Love Story - 7 in Gujarati Motivational Stories by Arbaz Mogal books and stories PDF | લવ સ્ટોરી - ભાગ ૭

Featured Books
Categories
Share

લવ સ્ટોરી - ભાગ ૭

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત સવારે વહેલો ઉઠી સ્કૂલે જાવા માટે નીકળી જાય છે. એ બુટ પહેરતો હોય છે ત્યારે એના મમ્મી એને જોય જાય છે. અને કહે છે કે આજે તો રવિવાર છે રવિવારે પણ સ્કૂલે જાય છે. )

આખી ટિમ અને બીજા લોકો એમ થઈને ક્રિકેટ રમવા જાય છે. ક્રિકેટ રમતા રમતા સાંજ પડી જાય છે. હવે અમિત થાક્યો હતો. આખો દિવસ ક્રિકેટ રમી રમીને થાક્યો હતો. એટલે ઘરે આવીને ખાવા બેસે છે અને ત્યાર પછી સુઈ જાય છે. હવે લેશનતો બાકી જ રહી ગયું હતું...

ક્રિકેટ રમીને થાકેલો અમિત રાત્રે વહેલો સુઈ જાય છે. સવાર પડે છે એને ખૂબ જ સરસ નીંદર આવી હતી. એના મમ્મી અમિતને ઉઠાડે છે.

" અમિત ઉઠી જા, સ્કૂલે નથી જવું ચાલ હવે ઉઠી જા " અમિતના મમ્મી અમિતને ઉઠાડે છે. "

ખૂબ જ સરસ નીંદર આવી હતી એટલે આમ ફ્રેશ મુડમાં બને હાથ ઊંચા કરીને ઉઠે છે. અમિત નાહી ધોઈને ફ્રેશ થઈ જાય છે.

અમિત નાસ્તો કરતો હોય છે. ત્યારે વિચાર આવે છે કે અરર... લેશનતો હું કરતા જ ભૂલી ગયો હવે શું કરું કાલે રમવામાં અને રમવામાં લેશનતો રહી ગયું. જો આજે લેશન ચેક કરવામાં આવે તો મને સજા કરે કાતો પછી પેરેન્ટસને બોલાવે શુ કરું હવે સમય પણ નથી કે હું લેશન કરી શકું.

એ સ્કૂલ જાવા માટે નીકળી જાય છે. રસ્તામાં વાડી આવતી હતી. સવાર સવાર પાક લહેરાય રહ્યો હતો સૂર્યનો પ્રકાશ એ પાક ઉપર પડી રહ્યો હતો. વાતાવરણ પણ ખુબ સારો હતો. અમિત પગદંડી ઉપરથી ચાલી રહ્યો હતો. ત્યારે પાછળથી અવાજ આવે છે...

" એય અમિત ઉભો રે... હું આવું છું "

આ કોણ હશે? અમિત વિચારી રહ્યો હતો. એ પાછળ ફરીને જોવે છે તો નિશા હોય છે. એ દોડતી દોડતી અમિત પાસે આવતી. આજે એ સુંદર દેખાતી રેડ કલરનો ડ્રેશ ખૂબ જ સરસ લાગી રહ્યો હતો. આટલા સમયગાળા દરમિયાન પહેલીવાર અમિત અને નિશા બને ભેગા થયા હતા. જો ભેગા થાય ત્યારે મારી ટીમના મેમ્બર મસ્તી કરતા હતા. જેથી નિશા ત્યાંથી ભાગી જાતી હતી.

" કેમ છે અમિત શુ વિચારી રહ્યો છો " નિશા કહે છે.

" આજે ખૂબ જ સારો ડ્રેશ પહેર્યોને, તને ખૂબ જ સરસ લાગી રહ્યો છે "

" એલા એય હવે મસ્કા ન માર હો, છોકરાઓની આ આદત બઉ હોય છે છોકરીને જોવે નહીં એટલે મસ્કા મારવાના શરૂ કરી દેય. "

" કઈ નહિ આજે લેશન ભૂલી ગયો, હવે શું કરું "

" તે લેશન કર્યું નથી, હવે આજે તો તું ગયો હો... "

" નિશા તું આવું ન બોલ હો, કઈક કરને હું બચી જાવ એવું કર કે ટીચર લેશન ચેક ન કરે "

" જોઈ જોવ ચાલ કઈક કરું "

અમિત અને નિશા બને એક સાથે સ્કૂલે જાય છે. આજે અમિતની ટિમ દેખાતી ન હતી. કોણ જાણે એ લોકો આજે નહીં આવ્યા હોય, વહેલા આવી જવાનો સવાલ જ આવતો નથી એ કયારેય વહેલા સ્કૂલે આવ્યા છે?

એ સ્કૂલની અંદર પ્રવેશે છે. અમિત અને નિશાને સાથે જોઈને આખી સ્કૂલ બંનેની સામે જ જોતી હતી. અમિત નિશાને ફરીથી યાદ અપાવે છે.

" નિશા યાદ છેને? એ ભૂલતી નહીં હો? "

" શુ યાદ છે? શુ ભૂલતી નહિ? "

" એલા તું પણ ભૂલી ગઈ આજે મેં હોમવર્ક કર્યું નથી, એ ધ્યાન રાખજે "

" હા એ મારી ઉપર છોડીદે... "

નિશા ક્લાસમાં ચાયલી જાય છે અને અમિત એની ટિમ એટલે કે અમિત, નિખિલ અને મહેશ એની શોધમાં નીકળી પડે છે એને એ ક્યાંય દેખાતા નથી અંતે એ ક્લાસમાં જાય છે. નિખિલ અને મહેશ છેલ્લી બૅન્ચે બેઠા હતા.

આજે પ્રાર્થના ક્લાસમાં જ કરવાની હતી. ટીચર આવે છે. અમિત છેલ્લી બેચે ચાલ્યો જાય પ્રાર્થના પુરી કરી ટીચર ભણાવતા હોય છે. એવામાં નિખિલ અને મહેશને ખબર પડી જાય છે કે અમિતે લેશન કર્યું નથી. મહેશ તરત જ હાથ ઊંચો કરી ટીચરને બોલાવે છે...

મહેશ ટીચરને કહી દેશે કે અમિતએ લેશન નથી કર્યું?

નિશા અમિતને કઈ રીતે બચાવશે?

મહેશ ટીચરને શુ કહેશે?

ક્રમાંક

( જોડાયેલા રહેજો આ સ્ટોરીમાં તમને ખૂબ જ મજા આવશે... અમિત અને નિશાની લવ સ્ટોરી કઈ રીતે અમિત મુશ્કેલીઓ નો સામનો કરે છે. એ માટે જોતા રહો " લવ સ્ટોરી " )