(આગળ જોઈ ગયા કે- મીરાં ના સપના ની ગંભીરતા લઈને પોલીસ તપાસ શરૂ કરી દીધી. ને રાજન સર ના ઇન્સ્ટ્રકશન માગ્યા.)
ઈ. રાજપૂત મીરાં ને લઈને બોરીવલી માં આવેલી સનરાઈઝ સ્કુલ માં પોતાની ટીમ સાથે જવા નીકળ્યા. જ્યારે આ બાજુ સનરાઈઝ સ્કૂલમાં પ્યુન રામલાલ સાચવીને પ્રિન્સીપાલ ને પોલીસ સ્ટેશન થી આવેલ ફોન તથા તેમના કહ્યા પ્રમાણે આ માણસ વાતો માં વ્યસ્ત રાખવાનું કહ્યું. ત્યાં સુધી રામલાલ સ્કુલ ના બાળકો અને સ્ટાફ ને સ્કુલ ની પ્રિમાઈસીસ થી દૂર લઈ જશે .પ્રિન્સીપાલ તેમ કરવા કહ્યું. પણ ત્યાં જ તે માણસને અણસાર આવતા તે પ્રિન્સીપાલ ને પ્યુન ને બંદૂક બતાવી તે રૂમ બહાર થી લોક કરી દીધો. સ્કુલ ના ગેટને બંધ કરીને તે ભાગી ગયો. ભાગમભાગ થી સ્કુલમાં ટીચર ને બાળકો શું થયું તે જોવા બહાર આવી આવ્યાં. આ જોઈને બધાં ગભરાઈ ગયાં. એવાં માં જ ઈ.રાજપૂત તેની ટીમ સાથે આવી પહોંચયા. પહેલાં તો તે આ માહોલ જોઈ ગભરાઈ ગયા, પણ વધારે વિચાર્યા વગર ગેટ ખોલીને બોમ્બ ડિફયુઝ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બીજી બાજુ સ્કૂલમાં થી સ્ટાફ તેમજ બાળકો ને પ્રિમાઈસીસ થી બહાર કાઢી દીધા. બોમ્બ ડિફયુઝ થતાં જ બધાં ના જીવ માં જીવ આવ્યો. ત્યાં સુધી માં રાજન સર પણ આવી પહોંચ્યા. સમગ્ર પરિસ્થિતિ ને સમજી બધા ને શાંત રહેવા અપીલ કરી. પ્રિન્સીપાલ ને ઓફિસમાં જઈને તેમની સાથે વાત કરી. તેમને હૈયાધારણ આપી કે સ્કૂલમાં કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. દરેક વ્યક્તિ ને તે રાજન સર વતી સમજવાની ને પરિસ્થિતિ ને થાળે પાડે. બાળકોના પેરેન્ટ્સને પણ સમજાવે .ને જો કોઈ જરૂર લાગે તો તે મદદ પણ કરશે. મદદ હોય તો ફોન કરવાનું જણાવી તે સ્કુલ માં થી નીકળી પોલીસ સ્ટેશન ગયા. રાજન સર તે માણસને પકડવા માટે ઈ.રાજપૂત ને બોલાવી ને વાત કરી. સી.સી.ટીવી કેમેરા ચેક કરવા કહ્યું. ત્યાં જ મીરાં ને મળવાનું યાદ આવતા તેમણે મીરાં વિશે પૂછ્યું. ઈ.રાજપૂત મીરાં જયારે બહાર જ બેઠી છે એવું કહ્યું ત્યારે રાજન સર તેમને અંદર મોકલવા કહ્યું. ઓ.કે. કહીને ઈ.રાજપૂત ઓફિસ ની બહાર નીકળી ને મીરાં ને કહ્યું કે સર તમને બોલાવે છે, અંદર જાવ. મીરાં ઓફિસ ની બાજુ જાય છે. અંદર જતાં પહેલાં તે સર ની પરમિશન લેવા માટે પૂછે છે ,અંદર આવું સર? રાજન સર હા કહેતાં તે અંદર જઈને ઊભી રહે છે. રાજન સર તેમનું મ્હોં ઊચું કરી મીરાં સામું જોવે છે. મીરાં એકદમ સાધારણ કપડાં પહેરેલા હતાં. પણ તેની આંખો ખૂબજ સુંદર જાણે નાનકડી હરણી જેમ, તે ગોરી નહોતી-ના ઘઉંવર્ણી હતી, પણ તે સુંદર લાગતી હતી. તે પાતળી, ઊંચી ,ઘાટીલી હતી.રાજનસિંહ તેને એકધારી જોઈ જ રહ્યા. જાણે પહેલી જ નજરમાં મીરાં તેમને ગમી ગઈ. મીરાં તેમને ફરીથી બોલવતા અચાનક મીરાં પરથી ધ્યાન હટાવી ને તેને બેસવાનું કહીને મીરાં ને તેની તબિયત વિશે પૂછયુ . તેના ઘર , પરિવાર વિશે પૂછી ને તેને તેની મદદથી સ્કુલ ના બાળકો ને દરેક બચી ગયા. તેના માટે થેન્ક્સ કહ્યુ. આગળ આ રીતે મદદ કરતાં રહેવાનું પણ કહ્યું. ડ્રાઈવર ને બોલાવી મીરાં ને તેને ઘરે મુકી આવા કહ્યું. મીરાં તેમને બાય કહી ને ઘરે ગઈ. રાજન સિંહ મીરાં ને જતી જોઈ રહ્યા, ને વિચારવા લાગ્યા કે મને તો આ મીરાં ગમવા લાગી ગઈ કે શું. મારે તેના વિશે વધુ જાણવું પડશે. એ માટે મારે ફરીથી મીરાં ને મળવું પડશે. જ્યારે આ બાજુ મીરાં પોતાના દૈનિક કાર્ય કરવા લાગી. પણ હજી મીરાં ના મનમાં રાજન સર વિશે વિચાર કરી રહી હતી. તે પણ તેમના વિશે વધુ જાણવું જોઈએ તેવું તેનું મન કહી રહ્યું હતું. આમ વિચારતા વિચારતા તે ઊઘી ગઈ. આમ ને આમ થોડા ઘણા દિવસો વીતી ગયાં.
એક વખત મીરાં ના સપનામાં અંગદ ને જોયો. અંગદ તેની ઓફિસમાં બેઠો હતો. ઓફિસમાં બીજા બધા કામ કરી રહ્યા હતા. એવામાં અચાનક આગ લાગી ગઈ. ને બળી બધું જ ખાક થઈ ગયું. ને મીરાં ગભરાઈ ને ઊઠી ગઈ.
(શું રાજન સિંહ મીરાં ની મુલાકાત વારંવાર લેશે?
શું મીરાં ને રાજન સિંહ પોતાની મનની લાગણીઓ વિશે સમજી શકશે?
શું અંગદ ઓફિસમાં લાગેલી આગમાં થી બચશે કે નહીં?
જાણવા માટે વાંચો આગળનો ભાગ..)