સાંજ પડે છે છતાં પણ સાગર આવતો નથી. ઇકબાલને ચિંતા થાય છે કે કઈ થયુંતો નહીં હોયને? કેમ અત્યાર સુધી એ આવ્યો નથી. એ ટેબલ ઉપર બેઠા બેઠા વિચારતો હતો. ત્યાં જ ફોનની રિંગ વાગે છે. ઇકબાલ ફોન ઉપાડે છે. સામે છેડેથી કોક લેડીઝ બોલી રહી હતી એ શાંતિ પૂર્વક સાંભરી રહ્યો હતો, " અરે ન હોય આવું થયું? ચાલો હું આવું જ છું "
ઓફિસની અંદર કામ કરતી નિશા પણ આ બધું ધ્યાનથી સાંભરી રહી હતી. એ ઇકબાલ સામે જોઈ રહી હતી એને લાગ્યું જ કે કઈ ખરાબ ઘટના બની હશે. શુ થયું હશે? આ વાત નિશા પણ જાણવા માંગતી હતી. એ કામને પડતું મૂકે છે અને ઇકબાલના ટેબલની પાસે જ જઈને ઉભી રહે છે. નિશાના પણ દિલના ધબકારા વધી ગયા હતા કે શું બન્યું હશે. ઇકબાલ પણ ચેર ઉપરથી ઉભો થઇ જાય છે.
" મેમ મને એનો એડ્રેસ જણાવશો, હું અત્યારે જ ત્યાં પહોંચું છું. " ઇકબાલના શ્વાસ અધર થઈ ગયા હતા. એને એ ખબર પડતી ન હતી કે શું કરું અને શું ન કરું જાણે મગજ જ બંધ થઈ ગયું હોય એમ કઈ જ સૂઝતું ન હતું. ઇકબાલ ક્યારેક બુક શોધોતો ક્યારેક બોલપેન શોધતો હતો. એના ટેબલ ઉપર રહેલી બધી જ વસ્તુ વેર વિખેર કરી નાખે છે. ટેબલ અને એની આજુ બાજુ માત્ર ફાયલ અને કાગળ જ હતા. નિશા આ બધું જોઈ રહી હતી. કે સરનું મગજ કામ કરી રહ્યું નથી.
સામે છેડેથી અવાજ આવતો હતો, " હેલ્લો સર તમે મને સાંભરી રહ્યા છો?, હેલ્લો... " નિશાને એમ થાય છે કે ઇકબાલ વધારે જ કઈ ઉતાવર કરી રહ્યા છે.
" સર, મને ફોન આપો હું વાત કરું છું. " નિશા ઇકબાલ પાસેથી ફોન લઈને વાત કરે છે " જી, મેમ શુ કહી રહ્યા છો " સામે છેડેથી " હા જી આપ એડ્રેસ લખો " નિશા ટેબલ પાસેથી એક કોરું કાગળ લઈને એમાં એડ્રેસ લખે છે. સામે છેડેથી ફોન કત થઈ જાય છે. નિશા ઇકબાલ સામે જોવે છે.
ઇકબાલ સોફા ઉપર બેઠો હતો. " સર શુ થયું, આ એડ્રેસ શેનું છે? " નિશા ઇકબાલ સામે જોઈ રહી હતી. ઇકબાલ કઈ વિચારમાં હતો. એ વિચારોમાંથી બહાર આવીને " હા નિશા શુ કે'સ...? " " હા સર આ શું થયું છે આ શેનું એડ્રેસ છે? " " સાગરનું એક્સીડેન્ટ થયું છે એ વળતી વખતે આવતો હતો ત્યાં એનું અકસ્માત થયું છે " " તો સર રાહ શેની જોવ છો જાવો અને એ ક્યાં છે હોસ્પિટલમાં? "
" હા એ હોસ્પિટલમાં છે, પણ હું ત્યાં જઈ શકું એમ નથી. ડ્રાયવિંગ કરી શકું એમ નથી "
નિશાને એમ થાય છે કે ઇકબાલ સર ડ્રાયવિંગ કરી શકે એવી સ્થિતિમાં નથી. હું જ ડ્રાયવિંગ કરીને હોસ્પિટલ લઈ જાવ એવું નક્કી કરે છે.
" સર હું ડ્રાયવિંગ કરી લયસ ચાલો આપણે ત્યાં ઝડપથી જવું પડશે. "
" હા ચાલ નિશા, આ કારની ચાવી છે તું કારમાં જા હું પાણી પીને આવુ છુ "
નિશા ચાવી લઈને કારમાં જાય છે. ઇકબાલ સોફા ઉપરથી ઉભો થઇને પાણી પીવા ઉભો થાય છે અને પાણી પીને નીચે જાય છે. કઈતો એવી વાત હતી કે ઇકબાલ જાણતો હતો એ કઈ વાત હશે જો એક્સીડેન્ટ થયું હોયતો એ ત્યાં પહોંચે, પણ ઇકબાલના વર્તન ઉપરથી અલગ જ કારણ હોય એવું દેખાતું હતું.
