન્નેની ભૂખ જાણે સંતોષાઈ ગઈ હોય એમ પ્રવીણ અને આ રાજીવ ભેગા મળી એકબીજા સાથે મસ્તી કરવા લાગ્યા.
૨૦ એક મિનિટ પછી તેમની નજર ધ્રુમિલની બોડી પર ગઈ જે બોડી હમણાં કપાઈને ટુકડા ટુકડા થઈ ગઈ હતી તેમાંથી ખાલી ગર્દનથી માથાનો ભાગ જીવિત થઈ ઉઠ્યો અને એ પણ આ ભૂતિયા ગેંગમાં સામેલ થવા કાબીલ બન્યો એમ દેખાયું.
બહારથી માથા વગરનો લક્ષ્ય પણ અંદર આવ્યો. ચારેય ખુશ થઈ કુદવા લાગ્યા. વારાફરતી એક એક માણસ હવે મહેલમા દેખાઈ રહ્યો હતો જે બોડી પહેલા કાચના બોક્સમાં લટકાવેલી દેખાતી હતી તે બધી જ જીવિત થઈને હોલમા આવી ગઈ.
****
શિખા ડિડ યુ થિંક યુ કવર થિસ સ્ટોરી??
યા અખિલ એની હાવ આય વોન્ટ કવર થિસ સ્ટુપીડ રૂમર્સ, કેટલાય સમયથી ચર્ચામાં આવી રહ્યું છે તું પણ એમ જ માનું છું?? કે સાચું છે?
સી શિખા થિસ વિક વી હેવ એક્સક્લુજીવ કવરિંગ,
આપણે એના પર ધ્યાન આપવું જોઈએ સીએમના છોકરાના મેરેજ છે.
અને મને લાગે છે કે આ બધા સ્ટુપીડ થીંગ્સ કરતા લોકો સીએમના છોકરાના મેરેજ જોવાનું પસન્દ કરશે અને લોકો જે જોવે એ જ આપણી કમાઈ છે.
કમાશું તો ન્યૂઝ ચેનલ ચાલવાની છે. આય નો યુ આર ઓનેસ્ટ રિપોર્ટર બટ આ સીધાંતો રિયલ લાઈફમાં કામ નથી લાગતા.
તું મારા કરતાં વધારે મેચ્યોર છે તને બધી જ ખબર પડે સારી,
સો....
અખિલ એની હાવ પરમિટ મી, હું એ લગ્ન કરતા આ સ્ટુપીડી કરવાનું વધારે પ્રિફર કરીશ એ સ્ટોરી તું કૌશલને આપી દે કા તો પેલો આલમ એમ બેસી રહે છે.
ચૂસ એનિવન બટ ગીવ મી ચાન્સ યાર !!
આય હોપ યુ રિસ્પેક્ટ અવર ફ્રેશન્ડશિપ ઓવર ઓલ,
શિખા યાર દોસ્તીને માન આપીને હું તને ઘણી જ બધી સ્પેસ આપું છું મારે પણ ઉપર જવાબ આપવાનો હોય છે.
બટ હવે શુ કરું ચલ કરી લે જા!!
બટ આય ગીવ ઓન્લી ટુ ડેયસ ઓકે?? એન્ડ કેર યોરસેલ્ફ મેં ટ્રસ્ટેડ સોર્સ જોયા છે એન્ડ થે બીલવિંગ ઇન થિસ હોન્ટેડ સાઇટ.,
થેંક માય અખિલ, "યુ આર બેસ્ટ"
ખુશ થઈ શિખા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ચાલી રહેલા રૂમર્સ પર પોતાની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ પર કવરેજ કરવા માટેની બધી જ સાધન તૈયારી સાથે આ સોસાયટીમા જવા નીકળી સાથે કેમેરામેન ઉત્પલ પણ હતો.
બન્નેને ખબર નાહોતી કે એમની આ સફર કયા જવાની છે.
શિખા ઘરે પહોંચી તરત દરવાજો બંધ કરી પોતાના ફોનમાં નમ્બર શોધવા લાગી. 'શમન' લખેલા નમ્બર પર કોલ કર્યો,
એનિયોન્ગ હસેયો,
શિખા બોલી, સામેથી પણ જવાબ મળ્યો એનિયોન્ગ શિખા.
મુજીયન - ઇર- ઇયા!??
યા ગુડ, એયોત્તેકો જીનાયસેયો?
જોઈયુન, કેન વિ સ્પીક ઇન ઇંગલિશ??
