રાતનો સમય હતો. ઇકબાલ પોતાના ટેબલ ઉપર બેસીને કામ કરી રહ્યો હતો. આજે ખૂબ જ મોડું થઈ ગયું હતું. ઇકબાલ વિચારતો હતો કે મારે કઈ કામ કરવાનું હતું શુ હતું? એને યાદ આવી રહ્યું ન હતું થોડીવાર પહેલા એને યાદ હતું પણ અત્યારે મગજમાંથી એ નીકળી ગયું હતું. એ વિચારતો હતો કે શું કામ કરવાનું હતું. એની બાજુમાં સાગર બેઠો હતો. ઇકબાલ સાગરને જોઈ રહ્યો હતો અને સાથે સાથ વિચારતો હતો કે શું કરવાનું હતું. ત્યાં જ સાગરની નજર ઇકબાલ ઉપર જાય છે. એને આમ કઈ વિચારતા જોઈને સાગર પૂછે છે, " સર, શુ વિચારી રહ્યા છો? કાંઈ કામ ખરું? "
" મારે કઈ કામ કરવાનું હતું એ યાદ નથી આવતું! શુ હતું? " ઇકબાલ વિચારતા વિચારતા કહે છે.
સાગરને યાદ આવે છે કે ઇકબાલ સરે મને કાલે ફાયલ આપી હતી એતો નઈ હોય ને?
" સર તમે મને કાલ રાત્રે ફાયલ મુકવા આપી હતી, એનું તો નથી કેતાને? "
" અરે યાર એજ શોધી રહ્યો હતો, હાસ યાદ આવ્યું નકર એ હું ભૂલી જ ગયો હતો. એ ફાયલ તપાસ કરવાની છે " ઇકબાલ માથા ઉપર હાથ મૂકીને કહે છે.
" તમારા ટેબલમાં મૂકી છે. ત્યાં જ હશે. "
સાગર આટલું કહીને ઘરે જાવાની તૈયારી કરી રહ્યો હતો. આજે ખૂબ જ મોડું થઈ ગયું હતું. એ બધી વસ્તુઓ મૂકી દેય છે. આ બાજુ ઇકબાલ હજી પણ ફાયલ શોધી રહ્યો હતો. એને ફાયલ મળી રહી ન હતી.
" સાગર, તે ફાયલ ક્યાં મૂકી છે?, મને મળી રહી નથી! તે ટેબલમાં જ મૂકી હતીને? " ઇકબાલ ટેબલમાં ફાયલને શોધતા શોધતા કહે છે.
" અરે સર તમને એક ફાયલ નથી મળતી? ખમો હું આવું છું. મારી વસ્તુ મૂકીને આવું. " સાગર એની બધી વસ્તુ મૂકીને ઇકબાલ પાસે આવે છે.
એ ટેબલમાંથી ફાયલ કાઢીને ઇકબાલને આપે છે, " સર ટેબલમાં જ ફાયલ હતી. તમને ન મળી? આ જોવ ટેબલમાં જ હતી. "
ઈકબાલ ફાયલ ખોલીને પોતાનું કામ કરી રહ્યો હતો. સાગર એની બધી જ વસ્તુ મૂકીને બેઠો હતો ઇકબાલ એનું કામ કરી રહ્યો હતો. ત્યાં જ ઇકબાલની નજર સાગર ઉપર જાય છે. એને બેઠો જોઈને ઇકબાલ કહે છે.
" કેમ બેઠો છો? તારે ઘરે નથી જવું? " ઇકબાલ સાગર સામે જોઇને કહે છે.
" સર હું તમારી રાહ જોઇ રહ્યો હતો, ચાલો તમે કામ પુરુ કરી લ્યો આપણે ભેગા જ જઈએ. "
" તું નીકળ મારે આજે મોડું થશે અને હા તને ખ્યાલ છેને કાલે શહેરમાં જવાનું છે. "
" હા સર મને યાદ છે, આપણે જાતા આવશું. "
" હું નહીં આવું તું જાતો આવજે. "
" ચાલો કઈ વાંધો નઈ હું જાતો આવીશ ભલે! "
એમ કહી સાગર ત્યાંથી ઘરે જાવા માટે નીકળી જાય છે. ઇકબાલ કામ કરી રહ્યો હતો. એ વિચારી રહ્યો હતો કે આ કામ પેલા પૂરું કરી નાખ્યો હોતતો સારું હોત! પણ શું કરે એને પૂરું કરવું પડે એમ જ હતું. એને કામ પૂરું કરતા કરતા ખૂબ જ વધારે મોડું થઈ જાય છે. એ ઓફીસ બંધ કરીને ઘરે જાવા નીકળે છે. એ પગથિયા ઉતરી રહ્યો હતો ત્યારે કૂતરા ભસવાનો અવાજ આવી રહ્યો હતો. " ભઉં... ભઉં... ભઉં... " ઇકબાલ ઘડીકવાર આજુ બાજુ જોવે છે અને નીચે ઉતરીને એની કાર ચાલુ કરીને ઘરે જાવા નીકળે છે.
