Ghost Live - 5 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | ઘોસ્ટ લાઈવ - ૫

Featured Books
Categories
Share

ઘોસ્ટ લાઈવ - ૫


પ્રવીણ......
રાજીવએ ઉભા થઇ હાથ પકડ્યો અને બન્ને ભાગવા લાગ્યા.
કાકાનું સ્મિત કઈક અલગ જ ભાવ પ્રદર્શન કરી રહ્યું હતું.
જે જોઈને પ્રવીણને ડર તો લાગ્યો પણ તેનાથી વધારે અજીબ રાજીવએ અચાનક હાથ પકડી ભગાવ્યા લાગ્યો તે લાગ્યું,
શુ થયું ભાઈ?
પ્રવીણએ ભાગતા રાજીવ જોડેથી હાથ છોડવતા કહ્યું,
બોલીશ ના અહીંયા આ ખૂણામા છુપાઈ જા
પણ કેમ?
ફરીથી પ્રવીણ બોલતો ગયો.
એ કાકા....એ કા...કા..શબ્દો તૂટી રહ્યા હતા.
પ્રવીણ સમજી રહ્યો હતો કે કંઈક વિષેસ તો થયું જ છે તે ધ્યાનથી સાંભળવા લાગ્યો.
બોલને ભય શુ??
કાકાનો પડછાયો?
શુ ?
કાકાનો પડછાયો નહોતો. મતલબ?
તું એમ કહેવા માંગે કે કાકા જ ભૂત છે?
ખબર નથી હમણાં તું ચૂપચાપ બોલ્યા વગર અહીંયા જ પડ્યો રે, બીસી મને તો ખબર જ નહોતી નહિતર અહીંયા આવતો જ ના.
તો મે તને કીધું તું ને ચલ જઈએ જઈએ પણ ના તને તો વીડિયો શુટ કરવાની હોડ લાગેલી એક પછી એક વીડિયો.
પોતાની જાત પર પ્રશ્ન કરતો રાજીવ બોલતો એની સાથે સાથે પ્રવિને પોતાના સુર પુર્યા.
જેટલો ગભરાયેલો રાજીવ હતો તેનાથી તો ઓછો આ વખત પ્રવીણ દેખાયો.
શાયદ હોઈ શકે કે કાકએ પેલું કહેલું ચોર વાળું એ એના મગજમાં હોય પણ રાજીવએ કીધું એનો શો જવાબ હોઈ શકે શુ સાચેમાં કાકા જ ?
ના ના એવું હોય,
મારે બહાર જઈને કાકાને મળવું જોઈએ.
ઘણો રોકવા છતાં પ્રવીણ રાજીવનું ન માન્યો અને પેલા કાકા પહેલા જ્યા ઉભા હતા ત્યાં જતો રહ્યો.
કાકા !???
પાછળથી પ્રવીણએ હાથ મુક્યો,
ઓહ બેટા !!
તું... ક્યાં જતો રહેલો હું તને આમતેમ જોઈ જોઈને થાક્યો અને તારી જોડે પેલો દોસ્ત હતો એ મને જોઈને કેમ ભાગી ગયો ?
એ એવો જ છે બી ગયો હશે એટલે ચાલો હવે આપણે બહાર જવું જોઈએ તમે ઉભા રહો હું લઈને આવું એને,
પ્રવીણ જતા જતા એક વખત નજર મારતો ગયો.
હા યાર આ કાકાનો પડછાયો તો નથી.
કઈ નહિ ઘરમાં અંધારું છે એટલે હશે જો કાકા જ ભૂત હોત તો આટલી સારી રીતે વાત ન કરે ને?

"ચલ હવે બહુ થયુ, જઈએ."
ખૂણામાં દબાઈ રહેલા રાજીવને પકડીને ઉભો કરતા પ્રવીણ બોલ્યો.
ક્યાં ?
ક્યાં એટલે ચુ** ઘેર જવાનું છે.
મારે હવે તારી જોડે કોઈ શૂટ પર નથી આવવુ અને તું એ આવું બધું છોડી દેજે શૂટ વુટ આજે તો બચ્યા પેલા કાકાને લીધે બીજી વખત કોઈ નહિ બચાવે.
પ્રવીણ પર ભરોસો કરી રાજીવ એની પાછળ પાછળ ચલવા લાગ્યો.