શિખા બોલી !! યા સ્યોર વાય નોટ. (હા જરૂર કેમ નહિ)
થેન્ક યુ જોન ગુ , આય નિડ યુ (આભાર જોન ગુ મને તારી જરૂરત પડી છે)
ઓહ !! અવર જોબ ઇસ હેલ્પસ પીપલ, ટેલ મી હાવ કેન આય હેલ્પ? (અમારું તો કામ જ છે લોકોની મદદ કરવાનું બોલો કેવી રીતે મદદ કરી શકું?)
સામે રહેલા જોન ગુએ શિખાને જવાબ આપ્યો.
વો હેવ અ હોન્ટેડ પ્લેસ ઇન ઇન્ડિયા થિસ ડેસ વેરી ડિસગડ એન્ડ મેની પીપલ હેવ ગીવન ધેયર લિવસ, કેન યુ હિયર ઇન ટુ ઓર થ્રી ડેસ??
(અમારા ઇન્ડિયામાં એક ભૂતિયા જગહ છે અને હાલ ઘણી ચર્ચામાં છે ત્યાં કઈક અજુગતું બની રહ્યું છે લોકો પોતાના જીવ ખોઈ રહયા છે અત્યાર સુધી કેટલાય લોકોનો જીવ લઈ લીધો છે. શુ તું બે ત્રણ દિવસમાં અહીં આવી શકે છે?)
શિખા આય એમ ફ્રી નાવ એન્ડ આય લિવ ટુમોરો,
થેક યુ જોન ગુ વેનએવર આય નિડ યુ ઓલવેઝ કમ એન્ડ હેલ્પ મી અગેન થેન્ક યુ સો મચ (આભાર જોન ગુ મને જ્યારે પણ તારી જરૂરત પડે છે તું હમેશા આવે છે ફરીથી તારો ખૂબ ખૂબ આભાર)
અરાસ્સો અરાસ્સો, એનિયોન્ગ !! (ઓકે ઓકે બાય)
એનિયોન્ગ જોન ગુ, (બાય જોન ગુ)
ફોન કટ થયો, મેમ કોફી લાઉં?? શિખાએ જોયું તો તેના ઘરની હાઉસમેડ સુનીતા ઉભી હતી.
હા યાર લાવ ખૂબ જ થાક લાગ્યો છે. શિખાએ જવાબ આપ્યો.
મેમ આજે કોઈ આ કવર આપીને ગયું છે.
સુનીતાએ કોઈક બ્રાઉન કલરમાં રહેલું કવર શિખાના હાથમાં પકડાવી કિચન બાજુ વળી ગઈ.
કવર પર લખેલું હતું.
ફોર યુ, શિખા
આય હોપ યુ લાઈક,
ફ્રોમ અસર,
કવર પર અસર નામ વાંચી શિખાના ચહેરા પરનો થાક જાણે દૂર થઈ ગયો હોય એમ તેણે તરત જ રાહ જોયા વગર કવર ઓપન કર્યું.
કવરમાંથી એક નાની ચિટ્ટી અને અમુક ફોટોગ્રાફ્સ હતા,
લો મેડમ બ્લેક કોફી, હન શિખાએ જોયા વગર કીધું,
ત્યાં મૂકી દે હું પી લઉ છું, પેલા ફોટોગ્રાફસ જોવામાં એ જાણે વ્યસ્ત હોય સુનીતાના કીધું તેનો જવાબ પણ ન આપ્યો.
મેડમ મસ્ત છે નય ક્યારે આવશે સર?
આવે એમ તો હું પણ ઈચ્છું છું બટ ફૌજમાં કયા રજા મળે છે.
ઉપરથી પ્રોમોશન થયું છે સિનિયરમાં એટલે હવે તો લાગતું નથી કે ૬ ૭ મહિના વગર મળી શકાય.
મેડમ આ તો તમે જ સહન કરી શકો બાકી તો કેમ કેમ રહેવાનું,
મારે તો મારો ધણી ઘેર ના હોય તો રાત્રે ઊંઘએ ન આવે.
હમ..શિખા બોલી.
મેડમ હું ઘરે જાઉં હવે??
હા જા કિચન સાફ છે ને? હા સાફ કરી દીધું અને તમારૂ ડિનર પણ રેડી છે.
કહી સુનિતા ચાલી ગઈ. શિખાએ ફરીથી એ ફોટોગ્રાફ્સ હાથમાં લીધા.
ફોટોમાં અસર અને શિખાના વિતાવેલા યાદગાર પળો હતા જેમાં મોલદીવ દુબઇ જેવા શહેરો દેખાતા હતા.
યાદમાં જ અચાનક કોફી જોઈ તો તરત હાથમાં લીધી અને ફોટોસ મૂકી ફોન પકડ્યો,
અને મેસેજ ટાઇપ કર્યો.
લવ યુ,અસર આઈ મિસિંગ યુ સો મચ..
સેન્ડ કર્યો અને ડિનર લઈ ગઈકાલ વાળી બુક પાછી શોધી.
