An idea with you too (part-1) in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક વિચાર તમારી સાથે પણ (ભાગ-2)

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

એક વિચાર તમારી સાથે પણ (ભાગ-2)


સંબંધ હજી નવો છે આપણો,તું મને સમજવાનો પ્રયત્ન કરીશ ને?
હું પણ તને સમજવાનો પૂરો પ્રયત્ન કરીશ,પણ કદાચ કઈક સમજણ ના પડે તો તું મને પ્રેમથી સમજાવીશ ને?
બસ આમ જ આપણે બંને એકબીજાનો સાથ આપી શકીશું ને?
તડકામાં બહાર ફરવાનું મને બહુ પસંદ નથી,પણ તારો હાથ પકડીને હું તું કહીશ ત્યાં ચાલી આવીશ તારી સાથે.
પણ શું તું ક્યારેક ક્યારેક મારી સાથે ચાંદનીના છાંયડામાં બેસીને પ્રેમથી વાત કરી શકીશ ને?
બસ આવી જ રીતે આપણે આપણા મનની વાત એકબીજાને કહીશું ને?
પીઝા,બર્ગર, વડાપાઉં આ બધું મને ઓછું ભાવે છે છતાં પણ તારી સાથે હું આ ખાઈ લઈશ.
પણ શું તું કોઈક વાર મારી સાથે ડોસા અને લારી પર ઉભા રહીને પાણીપુરી ખાઈ શકીશ ને?
બસ આમ જ આપણે એક-બીજાની પસંદ-નાપસંદનું ધ્યાન રાખી શકીશું ને?
તું ક્યારેક ગુસ્સે થઈ જાય તો હું તને મનાવી લઈશ.
પણ ક્યારેક હું ગુસ્સે થઈ જાવ તો તું મારી સાથે વાત કરવાનું બંધ તો નહીં કરી દે ને?
બસ આમ જ આપણે એક-બીજાના અવગુણોને અપનાવી લઈશું ને?
હું અને તું બંને ભગવાન નથી કે એક-બીજાના મનની વાત વગર કહ્યે સમજી શકીએ.તો ક્યારેક હું ના સમજુ તો તું સામે ચાલીને કહી દેજે અને કદાચ હું કહી ના શકું તો તું વગર સવાલ કરે સમજી જજે.
બસ આમ જ આપણે એક-બીજા પર ભરોસો કરી શકીશું ને?
જાણું છું હું કે તને મારાથી ઘણી આશાઓ હશે,એ પુરી કરવાનો હું પૂરતો પ્રયત્ન કરીશ.
પણ શું તું ક્યારેક મારી ઈચ્છાઓને પણ પુરી કરીશ ને?
બસ આપણે આવી જ રીતે એક-બીજાની ઇચ્છઓ પુરી કરીશું ને?
ક્યારેક તું બીમાર પડે ત્યારે,તારી મમ્મી જેવું તારું ધ્યાન રાખતી હતી એવું જ હું રાખીશ.
પણ જો ક્યારેક હું બીમાર પડું ત્યારે,મારા પપ્પા મારી સંભાળ રાખતા હતા એવી રીતે તું રાખીશ ને?
બસ આવી જ રીતે આપણે એક-બીજાનું ધ્યાન પુરી જિંદગી રાખી શકિશું ને?
ઘડપણમાં જ્યારે તારાથી કઈક ભુલાઈ જાય તો હું તને યાદ કરાવી દઈશ.
પણ કદાચ મારાથી કઈક ભુલાઈ જાય તો તું મારી બધાની સામે મજાક તો નહીં બનાવે ને?
બસ આમ જ આપણે ઘડપણમાં પણ એક-બીજાને સંભાળી શકીશું ને?
જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ આવશે,ત્યારે હું તારો સાથ ક્યારેય નહીં છોડું.
પણ ક્યારેક હું આ જિંદગીમાં થાકી જાઉં તો તું મારી હિંમત બનીશ ને?
બસ આવી જ રીતે આપણે એક-બીજાની તાકાત બનીશુ ને?
બસ આવી જ રીતે આપણે એક-બીજાનો સાથ નિભાવીશું ને?

