Paused time ..... in Gujarati Moral Stories by The Stranger girl....Apexa...... books and stories PDF | થંભેલો સમય.....

Featured Books
Categories
Share

થંભેલો સમય.....

સમય સમય ની વાત છે.કયારે સમય કરવટ લે છે ને કયારેક
ક્યારેક કંઇક નવું પરીવર્તન લાવે છે થંભી ગયેલા સમયમાં..
સમય સારો હોય છે ત્યારે ધણું બધું કંઈક નવું ‌થાય છે ને
સમય ખરાબ હોય છે ત્યારે પણ....બસ આપણે આ સમયના ખેલમાં પસાર થતા રહીએ છીએ ને કંઈક નવો
અનુભવ મેળવીએ છીએ......

થંભી ગયેલો સમય ક્યારે પાછો ચાલવા લાગે એ તો‌ કુદરત
ના હાથમાં છે......એવી જ વાત આજે આપણે અવની
ની કરીએ....અવની નો પરીવાર રાજપૂત પરીવાર હતો..
ત્યા છોકરીઓ ને તેના‌ શોખ પુરા કરવાની બિલકુલ ‌પરમિશન ન હતી...પણ અવની નો પરીવાર બિલકુલ
અલગ હતો....તેના પરીવાર માં બધી જ પરમિશન હતી
તેના બધા સપના પુરા કરવાની પરમિશન હતી......

અવની અંબાલાલ ની એક ની એક લાડકી દિકરી હતી.પાણી માંગે તો દુધ હાજર થાય એટલી અવની ના
માન સમ્માન હતા પણ આજે અવની ના જીવનમાં તેનો
સમય થંભી ગયો હતો.હસતી ખીલતી અવની આજે કરમાઇ ગયેલા ફુલની જેમ મુરજાઈ ગ‌ઈ હતી.... કારણ કે
અવની ના જીવન નું સપનું સિંગર બનવાનું હતું...તેને નાનપણથી ગાવાનો ખુબ જ શોખ હતો અને તેના અવાજમાં પણ માં સરસ્વતી વસેલા હતા....તેના અવાજના જાદુ થી તે કોઈ પણ ને મંત્રમુગ્ધ કરી ‌દે.....

અવની એ ધણા બધા ગોલ્ડ મેડલ જીત્યા હતા.... ટૂંકમાં ‌એવુ કહો તો તેનું ઘર જ આખાં ગોલ્ડ મેડલ થી ભરેલું ‌હતુ
પણ અવની ના જીવન માં ‌2 વર્ષ પહેલાં ‌જે થયું હતું ‌તેનાથી
તે ગાવાનું ભુલી ગઈ હતી... તેનાથી તે દુર ભાંગતી હતી..જે
અવની એક લાઈન પર આખું સોંગ બનાવી લેતી મિનીટમાં
ને આખું ઘર અવની ના સોંગ થી ગુંજી ઉઠતું એ જ ઘર આજે અવની ના અવાજ વગર થંભી ગયું હતું......

અંબાલાલ હમેશાં કહેતાં અવની ને કે.... આગળ ‌વધ દિકરા...સમય કો‌ઈની રાહ નથી જોતો...તે થંભતો નથી‌ માણસ ની જેમ..... તું એ સમય ની સાથે ‌થંભી‌ ગ‌ઈ‌ છે
પણ સમય તો વહેતાં પાણીની ‌જેમ‌ તારા હાથમાંથી ‌સરકી
રહ્યો ‌છે....પણ‌ અવની કંઈ જ બોલતી નહીં બોલતું તો ફક્ત તેનું મૌન જ.....ને એ પણ તેના દિલમાં......

અવની એ ટીવી ઓન કર્યું ને ફરી એકવાર તેના જીવનનો થંભી ગયેલો એ સમય ને એ દિવસ આજે તેની સામે આવી ગયો....ફરી પાછી ખોવાઈ ગ‌ઈ... આંખમાં આંસું ની‌ જાય
ધાર સાથે.....પણ તે ક્યાં આગળ વધી જ હતી...તે તો‌ ત્યા જ હતી....એ જ સ્ટેજ.......જ્યાં અવની એ 2 વર્ષ પહેલાં સોંગ ગાઈને ગોલ્ડ મેડલ જીતીને ઘરે જતી હતી.....
એકદમ ખુશખુશાલ.......સુમસાન રસ્તો ને......પણ અવની
ને ક્યાં ડર હતો....હતી તો ફક્ત ખુશી ની લહેરો ચહેરા પર......ને અચાનક તેની સામે બે કાર તેની કારની સામે
આવીને ઉભી રહી.... તેમાંથી છ થી સાત ગુંડાઓ ઉતરીને
અવની ની ગાડી પાસે આવ્યા ને બોલ્યા......

