Dashing Superstar - 1 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-1

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-1

ડેશિંગ સુપરસ્ટાર ..અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી

નમસ્કાર વાચકમિત્રો,

આપનો ખુબ ખુબ આભાર મારી વાર્તા પસંદ કરવા માટે,તેમા રેટિંગ્સ અને પ્રતિભાવ આપવા માટે.આપના શબ્દો મને વધુ લખવા પ્રેરે છે.

તો વચન મુજબ આવી ગઇ છું હું વોન્ટેડ લવ સ્પિન ઓફ લઇને.સ્પિન ઓફ એટલે વોન્ટેડ લવ નવલકથાના અમુક પાત્રોનાં જીવનની કહાની અલગ વાર્તાના સ્વરૂપમાં બતાવવી.

આ વાર્તા છે એલ્વિસ અને કિઆરાની.બે અલગ અલગ વાતાવરણમાંથી આવતા લોકો.જેમના જીવનના લક્ષ્ય અલગ,જેમના જીવનશૈલી અલગ,બે તદ્દન વિરોધાભાસી સ્વભાવ અને વ્યક્તિત્વ ધરાવતા લોકો.

બે એવા લોકોની પ્રેમકહાની કે જેમના વચ્ચે ઊંમરનો તફાવત ઘણો છે પણ તેમનો પ્રેમ મજબુત છે.

તેમના માટે બે લાઇન યાદ આવે છે એક સુંદર ગાયનની.

ના ઉર્મ કી સિમા હો.
ના જન્મો કા હો બંધન
જબ પ્યાર કરે કોઇ
તો દેખે કેવલ મન

ખરેખર તેમની પ્રેમકહાનીમાં ઊંમર કોઇ મહત્વ નથી ધરાવતી.તેમનો પ્રેમ સમાજને પડકાર આપે છે.સમાજની રીત અને તેમના રિવાજોને તોડે છે.તેમનો પ્રેમ એકબીજા માટે મજબુત આધારસ્તંભ બને છે.

કિઆરા ,એક આશાસ્પદ યુવતી કે જેનું સપનું અન્ય યુવતીઓથી અલગ છે.તેનું સ્વપ્ન છે આઇ.પી.એસ ઓફિસર બનવું અને દેશના દુશ્મન સાથે લડવું.

એલ્વિસ આ કહાનીનો હિરો,આ કહાનીનું હ્રદય એટલે કે આપણો ડેશિંગ સુપરસ્ટાર.તે કોઇ હિરો નથી કે કોઇ ફેમસ ડાયરેક્ટર નથી.તે છે તો એક કોરિયોગ્રાફર પણ તેનો રૂવાબ અને સ્ટાઇલ કોઇ મેગા સ્ટારથી ઓછો નથી.

પણ શું આ રૂવાબ અને સ્ટેટ્સ તેને એમ જ મળી ગયું? આ વાર્તા છે નાનકડા શહેરના એલ્વિસની ડેશિંગ સુપરસ્ટાર બનવાની સફર વિશે,તેના જીવનમાં આવતા પડકાર અને મુશ્કેલીનો તે પોતાના પ્રેમ સાથે મળીને કેવીરીતે સામનો કરે છે.

તેનો એક મકસદ છે,શું તે પુર્ણ કરી શકશે?શું પોતાના પ્રેમને પુર્ણ કરી શકશે?

આવો જોડાઇએ એલ્વિસ અને કિઆરાની ટ્વિસ્ટેડ લવસ્ટોરીના સફરમાં

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી.

આભાર
રીન્કુ શાહ.

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. ભાગ-1

મુંબઇના ફિલ્મસીટીના એક સેટ પરનું દ્રશ્ય...

હર્ષવદન રાજેની નવી મેગા બજેટ મુવીના ટાઈટલ સોંગનું શુટીંગ હતું.સેટ ખુબજ શાનદાર હતો.હર્ષવદને ખુબજ ખર્ચો કર્યો હતો.સેટ સ્પેશિયલ આર્ટીસ્ટ દ્રારા તૈયાર કરાવવામાં આવ્યો હતો.લાઇટ અને કેમેરા સેટ હતા.હર્ષવદન આ મુવીના પ્રોડ્યુસર હતા.આમ તો સામાન્ય રીતે તે પોતાની મુવીના શુટીંગમાં ભાગ્યે જ જતા પણ આજે વાત અલગ હતી.

બે બે સુપરસ્ટારને હેન્ડલ કરવા ડાયરેક્ટર અનીલ નું એકલાનું કામ નહતું.અહીં બેકડાન્સર્સ પોતાના કોશચ્યુમમા તૈયાર હતા.જેમને કોચના આસિસ્ટન્ટ ડાન્સર્સ પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા.