ક્યાં હતી !!??? આ રહી,
'સાઇકો કિલર',
ટાઇટલ વાળી આ બુક શિખાએ લીધી અને પોતાના બેડરૂમમાં સુવા ચાલી ગઈ.
લલિત પારેખ તેની વાઈફ અંજલિ પારેખ સાથે રાતના ભોજનની તૈયારીમા હતું સામે લલિત પારેખના સાળાનો દીકરો સંજુ અને લલિત પારેખના સ્વર્ગવાસી છોકરાની પત્ની રુચી બેઠા હતા.
સજું તારો માર્કેટિંગનો બિઝનેશ કેવો ચાલે છે? ઠીક છે ફુઆ સારો ચાલે છે પણ ઘણો લોડ લેવો પડે છે ડોકટર્સ જોડે.
એ તો લેવો પડે હું પણ એમ જ તારી જેમ પેલા ઘણા ધક્કા ખાતો આજે તો સારું છે કે આટલો બધો બદલાવ આવી ગયો બાકી અમારા ટાઈમમાં તો ડૉક્ટર ના માને ત્યાં સુધી પગ પકડવા પડે.
અને તું સાયન્સ બેકગ્રાઉન્ડમાનો છે એટલે એમઆર તારા માટે બેસ્ટ જોબ છે.તમે ખાઓ ચાલો હવે જ્ઞાન પછી આપજો
મારો ભયલો કઈ બોગ્ગો નથી હે ને સંજુ.. ના ના ફોઈ એવું તો હશે ફુઆએ આટલું બધું નામ કમાયું છે માર્કેટિંગ જોબમાં એ ઘણી મોટી વાત છે.
બાકી માર્કેટિંગમાં કોણ જાય છે.
રુચિ ખાને દીકરા કેમ બેસી રહી છું? અંજલિ પારેખ પોતાની વહુને ઉદાસ બેઠેલી જોઈ બોલ્યા,
અચાનક ફોનની રિંગ વાગતા શિખાનું ધ્યાન બુકના પેજમાંથી હટયું અને મોબાઈલની સ્ક્રીન પર પડ્યું.
આ કંપની વાળાએ ત્રાસ સે મસ્ત બુકમાં ધ્યાન હોય ત્યારે જ ફોન કરશે.
ફરીથી શિખાએ પોતાનું ધ્યાન બુકમાં આપ્યું પણ નજર લાગી નહિ તેનું મન વારંવાર પેલી જગ્યા પર જ જતું હતું.
બુક મૂકી તેણીએ પોતાના મોબાઈલમાં વેબપેજ પર જઈ ટાઇપ કર્યું,
ટોપ હોન્ટેડ પ્લેસીસ ઇન ગુજરાત,
એક સાથે લિસ્ટ સામે આવ્યું જેમાં પહેલું નામ ભૂતિયા સોસાયટી જોવા મળ્યું આ એ જ જગ્યા હતી જ્યા શિખાને સ્ટોરી કવર કરવાની હતી.
વધારે સર્ચ કરીને આગળ તેણીએ જોયું તો કેટલીયે સ્ટોરી તેની સામે જોવા મળી. જેમાં સૌથી વધારે પ્રચલિત હતી બે યુટ્યુબર વાળી સ્ટોરી. જે સર્ચ પેજ પર ટોપ કરી રહેલી જોવા મળી.
શિખાએ લાઇટ્સ ઓફ કરી મોબાઇલ સ્ક્રીનમાં જ એ સ્ટોરી વાંચવાનું શરૂ કર્યું.
બે અઢી કલાક વાંચ્યા પછી તેણીએ જોયું કે અલગ અલગ સ્ટોરીમાં કઈક અલગ અલગ હતું અમુક પેજમાં લખેલું હતું કે વર્ષ ૨૦૧૬ ના છેલ્લા મહિનામાં કાળી ચૌદસની રાત્રે બે યુટ્યુબરો આ જગ્યા પર ગયા અને પછી ક્યારેય પાછા મળ્યા નહિ.
તો અમુક પેજમાં લખેલું હતું બેયુટ્યુબરસ અચાનક એક રાત્રે ગાયબ કરતા હતા ભૂતોનો પરદાફાશ,
કેટલાક તાંત્રિકોનું કહેવુ છે કે તમે એક હદથી વધારે ભૂતો સાથે સંપર્ક બનાવવાની કોશિશ કરો છો તો એ તમારી જોડે આવીને તમને પોતાની સાથે લઈ જાય છે.
છે..યય...
શુ વાહિયાતપણું છે, શિખાએ કંટાળી ફોન મૂકી દીધો અને સુઈ ગઈ.
ક્રમશ :વ