એ છોકરી.... ગાડીમાંથી બહાર નીકળ... નહીં તો સારું ‌નહી થાય તારી સાથે.....

અવની ડરી ગ‌ઈ પણ હીંમત કરીને બહાર નીકળી ને બધાની
આંખોમાં મરચી નો સ્પ્રે છાટયો ને તે બધા બેહોશ થઈને પડી ગયા ને ત્યાંથી અવની ગાડીમાં બેસીને ભાંગવાની કોશીશ કરતી હતી ત્યા જ પાછળ થી એક ગુંડાએ આવીને
તેને પકડી ને બોલ્યો......

એકવાર તો છુટી ગ‌ઈ પણ હવે નહીં બચે તું......

છોડ મને....નહીં તો‌ તારુ સારું નહીં થાય....(અવની)

અવની પોતાને છોડાવાની કોશીશ કરતી હતી પણ તે ગુંડાઓની ચગુલ માંથી ન બચી શકી અને બીજા બે-ત્રણ ગુંડાઓ આવ્યા ને અવની ને ગાડીમાં લ‌ઈ ગયા આ બાજું
અંબાલાલ અવની ની રાહ જોતા હતા ને આ બાજુ અવની
ને બેહોશ કરવામાં આવી ને અવની ને એક સુમસાન જંગલોમાં લ‌ઈ જ‌ઈને તે હવસકારોએ અવની ને ચુથી ‌નાખી......આ બાજુ અંબાલાલ અવની ઘરે ન આવવાથી
તેને શોધવા લાગ્યા.....આખા શહેરમાં તેના માણસો ગાડીઓ લ‌ઈને દોડવા લાગ્યા..... પોલીસ ને પણ જાણ કરવામાં આવી ને બધે શોધખોળ ચાલુ થય ને અવની
એક સુમસાન જંગલોમાં વિખરાયેલાં કપડામાં બેભાન હાલતમાં મળી......

આ જોઈને અંબાલાલ ભાઈ ત્યા ‌જ બેહોશ થઈ ગયા ને
અવની ને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ને જ્યારે
ભાનમાં આવી ત્યારે અવની ને ખબર પડતાં જ કે તેની સાથે
શું થયું છે તે સાંભળતા જ આત્મહત્યા કરવાની કોશિશ
કરી....પણ ત્યારે અંબાલાલ તેને સંભાળી લીધીને તે ગુંડાઓને પણ સજા અપાવી પણ અવની આ સમયમાંથી
બહાર ન નીકળી શકી......

સંગીત જગતમાં તેનું નામ ડુબી ગયું.... ત્યા ‌પણ લોકો તેને
ખરીખોટી સંભળાવતા હતા.... મીડિયા,ઓડીયન્સ તેને ગંદી
નજરે જોતા હતા....લફગા છોકરાઓ ‌આવીને ગમે તેવા શબ્દો બોલીને જતા હતા.....

આ બધામાં અવની અંદર થી એટલી ટુટી ગ‌ઈ હતી કે તેને
બહાર જવાનું બંધ કરી દીધું હતું ને ગાવાનું તો તે દુર દુર સુધી ભુલી ગ‌ઈ હતી......

અવની આ સમય ને યાદ કરીને રડી રહી હતી ત્યા દરવાજે
કોઈ આવ્યું ને અવની નો રડવાનો અવાજ સાંભળ્યો...ને‌ તે સાંભળતો સાંભળતો ‌અવની ના રુમમાં ‌આવ્યો....
ને અવની હીબકાં ભરી રહી હતી અને પાછળ થી તે જેન્ટલમેન આવ્યો ને બોલ્યો.......

આ અંબાલાલ રાજપુત નું ઘર છે.....?

યસ...બટ તમે કોણ.....ને ડેડ નું શું કામ છે.....અને આવી‌ રીતે કો‌ઈના રુમમાં આવી ગયા તમે.....?

બસ..બસ..મેડમ....આટલા બધા સવાલ એકસાથે....અને
સોરી....તમારી રુમમાં પુછયા વિના‌ આવવા માટે.....તમારા
ડેડ નું બિઝનેસ માટે કામ છે તો હું અહીં આવ્યો છું......
અને તમારા રડવાનો અવાજ સાંભળ્યો તો અહીં આવ્યો
એન્ડ બાય ધ વે....તમે ક્યાં કારણ થી રડતા હતા એ તો નથી ખબર મને બટ તમે બિલકુલ સારા નથી લાગતા રડતા
સો સ્માઈલ પ્લીઝ......☺️☺️

અવની ના ચહેરા પર આજે તે જેન્ટલમેન ને જો‌ઈને
પહેલી વખત સ્માઈલ આવી......

ત્યા અંબાલાલ આવ્યા ને પછી તે જેન્ટલમેન ને જો‌ઈને બોલ્યા......