કાકા આ રહ્યો,
જો આ કાકા તને શું દેખાય છે એમનામાં? ધીમેથી માવજી ન સાંભળે એમ પ્રવીણએ માથામાં ટપલી મારી.

ચાલો ચાલો તમારે જવું છે હવે રોકાવું હોય તો પણ રોકાઈ જાવ દીકરાઓ જમવાનું તો મળી જશે તમને મારા ઘરનું,
ના ના કાકા ફરીથી ક્યારેક આવીશું.

સારૂ ચાલો,
સીડીઓ ઉતરી રહેલા માવજીની પાછળ પ્રવીણ અને એની જોડે જોડે હાથ પકડીને રાજીવ ચાલી રહ્યા હતા.
આ લે કેમેરો તારો,
સીડીઓ ઉતર્યા ત્યાં જ નીચે પડેલો કેમેરો,
પ્રવીણએ નીચે નમી ઉઠાવ્યો.

મરી ગયા.....!!!
રાજીવ ફરીથી ભાગ્યો,
ઓય ઉભો રે કયા જાય છે ચોક્કસ આ પાગલ થઈ ગયો છે.
કાકા..વળીને પ્રવીણએ સામે જોયું,
ત્યાં સામે કોઈ નહોતું.
હવે આ ક્યાં જતા રહ્યા??
જ્યાં હશે ત્યાં હું પેલાને પકડી લાવું પહેલા, ઉતરેલા દાદરા ફરીથી ચડ્યો.
અલા તને શું છે વારંવાર !??

"શુ છે નહીં તું તારી બહાર જઈને જો પેલો છે ક્યાં",

ક્યાં છે મતલબ?
કાકા બહાર ગયા હશે ચલ આપડે પણ નીકળવાનું છે ઘરે હબે તો સાંજ પડશે.
૬ વાગવા આવ્યા છે અને મને તો ઓલરેડી મારા ઘરેથી કોલ કરતા હશે પણ અહીંયા તો નેટવર્ક જ નથી.

પ્રવીણ મને નથી લાગતું હવે આપણે અહીંથી ઘરે જઈ શકીશું પૂરું આ ભૂત આપણને નહિ છોડે.
છે ક્યાં કોઈ આમ ને આમ તું કરીશ તો ચોક્કસ નહિ બચીએ માંડ તો કોક મળ્યું છે.
મળ્યું નથી યાર એ જ છે બધું.
તને કેમ વિશ્વાસ નથી આવતો જા જઈને જોઈ લે,

પ્રવીણ અકડાયેલો તો હતો પણ રાજીવના રડમસ ચહેરા આગળ મજબૂર હતો તે કઈ ન બોલ્યો અને સીધો બહાર આવી કાકા કાકા....ઓ માવજી કાકા બુમો પાડવા લાગ્યો.

હા છોકરા બોલ,
પ્રવીણને અવાજ આવ્યો.
એણે આજુબાજુ નજર મારી પણ કઈ જ ન દેખાયું. ક્યાં છો તમે??
દેખાતા નથી.
અહીંયા જ છું ઉપર જો,
પ્રવીણે જેવુ ઉપર જોયું ત્યાં વિચાર કર્યા વગર જ ઘરની ભાગવા લાગ્યો.
પણ.....




૨ વર્ષ બાદ,
આઈ થિંક થિસ પ્લેસ બેટર ફોર અવર,
બટ મેં કઈક વાતો સાંભળી છે આ સોસાયટી રિલેટેડ. તું પણ શું યાર,
ગ્રો અપ મેન,
'ઇટ્સ સ્ટુપીડિટી',
ના યાર રીઅલી મેની ટ્રસ્ટેડ સોર્સીસ આર કવર અબાઉટ,

અને એ યુટ્યુબર હતો સો તું વિચારી જ શકે કે રિચ કેવી હશે
અમુક વેઇટ,
લક્ષ્યએ યુટ્યુબ ઓપન કરી,
સી લાસ્ટ વીડિયો છે.
૨૪ માર્ચ ૨૦૧૭

તું આ લોકો પર વિશ્વાસ કરે છે? બ્રો યુટ્યુબની આવી ચેનલમાંની ૭૮% ચેનલ ક્લિકબેટ વાળી હોય છે.

