LOVE BYTES - 56 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-56

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-56

લવ બાઇટ્સ
પ્રકરણ-56
સ્તવન ઘરેથી કાર લઇને મંદિરે આવે છે. ભગવાન પુરુષોત્તમ મહાદેવને કાર અર્પિત કરીને આશીર્વાદ લેવા હોય છે. એ કાર પાર્ક કરીને મંદિરનાં પગથીયા ચઢે છે. ત્યાં પૂજારીજી ધ્યાન ધરતાં બેઠાં છે. સ્તવનનાં પગરવનો અવાજ સાંભળીને આંખો ખોલે છે. અને બોલે છે આવ સ્તવન આજેજ તને યાદ કરેલો મેં મૂહૂર્ત કાઢી આપેલાં. કાલે તો તારો વિવાહ છે. પણ.. તું આ કોને સાથે લઇને આવ્યો છે ?
સ્તવન ચમક્યો એને થયું હું તો એકલોજ આવ્યો છું. પૂજારીજી મને કેમ આવો પ્રશ્ન કરે છે ? એણે પુજારીજીને કહ્યું ગુરુજી હું તો એકલોજ આવ્યો છું મારી સાથે કોઇ નથી હું મારી નવી કાર ભગવાનને અર્પિત કરવા આવ્યો છું અને માં-પાપા ઘરે છે એલોકો પણ હમણાં આપનાં આશીર્વાદ લેવા માટે આવશે.
જમાનાને ખાધેલાં અને સમજેલાં પૂજારીજીએ મનોમન વિચારી લીધું. સ્તવન સમજ્યો નથી એટલે કહ્યું કંઇ નહીં દીકરા ખૂબ સારું કર્યું. મહાદેવનાં શરણે આવેલાનું કાયમ રક્ષણ થાય છે. જે સાથે આવ્યું છે એ બહારજ અટકી ગયુ છે.
તે કાર લીધી ખૂબ આનંદ થયો. ઇશ્વરનાં સદાય આશીર્વાદ અને સ્તવન એમને પગે લાગ્યો અને બોલ્યો ગુરુજી મારી કાર જુઓ એની પૂજા કરી આશીર્વાદ આપો મારાં જીવનમાં સુખ શાંતિ અને આનંદજ રહે.
પૂજારીજીએ કહ્યું જા અંદર ગર્ભગૃહમાં દર્શન કરી આવ અને અંદરથી કંકુ ચોખા ચંદન લેતો આવજે. સ્તવન અંદર ગયો અને પૂજારીજી ઉભા થઇને મંદિરની બહાર જોવા લાગ્યાં. બધે નિરિક્ષણ કર્યુ પછી કંઇક મંત્રોચ્ચાર કર્યા. ત્યાં સ્તવન કંકુ ચંદન અને અક્ષત લઇને આવ્યો.
પુજારીજી સ્તવન સાથે કાર સુધી ગયાં અને કારની પૂજા કરી ચાંલ્લા સક્ષત કરીને ફૂલથી વધાવી. પછી સ્તવનને ચાંદલો કરી. આશીર્વાદ આપી અંદર આવ્યાં.
સ્તવને એની પાસેથી 2000/- રૂપિયા કાઢીને એમનાં ચરણોમાં મૂક્યાં અને આશીર્વાદ લીધાં.
પૂજારીજીએ સ્તવનને આશીર્વાદ આપતાં કહ્યું બધુ સુખ આનંદ જોઇ રહ્યો છું પણ તારો ચહેરો કંઇ બીજુજ કહે છે. શું ચિંતા છે ? શું ચાલી રહ્યું છે ?
સ્તવન સમજી ગયો કે પૂજારીજી બધુજ જાણે છે એણે કહ્યું બાપજી તમારાંથી ક્યાં કંઇ છુપુ છે ? બાળપણથી આજ સુધી તમારાં માર્ગદર્શન અને આશીર્વાદથી જીવું છું. આવતી કાલે વિવાહ છે અને જીવનમાં અચાનક.....