અરે....અવધેશ....કયારે આવ્યો તું......તારી જ રાહ જોતો હતો.....

બસ...અંકલ......થોડીવાર પહેલા.......

પછી અવધેશ અંબાલાલ સાથે વાત કરતો હતો ને અવની
તેને જોઈ રહી હતી ત્રાંસી નજરે......

અવધેશ પણ થોડા દિવસ અંબાલાલ ને ત્યાં રહેવાનો હતો
અને અવની પણ તેને જોતી રહેતી હતી ને અવધેશ પણ કયારેક તેની સાથે વાત કરતો...અવની પણ અવધેશ સાથે
વાત કરીને ખુશ થતી હતી ને આ બધું અંબાલાલ જોઈ રહ્યા હતા....અને તેને લાગ્યું કે શાયદ અવની પહેલા ની‌ જેમ બોલતી થય જાય......

આ બાજુ અવધેશ પણ અવની ને જોઈને વિચારી રહ્યો હતો કે આટલી બધી અવની કેમ ગુમસુમ છે..... શું ‌તેની લાઈફમાં કં‌ઈ એવું થયું છે કે જેના લીધે તે......

અવધેશ ધણી બધી વખત વાત કરવાની કોશિશ કરતો ત્યારે અવની કહેતી કે....તમે તમારા કામ થી કામ રાખો...
બીજાની લાઈફમાં દખલ‌ ન આપો......

એક દિવસ રાતે અવધેશ ટેરેસ પર બેસીને ગીત ગાઈ રહ્યો હતો......

દિલ દિવાના....દિલ દિવાના.....બિન સજના કે માનેના.....

યે પગલાં હૈ....સમજાને સે સમજે ના.......

આ બાજુ અવની ને ઉંધ ન આવતાં તે ટેરેસ પર કોફી નો
મગ લઈને જતી હતી ને અવધેશ ને સોંગ ગાતાં ‌સાભળી ગ‌ઈ ને તે પાછી નીચે સીડી ઊતરતી હતી ને અવધેશ તેને
જોઈ ગયો ને બોલ્યો......

તો....મને જોઈને નીચે ઉતરી ગયા....કેમ મારી સાથે ‌વાત
કરવી નથી ગમતી.....ઈટસ ઓકે....તમે જ‌ઈ શકો છો.....
કોઈને જબરજસ્તી ન કરાય ને.......

ના......ના.... એવું કંઈ નથી...... હું તો બસ......

બસ....વોટ.....?

પછી અવની અવધેશ સાથે કોફીના મગ સાથે બેઠી હતી ને
અવધેશ બોલ્યો.....

તો......મારું સોંગ સાંભળીને નીચે ચાલ્યા ગયા હતા....કેમ... હું એટલું બધું ખરાબ ગાવ છું.....મારા ફેન્ડસ
ને તો મારો અવાજ ખુબ ગમે છે.....મને ગાવું ‌ગમે છે.... ક્યારેક ‌કયારેક નવરાશ ના પલોમા ગુનગુનાવી લવ છું....
તમે તારીફ ન કરી મારી....

સારું ગાવ છો પણ મારા જેવું.......

શું.... શું..... કહ્યું તમે........

ના....કંઈ નહીં......

એક દિવસ અવની બહાર ગ‌ઇ હતી અને અવની ના સ્પેશ્યલ રુમ‌ ની સાફ સફાઈ થય રહી હતી અને અવધેશ અવની નો સ્પેશ્યલ રુમ‌ જે તેના મેડલ અને સિંગર ના ફોટોસ‌ થી ભરેલો હતો તે જોઈ ગયો અને તે શોક થય ગયો...આ જોઈને અંબાલાલ ભાઈ પાછળ થી
આવ્યા ને બોલ્યા.....

શોક ન થા...આ જ દુનિયા છે અવની ની....જે છુટી ગ‌ઈ છે ક્યાંય પાછળ.....

પછી અંબાલાલ અવધેશ ને બધી વાત કરી....અને અવધેશ
નક્કી કર્યું કે તે અવની ને તેની દુનિયા ‌પાછી અપાવશે....

એક દિવસ પેપરમાં જ્યાં અવની એ તેના ગોલ્ડ મેડલ જીતી હતી ત્યા કોમ્પીટીશન હતી અને અવધેશ આ મોકાનો ફાયદો ઉઠાવ્યો....તે અવની ના સાંભળતા અંબાલાલ ને કહ્યું.....

અંકલ...આ ખુબ જ મોટો શો થવાનો છે જેમા પુરા ‌ઈન્ડીયા ના લોકો ગાવા આવશે..... હું પણ જવાનો છું....
આટલી મોટી ઓપરચ્યુનીટી થોડી મુકાય.....આજથી જ પ્રેકટીસ ચાલું કરવી પડશે એક મહીના પછી જ છે આ શો.....