ક્યારેક ભૂતોની સાચી ઘટનાઓ બકશે હદ તો ત્યાં થાય જ્યારે ખોટી ખોટી રેમેડિસ બતાવી દસ દિવસમાં વેઇટ ગેન કરાવી આપે,
એન્ડ અવર ઇન્ડિયન પબ્લિક બિલિવ ઇટ,
મેન યુ કેન ઈમેજીન?

ઇન ૧૦ ડેસ યુ કેન ગેઇન યોર બોડી વેઇટ ઓર લોસ?
યાર સપ્લીમેન્ટ્સ લે તો બી તારી બોડીમાં રીએક્ટ થતા ઓછામાં ઓછા મિનિમમ ૨૦ ડેયસ લાગે.

તું જવા દે,
લિવ એ બધી જુદી વાતો છે એન્ડ આ કઈક અલગ વાત.

બે તું આઇટી એન્જીનીયર છે એન્ડ બીલિવ ઇન ધેટ ટાઈપ ઓફ નોંસેન્સસ,
ચલ હું બેટ લગાવું જો તું કહે છે ને એવી આ બનેલી સ્ટોરીમાંનું એક પણ વસ્તુ સાચી નીકળી તો,
બ્રો નેક્સ્ટ મંથ થાઈલેન્ડ ટ્રીપ એન્ડ બધી જ એકપેન્ડીટીસ મારી બસ??
ઓકે ચલ ફાઇનલ બટ લાસ્ટ ટાઈમ ફરી ના જતો મને હવે તારા પર વિશ્વાસ ઓછો જ રહ્યો છે.
એન્ડ
તું એ રિયા આગળ મારી શુ મેથી મારેલી??

વોટ મેથી? નથિંગ યાર ચિલ યુ નો હર,
એનું તો કામ જ છે ખોટું કન્ફ્યુઝન ક્રિએટ કરવાનું, ના પણ યાર તને ખબર છે હું એને લાઈક કરું છું તો પછી,

સોરી બસ!!
ના સોરીની વાત નથી ધ્રુમિલ તારે વિચારીને બોલવું જોઈએ હું એટલું જ કઉ છું તને,

ચલ મુકને યાર એને તું કાલે આવિશને મારી જોડે એમ કે? મેં ક્યારે તને કશામા ના પાડી છે !! ઓકે ડન લેટ્સ મીટ ટુમોરો,
ઓકે બાય,

લક્ષ્યએ ફોન મુક્યો અને સુવા માટે લાઇટ્સ ઓફ કરી,

...ભાઈ મેં કઈક જોયું ત્યાં,
ક્યાં?
ત્યાં યાર સામે જો, આય કાન્ટ સી એનિથીંગ,
હેલો બ્રો,
પાછળથી અવાજ આવતા,
લક્ષ્ય અને ધ્રુમિલએ વળીને જોયું,
યા બ્રો હુ યુ?
મી રાજીવ એન્ડ માય ફ્રેન્ડ પ્રવીણ,
ઓહ !! વી આર લક્ષ્ય એન્ડ ધ્રુમિલ,
ફોટોશૂટ માટે આવ્યા છીએ અહીંયા, ઓહો ફોટોશૂટ માટે?
સારું લોકેશન છે અહીંયા,
હા બ્રો સારું તો છે જ આવી એબોન્ડન્ટ પ્લેસ આજકાલ ક્યાં જોવા મળે છે.
અચ્છા તમે બન્ને??
ધ્રુમિલએ પ્રશ્ન કર્યો,
યાર આ બન્નેને મેં ક્યાંક તો જોયા છે બટ જોયા કયા?? યાદ કેમ નથી આવતું યાર !!,
લક્ષ્ય મનમાં વિચારી રહ્યો હતો....
ઓહ શીટ !!!
આંખ ખુલતા જ લક્ષ્યના મોઢામાંથી નીકળ્યું, સપનું એ પણ આવું,
મોબાઈલ લીધો ટાઈમ જોયો,
પેલો હમણાં કોલ કરશે જ ઉતાવડીયાને આવો શી શોખ છે ફોટા પડવાનો કે કમ્પનીનો માંડ એક દિવસ મળે છે શાંતિથી સુવા એમાંય,
આ ઇન્સ્ટગ્રામને વોટ્સએપ આવવા જ નહોતા જોઈતા ઇન્ડિયામાં,
પબ્લિક ગાંડી કરી મૂકી છે. ઉઠો એટલે મોર્નિંગ વાઈબ કરીને પહેલો ફોટો પછી ચા પીશે એટલે ક્વોલિટી ટાઈમ અને નહાઈને આવશે એટલે નવા ડ્રેશ પેરી પાછા એમા ૮ એક પોઝ લઈને ચઢાવશે.

