love story - 3 in Gujarati Motivational Stories by Arbaz Mogal books and stories PDF | લવ સ્ટોરી - ભાગ ૩

Featured Books
Categories
Share

લવ સ્ટોરી - ભાગ ૩

હવે પ્રાર્થના પુરી થઈ ગઈ હોય છે... એક એક લાઇન અંદર ક્લાસમાં જાતી હતી... સ્કૂલનો આજે પહેલો દિવસ હતો... એટલે સ્કૂલમાં પહેલા દિવસે કાય પણ ભણાવાનું ન હોય પહેલા દિવસે ટીચર વાર્તા કહે કે પછી જેને વાર્તા આવડતી હતી એ વિદ્યાર્થી બોલે...

કલાસ શરૂ થાય છે... ત્યારે લાલ સાડીમાં નવા ટીચર પ્રવેશે છે... એ ટીચર પણ નવા અને ટીચર માટે એ લોકો પણ નવા હતા... એટલે ટીચરે કહ્યું " મારું નામ લીલા છે , હવે તમે એક પછી એમ પોતાનું નામ કહેતા જાવ... કલાસમાં એક પછી એક દરેક લોકોએ પોત પોતાનું નામ કહે છે... જયારે અમિતનો વાળો આવે છે... તે કૈક વિચારમાં પડ્યો હોય છે... મહેશ એને હલાવી કહે તારો વાળો આવ્યો છે તારું નામ કહે... ત્યાં પછી એ પોતાનું નામ કહે છે...

" ચાલો હવે આપણે એક બીજાને ઓળખી ગયા છી , હવે તમારે કહેવાનું છે તમે મોટા થઈને શુ બનશો... એક પછી એક કહો... "

દરેક લોકો એક પછી એક પોતાનું નામ કહે છે... નિશાનો વાળો આવે છે નિશા ઉભી થઇને કહે છે " હું મોટી થઈને ટીચર બનીશ " અમિત આ બધું સાંભરતો હોય છે... ઓહહ ટીચર...

મહેશનો વાળો આવે છે એ કહે છે " હું મોટો થઈને વકીલ બનીશ " ત્યાર પછી અમિતનો વાળો આવે છે અમિત વિચારમાં હોય છે કે હું શું કહું એને નિશાનું યાદ આવે એટલે " હું મોટો થઈને ટીચર બનીશ " અમિતતે નિશાએ જે કહ્યું હતું એ કીધું એમાતો એના ગ્રુપમાં એની મજાક ઉડવા લાગી... મહેશ કહે " તું છોકરો થઈને છોકરીના કામ કરસ "

ત્યારે અમિતથી ન રહેવાનું એયે કહી દીધું " ટીચર માત્ર છોકરીઓ ન બની શકે આ કામ છોકરાઓ પણ કરી શકે છે... , એટલે આમા મસ્તી કરવાની જરૂર નથી... હો હવે બીજી વાળ આવી કમેન્ટ કરતા વિચારજો " અમિતતે પોતાની મનમાં રહેલી વાત કહી દીધી...

ત્યાર બાદ ટીચર બોલ્યા " હવે આપણે દરેકનું નામ જાણી લીધું , મોટા થઈને શુ બનશો એ પણ જાણી લીધું હવે આપણે આજે કાંઈ ભણીશું નહીં ચાલો હું તમને એક વાર્તા કહું... કોણે કોણે સાંભરવી છે... કલાસમાં દરેક લોકોની આંગળી ઉંચી થઈ પણ આ ટીમની આંગળી ઉંચી ન થઈ... ટીચરે કહ્યું " શુ તમારે ત્રણ લોકોને વાર્તા નથી સાંભરવી કે શું??? "

હવે અમિતે પણ આંગળી ઉંચી કરી એટલે આખી ટીમને આંગળી ઉંચી કરવી પડી... મહેશ અમિતને ખીજવા લાગ્યો " આ શું કરસ અમિત આંગળી કેમ ઉંચી કરી , તને ના પાડી હતી કે આંગળી ઉંચી ન કરતોતો પણ તેએ આંગળી ઉંચી કરી તને આપણી ટિમમાં રસ રહ્યો નથી લાગતો... "

" ના ના મહેશ એવું નથી હવે આખો કલાસ આંગળી ઉંચી કરે અને આપણે ઉંચી ન કરેતો કેવું લાગે હે આપણે પણ આંગળી ઉંચી કરવી પડેને... " અમિતે કહ્યું...

" હા અમિતની સાચી વાત છે... " મહેશ બોલે છે... ત્યારબાદ ટીચર વાર્તા કહે છે... વાર્તા પુરી થાય છે ત્યારે આખો કલાસ તાળી વગાડે છે...

હવે ટીચર કહે છે " હવે મેં વાર્તા કરી હવે કોણ કોણ વાર્તા કરશે કોણે વાર્તા આવડે છે... " ત્યાંતો નિશાની આંગળી ઉંચી થાય છે આજોઈ નિશાનો સાથ આપવા માટે અમિત પણ હાથ ઊંચો કરે છે...

ત્યાંતો ટીચર અમિતને ઉભો કરે છે... તમને તો ખબર છે કે અમિતતે નિશા એ આંગળી ઉંચી કરી એટલે કરી પણ અમિતને વાર્તા આવડતી ન હતી... અમિતતો જેમ તેમ હિંમત કરી સ્ટેજ પર જાય છે...

અમિત વાર્તા શરૂ કરે છે... " એક સિંહ હતો... " અમિત આખી વાર્તા પુરી કરે છે કલાસમાં કોઈ તાળી વગાડતું નથી પણ એકલી નિશા તાળી વગાડતી હતી...

ટીચર " સાબાસ ખૂબ જ સરસ વાર્તા કહી , તે આ વાર્તા કયા વાંચી છે... "

" મેં આ વાર્તા કયાંય વાંચી નથી " અમિત કહે છે...

" તો પછી આ વાર્તા "

" આ વાર્તા મેં બનાયવી છે "

" ઓહહ સરસ તું વાર્તા પણ લખસ , તે ક્યારે બનાવી હતી... "

" અત્યારે મેં જ બનાવી છે હું વિચારતો ગયો અને બોલતો ગયો... " અમિતના આ શબ્દ સાંભરી આખો કલાસ તાળી વગાડવા લાગે છે...

ત્યારે સ્કૂલનો પહેલો દિવસ હતો એટલે શાળા વહેલી છૂટી ગઈ હતી...

આગળ અંક