પ્રૃથ્વી પર સૌથી વધારે બુદ્ધિશાળી જો કોઈ જીવ હોય તો એ મનુષ્ય છે કેમ કે વિચારી શકે છે સમજી શકે છે પોતાની બુદ્ધિ થી નવુ સર્જન કરી શકે છે ઇશ્વરે એને બુદ્ધિશાળી બનાવ્યો જ છે એટલે કે એ પ્રૃથ્વી નું એના સંસાધનો નુ અને જીવો નું રક્ષણ કરે પરંતુ માણસ સ્વાર્થી બની ગયો એણે કુદરત ના સંસાધનો નો જ નહિ કુદરત ના દરેકે દરેક જીવ નો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો અને પોતાના ફાયદા માટે પ્રક્રૃતિ સાથે રમત કરતો રહ્યો .ત્યાં સુધી પ્રૃથ્વી વિનાશ ના આરે આવીને ઉભી રહી તો પણ એને અટકવા નું નામ ના લીધું .મનુષ્ય એમ જ સમજતા રહ્યા કે એ પ્રૃથ્વી ના માલિક છે અને પુરા બ્રમ્હાંડ મા એની પર નજર રાખવા વાળુ એને કાબુ કરવા વાળુ કોઇ નથી એ જેમ પોતાની મરજી પડશે એમ ઉપયોગ કરતો રહેશે.પણ ના આ બ્રહ્માંડ ને તો હજુ માણસે માત્ર ૦.૯૯૯૯૯૯% જ જાણ્યુ છે.
આપણા બ્રહ્માંડ માં આકાશગંગા ના જેવી ખબર નહિ કેટલીય ગેલેક્સીઓ છે .એ ગેલેકસી માં અગણિત તારા ઓ છે .અને આપણો જીવનદાતા સુર્ય પણ એક તારો છે. આવા કેટલાય તારા હશે જે આપણી પ્રૃથ્વીની જેમ કોઇક ગ્રહ નો જીવન દાતા હશે.એટલે કે આ બ્રહ્માંડ માં મનુષ્ય માત્ર એકલો જ છે એમ માનવુ એની બહુ મોટી ભુલ હશે .ક્યાંક કોઈ તારા ની આસપાસ ભ્રમણ કરતા કોઈ ગ્રહ પર કોઈ તો હશે જ જે દર વખતે પ્રૃથ્વી પર આવતી કેટલીય વિનાશકારી મુસીબતો થી પ્રૃથ્વી ની રક્ષા કરી રહ્યુ છે.નહિ તો જેમ મંગળ ગ્રહ પર જીવન નષ્ટ થઇ ગયુ છે એમ પ્રૃથ્વી પર પણ ક્યારનું ય નષ્ટ થઇ ગયું હોત .પણ વિશાળકાય ઉલ્કા ઓ પ્રૃથ્વીની નજીક થી પસાર થઇ જાય છે પણ પ્રૃથ્વી સાથે ટકરાતી નથી .તો આ માત્ર સંયોગ તો ના હોય શકે ને.એટલે કે ક્યાં ક કોઈ દુર ના ગ્રહ પર કોઈ તો છે જે પ્રૃથ્વી ની રક્ષા કરે છે સાથે સાથે મનુષ્ય ઉપર નજર પણ રાખે છે .
પણ માનવો તો પોતાના સ્વાર્થ માટે પ્રૃથ્વી ને જ ખતમ કરવા બેઠા હોય એવા સંજોગો ઉભા થયા છે .એવા સંજોગો માં પ્રૃથ્વી ને બચાવવા ની જવાબદારી જેના પર પણ છે એ એને તો મનુષ્ય જાતિ માટે કઠોર નિર્ણય લેવો રહ્યો .
તો એ કઠોર નિર્ણય કેવો છે અને એની પ્રૃથ્વી પર શું અસર પડશે એવા જ વિષય પર પ્રસ્તુત કરું છું એક નવલકથા જે સસ્પેન્સ છે સંદેશ છે સાથે છે એક પ્રેમકથા .તો કેદી નં ૪૨૦ , વિવાહ એક અભિશાપ પiછી તમે વાચકો મારી આ ક્રૃતિ ને પણ ખુબ પસંદ કરશો એવી આશા સાથે આ ક્રૃતિ ને તમારી સમક્ષ રજુ કરુ છું આશા છે આપ સૌને તે ગમશે.
