ASTIK THE WARRIOR - 28 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-28

Featured Books
Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-28

"આસ્તિક"
અધ્યાય-28
આસ્તિકનાં શાસ્ત્રાર્થથી રાજા જન્મેજય ખૂબ આનંદ પામે છે અને વરદાન માંગતા કહે છે. આસ્તિક નમ્રતાપૂર્વક હાથ જોડીને કહે છે કે રાજન આપ સાચેજ ખુશ થઇને વરદાન માંગવા કહો છો તો આ સર્પયજ્ઞ તાત્કાલીક બંધ કરાવો અને દરેક સર્પનાગર, તક્ષ્ક, વાસુકી ત્થા સર્વ નાગકુળને માફ કરીને નાશ અટકાવો.
જન્મેજય રાજાએ ખૂબ આનંદ પૂર્વક કહ્યું આસ્તિક તું સાચેજ જ્ઞાની અને હુંશિયાર છે. હું તારાં શાસ્ત્રાર્થ અને જ્ઞાનથી અભિભૂત છું. હું સ્તવરે સર્પયજ્ઞ બંધ કરવાનો આદેશ આપુ છું અને નાગકુળને માફ કરુ છું. તું સાચેજનો તારણહાર છે.
રાજા જન્મેજયે સર્પયજ્ઞ બંધ કરાવ્યો. નાગકુળનો નાશ થતો અટક્યો. આસ્તિક પણ ખુબ આનંદીત થયો. એ રાજા જન્મેજયનાં પગે પડ્યો અને આશીર્વાદ લીધાં.
આસ્તિકે કહ્યું આપ ભગવાન કૃષ્ણનાં ખાસ સખા અર્જુનપુત્ર અભિમન્યુનાં વંશજ છો. આપ મહાન છો. આપનાં પિતા પરીક્ષીત જે અભિમન્યુનાં પુત્ર જેમનું તક્ષકનાગનાં દંશથી મૃત્યુ થયું હતું એનો બદલો લેવા આ સર્પયજ્ઞ યોજયો હતો પરંતુ ઇશ્વરની લીલા અપાર અને અકળ છે. કોઇ નિમિત્ત બને અને કોઇ બચાવવા નિમિત્ત બને એનાં માટે મને મોકલ્યો હતો પરંતુ આપે વિશાળ અને કરુણામય હદયે બધાંને માફ કર્યા એનો મને ખૂબ આનંદ છે. રાજન આપ ખૂબ સુખી થાવ અને અપરાજીત રહો અને તેમારી નિશ્રામાં દરેક જીવ અને પ્રજા સલામત અને સુખી રહે એવી મારી શુભકામના છે.
રાજાજન્મેજયે સર્પયજ્ઞતો બંધ કરાવ્યો સાથે સાથે આસ્તિકને અનેક મૂલ્યવાન વસ્તુઓ અને ઉપહાર આપીને આશીર્વાદ આપ્યાં. અને કહ્યું બાળયોગી તમે ગમે ત્યારે મારી પાસે આવી શકો છો. તમારાં માતાપિતા ધન્ય છે જેમણે આવો જ્ઞાની બહાદુર અને વિનમ્ર બાળકને જન્મ આપ્યો સાથે સાથે સારી કેળવણી અને સંસ્કાર આપ્યાં છે.
રાજા જન્મેજયનાં આશીર્વાદ પછી અને સર્પયજ્ઞ બંધ થયો એટલે નાગરાજ તક્ષક નાગસમ્રાટ વાસુકી બધાં સર્વનાગ સર્પ જન્મેજય રાજાની પાસે આપ્યાં અને ભાગ્યઅનુસાર થયેલ કૃત્યની ક્ષમા માંગી અને આસ્તિકને આશીર્વાદ આપ્યાં.
જન્મેજય રાજાએ બધાને માફ કર્યા અને આમ નાગ કુળનો નાશ થતો અટક્યો. આસ્તિકે જન્મેજય રાજાની આશીર્વાદ લઇને માઁ પાસે પાછા ફરવાની રજા માંગી.
જન્મેજય રાજાએ માતાપિતાને નમસ્કાર કીધાં.
આસ્તિક જન્મેજય રાજાની રજા લઇને પછી મામા વાસુકીને કહ્યું મામા મારુ કર્મ મારુ લક્ષ્ય પુરુ થયું છે. આપ પણ માંને મળવા મારી સાથે ચાલો. ત્યારે નાગરાજ તક્ષકે કહ્યું અમે સર્વ માઁ જરાત્કારુનાં દર્શન કરવા આશ્રમે આવીએ છીએ અમારે એમનો પણ આભાર માનવો છે.
આમ આસ્તિક સાથે રાજા તક્ષક, સમ્રાટ વાસુકી અને અનેક સર્પ નાગ આશ્રમ પર આવવા નીકળ્યાં.