હા....દિકરા....કરો....કરો....ને ખુબ તરક્કી કરો ને આગળ વધવું જરુરી છે....ગયેલો સમય પાછો આવતો નથી ને જે સમય મળ્યો છે તેની કદર કરવી જોઈએ નહીં તો સમય આપણી કદર કરતો નથી.....

અવની આ બધું સાંભળતી હતી ને અવધેશ ને અંબાલાલ
પણ જોતા હતા અવની ને.......

પછી અવધેશ સોંગ ગાઈ રહ્યો હતો ને અવની કામ કરી રહીં હતી ને અવધેશ નો અવાજ સાંભળીને તેનું મન કામમાં ન લાગી રહ્યું હતું ને અવધેશ નો સુરમાં અડચણ આવતા તે
દોડીને અવધેશ પાસે ગ‌ઈ ને બોલી કે.....

અવધેશ આમ ન હોય....

તો તમે જ શીખવાડો ને.... સિંગર અવની.....

તમને કેમ ખબર કે......

હા...મને ખબર છે કે તમે સિંગર હતા અને અત્યારે પણ છો
બટ જે તમારી સાથે થયું તેના લીધે તમે તે બધું યાદ રાખીને
તમે ત્યાં જ ઉભા છો‌.....સમય કોઈની માટે ઉભો નથી રહેતો અવની...‌.આઈ નો કે જે તમારી સાથે થયું તે ખુબ જ ખરાબ થયું પણ તેના લીધે આપણે અત્યારે જે પલો છે જે
ટા‌ઈમ છે જે મોકો મળ્યો છે તે ન છોડવો જોઈએ......

જીંદગી માં જે થયું તેને ભુલીને ઊભા થવું ને આગળ વધવું એ જ જીંદગી ની સચ્ચાઈ છે........બાકી તો‌ તું મારા કરતાં
પણ વધારે સમજદાર છે.......તારે આ કોમ્પીટિશન માં હિસ્સો લેવો જોઈએ.....

આમ ને આમ એક મહીનો વીતી ગયો ને ફાઈનલી કોમ્પીટીશન દિવસ આવી ગયો ને અંબાલાલ અવધેશ સાથે
અવની ને પણ કહ્યું આવવાનું....પણ અવની એ કોઈ જવાબ ન આપ્યો.....

આ બાજુ અવધેશ ને અંબાલાલ ગયા આ કોમ્પીટીશન માં
ને‌ અવની આ શો તે‌ ટીવી પર જોઈ રહી હતી... વારંવાર અવધેશે એ કહેલાં શબ્દો તેનાં કાનમાં ગુંજતા હતા ને અવધેશ ને પણ એક આશ હતી કે અવની આવશે ગાવા
માટે..... સ્ટેજ પર.....

આ બાજુ અવધેશ નો વારો આવ્યો ને અવધેશ ક્યાંક ગાયબ થય ગયો... સ્ટેજ પર તેનું નામ લેવાઈ રહ્યું હતું
પણ અવધેશ ન હતો ને આ બાજુ અવની વિચારે છે કે
અવધેશ આમ કોમ્પીટીશન માંથી ક્યાં ગાયબ થય ગયો....?

કેટલી મોટો મોકો છે ને આ છોકરો....ક્યાં ગયો....?

આ બાજુ અવની ગાડી ઉડાવીને શો પર પહોંચી સિગીગ
કોમ્પીટીશન માં..... લાંબા કાળા વાળ..... મધ્યમ બાંધો...
ગોળ મોટી મોટી આંખો.....રેડ ગાઉન.....હાઈ હિલ્સ....

બધા તેને જોતા જ રહી ગયા અને અવધેશ પણ.....પહેલી વખત અવધેશે અવની ને આ લુકમા જોઈ હતી ને આ બાજુ અવની સ્ટેજ પર ગ‌ઈ ને સોંગ ગાવાનું ચાલું કર્યું.....

જબ કોઈ બાત બિગડ જાયે......જબ કોઈ મુશ્કીલ પડ જાયે....તબ તુમ દેના સાથ મેરા....હો હમ નવા.....

આ સાંભળીને અંબાલાલ ની આંખમાં આંસુ આવી ગયાં ને
અવધેશ પણ અવની ને જોઈને ખુશ થઈ ગયો.ઓડીયન્સ પણ ફરી એકવાર અવનીના અવાજ થી ગુંજી ઉઠી.....
અવની પણ અવધેશ ને ગળે મળીને થેંક્યું કહ્યું ને તેનાં સંબંધ ની એક નવી શરૂઆત થય.......અવની નો થંભી
ગયેલો સમય પાછો આવી ગયો......

........✍️✍️✍️........