શુ જમાનો આવ્યો છે હે પ્રભુ ! સારું છે આપણને આવી કોઈ આદત નથી. કોણ આવો ફાલતુ નો ટાઈમ બગાડે,
એના કરતાં તો એક સારી બુક વાંચી લઉં,
સવાર સવારમાં મોઢામાં બ્રશ નાખી ઈમ્પોર્ટન્ટ ટોક લક્ષ્ય નામનું આ વિચિત્ર પ્રાણી પોતાની જ સામે રહેલા એના ચહેરા જોડે કરી રહ્યું હતું.

વિચિત્ર !!
એટલા માટે કે આજના ૨૦૨૧ ના જમાનામાં ૧૯૯૨ ના શેર બજાર જેવી તેજી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે એને જોતા એમ લાગે છે કે
ઇન્વેસ્ટર્સ(એન્ટરપ્રોન્યોર) અને બાયર્સ(શોસિયલ મીડિયા ઇનફલ્યુએન્સર) બન્ને મોજ લૂંટી રહ્યા છે.

બસ બધાને ફેમસ થવું છે કોઈપણ હિસાબે,
એક નાની ફેમ અને નાના લાઇકસ કોમેન્ટ નમ્બર માટે,
કહેવાય ન એવું એવું જોવા મળે છે.

એક ૧૮૫૬ પછીનો ટાઈમ હતો જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર અંગ્રેજો બધું લૂંટીને સોનાની ચીડિયા કહેવાતી ભારતની ઇકોનોમી લૂંટી ગયા અને એક આજનો જમાનો છે માત્ર થોડા જ વર્ષોમાં વર્ચ્યુઅલી દેશને લૂંટી રહ્યા છે.
જેમાં મુખ્ય તો 'ભારતીય સંસ્કૃતિ' આવે.

હા બોલ,
ગુડ મોર્નિંગ બ્રો,
ઉઠ્યો કે નહિ? સામેથી ધ્રુમિલએ પૂછ્યું,
જવાબમાં લક્ષ્યએ કીધું,
ઉઠી ગયો બસ હવે ન્હાવા જાઉં છું અને હા મને લેવા આવી જજે યાર મારી બાઇક હું આજે નથી કાઢવાનો.
યા બ્રો,
લેટ્સ હરી અપ જેટલું ફાસ્ટ કરાય એટલુ કરજે બિકોઝ
થિસ ટાઈમ લાઈક શુ કહેવાય યાર પેલું,
રહેવા દે ચલ મુક હું ન્હાવા જાઉં.
હું નીકળું જ છું આવવા તારા ઘરે,
૧૦મિનિટ લાગશે મને બસ !!

ફોન કટ થઈ ગયો એટલે લક્ષ્યએ ચા કે કંઈપણ લીધા વગર સીધા ન્હાવાનું જ વિચારી લીધું.