અહીં ફિલ્મની હિરોઇન ન્યુકમર હતી.તે એક ફેમસ મોડેલ હતી.અકીરા બજાજ ખુબજ સુંદર હતી.બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી.મેકઅપ આર્ટીસ્ટ તેના મેકઅપને ફાઇનલ ટચઅપ આપી રહ્યો હતો અને બીજી તરફ કોચ તેને ડાન્સ સ્ટેપ્સ અને તેની એન્ટ્રી વિશે સમજાવી રહ્યો હતો.

તેટલાંમાં જ સ્ટેજ પર સન્નાટો છવાઇ ગયો.સોહામણો,હેન્ડસમ હાર્ટથ્રોબ અજય કુમાર આવી ગયો.છ ફુટની હાઇટ,બ્રાન્ડેડ બ્લુ જીન્સ અને બ્લેક જેકેટમાં તે તૈયાર હતો.

તેના ગુસ્સાથી બધાં અવગત હતા.તેથી તેને કોઇ તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું.
"એય શોટ રેડી છે? મારી પાસે બહુ સમય નથી.શુટીંગ જલ્દી શરૂ કરો અને મને ડાન્સ સ્ટેપ્સ કોણ બતાવશે."અજયે સેટ પર આવતા જ બુમાબુમ શરૂ કરી.

હર્ષવદન અને અનીલ દોડીને તેની પાસે ગયાં.
"આ કોચ છેને તે તમને ફટાફટ શીખવાડી દેશે.સર,તમે જ્યુસ લેશો એનર્જી રહેશે."અનીલે વિનંતીભર્યા સ્વરમાં કહ્યું.
"કેમ પેલો અભિમાની ક્યાં છે?હું તો તેની જોડેથી જ શીખીશ.આમપણ ડાન્સ ડાયરેક્ટર તો એ જ છે ને.હું કોચિસ સાથે વાત નથી કરતો."અજયે તુમાખીભર્યા સ્વરમાં કહ્યું.

"એ બસ આવતો જ હશે."અનીલે ચિંતામાં કહ્યું.અજયની ફરિયાદ એકરીતે ખોટી પણ નહતી.ડાન્સ ડાયરેક્ટર એટલેકે કોરીયોગ્રાફર જ હજી આવ્યો નહતો.

અહીં સેટની પાસે એક મોંઘી વેનીટીવેન ઊભી હતી.તેમા તે તૈયાર થઇ રહ્યો હતો.બહાર તેનો મેનેજર,દોસ્ત અને સાથી સમાન વિન્સેન્ટ ડિસૌઝા બુમો પાડી રહ્યો હતો.

"એલ્વિસ,ઇનફ ઇઝ ઇનફ.સેટ પર બધા રેડી છે.પેલો અજય કુમાર પણ આવી ગયો અને તે આ શું નાટક માંડ્યાં છે?અને આ ત્રીજો પેગ છે તારો.હવે બસ કર અને ચલ નહીંતર હું જઉં."વિન્સેન્ટે કહ્યું.

તે તેના ભવ્ય વેનીટીવેનના આલિશાન બેડરૂમમાંથી તે ગ્લાસ મુકીને બહાર આવ્યો.બ્રાઉન કલરનું બ્રાન્ડેડ જીન્સ અને વ્હાઇટ ટીશર્ટ ,માથા પર તેની ઓળખ સમી હુડી અને આંખો પર સનગ્લાસીસ.છ ફુટની હાઇટ અને એકદમ રૂપાળો,તેના વાળ હલ્કાબ્લેક અને બ્રાઉનનું કોમ્બીનેશન,ક્લિનશેવ કરેલો ચહેરા પરથી આફટરશેવની સુગંધ આવી રહી હતી.

બત્રીસ વર્ષની ઊંમરનો સોહામણો,કોઇ હિરો જેટલો જ યુવતીઓમાં પ્રિય એલ્વિસ બેન્જામીન ઉર્ફે એલ.
"ચલ." માત્ર આટલું કહીને તે બહાર ગયો.વિન્સેન્ટ તેની પાછળ ભાગ્યો.

અહીં અજય ગુસ્સામાં ધુંઆપુંઆ થઇ રહ્યો હતો.
"જો પાંચ મીનીટમાં તે અભિમાની એલ્વિસ ના આવ્યોને તો હું જતો રહીશ પછી સીધી આવતા મહિનાની તારીખ આપીશ."

"આવી ગયો અભિમાની.ચલો એવરીવન ગેટ રેડી.અજય તે સ્ટેપ્સની પ્રેક્ટિસ કરી લીધી છે ને?"એલ્વિસે કહ્યું.
"ના,તું શીખવાડીશ મને."અજયે તુમાખીથી કહ્યું.

એલ્વિસે ગુસ્સાંથી ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સામે જોયું જે અત્યંત દયામણું મોઢું કરીને ઊભા હતા.બે સુપરસ્ટાર વચ્ચે તેમની હાલત કફોડી હતી.બંનેમાંથી એકપણ સુપરસ્ટારને નારાજ કરવો તેમને પોસાય તેમ નહતું.