નિશા કાર ચાલુ કરીને નીચે ઉભી હતી. ઇકબાલ નીચે જઈને કારમાં બેસી જાય છે. નિશા કાર ચલાવવા લાગે છે. ઇકબાલ હજી પણ કઈ વિચારમાં હતો. નિશા થોડી થોડીવારમાં ઇકબાલ સામે જોઈ રહી હતી. ઇકબાલ અને નિશા એ રસ્તા ઉપરથી પસાર થાય છે જે રસ્તા ઉપર કાલ રાત્રે કાર બંધ પડી ગઈ હતી. ઇકબાલને એ બધા જ દર્શયો એને દેખાવા લાગે છે. એ વૃદ્ધ વ્યક્તિનું અચાનક આવવું અને અચાનક ગાયબ થઈ જાવું! આવું બધું કઈ રીતે શક્ય છે એ ઇકબાલને ખ્યાલ આવતો ન હતો.
નિશાની ધીરજનો હવે અંત આવે છે. નિશા પણ ઇકબાલને ક્યારની જોઈ રહી હતી કે સર કઈ મૂંઝવણમાં છે કોઈકતો વાત છે પણ સર કહી રહ્યા નથી. એમને કઈક તો ચિંતા છે.
" સર... હેલ્લો... હેલ્લો સર, તમે આટલા બધા ટેનશનમાં કેમ છો! કોઈ વાતની ચિંતા... તમારી મૂંઝવણ કે સમસ્યા જેટલી પણ શેર કરો એટલુ મન હળવું થાય છે. ઓમેય હુંતો તમારી દીકરી જેવી જ છું. એટલે તમને મારી સાથે વાત શેર કરવામાં કોઈ જ સંકોચ અનુભવશો નહીં! "
" નિશા આમાં એવું છે કે કાલ રાત્રે હું મોડે સુધી ઓફિસમાં હતો એટલે મારે કાલે મોડું થઈ ગયું. હું કાર લઈને ઘરે જવા નીકળ્યો, હું જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં જ અચાનક કાર બંધ પડી ગઈ. "
નિશા વચ્ચે બોલો છે " તો સર એતો કઈ ખરાબી હોયતો બંધ પડે એમાં ક્યાં નવું છે, અરે તમે પણ આનું ટેનશન હતું! "
" ના નિશા એનું ટેનશન નથી, પણ કાર બંધ થઈ ગઈ ચાલુ ન થઈ, ફોન અચાનક સ્વીચ ઓફ થઈ જવું અને ત્યાં પીપળા પાસેથી સફેદ દાઢી, માથામાં ટોપી એક વૃદ્ધ આવ્યા એને અમુક જ પળોમાં ગાડી રીપેર કરી દીધી, મેં કાર સ્ટાર્ટ કરીતો કાર ચાલુ થઈ ગઈ! હું એમનો આભારવ્યક્ત કરવા માટે પાછળ ફર્યોતો એ ગાયબ થઈ ગયા. "
" એતો મોડી રાત થઈ ગઈ હતી અને તમે પણ નીંદરમાં હતા એટલે એવું લાગતું હશે. એવું કાંઈ હોતું નથી તમને શું લાગે છે કે કોઈ ભૂત કે પ્રેત હશે? "
" હા એ તારી વાત બરોબર છે કે મોડી રાત થઈ ગઈ હતી મને પણ નીંદર આવતી હતી તો એવું બની શકે પણ મને કાલે રાત્રે સપનું આવ્યું હતું કે સાગરનું એક્સીડેન્ટ થાય છે અને આજે એનું એક્સીડેન્ટ થયું આ બધું ઓલો દાઢીવાળો જ કરતો હશે એવું લાગી રહ્યું છે એ કોઈ ભૂત જ હશે? સાંજ પડીએ હજી સુધી આવ્યો નહીં એટલે મને એવું લાગ્યું કે એ કોઈ મુસીબતમાંતો નહીં હોયને! "
" તમને સપનું આવ્યું હતું કે આજે સાગરનું એક્સીડેન્ટ થાશેતો તમે આ વાત કોઈને કરી કેમ નહીં. સાગરને તો કહેવાયને જેથી એ બચી જાય...!!! " નિશા મસ્તીના મૂડમાં હતી કે જો હું મસ્તી કરુતો ઇકબાલ સરને જે ડર છે એ જાતો રહે એટલા માટે એ મસ્તી કરતી હતી. નિશાને આવી ભૂત પ્રેતની વાતો ઉપર વિશ્વસ ન હતો એ આવી વાતને માનતી પણ ન હતી.
" નિશા ભલે તું માન કે ન માન ખરેખર આ બધું એ ભૂત જ કરે છે હો, એને જ સાગરનું એક્સીડેન્ટ કરાવ્યું છે. કાલ પણ હું બચી ગયો નકર મારુ પણ... " ઇકબાલ ત્યાંથી અટકી જાય છે.
" જો સર આવું જ હોતતો એ તમને કાલ રાત્રે પણ કઈ કરી શક્યો હોત અને એનેતો તમારી મદદ કરી છેતો વળીએ... આ બધું કઈ રીતે શક્ય બને!!! જે થયુંતે હવે બધું જ ભૂલી જાવ તમે જેવું વિચારો એવા જ સપના આવતા હોય છે ચાલો હવે હોસ્પિટલ પણ આવી ગયું છે. " નિશા હોસ્પિટલની અંદર કાર પાર્ક કરી સાગર પાસે જાય છે.
એ વૃદ્ધ વ્યક્તિ કોણ હશે???
એ ઇકબાલને કેમ હેરાન કરી રહ્યો છે???
આ બધા પાછળનું રહસ્ય શુ છે???
ક્રમાંક