ઓફીસ આમ ડેવલોપ વિસ્તારમાં હતી એટલે ત્યાં કઈ વાંધો ન હતો પરંતુ એના ઘરના રસ્તે એક જંગલ વિસ્તાર આવે છે અને એ રાત્રે ખૂબ જ ભયાનક બની જાય છે. એકલું જાવું હોય તો સોવાર વિચારવું પડે છે. ઇકબાલ આજે એકલો હતો એટલે એના મગજમાં થોડો ભય હતો અને ઓફિસની બહાર કૂતરા ભસી રહ્યા હતા એટલા માટે પણ થોડો ડર હતો. કૂતરા ત્યારે ભસતા હોય છે જયારે એને કોઈ ભૂત કે આત્મા દેખાય ત્યારે, એટલે કૂતરાનું ભસવું એ સારું ન કહેવાય આવા જ વિચારો ઇકબાલને આવી રહયા હતા.
એની કાર હવે જંગલમાં પહોંચી ગઈ હતી. આજુ બાજુ સાવ સન્નાટો હતો. ચામાચીડિયાંનો અવાજ ઇકબાલના કાનમાં અથડાય રહ્યો હતો. ઇકબાલ એની કારની સ્પીડ વધારી દેય છે. રસ્તો સાવ સુમસામ હતો. આવો ડર ઇકબાલને પહેલા ક્યારેય લાગ્યું ન હતું. આજે પહેલીવાર આટલો મોડો ઘરે જઈ રહ્યો હતો. એની કાર ફૂલ સ્પીડમાં ચાલી રહી હતી.
ત્યાં એની કાર ડચકા ખાતી ખાતી બંધ પડી જાય છે. ઇકબાલતો આમ ગભરાય જાય છે. ગાડી બંધ પડી અને જંગલમાં જ પડી એ ફરીથી કાર ચાલુ કરે છે. પણ કાર ચાલુ થતી નથી. ઇકબાલતો આમ પસીનાથી રેબ જેબ થઈ જાય છે. હવે કાર સમી કરવી જ પડશે. ઇકબાલએ ક્યારેય પણ કાર રીપેર કરી ન હતી. હવે શું કરે જે થાય એ એને બહાર તો ઉતરવું જ પડે! એ બહાર ઉતરીને જોવે છે તો બાજુમાં ખૂબ જ જૂનો હોય એવો પીપળો હતો અને ત્યાં જ ગાડી બંધ પડી ગઈ હતી. એ કાર ખોલીને જોવે છે એને કાય જ ટપ્પા પડી રહયા ન હતાં.
આજુ બાજુ કોઈ જ નહીં અને ચામાચીડયાનો અવાજ હજીય એના કાનમાં અથડાય રહ્યો હતો. એ ડરતા ડરતા ગાડી રીપેર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કાર રીપેર થાય એવું એને કોઇ સંજોગોમાં લાગી રહ્યું ન હતું. ત્યાં એના ફોનની રિંગ વાગે છે. જોવે છેતો એના ઘરેથી એની પત્ની સાયરાનો ફોન હતો. એ ફોન ઉપાડે એ પહેલા જ નેટવર્ક ચાલ્યું જાય છે. એ ફરીથી ફોન કરવાની ટ્રાય કરે છે, પણ નેટવર્ક આવી રહ્યું ન હતું અને ફોન સ્વીચ ઓફ થઈ જાય છે. નેટવર્ક ચાલ્યું જાવું, ફોન સ્વીચ ઓફ થઈ જવું , કાર બંધ પડી જાવી આ બધું આજે જ થવાનું હતું.
ઇકબાલ ઘરે પહોચશે કે નહીં?
ઇકબાલ કઈ રીતે ઘરે જાશે?
જંગલમાં કોઈ ભૂત કે આત્મા?
ક્રમાંક