કલ્પના ઘરે આવી ખૂબ જ ડર લાગી રહ્યો હતો. પપ્પા કંઈ કહેશે? સવાર થી સાંજ સુધી કલ્પના ઘરની બહાર હતી તો ગભરાતી ગભરાતી ઘરના મુખ્ય દ્વાર પર પ્રવેશ કરતા જ સામેથી પ્રકાશભાઇને જોઈ કલ્પના તો ધબકાર ચૂકી ગઈ, એને એમકે પપ્પા ગુસ્સો કરશે. પણ ગુસ્સાની જગ્યાએ પ્રકાશભાઈએ પુછ્યું કેવો રહ્યો દિવસ? કલ્પનાને હૈયે ટાઢક વળી, શ્વાસ હેઠો બેઠો ને નીચી નજરે ફક્ત એટલું જ બોલી શકી સારો.
કલ્પના તો ખોવાઈ ગઈ. કંઈ ચૈન પડતું નથી. બીજીતરફ વિરાજની હાલત પણ એવી જ હતી. બેચૈની બેબાકળી બની વિરહમાં પરોવાઈ ગઈ. પણ કામ કરવું જરૂરી હોય છે ને, કામમાં પણ મન નથી લાગતું. એક ફોન કરી લઉં એવાં અવનવાં વિચારો દિલની આગ ઠારવા. પણ વ્યર્થ, આ આગ તો લાઈબંબો પણ ન બુઝાવી શકે.
કલ્પના ટુંક સમયમાં ગૃહિણી બની જવાની હતી પરંતુ કલ્પનાએ તો રસોઈ ઘરમાં ક્યારેય પગ મૂક્યો જ નથી. રેખાબેનનાં ગયા પછી રસોડું તો આરતી જ સંભાળતી. કલ્પના વિચારે છે કે રસોઈ બનાવતા તો આવડતું નથી. હવે ? હવે રોજ સવાર માંથી જ કલ્પના રસોડાના બધાં કામોમાં ધ્યાન આપવા લાગી. પણ કંઈ જોવાથી રસોઈ થોડી આવડી જાય !? રસોઈ શીખવા તો રસોઈ બનાવતી પડે. પરંતુ કલ્પનાની રસોઈઘરમાં હાજરી મમતાબેન અને તેની ભાભીને ખૂસતી કારણ કે તે ક્યારેય રસોઈ બનાવી જ ન હોય તેના હાથમાં રસોઈની સોડમ કઈ રીતે આવે !? કલ્પનાની રસોઈ ફિક્કી અને બેસ્વાદ હોવાથી ઘરમાં કોઈ ચાંખે પણ નહીં. આ વાતની જાણ પ્રકાશભાઈને પડી કે કલ્પના રસોઈ બનાવતા શીખે છે. પ્રકાશભાઈએ કલ્પનાને બોલાવીને કહ્યું કે તું રસોઈ બનાવ, જેવી બને તેવી હું ખાઈશ મારી દિકરીના હાથની રસોઈ. કલ્પનાની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. કાશ કે આજ માઁ હોતતો પપ્પાને ખબર પણ ન પડત કે મને રસોઈ બનાવતા નથી આવડતું. માઁ પોતાના સંતાનોના સારાં નરસા, ગુણ, અવગુણોને ઢાંકી દે છે.
કલ્પના વિચારે છે કે શું કરવું, કંઈ જ સમજાતું નથી. પણ પોતાના મનને વિસલીત કર્યા વગર જ વિચાર ખંખેરી પોતાને જ કહેતી હોય તેમ બોલી સમય આવશે બધું થઇ જશે.
વિરાજનો ફોન આવવાની વાટ જોતી કલ્પનાને એક એક મિનિટ એક એક કલાક જેવી લાગતી હતી. વિરાજ શું કરે છે ? "ફોન કર ને" એવું બબડતી હતી. પાંચ મિનિટમાં ફોન રણકી ઉઠ્યો ટ્રીનન...ટ્રીન પૂરી રીંગ વાગી પણ નહીં ત્યાં તો રીસીવર ઉઠાવ્યું, સીધી વરસાદની જેમ ટૂટી પડી. ક્યાં હતો ?, શું કરતો હતો ?, આટલી બધી કેમ વાર લાગી ?, હું કેટલાં વાગ્યાની રાહ જોવ છું ?, યાદ હતું ફોન કરવાનું કે તે પણ ભૂલી ગયા હતા..? અરે અરે પણ સાંભળીશ કે ફરિયાદ જ કરતી રહીશ. ભાભીએ જમવાનું બનાવ્યું જ નહોતું. હું ઓફિસેથી આવ્યો પછી બન્યું તો લેટ થયું.