જય શ્રી ક્રિષ્ના મિત્રો,
પહેલા તો એ કે મેં જે કવિતા લખી છે એમા ઘણી બધી જગ્યાએ પ્રશ્નાર્થ ચિન્હ મુકયા છે. એક સંબંધમાં આ જરૂરિયાતો પુરી થશે કે નહીં એના માટે પ્રશ્નાર્થ ચિન્હ નથી મૂક્યા. એતો સમય જતાં આપમેળે પુરી થશે જ એમાં કોઈ જ શંકા નથી. એનો ઉપયોગ તો મેં માત્ર મારા શબ્દો ને કવિતાનું રૂપ આપવા માટે કર્યો છે.
અત્યારના સમયમાં ફાસ્ટફૂડ ની જેમ બધાને સંબંધ માં પણ બધું જલ્દી જલદી થવું જોઈએ એમ માને છે પણ મિત્રો લાંબા સમયનો છાયડો જોઈએ તો સમય પણ લાંબો જ આપવો પડે ને?
ચલો આ વાત હું એક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરું છું.જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે પહેલા મહિનામાં તો માતાને પણ જાણ નથી હોતી.જેમ જેમ બાળક નો વિકાસ થતો જાય છે તેમ તેમ માતાને પણ ઘણા અવનવા અહેસાસ થાય છે તકલીફ પણ પડે છે અને એવી જ રીતે ગર્ભમાં રહેલ બાળક પણ આ બદલાવ મહેસુસ કરે છે એણે પણ થોડી ઘણી તકલીફ પડતી હશે.આમ આવા નાના-નાના adjustment કરતાં કરતાં 9 મહિના વીતી જાય છે અને બાળકનો જન્મ થાય છે.જન્મ પછી બાળક-માતા બંને એક-બીજાને બહુ સારી રીતે ઓળખવા લાગે છે અને આમ જ એ સંબંધ અતૂટ બની જાય છે..........બસ આવી જ રીતે દરેક સંબંધ માં adjustments કરવા પડે છે અને એ સામેવાળી વ્યક્તિ માટે નહીં પણ પોતાના માટે કરવાના હોય છે કેમ કે કોઈ પણ સંબંધ બે વ્યક્તિથી બને છે.
બધા જ સંબંધોને સારી રીતે નિભાવવા માટે સમય, સમજદારી અને સહનશીલતાની જરૂર પડે છે.જો આ ત્રણ ને સરખી રીતે સંભાળી લીધું તો તમને દરેક સંબંધ માં સફળતા મળશે જ.
એક સંબંધના સર્જન માટે બે વ્યક્તિની જરૂર પડે છે.ચાહે એ સંબંધ ગમે તે હોઇ શકે. બાપ-દીકરાનો,પતિ-પત્નીનો,ભાઈ-બહેનનો,વગેરે.... બે માંથી કોઈ એક જ 100% આપે તો એ સંબંધ માં ખારાશ આવી જાય છે.જેમ એક છોડ ને ઉછેરવા ખાલી પાણી કે ખાલી સૂર્યપ્રકાશની ની નઈ પણ બંને ની સરખી માત્રા માં જરૂર પડે એવી જ રીતે એક સંબંધ ને સીંચવા માટે બંનેને 50%-50% પોતાનું યોગદાન આપવું પડે છે તો સંબંધમાં મીઠાશ આવી જ જાય છે.એવી જ રીતે સંબંધ તૂટવા પાછળ પણ એ બે લોકો જ જવાબદાર હોય છે.ક્યારેય કોઈ ત્રીજા વ્યક્તિ ને એના માટેનો દોષ ના આપવો જોઈએ.
અને બીજી વાત:- કોઈ વ્યક્તિ સાથે સંબંધ ની શરૂઆત કરીએ એ પેલા આપડે એને લઈને મગજમાં પહેલેથી એક છવી બનાવી દીધી હોય છે અને પછી જ્યારે વાતચીત થાય સારી રીતે ઓળખવા લાગીએ એટલે એ વ્યક્તિ એ છવી થી અલગ હોય છે એટલે આપણે એને સ્વીકારી નથી શકતા અને એને આપડા મુજબ એને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં નિષ્ફળ થઈએ એટલે એક-બીજાથી દૂર થઇ જોઈએ છીએ.આ ખાલી બીજાની વાત નથી,મારી-તમારી બધાની વાત છે.તો મિત્રો હું પણ શીખી રહી છું અને તમને પણ પ્રયત્ન કરવાનું કહું છું કે 【less expect,more accept】મને ખબર છે તમે બધા એમ વિચારશો કે બોલવું સહેલું છે પણ હું કહીશ કે કરવું એટલું પણ મુશ્કેલ નથી.
કોઇનાથી કઈ Expectations રાખવા એ ખોટી બાબત નથી પણ Expect કરેલું મળતું નથી એટલે ઉદાસ થઈ જવાય.એના કરતાં Expectations રાખવું જ હોય તો પોતાનાથી રાખો કે મારે આ કરવાનું છે...કદાચ એ કરવામાં આપડે નિષ્ફળ થઈશું તો એને સ્વીકારવું સહેલું રહેશે.બસ આજ માટે આટલું જ.
જો આ બાબતમાં તમે પણ કઈ કહેવા માંગતા હોય તો મને કોમેન્ટ કે મેસેજ કરી શકો છો.
ધન્યવાદ.