Raj-Simran in Gujarati Love Stories by NIKETA SHAH books and stories PDF | રાજ-સિમરન

Featured Books
Categories
Share

રાજ-સિમરન

તને ફ્કત ના જોઉં ને તો પણ વિચલિત થઈ જઉં છું તો વિચાર તું મારી પાસે ના હોય તો મારી શું દશા થાય.

પ્રેમમાં નવા નવા પ્રેમી પંખીડા બનેલા રાજ અને સિમરન. રાજ પોતાના દિલની લાગણીઓ સિમરન આગળ ઠાલવી રહ્યો હતો. કેવો તે સિમરન વગર વિચલિત થઈ જતો. શૂન્યમન્સક બનીને ખોવાઈ જતો.
રાજને શ્વાસ લેવા માટે પણ સિમરન નામના ઓક્સિજનની જરૂર પડતી હતી.

કદાચ પ્રેમ આવો જ હોતો હશે ? પ્રેમ કયોઁ હોય એ જાણે આપણને શું ખબર 😊

ચાલો ચાલો પાછા રાજ-સિમરન જોડે આવી જાવ આપણે પછી વાતો કરીશું અત્યારે રાજ ને સિમરનનો સ્ટોરીને માણીએ.
😂Action😂

રાજ વગર સિમરન નહી ને સિમરન વગર રાજ નહી. બસ આ બંને જ એકબીજાની દુનિયા હતાં. પ્રેમી પંખીડા ક્યારેક બાગમાં, ક્યારેક રેસ્ટોરન્ટમાં, ક્યારેક પિક્ચર જોવા નીકળી પડતા. બસ સમય મળે કે બંને દુનિયાથી છુપાઈ છુપાઈને મળી લેતાં. આંખો આંખોમાં વાતો કરી લેતાં. પ્રેમનાં આવેગમાં એકબીજાને ભરપૂર પ્રેમ કરતાં. જાણે ફરી એ પળ મળે કે ના મળે.
સિમરન રાજને ઘણીવાર સમજાવતી કે રાજ આટલું બધું મને કેમ ચાહે છે ક્યારેક હું નહી હોઉં તો.
રાજ કહે એવું થાય તો હું પાગલ જ થઈ જઉં. મારા શ્વાસ, મારી દુનિયા જ તું છે. તારા વિના તો મારું અસ્તિત્વ જ શક્ય નથી. આવો પ્રેમ હતો બોલો જોયો છે આવો પ્રેમ
જવાબ ના આપતાં હો નહી તો પાછી રાજ ને સિમરનની સ્ટોરી અટકી જશે😂😂

એક દિવસ રાજ અને સિમરન થિયેટરમાં પિક્ચર જોવા જવાની યોજના બનાવે છે.
બંને નક્કી કરેલાં સમયે થિયેટરની બહાર જ મળે છે. થિયેટરની બહાર જ ઘણી ભીડ હોય છે એ ભીડમાં એ બંને એકબીજાનો હાથ પકડીને ઊભા રહ્યાં હોય છે. ત્યાં જ અચાનક સિમરનને કંઈક પોતાના શરીર પર ગરમ ગરમ પ્રવાહી પડ્યું હોય એવું અનુભવાય છે. એકાએક જ ભીડમાં સિમરનનાં હાથમાંથી રાજનો હાથ છૂટી જાય છે. પિક્ચરનો શો ચાલુ થતો હોવાથી બધા થિયેટર બાજુ દોડે છે. રાજને કંઈ જ સમજાતું નથી કે શું થયું ? સિમરનનો હાથ કેમ છૂટી ગયો. ભીડનો ધસારો એટલો બધો હતો કે રાજને સિમરનને શોધવાનો મોકો પણ ના મળ્યો. રાજ ફ્કત સિમરન સિમરન ની બૂમો પાડી રહ્યો હતો. રાજ અચાનક જ ખૂબ વિચલિત થઈ જાય છે કે સિમરન ક્યાં ગઈ? કેમ મારો હાથ છોડી દીધો? આટલી ભીડમાં ક્યાં શોધું.
બીજીબાજુ સિમરનનાં શરીર પર જે ગરમ પ્રવાહી પડ્યું હતું તે એસિડ હતો. સિમરનનાં શરીર પર એસિડએટેક થયો હતો. એના પેટનાં નીચેનાં ભાગ પર એસિડ નાંખવામાં આવ્યું હતું જેના કારણે તેનો પેટની નીચેનો બધો ભાગ બળી ગયો હતો. ભીડમાં એનો અવાજ ક્યાંય દબાઈ ગયો હતો. અસહ્ય પીડાને લીધે કણસતી સિમરન ભીડમાંથી ધીમે ધીમે ખસીને દૂર જવાનો પ્રયત્ન કરે છે. સિમરન વિચારે છે કે રાજ ક્યાં ગયો? એ મને શોધતો હશે ? આટલી વેદનામાં પણ સિમરન રાજને જ વિચારે છે અને વિચાર કરતાં કરતાં જ બેભાન થઈ જાય છે.
આવો છે પ્રેમ રાજ અને સિમરનનો.❤️

રાજ સિમરનના નામની બૂમો પાડીને થાકી જાય છે પરંતુ ત્યાં એને સિમરન નથી મળતી. થાકીને રાજ પણ ભીડમાંથી બહાર નીકળે છે જ્યાં દૂર સિમરન એક ખૂણામાં પડેલી જોવા મળે છે. રાજ દોડીને સિમરન પાસે જાય છે ને જુએ છે તો સિમરનનું પેટની નીચેનું બધું શરીર બળી ગયું હોય છે. આ જોઈને જ રાજના હોશ ઊડી જાય છે અને તે અવાક્ જ રહી જાય છે.
થિયેટરમાં પિક્ચરનો શો ચાલુ થઈ ગયો હોવાથી હવે મોટાભાગની પબ્લિક થિયેટરની અંદર જતી રહી હોય છે.
રોડની સાઈડમાં રાજ સિમરનનું માથું ખોળામાં લઈને બેસી રહ્યો હોય છે. ત્યાંથી કેટલાક રાહદારી નીકળતા આ બંને પર નજર પડે છે. સિમરન દાઝી ગઈ હોવાથી બેભાન હાલતમાં હોય છે જ્યારે રાજ સિમરનની હાલત જોઈને જ સૂનમૂન થઈ જાય છે. ત્યાં ઊભેલા બધા તેને પૂછે છે ભાઈ તું કોણ છે ? આ બેનને શું થયું છે પણ તે કંઈ જ નથી બોલી શકતો ? અમુક લોકો આ બંનેની મદદ કરે છે. સિમરન અને રાજ બંનેને હોસ્પિટલ પહોંચાડે છે.જ્યાં સિમરનને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. રાજને ડોક્ટર તપાસે છે ને કહે છે આ ભાઈને કોઈક ઊંડો આઘાત લાગ્યો લાગે છે. આ ભાઈ બોલતાં બંધ થઈ ગયાં છે. કોઈક એવી વાત બની છે જેનાથી એમના મગજમાં ઊંડો આઘાત લાગી ગયો છે. ડોક્ટર રાજને તપાસીને કહે છે કે કદાચ આઘાતના કારણે આ ભાઈ પાગલ થઈ ગયા લાગે છે.

યાદ છે ને રાજે સિમરનને કીધું હતું કે તને કંઈક થઈ જાય તો હું પાગલ જ થઈ જઉં.
જુઓ બન્યું પણ એવું. સિમરનનો હાથ રાજના હાથમાંથી છૂટી ગયો. રાજ સાથે હોવા છતાં સિમરન પર એસિડેએટેક થયો. રાજ-સિમરન છૂટાં પડ્યાં ને પાછા મળ્યાં તો એ હાલતમાં કે સિમરન બેભાન હતી ને રાજ સૂનમૂમ થઈ ગયો હતો.

રાજ સિમરનને બળેલી હાલતમાં જોઈને એમ વિચારવા લાગ્યો કે હું મારી સિમરનને બચાવી ના શક્યો બસ આ જ આઘાતમાં એ પાગલ થઈ ગયો. સિમરનને ખોવાના વિચારથી જે વિચલિત થતો હતો. તો પછી આ તો સિમરન અધૅબળેલી હાલતમાં એને મળી હતી. તો પછી રાજની શું દશા થાય ?

આજે રાજ એક મેન્ટલ હોસ્પિટલમાં સિમરનની આછીપાતળી યાદો સાથે જીવે છે. એને કંઈ જ યાદ નથી બસ એક ચહેરો યાદ છે કે ક્યારેક કોઈક હતું જેનું નામ 🤔
નામ તો ક્યાં રાજને યાદ છે તો અહીં લખું.😉

હોસ્પિટલમાં સિમરનને દાખલ કયૉના ચાર ક્લાકમાં જ સિમરન કોમામાં જતી રહી. આજે પણ સિમરન કોમામાં છે જ્યાં એનું હૈયું આજે પણ રાજ રાજ પુકારે છે.
કોણ હતું એ જેણે સિમરન પર એસિડેએટેક કયોઁ એ કંઈ જ ખબર નથી.

ભીડની વચ્ચે એક પ્રેમ-પંખીડાને કોણ વિખૂટું કરી ગયું એ સવાલનો જવાબ આજે પણ અકબંધ છે.

બસ યહી એક કહાની
એક થી સિમરન
જો સિફઁ રાજ કી દીવાની.

સાચા પ્રેમની શું દુદૅશા છે
હોઠો પર મૌન
દિલમાં વેદના છે. 🙏