પુજારીજીએ કહ્યું મને ખબર છે તારાં ભાગ્યમાં આ ઘડીયો લખેલીજ છે ગયા જન્મનું ઋણ સાથે લઇને જમ્યો છું તારાં જીવનમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ છે સાથે સાથે કોઇ અગમ્ય સંબંધનો એહસાસ છે જે તારી સામે પ્રગટ થઇ ચૂક્યો છે એજ વાત છે ને ?
સ્તવને હાથ જોડીને કહ્યું તમે બધુ જ જાણો છો. મારાં ભાગ્યમાં હવે શું થવાનું છે ? એ સંબંધ અગમ્ય ગત જન્મનો હોય કે જે ઋણ હોય અત્યાર સુધી એનાં કારણેજ પીડાતો હતો પહેલાં એનો એહસાસ નથી થયો જે થયાં એ અગમ્ય અને સૂક્ષ્મ હતાં હવે એ સામે આવ્યાં છે.
મેં કોઇ બીજીને પસંદ કરી છે એને ખૂબ પ્રેમ કરુ છું એની સાથે વિવાહ છે અને ગઇકાલે મારાંથી... હવે એનો શું ઉકેલ ? મારાં વિવાહમાં કોઇ અડચણ નહીં આવે ને ?
પૂજારીજીએ કહ્યું ભાગ્ય આંશિક વાંચી શકાય છે બાકી ભોગવવું પડે છે. તું આવ્યો ત્યારે મેં તને જોઇને જ પ્રશ્ન કર્યો કે આ કોને સાથે લાવ્યો છે ?
મારી પાસે જેટલું જ્ઞાન છે એ પ્રમાણે એ સાથે એ પ્રેમ, એ ઋણ તારી સાથે તારો ઓછાયો થઇને સાથેજ ફરે છે. કોઇ સૂક્ષ્મ આભાસ મને થયો છે એટલે મેં પૂછ્યું ? તારાં કાલે વિવાહ છે પણ જે જીવ છે એ તારુ ખરાબ તો નહીં થવા દે પણ....
સ્તવને કહ્યું પણ.. એટલે ? કેમ અટકી ગયાં ? મને પુરુ માર્ગદર્શન આપો. હું બંન્ને બાજુથી ફસાયો છું હું શું કરું ?
પૂજારીજીએ કહ્યું આમાં મારુ જ્ઞાન વધારે નથી આંશિક ભાગ્ય વાંચી શકું છું ચેતવી શકું છું પણ એનો નિકાલ ઉપાય નથી કરી શકતો. મારી સલાહ એજ છે કે કોઇ જ્ઞાની તાંત્રિક અઘોરીને બતાવ એ જરૂર કોઇ ઉપાય બતાવશે કોઇ રસ્તો નીકળશે. તમારે જયપુરમાં મહાકાળીનાં મંદિર-આશ્રમમાં છે અઘોરનાથ એ યોગ્ય વ્યક્તિ છે. તાંત્રિક-અઘોરી હોવા છતાં માયાળુ છે ઉગ્રપંથી નથી.. તું...
સ્તવન કહે મને ખબર છે એમને મળેલો છું એમનાં આશીર્વાદ લીધાં છે. તમે સલાહ આપો છો એમ એમની પાસે હું જઇશ. પણ કાલે તો વિવાહ છે.
પૂજારીએ કહ્યું એ ભાગ્યનાં ખેલ છે. પણ તું ઇશ્વર પર આ મહાદેવ પર વિશ્વાસ રાખ એમનેજ પ્રાર્થના કર કે તને દરેક કસોટીમાં હેમખેમ પાર ઉતારે.
સ્તવને કહ્યું ખૂબ વિશ્વાસ આસ્થા છે ખૂબજ પૂજારીજીએ કહ્યું જ્યાં આસ્થા વિશ્વાસ હોય ત્યાં કોઇ દિવસ શંકા રહી ના શકે. અને શંકા ના રહે એટલે આપણને ધારી પાત્રતા અને ફળ મળીજ જાય એમણે વિશ્વાસ રાખી આગળ વધ.
સ્તવન અને પૂજારીજી વાતો કરતાં હતાં ત્યાંજ ભંવરીદેવી અને માણેકસિહજી ત્યાં આવ્યાં એ લોકો એ પુરુષોત્તમ મહાદેવજીનાં દર્શન કર્યા અને પૂજારીજી પાસે આપ્યાં અને માણેકસિહજીએ કહ્યું પુજારીજી કાલે સ્તવનનાં વિવાહ છે અને અહીં ઘરે આવેલાં અને સ્તવનને આપની પાસે મોકલ્યો આશીર્વાદ લેવાં.