***********************************************
પ્રૃથ્વી ૨૦૫૦
પ્રૃથ્વી ૨૦૫૦ ની પણ એને જોઇ ને કોઇ પણ કહી ના શકે કે આ એ જ પ્રૃથ્વી છે જે ૨૦૩૦ માં માણસો થી ઉભરાતી હતી. આ પ્રૃથ્વી પર ના માણસો દોડતા હતા ભાગતા હતા એકબીજા થી સ્પર્ધા કરતા ,ક્યારેક ગળા કાપતા હસતા ગાતા કયારેક નફરત કરતા તો કયારેક પ્રેમ .એને જોઇને અંદાજો ના લગાવી શકાતો કે એ પ્રેમ કરશે કે પોતાના સ્વાર્થ માટે જીવ લેશે.
અને આજે ૨૦૫૦ માં એ જ પ્રૃથ્વી માણસ વિહિન પશુ પંખી અને જીવજંતુ વિહિન બની ને એ રીતે ઉભી છે જાણે કોઈ વિધવા મા નો સહારો છીનવાઇ ગયો હોય એમ બેબસ અને લાચાર બની ને પોતાના અસ્તિત્વ પર આંસુ સારી રહી છે .અને દુખ ની વાત તો એ છે કે અત્યારે એનું એ દુખ જોવા વાળુ એક જીવ પણ નથી બચ્યો.
પ્રૃથ્વી રાહ જોઇ રહી છે કે કોઇ જીવ અથવા કોઇ જંતુ એની પર સરકે કોઈ પંખી હવા માં ઉડે ,બહુ નહિ તો કોઈ નાનો સરખો ય અવાજ સંભળાય પણ એના હાથમાં નિરાશા સિવાય કંઇ નથી આવતુ ત્યાં સુધી કે સમુદ્ર નદી અને તળાવો માં સમ ખાવા પુરતો કોઈ જીવ બચ્યો નથી .
હા બેક્ટેરિયા અને વાયરસ નું હજુ અસ્તિત્વ બચેલુ છે પણ એમના સિવાય કોઈ નહિ .ચારે બાજુ એક ઘોર સુનકાર અને રેતી નો સમુદ્ર .અને હવા ના ભયંકર સુસવાટા .
**********************************************
૧૭ મે ૨૦૫૦ ૨:૦૦ PM
પ્રૃથ્વી પર હવે સમય નું અસ્તિત્વ તો જાણે ખતમ થઇ ગયું છે કેમ કે છેલ્લાં ૨૦ વર્ષોથી પ્રૃથ્વી એમ જ ભેંકાર અને ઉજ્જડ થઇ ને પડી છે તો પણ જો માણસો હોત તો એમની ગણતરી મુજબ આ જ સમય પસાર થઇ રહ્યો હોત.
પ્રૃથ્વી હંમેશા ની જેમ જ ભેંકાર અને ઉજ્જડ બની ને નિરાશ હતી બિલકુલ એ જ સમયે પહેલા તો આકાશ માંથી એક તેજ લિસોટો દેખાયો અને પછી જોરદાર ના અવાજ સાથે એક સ્પેસ યાન આકાશ માંથી ધરતી પર આવી ને પડ્યું.
અને વર્ષોથી રાહ જોતી ધરતી એને આવકારતી હોય એમ પવન નું નાનું વંટોળ ત્યાં થી પસાર થઇ ગયુ.આના થી વધારે સારો કોઇ રસ્તો સ્વાગત કરવાનો ધરતી ની કુદરત પાસે નહોતો.
*******************************
આખરે ૨૦૩૦ થી ૨૦૫૦ એ વીસ વર્ષો ની અંદર પ્રૃથ્વી પર એવી તો કઇ ઘટના બની કે પ્રૃથ્વી પર ના તમામ સજીવો નષ્ટ થઇ ગયા? અને આખરે ૨૦૫૦ માં પ્રૃથ્વી પર આવેલું એ સ્પેસ યાન કયાંથી આવ્યુ?અને એ સ્પેસ યાન કોનું હતુ?
ક્રમશઃ