કીર્તીદા તેની ઓફિસ ની રિવોલ્વિંગ ચેર માં ઝૂલી રહી હતી. બહાર વેઈટિંગ લોંજ માં તેને મળવા માટે - તેની એડવાઈઝ લેવા માટે લોકો કલાકો વેઈટ કરતા. એની એપોઈન્ટમેન્ટ માટે - એને મળવા માટે મહિનાઓ નીકળી જતા. આજે એ આ ફિલ્ડની મોસ્ટ ફેવરિટ હેલ્થ એડવાઈઝર હતી. એવું નહોતું કે આ વાત નું એને અભિમાન હતું અને એટલે લોકોને જલ્દી એપોઇન્ટમેન્ટ ન મળતી અથવા એ લોકો ને મળવાનું ટાળતી પરંતુ એ સેન્સિટિવ હતી., લોકોને તેમના પ્રશ્નો ને લઈને સંતોષકારક જવાબ મળી રહે તેનો ખ્યાલ રાખતી.
એ આજે જે જગ્યા - જે મકામ પર પહોંચી હતી ત્યાં પહોંચવા તેને પણ ઘણી સ્ટ્રગલ કરી હતી, એનું એક કારણ એ પણ હતું કે એણે લોંગ ટાઈમ પછી સ્ટડી જોઈન કર્યું હતું. પહેલાં ફેમિલી ને ક્વોલિટી ટાઈમ આપ્યો, હાઉસ વાઈફ બની, ઘર - બાળકો ને સંભાળ્યા, હવે એણે એ ફેમિલી ક્વોલિટી ટાઈમમાંથી થોડો ટાઈમ પોતાના માટે કાઢી લીધો. કહે છે ને કે ' Life begains at fourty ' બસ કીર્તીદા ની લાઈફ એ આનું બેસ્ટ ઉદાહરણ. એની થંભી ગયેલી - એકધારી પ્રવાહ માં વહી રહેલી લાઈફ fourty માં વળાંક લઈને ઝરણાં ની જેમ યા કહોને ધસમસતાં ધોધ ની જેમ વહેવા લાગી.
તેણે ફર્ધર સ્ટડી જોઈન કર્યું.
" આ ઉંમરે હવે કરી શકાતું હશે? આટલી ઉંમરે હવે ભણવાના અભરખા જાગ્યા છે. હવે તો મુશ્કેલ જ નહીં નામૂમકિન છે, ઈમ્પોસિબલ છે. લોકો ની આવી વાતો ને તેણે ઈગ્નોર કરી અને આ ટાસ્ક પાર પાડ્યું. ફેમિલી નું ધ્યાન રાખતાં રાખતાં, બાળકો ની સંભાળ રાખતાં વચ્ચે વચ્ચે પોતાના માટે સમય કાઢી લેતી.
તે પોતે પણ ઘણી વાર વિચારતી હું આ કરી શકીશ? ઘણી વાર ડિપ્રેશ થઈ જતી પછી વળી વિચાર આવતો કે લોકો બનાવે એવા મારે નથી બનવાનું. મારી જિંદગી નું શિલ્પ મારે ખુદ ને કંડારવાનું છે. હું લોકોને બતાવી દઈશ કે કોઈ પણ કાર્ય કરવા માટે ઉંમર ક્યારેય બાધારૂપ નથી બનતી, બસ કરવાની ધગશ જોઈએ. જિંદગી તો રોજ આપણને નવા નવા ટાસ્ક આપે છે તે આપણે પૂરા કરવાના હોય છે તો આ ટાસ્ક મેં પોતે ડિસાઈડ કર્યું છે અને એને મારે પાર પાડવાનું છે, કમ્પલિટ કરવાનું છે. તેને પપ્પા ના કહેલા શબ્દો બરાબર યાદ હતા. " બેટા કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે " તેની નજર સામે અરૂણિમા સિંહા, મેરી કોમ, નિર્મલા સીતારામન, બચેન્દ્રી પાલ વગેરે સ્ત્રીઓ તાદૃશ્ય થઈ ગઈ જેમણે દુનિયા ને ઉદાહરણ પૂરા પાડ્યા છે.
અને આખરે એ આ પરીક્ષા માં પાસ થઈ ગઈ. આ ટાસ્ક એણે કમ્પલિટ કર્યું. સક્સેસ મેળવવા એણે ખૂબ સ્ટ્રગલ કરી, સ્ટડી કર્યું - ખૂબ રિસર્ચ કર્યું અને નવા નવા અચીવમેન્ટ હાંસલ કર્યા.
અને આજે એ આ મુકામ પર પહોંચી. કાલે જે લોકો એની હાંસી ઉડાવતા'તા કે આ ઉંમરે નવા નવા શોખ જાગ્યા છે એ બધા લોકો આજે કીર્તીદા ની વાહ વાહ કરી રહ્યા છે. કહે છે ને કે સફળતા બધા ને ચૂપ કરાવી દે છે. આ બધું કીર્તીદા ની સાથે બની રહ્યું છે કહેવતો યથાર્થ પૂરવાર થઇ રહી છે. અને " બેસ્ટ હેલ્થ એડવાઈઝર એન્ડ બેસ્ટ લાઈફ કોચ ( કાઉન્સેલિંગ) નો એવોર્ડ એને મળ્યો છે.
આજે એવોર્ડ સ્વીકારતા એની આંખો ભીની થઈ ,એણે બધા સમક્ષ પોતાના પરિવારના સભ્યો ને યાદ કર્યા. મારી આ સફરમાં મારા પરિવાર નો,પતિ નો ખૂબ જ સપોર્ટ મળ્યો છે,ઈવન મારા બાળકો એ પણ મને ખૂબ એન્કરેજ કરી છે.અને એટલે જ આજે હું આ મુકામ પર પહોંચી છું.અને એણે ભીની આંખે આકાશમાં નજર કરી સામે જાણે પપ્પા ગર્વ ભરી મુસ્કાન સાથે કહી રહ્યા હતા " કાળા માથા નો માનવી ધારે તે કરી શકે છે. "