પૂજારીએ કહ્યું ભગવાનનાં આશિર્વાદથી બધું રંગેચંગે પતશે ચિંતા ના કરશો. હું સ્તવનને એજ સમજાવી રહેલો કે આસ્થા વિશ્વાસ રાખજે એજ સુખ આનંદની સફળતાની જડીબૂટ્ટી છે.
માણેકસિહે કહ્યું સાચી વાત છે. અને પૂજારીએ બીજી વાત ના કાઢતાં સંક્ષીપ્તમાં બધી વાત કરીને હૈયાધારણ આપી. પછી ત્રણે જણાં આશીર્વાદ લઇને ઘર તરફ આવ્યાં. સ્તવન મનોમન વિચારી રહ્યો કે મારી સાથે કોણ છે ?
ઘરે આવી ભંવરીદેવીએ સ્તવનને ગરમા ગરમ ચા બનાવી આપી નાસ્તો આપી. જરૂરી ચીજવસ્તુઓ કપડાં વગેરે સાથે લીધાં અને કહ્યું દીકરા હવે પછી આપણે નીકળીએ એટલે વેળાસર જયપુર પહોચી જવાય.
સ્તવન ચા નાસ્તો કરીને તૈયાર થઇ ગયો અને કહ્યું ચાલો આપણે પાછા જવા નીકળીએ. ત્યાંજ સ્તવનનો ફોનમાં રીંગ આવી એણે જોયું આશાના ફોન છે.
સ્તવને તરતજ ઉપાડ્યો અને કહ્યું આશા હમણાંજ મંદિરેથી દર્શન કરીને આવ્યાં હમણાં થોડીવારમાં ત્યાં આવવાજ નીકળીએ છીએ. તમારું શોપીંગ પત્યું ? મીહીકા તારી સાથે છે ? સ્તવને એકસામટાં પ્રશ્નો પૂછી લીધાં.
આશાએ બીજીવાત પર ધ્યાન ન આપતાં પ્રશ્ન પૂછ્યો. મંદિરથી મને ફોન ના કરાય ? હું તમારી સાથેજ દર્શન કરી લેત ને ? કેમ ભૂલી ગયાં ? શોપીંગ પત્યું મીહીકા બહેનને રાજમલકાકાનાં ઘરે મૂકીને અહીં ઘરે આવી.
સ્તવને કહ્યું સોરી આશા પૂજારીજી સાથે વાતો કરવામાં ભૂલ્યો પણ વિવાહ પછી અહીં સાથેજ દર્શન કરવા આવીશું હવે ત્યાં આવવાજ નીકળુ છું. પછીથી શાંતિથી વાતો કરીએ ફોન મૂકુ છું એમ કહી ફોન મૂકી દીધો આશા કંઇ બોલવા ગઇ પણ ફોન કાપી નાંખ્યો. મનમાં રહેલાં સંશય અને ભયે એને આગળ બોલવા જ ના દીધો ફોન કટ કર્યો.
સ્તવન ઉચાટ જીવે માં-પાપાને લઇને જયપુર પાછા આવવા નીકળ્યો. પાપા અને માં કારમાં પાછળથી સીટ પર બેઠાં હતાં. એ લોકો થાકેલાં આંખ મીચીને સૂઇ રહેલાં સ્તવન કાર ચલાવી રહેલો....
સ્તવનને એવો એહસાસ થયો કે એની બાજુમાં કોઇ બેઠું છે. એ ડ્રાઇવ કરતાં કરતાં બાજુની સીટ તરફ જોવાં કરતો હતો. એણે મીરરમાંથી જોયુ કે માં પાપા સૂઇ ગયાં છે. એણે ધીમેથી કહ્યું કેમ તું સાથે આવી ? મને ખબર છે તું કોણ છે ? પૂજારીજીએ પણ કહ્યું કે કોઇ મારી સાથે છે બોલ....
વધુ આવતા અંકે - પ્રકરણ -57