"આવો અજય કુમાર,તમને સ્ટેપ્સ શીખવાડું.સ્ટેપ્સ બહુ જ ઇઝી છે.તમારે અહીં ઊભું રહેવાનું છે અને આપણા અકીરા મેડમ અહીં તમારી આગળ ઊભા રહેશે અને આ હશે સ્ટેપ્સ."આટલું કહી એલ્વિસે તેને સ્ટેપ્સ બતાવ્યાં.

અજય કુમારનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટ્યો,"શું? હું આ બે કોડીની હિરોઇનની પાછળ ઊભો રહીને ડાન્સ કરીશ?બિલકુલ નહીં એય એલ્વિસ,તારી કોરીયોગ્રાફી બદલ નહીંતર હું આ મુવી નહીં કરું."અજયે તેવર દેખાડતા કહ્યું.

"અનીલ,હું મારી કોરીયોગ્રાફી નહીં બદલું.આની જોડેથી મારે શીખવાનું કે ડાન્સ કોને કહેવાય.જેને ડાન્સના ડી વિશે પણ ખબર નથી.હું જાઉં છું.જો આ અજય મારા પ્રમાણે ડાન્સ કરવા તૈયાર થાય તો મને બોલાવજો.નહીંતર બીજો કોરીયોગ્રાફર શોધી લેજો.તેને કહેજો કે એલ્વિસે આ ફિલ્મ છોડી છે."એલ્વિસ ગુસ્સામાં જતો રહ્યો.

"હું પાછળ ડાન્સ નહીં કરું અને જો તે અભિમાની ના માને તો બીજો હીરો શોધી લેજો."અજય પણ આટલું કહીને પોતાની વેનીટીવેનમાં જતો રહ્યો.

અહીં એલ્વિસની વેનીટીવેનમાં એલ્વિસે પેગ બનાવ્યો અને બોલ્યો,"તે સમજે છે શું ?મને ડાન્સ શીખવાડશે.પાંચ ડાન્સ ફોર્મના નામ કહી દે ને મને તો પણ હું માની જઉં."

તેટલાંમાં તેના વેનીટીવેનનો દરવાજો ખખડ્યો.વિન્સેન્ટે દરવાજો ખોલ્યો સામે ફિલ્મની નવોદિત હિરોઈન અકીરા ઊભી હતી.
"એલ્વિસ સરને મળવું હતું."તેણે કહ્યું.
"એલ,અકીરા મળવા માંગે છે તને."વિન્સેન્ટે કહ્યું.એલ્વિસે ઇશારાથી તેને અંદર આવવા કહ્યું.અકીરા અંદર આવી અને એલ્વિસ સામે બે હાથ જોડીને ઉભી રહી.

"એલ્વિસ સર,હું તમને વિનંતી કરવા આવી છું.સર પ્લીઝ,મને તે હીરોની પાછળ ઊભા રહીને ડાન્સ કરવામાં કોઇ જ વાંધો નથી.સર,તમે આ ફિલ્મ છોડી દેશો તો કદાચ આ શુટીંગ આજે અટકી જશે અને એક મહિના પછી જ્યારે નવો કોરીયોગ્રાફર આવશે તો બની શકે કે હિરોઇન બદલાઇ જાય."અકીરા હાથ જોડીને બોલી.

"તો એના માટે મારે તે અજય કુમાર સામે નમવાનું?"એલ્વિસે ગુસ્સામાં કહ્યું.

"સર,આ મુવી માટે મે ખુબજ કોમ્પ્રોમાઇઝ કર્યું છે.સર હવે મારાથી ફરીથી કોમ્પ્રોમાઇઝ નહીં થાય."આટલું કહીને અકીરા રડી પડી.તે રડતા રડતા ત્યાંથી જતી રહી.

"વિન્સેન્ટ,અનીલને કહે કે હું તૈયાર છું અજયના પ્રમાણે કોરીયોગ્રાફી કરવા."એલ્વિસે કહ્યું.

"પણ આ તો તારી હાર અને તેની જીત થશે."વિન્સેન્ટે કહ્યું.

"કોણ હારે છે અને કોણ જીતે છે તે તો થોડા સમયમાં ખબર પડી જશે.તે અજય અહીં જ અકીરા ઊભી હતી ત્યાં જ ઊભી રહીને મારી માફી માંગશે અને પોતાને પાછળ રાખવા કહેશે."એલ્વિસે હસીને કહ્યું.

શું કરશે એલ્વિસ અજય સાથે?કેવીરીતે શરૂ થશે એલ્વિસ અને કિઆરાની પ્રેમકહાની?
પહેલો ભાગ કેવો લાગ્યો પ્રતિભાવ આપી જરૂર જણાવજો.