૧૦ વાગ્યા છે નીકળીએ?
નો પ્રો તું કાર રિવર્સ કર હું મારી મમ્મીને કહી દઉં,
તારે કોફી નથી પીવી? લક્ષ્યએ ધ્રુમીલને પૂછ્યું,
ના બ્રો તું આવ મારો ટાઈમ જાય છે મેં તો ૮ વાગ્યે પહોંચી જવાનું વિચારેલું મોર્નિંગમાં આમ ગજબ ફોટોસ આવે યાર !!

..લિવ તું એક ક્રિએટિવ માણસની નજરને નહિ ફાઇન્ડ કરી શકે.
તું જા હું કહીને આવું.
મોમ હું જાઉં છું મોડા આવીશ. લક્ષ્યએ એની મમ્મીને કીધું,
પણ બેટા જમીને જાવ અને કેટલા વાગ્યે આવશો?

આંટી સાંજ પડશે અને જમવાનું તો મેં લઈ લીધું છે ડોન્ટ વરી,
તો ઠીક છે સારું લક્કી સાચવીને જજો અને આવી જજે વહેલો,
તારા પપ્પા ઉઠશે તો પહેલા તને જ પૂછશે.
ઓકે ચલ જય ભગવાન હું નીકળું.

લોકેશન સેટ કરી દે,
લક્ષ્યએ સ્ક્રીન પર મેપ ઓન કરી લોકેશન સેટ કરી દીધું.

'સ્ટાર્ટ ડ્રાઈવ જસ્ટ ગોન એન્ડ ૨૦ મીટર લેફ્ટ'
મેપમાંથી અવાજ આવ્યો અને ૪૮ મીટર ડિસ્ટન્સ ડિસ્પ્લે થયું.

આ ગૂગલનું પણ જબરું છે નઇ !! હા હા હા,
મશ્કરી કરતા ધ્રુમિલએ ઉડાવી.
બી** એ તારા લીધે જ થયેલું, એની માને આજે પણ જ્યારે માઈન્ડમાં રીફલેક્ટ કરે ત્યારે સ્ટુઈપીડિટીનું લેવલ !!
અરે બ્રો હું તને કહવાનું જ ભૂલી ગયો,
સે..શુ??
કાલે મને સપનું આયુ'તું,
કેવું? ધ્રુમિલએ સામેની નજર બદલી લક્ષ્ય સામે જોયું.
એ જ કે હું અને તું કોઈક એબોન્ડન્ટ પ્લેસ પર ફોટોશૂટ માત્ર ગયા છીએ એન્ડ આપણને ત્યાં બીજા બે નમૂના ભટકાય છે.

એટલું જ ?
હા એટલું જ પછી મારા મોબાઇલનું એલાર્મ વાગ્યું એન્ડ મારી ઊંઘ ઉડી ગઈ.
બાયધવે મને એ સપનામાં કઈક અજીબ પણ લાગ્યું,
શુ અજીબ યાર એમા?
સાલું મને સમજાતું નથી આવા સપના તને જ કેમ આવે,
હું તો જેવો સુવા પડું એટલે સીધી સવાર જ પડે એ બી પછી મારા બાપાના અવાજ સાથે,
યાર સવ્વાર સવ્વારમાં ભજનો ચાલુ કરી દેશે ટિપિકલ ટાઈપના મગજ હેંગ મારી જાય મારુ તો ક્યારેક,
હ તું શું કેહતો અજીબ ?
મિન્સ? લક્ષ્યની કાપી નાખેલી વાતને મૂળ પર લાવવા ધ્રુમિલ બોલ્યો.
એ જ કે એ બન્ને મને ઓળખીતા લાગ્યા પણ યાદ ન આવ્યું કે જોયા તા કયા,
લક્ષ્યએ જવાબ આપ્યો.

જો બ્રો આપણા સપનામાં એ જ આવે જેને આપણે જાણતા હોઈએ એન્ડ હું હતો એટલે સાથે કોઈક હશે આપણા જુના ગ્રૂપનો ફ્રેન્ડ,

એમાય તને તો અજીબ લાગે છે લે ભય તારું બધું અજીબ કેમ છે એમ કહીશ મને??
ડોન્ટ નો બ્રો,
હું એવો જ છું.
અચ્છા તું કાર ચલાવ બસ હવે નજીક જ છીએ.

ક્રમશ: