owner if mind in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | મનનો માલિક

The Author
Featured Books
Categories
Share

મનનો માલિક

ઇચ્છાઓની આગ અને વાસ્તવિકતાનો વાઘ

"પુણ્ય કરી સ્વર્ગ ઝંખતો માણસ,
ખોટું કરી નર્કથી ડરતો માણસ"
અનંત, અપાર અને અનહદ ઇચ્છાઓની આગ મા બળતો માણસ વાસ્તવિકતાની સચ્ચાઈથી ડરતો હોય છે. એ મનોમન જાણતો હોય છે કે તેની બધી ઈચ્છા જીવન પર્યંત પૂરી થવાની નથી. માણસે ઈચ્છાના આકાશને સંયમિત રાખતા શીખવું પડશે, તેમજ વાસ્તવિકતા, મર્યાદા અને અધૂરપ ને સ્વીકારવી પડશે. આજના જમાનામાં માણસો "ચકલી નાની અને ફડકો મોટો" જેવા વ્યવહારનું આચરણ કરતા હોય છે. દેખાદેખી અને ઈર્ષા ના આવરણમાં પોતાની હેસિયત ભૂલીને તથા પરિણામની પરવા કર્યા વિના બેફામ થઈ જાય છે, પછી પસ્તાવાનો વારો આવે છે. પોતે દુઃખી થાય છે અને પરિવારને પણ દુઃખી કરે છે. અમર્યાદિત અરમાન અને અભરખા માનવીને ચિંતાયુકત અને તણાવયુક્ત બનાવી દે છે. અગણિત ઇચ્છાઓ ને કારણે અપેક્ષા વધી જાય છે. અપેક્ષા ના સંતોષાતા કટુતા નો બિનજરૂરી પ્રવેશ થાય છે. આ કટુતા પરિવાર ને વેરવિખેર કરી દે છે. સભ્યતા ઉપર અસભ્યતા સવાર થઈ જાય છે. લોભ - લાલચમાં વૃદ્ધિ થવાથી હર કદમ ઉપર અંગત સ્વાર્થ હાવી થઈ જાય છે.
મિત્રો, પારિવારિક પ્રસન્નતા પરિવારમાં સુમેળથી જ આવી શકે છે. ઉદારતા, જતું કરવું, અને ન ગમતું સ્વીકારવું જેવી બાબતો એક - મેકના મન સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે. સીમિત જરૂરિયાત અને પરિસ્થિતિની ઓળખ માનવીને વાસ્તવિક બનાવે છે.
મિત્રો, સંપત્તિ નો અહંકાર , સંસ્કારનો અભાવ, કટુ વાણી નિરર્થક વિવાદ અને ખરાબ નિયત માનવીને નિરંકુશ અને બે લગામ બનાવી દે છે. સારા - નરસા નું ભાન ભુલાવી દે છે. કહેવત તદ્દન સાચી છે કે ....
૧.ચાદર જેટલી લાંબી હોય એટલા જ પગ પહોળા કરવા...
૨. જેટલી શક્તિ હોય તેટલી જ ભક્તિ કરવી.....
૩. ઈચ્છા એ દુઃખ ની મા છે...
૪. કૂવામાં હોય તો હવાડામાં આવે..
૫.તમે આસ્તિક અથવા નાસ્તિક હોવ તેનો વાંધો નથી, પરંતુ વાસ્તવિક હોવું આવશ્યક છે.
જ્યારે કાર્યશીલતા ઉપર મહત્વકાંક્ષા હાવી થઈ જાય ત્યારે નિરાશાનો સામનો કરવો પડે છે. એ જ રીતે મહત્વકાંક્ષા ઉપર કાર્યશીલતા હાવી થઈ જાય તો તે સફળતાના દ્વાર ખોલી દે છે.
મિત્રો, જીવનમાં સફળ થવા માટે થયેલી ભૂલો નું પોટલું ઉંચકીને કદી ફરશો નહી.તેને બદલે ભૂલો ને ભૂલીને ફરીથી એ ભૂલ ન થાય તેવો પ્રયત્ન સફળતા માટેનું પ્રથમ કદમ બને છે. આપની પાસે જીવનમાં કશું ના હોય ત્યારે તે પરિસ્થિતિનું વ્યવસ્થાપન અને જ્યારે બધુ જ હોય ત્યારે તમારા આચાર, વિચાર અને આચરણ તમારી સફળતા માટે ની ગુરુ ચાવી છે. દિલમાં માંગણી ને બદલે લાગણી ને સ્થાન આપો અને દિમાગમાં પ્યાર, માન, સન્માન, જ્ઞાન, માનવતા અને દયા ને સ્થાન આપો. તમારું મન કચરા પેટી નથી કે તેમાં ક્રોધ, લોભ, મોહ, ગુમાન અને ઈર્ષા ને સ્થાન મળે. મન માનવી નું મસ્તક ઉપર ધારણ કરેલ મોરપિચ્છ, મુકુટ કે સરતાજ છે. આ મન રૂપી ઘોડા ને અંકુશમાં રાખવાથી ઇચ્છાઓ નિયંત્રિત રહે છે. પરિસ્થિતિ નું સચોટ મૂલ્યાંકન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જીવનમાં મતલબની વાત બધા સમજે છે, પરંતુ વાત નો મતલબ કોઈને સમજવો નથી.
મિત્રો, મન ના માલિક બનો, વાસ્તવિક ઈચ્છાને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ તાકાત લગાડી દો.
મંઝિલ નો માર્ગ તમારો ઇન્તજાર કરે છે. કામ છે શુરા નું નહીં કાયર નું કામ, જેણે mindset બદલ્યો છે તે સૌથી આગળ છે, corona ને માત આપી શકે એવી વ્યક્તિ ને પોતાના મન પર કાબુ લાવવો પાડે જો મન મજબૂત તો દુનિયા ગુલામ, દાખલા તરીકે આજે ઓફિસ માં બેસી ને ગપાટા નહીં મારું પણ PENDING કામ પૂરું કરી નાખીશ પણ ઓફિસ પહોંચતા બધાએ દાળવડા ની ફરમાઈશ કરી, મંગાવ્યા, ખાધા અને ગપાટા માર્યા, આપણું કામ તો ના થયું પણ STAFF નું કામ પણ રખડ્યું, મન ના માલિક એમ જ ના થવાય, PRIORITY નક્કી કરીને એના પર હાવી થવું પડે, બોલો મન મક્કમ તો આપણે અબજોપતિ...
આશિષ
"સાગર "
business કોચ
AJS