આશ્રમ પર આવીને બાળ આસ્તિક માં જરાત્કારુ પાસે પહોંચ્યો અને માઁ નાં ચરણમાં આવીને કહ્યું માઁ મારું લક્ષ્ય તમારાં આશીર્વાદથી પૂર્ણ થયું છે. રાજાજન્મેજયે એમનો સર્પયજ્ઞ રોકાવી બંધ કર્યો છે અને બધાંજ નાગ સર્પને માફ કર્યા છે. માઁ તારાં આશીર્વાદ સંપૂર્ણ ફળ્યા છે.
માઁ જરાત્કારુએ દિકરા આસ્તિકને ગળે વળગાવી દીધો અને બોલ્યાં.. દીકરા તારું જ્ઞાન, નમ્રતા, કેળવણી અને સંસ્કારે આજે આ દિવસ બતાવ્યો છે. એમાં તારાં પિતાની કેળવણી અને જ્ઞાન ખૂબ કામ આવ્યો છે. આજે તારાં પિતા અહીં હાજર હોત તો એમને કેટલો આનંદ અને ગૌરવ પ્રાપ્ત થાત.
ત્યાંજ આશ્રમનાં દ્વારે ભગવન જરાત્કારુનું આગમન થયું અને બોલ્યાં. મારાં દિકરાને ખૂબજ આશીર્વાદ આજે પિતા તરીકે મારી છાતી ફુલાય છે ગૌરવ થાય છે ઇશ્વર તારુ કલ્યાણ કરે મારાં આશીર્વાદ સદાય તારી સાથે છે તું સાચેજ કુળદીપક છે આસ્તિક.
આસ્તિક પિતાનો સ્વર સાંભળ્યો અને એ દોડીને એમનાં ચરણોમાં પડી ગયો. પિતાએ એને આશીર્વાદ આપી વ્હાલથી ગળે વળગાવીને કહ્યું મારાં કુળદીપક આસ્તિક ઇશ્વરનાં સદાય આશીર્વાદ રહે.
માઁ જરાત્કારુ આનંદ અને આશ્રર્યથી ભગવન જરાત્કારુને જોયાં અને એમનાં ચરણોમાં પડી ગયાં. ભગવન જરાત્કરુએ આશીર્વાદ આપીને ઉભા કરી કહ્યું દેવી હું તમારી પાસે આવી ગયો છું હવેથી સદાય તમારી સાથે રહીશ.
માઁ જરાત્કારુએ કહ્યું ભગવન અમે તમારી સાથે રહીશું. આ આશ્રમ આ પૃથ્વી આપની છે તમારાં ચરણોમાં અમને સદાય સ્થાન આપો. આસ્તિકે એનું લક્ષ્ય અને કર્મ સફળતાપૂર્વક પાર પાડ્યા છે એની પાછળ માત્રને માત્ર આપનાં આશીર્વાદ છે.
ભગવન જરાત્કારુનાં આગમનથી આશ્રમમાં હર્ષોલ્લાસ થઇ ગયો. આસ્તિકની સાથે આવેલા નાગરાજ તક્ષક અને સમ્રાટ વાસુકીએ માઁ જરાત્કારુ અને ભગવન જરાત્કારુને પ્રણામ કર્યા અને કહ્યું હે જરાત્કારુ બેલડી આપનાં પનોતા અમે પરાક્રમી પુત્ર આસ્તિકે સમગ્ર નાગકુળનો બચાવ કર્યો છે અને આસ્તિકનાં ઋણી થઇ ગયાં છીએ.
જરાત્કારુ માઁ એ કહ્યું આસ્તિકનો જન્મજ નાગકુળને બચાવવા માટે થયેલો અને એણે એનું કાર્ય ફરજ રૂપે પુરુ કર્યું છે એમાં નારાયણનાં આશીર્વાદ છે.
ભગવન જરાત્કારુએ બંન્ને નાગ સમ્રાટનું સન્માન કરી અભિવાદન કર્યુ અને કહ્યું તમે આશ્રમમાં અતિથિ છો આપનું સ્વાગત છે.
માઁ જરાત્કારુએ સેવકોને એમનાં આદર સત્કાર અંગે સૂચના આપી અને પોતે એમના માટે રસોઇ કરવા બેઠાં. બધાંને ભરપેટ ભોજન કરાવીને કહ્યું આસ્તિકને હવેનાં જીવનમાં સહકાર્ય અને પરાક્રમ કરવા અંગે આશીર્વાદ આપો.
