એ ડાયરી અને સુકાયેલાં ગુલાબના ફૂલો જોઈને એ ગુલાબના ફૂલોની જેમ વિકીનો ચહેરો પણ મુરઝાઈ ગયો. જાણે અચાનક કોઈ યાદોમાં ખોવાઈ ગયો હોય એમ અનિમેષ નયનથી જોઈ રહ્યો.
પેલી બ્યુટીફૂલ ગર્લ થોડીવાર એની સામે જોઈ રહી પછી એના હાથ પર હાથ મુક્યો જાણે એને એમ જ કેહતી હોય કે,
" તું ચિંતા ન કર હું છું ને!!!"
આ જોયા પછી તો મારાથી ન રહેવાયું હું ઉભી થઈ ગઈ મને થયું હું વિકીને પૂછી જ લવ કે "આ કોણ છે???"
એટલામાં જ નિશાએ મને રોકી લીધી. "તું ઉતાવળ ન કર."
અને હું પાછી ચેરમાં બેસી ગઈ. ત્રીસ મિનિટ થઈ ગઈ. નિશા અને રીંકી વાતોમાં મશગૂલ હતા. મારી નજર વિકી પર જ હતી.
"અરે આપણે જઈએ મારે તો આજે જલદી ઘરે પહોંચવાનું છે. રૂપાલી!એય રૂપાલી!" રીંકી બોલી.
મારુ ધ્યાનભંગ થયું "હા! હા! ચલો આપણે જઈએ. મારે પણ ઘરે જલદી પહોંચવાનું છે અને એમ પણ મારું અહીં વધુ રોકાવું હવે યોગ્ય નથી." હું ગુસ્સામાં બોલી. અને ઝડપથી કેફેમાંથી બહાર આવી ગઈ.
અનેક વિચારોમાં ખોવાયેલી નિરાશ મને હું ઘરે પહોંચી. મમ્મી તો મારી જ રાહ જોઈ રહી હતી. હું કંઈ પણ બોલ્યા વગર સીધી મારા રૂમ તરફ વધી.
"કેમ કંઈ??? કઈપણ બોલ્યાં વગર જ???" મમ્મીનો આ પ્રશ્ન સાંભળીને મારા પગ થંભી ગયા. મારું નિરાશ મન વધુ નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયું.
"શું છે???" એમ કહીને હું ત્યાં જ સોફામાં બેસી ગઈ.
મમ્મી કંઈક કહે એ પેહલાં જ મેં જણાવી દીધું. "મને ખબર છે કે તું શું કેહવાની છે." લાંબો શ્વાસ લઈને મેં નિસાસો નાખ્યો અને આંખો બંધ કરી લીધી.
"હવે નિરાંતે શા માટે બેઠી??? તને તો કંઈ પરવા જ નથી. જા જઈને ઝડપથી સમય બગડ્યા વગર તૈયાર થઈ જા! અને હા મેં જે સિલ્કનો સલવાર - શૂટ રાખ્યો છે ને બહાર એ જ પહેરવાનો છે. સમજી???" અને જાણે શકની નજરથી મમ્મી મારી સામે જોઈ રહી હોય મને એમ લાગ્યું.
"હા! હા! એમાં વળી આટલો બધો દેખાડો શા માટે??? આપણે જેવા પણ દેખાઈએ છે એવા જ સ્વીકારે ત્યારે કેહવાઈ ખરો જીવનસાથી." આમ કહીને હું ઊભી થઈને મારા રુમ તરફ ચાલવા લાગી. મને ખબર જ હતી કે મમ્મી મારા આવા શબ્દો સાંભળીને ચૂપ તો નહીં જ રહે.
"હા! તને કંઈપણ કહું એટલે તું કાયમ મને જ ભાષણ આપવા બેસી જાય આ પણ સારું છે!!! નહીં??? કોઈનું સાંભળવું કે માનવું તો ન પડે તારે! અને તું તો........."
હું સાચી જ પડી મમ્મીનો બબડાટ સંભળાતો હતો મેં રૂમનો દરવાજો બંધ કર્યો એટલે થોડી શાંતિ લાગી. હવે મારે ન ગમતો દેખાડો કરવા માટે તૈયાર થવાનું હતું. એક તરફ મારા માનમાંથી વિકી અને પેલી બ્યુટીફૂલ ગર્લ ખસતા જ નહોતા. કેફેમાં એ જેમ સાથે બેઠાં હતાં એ મારી આંખોમાં ફર્યા કરતું હતું. મમ્મીએ જેમ કહ્યું હતું એમ મેં એની પસંદનો કેસરી અને ગુલાબી રંગ મિશ્રિત સિલ્કનો સલવાર શૂટ પહેર્યો. મારા પર ખરેખર ખૂબ સુંદર લાગતો હતો.
હું વિકીના ફોનની રાહ જોઈ રહી હતી. આજે પેહલી વાર આટલો સમય વીતી ગયો છતાં એણે ફોન કર્યો નહીં. મને અંદર ને અંદર એને ખોવાનો ડર કોરી ખાતો હતો. હું ક્યારેક વિચારતી તો એના વગર મારી દરેક ખુશી, મારા સપનાં, મારું સ્મિત બધું જ મને અધૂરું લાગતું.
મેં વિકીને ફોન કર્યો એણે રિસીવ કર્યો "હેલ્લો!" એના અવાજમાં ઉદાસી અને થાક મહેસૂસ થતો હતો. "શું થયું??? કેમ તબિયત બરાબર નથી?"
"કાંઈ નથી થયું. હું પછી વાત કરું. મારે થોડું કામ છે.” આમ કહીને હું એને કંઈક કહું કે પૂછું એ પેહલાં જ એણે ફોન કટ કરી દીધો.
હું વિચારમગ્ન બની ત્યાં જ વ્હોટ્સએપ પર કોઈક ના ધડાધડ પાંચ - છ મેસેજ આવી ગયા. મેં જોયું તો દિવ્યાંશના મેસેજ હતા. "આને કેમ આટલા સમય પછી અચાનક યાદ આવી હશે?" વિચારતા મેં મેસેજ જોયા.
"હાઈ રૂપાલી!!!! શું કરે છે???, તું કેમ છે??? યાર તારી યાદ ઘણી આવતી માટે મેસેજ કર્યા. મારે ઘણી વાત કરવાની છે તને." આ આને શું થયું જ્યારે હું પેહલાં મેસેજ કરતી તો રીપ્લાય આપતો નહોતો જલદી અને આજે અચાનક આવા મેસેજ??
"રૂપાલી! ઓ રૂપાલી!!! કેટલી વાર તને??? આને તો ગમેં એટલો........." મમ્મીનો બબડાટ ચાલુ જ હતો.
મારા મનમાંથી વિકીના વિચારો હટતા જ નહોતા કે અન્ય કંઈ મને સુઝે. હું મનથી હેરાન હતી. મનમાં અનેક નવા - નવા પ્રશ્નો અને વિચારો એક પછી એક જન્મ લઈ રહ્યા હતા.
એટલામાં જ કાકાજી સાથે એ લોકો આવી પહોંચે છે. મમ્મી - પપ્પા એમને આવકારે છે. હું લિવિંગ રૂમમાંથી ઉભી થઈને રસોડામાં ચાલી ગઈ.
જો આપને આ સ્ટોરી વાંચવી ગમી હોય તો આપનો કિંમતી પ્રતિભાવ અવશ્ય આપજો. એ જ અમારી પ્રેરણા છે.
*આગળની સ્ટોરી આવતા અંકમાં 🙂🙂🙏🙏