( ઇકબાલ ઘરે જઈ રહ્યો હતો ત્યાં એની કાર રસ્તામાં ખરાબ થઈ જાય છે. રસ્તો સાવ સુમસામ હતું. ચામાચીડિયાનો અવાજ ઇકબાલના કાનમાં અથડાય રહ્યો હતો. ફોનમાંથી નેટવર્ક પણ ચાલ્યું ગયું હતું. )
હવે આગળ...
ઇકબાલ ખરી મુંજવણમાં ફસાયો હતો. રાત્રે કોઈને બોલાવી પણ ન શકે, ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. અચાનક નેટવર્ક ચાલ્યું જાવું અને ફોન સ્વીચ ઓફ થઈ જાવું આ બધું એક સાથે બનવું! આ બધું પહેલીવાર ઇકબાલ સાથે ઘટી રહ્યું હતું. એ ફોનને ચાલુ કરે છે પણ ફોન ચાલુ થઈ રહ્યો ન હતો. ફોનમાં બેટરીતો ફૂલ હતી તો વળી ફોનને શુ થયું!
ગાડી પીપળાની બાજુમાં જ આવીને બંધ થઈ હતી. સતતને સતત ચામાચીડિયા અવાજ આવી રહ્યો હતો. વાતાવરણમાં ભય ફેલાય ગયો હતો. ઇકબાલને બીક લાગી રહી હતી. એ વિચારતો હતો કે હવે શું કરું ગાડીતો ચાલુ થતી નથી અને ચાલીને પણ ઘરે જવાય એમ ન હતું. કારણકે એનું ઘર ખૂબ જ દૂર હતું લગભગ ચાલીને જાયતો પણ કલાક જેવો સમય થાય અને રીપેર માટે પણ કોઈને બોલવી શકાય એમ ન હતું.
આજુ બાજુ સાવ સન્નાટો હતો. માત્રને માત્ર એ ચામાચીડિયાનો જ અવાજ આવી રહ્યો હતો. જંગલમાં અંધારું હતું. ઇકબાલ ફરીથી કાર ખોલીને જોવે છે એને કઈ એવું મળી જાય જેથી કાર ફરીથી શરૂ થઈ જાય એ કાર રીપેર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
આજુ બાજુ ભયનું વાતાવરણ જોઈને ઇકબાલ પસીનાથી રેબ જેબ થઈ ગયો હતો. છતાં પણ એ કાર રીપેર કરી રહ્યો હતો. એ એન્જીનમાંથી બે ત્રણ વાયર કાઢીને ફટીથી જોઈન્ટ કરીને ગાડી ચાલુ કરે છે પણ તો પણ ગાડી ચાલુ થઈ રહી ન હતી. ઇકબાલ ખરેખર મુંઝવણમાં હતો. હવે એ શું કરે એને કઈ જ ખબર પડી રહી ન હતી. જંગલમાં સાવ અંધારું હતું. ત્યાં જ એને કોઈ લાઈટનો પ્રકાશ એના આંખ ઉપર પડે છે. એનું ધ્યાન એ તરફ જાય છે. પીળી લાઈટ સતત એની તરફ આગળ વધી રહી હતી. એ શું હશે? કોણ હશે? આવા વિચારો ઇકબાલના મગજમાં ફરી રહ્યા હતા. હવે એ ઇકબાલની ખૂબ જ નજીક આવી રહી હતી. ઇકબાલ એને જોઈને ગાડીની પાછળ શંતાય જાય છે. એ કાર પાછળથી એને જોઈ રહ્યો હતો. એ ઈકબાલની નજીક આવી જાય છે. એ જોવે છેતો કાર હતી. એ વિચારે છે કે એને ઉભી રાખીને મદદ માંગુ, કાર એની બાજુમાંથી પસાર થઈ જાય છે.
એ કારને પાછળથી ઉભી રાખવામાં રાડ પાડે છે. પણ એ કાર ઉભી રહી નહીં. આવી સુમસામ જગ્યા ઉપર આવી રાત્રે કોણ ઉભી રાખે! નાજ રાખેને કોકની મદદ કરવી એ પણ એની માટે મોંઘી પડી શકે છે. આ રસ્તા ઉપર એવા પણ બનાવો બન્યા છે કે ઘણી ગેંગ રસ્તા ઉપર પથ્થરો રાખીને ગાડીને રોકી દેય છે અને ગાડીના ડ્રાયવરને મારીને બધો જ માલ લૂંટી લેય છે. કાતો પથ્થર વડે હુમલો કરતા હોય છે. આવા તમામ કારણોસર પણ લોકો ગાડી ઉભી રાખતા હોતા નથી. લોકોમાં એવો ભય હોય છે કે જો હું ઉભી રાખુતો મને મારી નાખશે અથવાતો લૂંટી લેશે એટલા માટે પણ ગાડી ઉભી નથી રાખતા.
ચાલો જે પણ હોય, જે થયુંએ હવે ઇકબાલ એવું નક્કી કરે છે કે હું આજ રાત ગાડી જ સુઈ જાવ અને સવાર પડે એટલે કોકની ગાડીમાં કે રિક્ષામાં જઈને ઘરે ચાલ્યો જાઈશ. એવુ નક્કી કરીને કારમાં બેસી જાય છે. એ કારના દરવાજા બંધ કરીને સૂતો હતો. એને આવા જંગલ વચ્ચે નીંદર પણ કઈ રીતે આવે? આવા દરાવના જંગલમાં નીંદર આવે ખરી? છતાંએ આંખ બંધ કરીને સૂતો હોય છે. ત્યાં બહાર પવન ખૂબ જ વેગપૂર્વક ફૂંકાય રહ્યું હતું. એનો અવાજ ઇકબાલને સંભરાય રહ્યો હતો. એ બારીની બહાર જોવે છેતો તુફાનની જેમ જ હવા ફૂંકાય રહી હતી.
