Nothing is impossible in this world .... !!! in Gujarati Adventure Stories by Mahesh Vegad books and stories PDF | અશકય કઈ પણ નથી આ દુનિયામાં....!!!

Featured Books
Categories
Share

અશકય કઈ પણ નથી આ દુનિયામાં....!!!

અશકય કઈ પણ નથી આ દુનિયામાં....!!!
દરેક લોકો પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે સતત ખજતા હોય છે ને તેની ઈચ્છા પણ કરતા હોય છે , પરંતુ જે લોકો પોતાના મનથી બુધ્ધિપુર્વક સખત મહેનત કરે છે તેને સફળતા મળે છે. માત્ર સતત મહેનત કરવાથી કે કઠોર પરિશ્રમ કરવાથી સફળતા મળતી નથી. મહેનત ની સાથે સાથે બુધ્ધિ ને કૌશલ્યની પણ જરુર પડે છે જો કોઈ પણ કામ મન દઈને કરીએ તો તે સારું થાય છે સફળતા મેળવવા માટે વ્યક્તિએ એક ચોક્ક્સ લક્સ્ય નક્કી કરવુ પડે છે. તેને સતત નજર સામે રાખવુ પડે છે. તેની સાથે સાથે બુધ્ધિકુશળતા પણ હોવી એટલી જ જરુરી છે.જો યોગ્ય કુશળતા હોય પરંતુ કઠોર પરિશ્રમ ન કરીએ તો પણ સફળતા મળતી નથી. એટલે જ વ્યક્તિ એ જીવનમા આગળ વધવા માટે અને સફળતા મેળવવા માટે વ્યક્તિની અંદર પ્રેબળ ઇચ્છાશક્તિ અને ધગશ હોવી પણ જરુરી છે.
સફળતા મેળવવા માટે કઠોર પરિશ્રમ કરવો તો જરુરિ છે જ પરંતુ સાથે સાથે જો આપણી દિશા સાચી ના હોય તો આપણે ઈચ્છિત પરિણામ કે સફળતા મેળવી શકતા નથી. સતત મહેનતની સાથે સાથે બુધ્ધિ ને વિચારશક્તિની જરુર પડતી હોય છે. એક નાની વાર્તા દ્વારા આપણે આ વાત ને સમજીયે.
માધવપુર નામનું એક ગામ હતુ તે ગામ મા નારાયણ નામનો ખેડુત રહે તેના ખેતરમા સિંચાઈ કરવા માટે પાણીની જરુર હતી. તેણે એક મહંતને પોતાની સમસ્યા કહી , મહંતે કહ્યુ કે જમીનમા ખોદો તો પાણી મળશે પણ તે ખેડુત મહંતનો કહેવાનો મર્મ સમજ્યો નહિં તેણે ત્રણ ફુટ જેટલી જમીન ખોદી પરંતુ પાણી મળ્યુ નહિ આથી તેણે બાજુમા ખોદવા માંડયુ . આમ કરતા કરતા તેણે આખુ ખેતર ખોદી નાખ્યુ છતા પણ તેને પાણી ના આવ્યુ. તેથી તે નિરશ થઈ તે ફરી મહંત પાસે ગયો ને પોતાની સમસ્યા જણાવી. મહંતે તેને કહ્યુ કે એક જ જગ્યાએ ૧૫૦ ફુટ ઉંડે સુધી ખાડો ખોદ તો ત્યા જરુર પાણી મળશે. ખેડુતે એ પ્રમાણે કર્યુ તો તેને પાણી પ્રાપ્ત થયુ. આમ જો મહેનત તો આપણે કરિએ પરંતુ લોકો મા સાચી સમજ ના હોય અને દિશા ખોટી હોય તો પણ આપણને સફળતા મળતી નથી.
ધણીવાર લોકો કોઈ કાર્ય કે સ્પ્રધામા સફળતા મેળવવા માટે સતત મહેનત તો કરે , પરંતુ બીજી બાજુ ખોટી બીજાની ચિંતા પણ કરતા રહે કે મને આ કાર્યમા સફળતા મળશે કે નહી તો તે મન દઈને કાર્ય કરી શકતા નથી . અધૂરા મનથી જો કોઈ કાર્ય કરવામા આવે તો તે કયારે પણ સફળતા મળતી નથી.
અસફળતા માત્ર એ સાબિત કરે છે કે તમે સફળતા માટેનો તમારો પ્રયત્ન પુરા મનથી કર્યો નથી . આમ જેને પણ ઉચ્ચ ને શ્રેશ્ઠ સફળતા મેળવવી હોય તેમણે મનમાથી નકારાત્મક ને નિરાશા યુકત વિચારો તથા શંકાકુશંકાને દુર કરવી પડશે . કામ કરતી વખતે મનમા કોઈ પણ પ્રકારનો તણાવ – વહેમ ના હોવો જોઈએ .જો મનમા નિરાશા ને તણાવ હશે તો તે કામ મા આનંદ તેમજ રસરુચિ ઓછી થઈ જાશે . તેના પરિણામે તે કામ કરવામા સફળતા નહી મળે. એના બદલે જો કોઈ પણ પ્રકારનો તણાવ કે ચિંતા રાખ્યા વગર હકારાત્મક્ભાવથી ને શાંત મનથી કામ કરવામા આવે તો તે કામ મા આપણા શરીર ની પુરે પરી કાર્ય શક્તિ કાર્ય કરી શકે છે. તેના પરિણામ સ્વરુપ પોતાના કાર્યમા અવશ્ય સફળતા મળે છે.
ને અંતે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી.વ્યક્તિ ભલે પછી કોઈપણ વિભાગમા સફળતા મેળવવા ઈચ્છતો હોય તેણે સતત મહેનત કરવી જ પડે છે સાથે સાથે બુધ્ધિ કૌશલ્ય ને મનમા હકારાત્મકતા ને ધીરજ હોવી ખુબ જ જરુરી છે. એટલે જ તો કહેવાય છે કે “ સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવો પડે છે નહિ કે જે તૈયાર મેળ્વે છે.” વ્યક્તિ એ બીજા કરતા પોતાના ખુદ પર વિશ્વાસ કરવો જોઈએ.
“ રાધે રાધે ”
“ જય દ્વારકાધીશ ”