આસ્તિકનાં કારણે જીવ બચાવેલાં નાગરાજા તક્ષક અને સમ્રાટ વાસુકીને કહ્યું માઁ તમે અમારા બહેન થાવ આસ્તિક અમારો લાડકો ભાણેજ છે હવે અને આસ્તિકને જીવનમાં આનંદ આવે એવું કરીશું. અમારાં આશીર્વાદ તથા ધનસંપત્તિ સઘળી આસ્તિકે આપીએ છીએ. નાગલોકમાં હવેથી આસ્તિક યુવરાજ રહેશે.
આસ્તિકે નમ્રતાપૂર્વક નમસ્કાર કરીને કહ્યું મને નિમિત્ત બનાવનાર નારાયણ છે મને કોઇ લોભ લાલચ કે મોહ નથી હું મારાં માતાપિતાનાં ચરણોમાં સ્વર્ગથી અધિક સુખ અને આનંદ માણું છું...
બધાએ દરેક નાગ સર્પે આસ્તિકને વધાવી આશીર્વાદ આપ્યાં અને ભગવન જરાત્કારુને માઁ જરાત્કારુ સાથે આસ્તિકને લઇને પાતાળલોક-નાગલોકમાં પધારવા આમંત્રણ આપી કહ્યું હવે સમગ્ર નાગલોક પાતાળ લોક સર્વ આસ્તિકને અર્પણ કર્યુ છે આપ ત્યાં પધારો અમે આસ્તિકને સત્કારવા તત્પર છીએ.
ભગવન જરાત્કારુએ આમંત્રણ સ્વીકારીને કહ્યું ભલે અમે આસ્તિક સાથે આવીશું. આવતા મહિને એટલે કે શ્રાવણી પૂનમે ત્યાં પધારીશું.
વાસુકીનાગ-તક્ષકનાગ અને સર્વનાગ સર્પ ખૂબજ આનંદીત થયાં અને આસ્તિકને આશીર્વાદ આપીને વિદાય લીધી.
બધાનાં ગયાં પછી માઁ જરાત્કારુએ આસ્તિકને ખોળામાં બેસાડીને ખૂબ વ્હાલ કર્યુ અને કહ્યું મારો આસ્તિક બધાને ખૂબ પ્રિય છે. ભગવાન જરાત્કારુએ મને ખૂબ મીઠી ભેટ આપી છે અને પછી આસ્તિકે કહ્યું માઁ તમારાં આશીર્વાદથીજ બધું શક્ય બન્યુ છે.
આસ્તિક માઁ બાબાનાં આશીર્વાદ લઇને ઋષિપુત્ર સાથે એનાં મિત્રોને મળવા માટે નીકળી ગયો.
માઁ જરાત્કારુએ આસ્તિકને જતો જોઇને ભગવન જરાત્કારુને કહ્યું ભગવન આપણો દીકરો કેટલો સરળ સાલસ, નિર્દોષ અને પવિત્ર છે. આટલુ મોટુ લક્ષ્ય પાર પાડ્યા પછી એનાં મનમાં એક અંશ જેટલો કોઇ અહંકાર નથી પ્રભુ તમારાં સંસ્કાર અને કેળવણી છે.
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી મેં જ્ઞાની અને કેળવણી આપી છે પણ સંસ્કાર એની રગરગમાં તમારાં છે તમારોજ દિકરો આવો હોય.
જરાત્કારુ માઁ એ આનંદથી કહ્યું ભગવન તમારાં વિરહમાં હું કેટલી પીડાઇ હતી પણ આજે મારાં માટે સુખનો સૂરજ ઉગ્યો છે. આસ્તિકે સફળતા પૂર્વક લક્ષ્ય પુરુ કર્યુ અને આપ આશ્રમે પધાર્યા મને સ્વર્ગથી અધિક આનંદ થયો છે. હવે કાયમ તમારી નિશ્રામાં અમને રાખજો ક્યારેય વિયોગના આપશો હું તમારી સદાય તમારાં ચરણોમાં પડીને સેવા કરીશ.
ભગવન જરાત્કારુ માઁ જરાત્કારુની નજરોમાં નજર મિલાવી આનંદીત થયાં અને બોલ્યાં દેવી હવે કોઇ વિયોગ-વિરહ નહીં આપણે સાથેજ સહજીવન જીવીશું એકબીજાનાં સાંનિધ્યમાં રહીશું.
માઁ જરાત્કારુએ નારાયણ ભગવાનનો આભાર માનીને કહ્યું મારાં ઇશ્વર મારા નારાયણ તમે પાછું એજ સુખ અને આનંદ આપ્યો છે આપને મારાં કોટી કોટી નમસ્કાર.
મારાં નારાયણ ઇશ્વર બધુજ ભગવન જરાત્કારુ તમે છો તમારામાંજ ઇશ્વરે જોઊં છું. અને અદાકાળ તમારાં ચરણોનું સેવન કરી સેવા કરીશ. એમ કહી માઁ જરાત્કારુ ભગવન જરાત્કારુમાં સમાયા.
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----29