"હવે બોલીશ કે" વિરાજે પુછ્યું. હાં કેમ છો? "નથી સારું" વિરાજે જવાબ આપ્યો. કેમ શું થયું? તાવ આવ્યો? મજા નથી ? મને કેમ કહ્યું નહીં ? ફરીથી સવાલ પર સવાલ કરતી રહી કલ્પના. અરે પણ બસ હવે હું મજાક કરું છું નથી સારું મતલબ, તારી બહું જ બહું યાદ આવે છે. કામમાં પણ મન નથી લાગતું. આવી જાને અહીંયા. "હાં હોં હમણાં જ પાંખો લગાવીને આવું" કલ્પના મજાક કરતાં બોલી.
"હેલ્લો બોલને " વિરાજે કહ્યું
હાં બોલું જ છું
વિરાજ: એ નહીં મારે જે સાંભળવું છે તે,
કલ્પના: મને શું ખબર તમારે શું સાંભળવું છે.
વિરાજ: હવે મજાક ન કર.
કલ્પના: હું મજાક નથી કરતી, સિરિયસલી.
વિરાજ: આ તારું અંગ્રેજી આઘું રાખ હોં.
કલ્પના: એતો રહેશે હોં.
વિરાજ: અચ્છા તો અંગ્રેજીમાં જ કહી દે.
કલ્પના: પણ શું!?
વિરાજ: इंतज़ार रहता है हर शाम तेरा,
यादें कटती हैं ले ले कर नाम तेरा,
मुद्दत से बैठे हैं यह आस पाले,
कि कभी तो आएगा कोई पैगाम तेरा।
કલ્પના: સાચે જ ?
વિરાજ: હાં તો હું કંઈ જુઠું બોલુ છુ ?
કલ્પના: ના , એવું હું ક્યાં કહું છું.
હું તો કહું છું.....
આ વસંત ને વાદળી ક્યાં કાયમ રેલાય છે,
તું આવે ને ઘડી બે ઘડી ભર તોય કમાલ છે.
પ્રેમની આ અટારીયે કોઈનો દિ' પ્રતીક્ષામાં જાય છે
તોય નિસાસો ન નાંખે એમ રાહ જોવાય જાય છે.
વિરાજ: अकेले हम बूँद हैं,
मिल जाएं तो सागर हैं।
अकेले हम धागा हैं,
मिल जाएं तो चादर हैं।
अकेले हम कागज हैं,
मिल जाए तो किताब हैं।
अकेले हम अलफ़ाज़ हैं,
मिल जाए तो सुंदर रचना हैं।
अकेले हम ईंट पत्थर हैं,
मिल जाएं तो इमारत हैं।
अकेले हम दुआ हैं,
मिल जाएं तो इबादत हैं।
जीवन का आनन्द मिलजुल कर रहने में है।
કલ્પના: વાહ...વાહ....
વિરાજ: મારે વખાણ નથી સાંભળવા, કંઈક બીજું સાંભળવું છે.
કલ્પના: અચ્છા!?
વિરાજ: હાં, ચલ હવે બોલ ફટાફટ.
કલ્પના: શું પણ!?
વિરાજ: બોલને......
કલ્પના: નહીં મને શરમ આવે.
વિરાજ: તારે નથી બોલવું તો હું ફોન મુકું છું.
કલ્પના: હાં મૂકી દો (રમૂજ કરતા)
વિરાજ તો સાચે જ ફોન મૂકી દે છે. અને કલ્પના કલાકો સુધી રાહ જોતી રહે છે પણ ફોન રણક્યો જ નહીં.
શું વિરાજ કલ્પના સાથે વાત જ નહીં કરે કે ?
વિરાજને કલ્પના મનાવી શકશે?
આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જજ્બાત નો જુગાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.