આજે કઈ નવું જ બનવાનું છે. એવું ઈકબાલને લાગી રહ્યું હતું. એ કારની બારીની બહાર પેલા પીપળા પાસે જોઈ રહ્યો હતો. ત્યાં તેને કોકનો પડછાયો દેખાયો આ પડછાયો કોનો હશે? અત્યારે આટલી રાતમાં જંગલમાં કોણ હશે. કોઈ લૂંટારા કે ડાકુતો નહીં હોયને એનો પણ ખૂબ જ ત્રાસ હતો. એ પડછાયો પીપળાની પાછળથી દેખાય રહ્યો હતો. એ કોક વૃદ્ધ વ્યક્તિ હોવો જોઈએ કારણકે તેના હાથમાં એક લાકડી હતી. પણ એ કેમ અહીં! ઇકબાલ કારમાંથી નીચે ઉતરી જાય છે અને પીપળાની પાછળ જાય છે. એ જોવે છેતો ત્યાં કોઈ જ હોતું નથી. એ પડછાયો કોનો હશે અને આટલી વારમાં કયા ચાલ્યું જાય? એ બહાર ઉભો ઉભો વિચારતો હતો. આવું કઈ રીતે બની શકે! એ કોય ભૂત હશે કે કોઈ આત્મા!
ત્યાં જ કોકે ઈકબાલના ખંભા ઉપર હાથ મૂકે છે. આ કોણ હશે? એજ વૃદ્ધ વ્યક્તિ હશે? ઇકબાલના દિલના ધબકારા વધી જાય છે. એ પાછળ ફરીને જોઈ શકે એવી હિંમત એનામાં રહી ન હતી. પણ જે હોય તે એને પાછળ ફરીને જોવું જ પડે એમ હતું. જો ન જોવું એતો ચાલેજ નહીં. એ પાછળ ફરીને જોવે છે. એક વૃદ્ધ વ્યક્તિ હતો. હાથમાં લાકડી, માથામાં ટોપી, સફેદ દાઢી અને આંખે ચશ્મા હતા. એ થોડા થોડા ડરામણા લાગી રહ્યા હતા. એ વૃદ્ધ વ્યક્તિ ઇકબાલને એકી તશે જોઈ રહ્યા હતા. ઇકબાલ પણ એને જોતો જ રહી જાય છે.
" બેટા શુ થયું?, આટલી રાત્રે અહીં કેમ ઉભો છે. કાંઈ સમસ્યાતો નથીને? " એ વૃદ્ધ વ્યક્તિ ઇકબાલને કહે છે.
" દાદા હું ઘરે જઈ રહ્યો હતો ત્યાં અહીં આવીને મારી કાર બંધ પડી ગઈ અને મારો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો. એને ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ ખૂલતો નથી. " ઇકબાલ એને પુરી વાત કહે છે.
" બસ આટલી વાત! આમાં થોડો મુંજવાનું હોય ભલા માણસ અમના ઠીક કરી દઉં છું. "
એ વ્યક્તિ એવી રીતે બોલી રહ્યો હતો કે અમના જ કાર સમી કરી નાખશે એવી રીતે બોલી રહ્યો હતો. એ કાર ખોલે છે. ઇકબાલ પણ એને જ જોઈ રહ્યો હતો. એ એની પાસે રહેલી લાકડીથી એન્જીનમાં કઈક કરે છે અને પછી ઇકબાલને કહે છે. " ચાલ હવે કાર શરૂકર થઈ જાશે. "
ઇકબાલને વિચારતો હતો કે હું ક્યુનો ચાલુ કરું છું મારાથી ન થયુંતો આ કઈ રીતે કરશે? એ કારમાં બેસી જાય છે અને કાર શરૂ કરે છે. તો કાર ચાલુ થઈ જાય છે. ઇકબાલને હવે શાંતિ થાય છે. એને એમ થાય છે કે એ વૃદ્ધ વ્યક્તિને થેન્ક યુ કહી દઉં. એ પાછળ ફરીને જોવે છે તો એ વૃદ્ધ વ્યક્તિ ગાયબ હોય છે. તે ત્યાં હોતો નથી? એ કાયા ચાલ્યો ગયો હશે અને એ અમુક જ પળોમાં જ ક્યાં ચાલ્યો ગયો. પડછાયો દેખાવો એનો અચાનક પ્રગટ થઈ જાવું, કાર અમુક જ મિનિટમાં ચાલુ થઈ જાવું આ બધું જાદુ જેવું એને લાગી રહ્યું હતું. એ ફરીથી પાછળ ફરીને જોવે છે છતાં પણ દેખાય રહ્યો ન હતો.
એ વૃદ્ધ વ્યક્તિ કોણ હશે???
એ કોઈ ભૂત કે પ્રેતતો નહીં હોયને???
એ ઇકબાલને કોઈ નુકશાનતો નહીં પહોંચાડેને???
એ વૃદ્ધ વ્યક્તિનું રહસ્ય શુ હશે???
આ તમામ પ્રશ્નના જવાબ માટે વાંચતા રહો " પડછાયો "
ક્રમાંક