માનવી તેના રૂમમાં ચારે બાજુ જુએ છે. ત્યાં જ તેનું ધ્યાન “એના” ફોટા પર પડે છે. તે ઉભી થાય છે અને તે ફોટાની સામે ઉભી રહે છે.તે અનિમેષ નજરે ફોટાને જોયા રાખે છે.તે બંને બાળપણથી જ સાથે ભણતા.એક જ સ્કુલ, એક જ ટયુશન કલાસીસ અને બાજુમાં જ ઘર.એટલે એકઝામમાં પણ સાથે જ વાંચતા.ફોટામાં નીચેની બાજુએ લખ્યું હોય છે …
અભય સુમિતભાઈ રાજવંશ
સ્વ. અભય સુમિતભાઈ રાજવંશ
માનવીની આંખોમાંથી આંસુ સરી પડે છે.
...
છ વર્ષ પહેલાં,૨૦૧૨
દિલ્હી
અભય અને માનવી એકઝામ હોવાથી સાથે વાંચી રહ્યા હતા. બંને થોડી વાર બાદ નાસ્તો કરવા માટે બ્રેક લે છે.અભયને આગળ જઈને સૈનિક બનવું હોય છે. એ વિષય પર બંનેની ચર્ચા હાલતી હોય છે.
જોજે મારો વિરહ તારાથી સહન નહીં થાય.હું જ્યારે મારી ટ્રેનિંગ માટે જઈશ ત્યારે તું ખુબ રડીશ.અભય માનવીને કહે છે.
ચાલ ચાલ.હું રડું અને એ પણ તારા માટે. હં…..એ શક્ય જ નથી. માનવી મોઢું મચકોડતા કહે છે.
કેમ? હું જ્યારે મારા દેશ માટે બલિદાન દઈને, શહીદ થઈને આવીશ ત્યારે શું તું નહીં રડે?અભય માનવીને ગંભીર થઈને પુછે છે.
સરહદ પર જવા માટે ખુબ મહેનત કરવી પડે.એ લોકો તો બહુ બહાદુર હોય છે. પોતાના પરિવારથી દુર રહીને દેશની સેવા કરે છે. માનવી અભયને કહે છે.
એટલે શું હું બહાદુર નથી?
ના. હું એમ ક્યાં કહું છું.
તો?
મારો કહેવાનો મતલબ એ લોકોને પોતાના પરિવારથી કેટલો સમય દુર રહેવું પડે છે.માનવી અભય સામે ચિંતિત નજરે જોતા કહે છે.
હા. એ તો રહેવું જ પડે ને.
એટલે? તું શું મારાથી મતલબ તારા દોસ્તોથી,તારા પરિવારથી દુર જઈશ?
હા,દેશની સેવા કરવા માટે હું એટલું તો કરી જ શકું ને.અભય કહે છે.
અને જો ત્યાં બોર્ડર પર તને કંઈ થય ગયું ?માનવી રડમસ થય જાય છે.
અભય માનવીના ખભા પર હાથ રાખે છે અને કહે છે ‘માનવી, સૈનિકોની પહેલી પ્રાયોરિટી હંમેશા પોતાનો દેશ, પોતાની માતૃભૂમિ હોય છે,ત્યારબાદ બીજું બધું.
હા, પણ તને કંઈ થઈ ગયું તો?
અરે પોતાના દેશમાટે શહીદ થવું એનાથી મોટી ગૌરવની વાત શું હોય?
ત્યાં જ ત્યાં શિવાંગી આવે છે અને અધુરું વાક્ય સાંભળીને પુછે છે.
અરે કોણ શહીદ થયું છે?
આજોને તારો ભાઈ.બોર્ડર પર જવાની અને શહીદ થવાની વાત કરે છે. માનવી રડમસ અવાજે કહે છે.
ભાઈ તું અમને મુકીને બોર્ડર પર જઈશ. શિવાંગી અભયને વળગીને રડી પડે છે. ના, તને કંઈ નહીં થાય હું તને કંઈ નહીં થવા દવ.
માનવી ત્યાંથી પોતાના ઘરે ચાલી જાય છે.
અભય તેને જતો જોઈ રહે છે.
તે બંનેને એકબીજાનો સાથ ખુબ ગમતો અને એકબીજાની ચિંતા પણ ખુબ કરતા.આ અદ્રશ્ય સબંધ માત્ર દોસ્તી ન હતી અને એ હવે બંનેને સમજાય ગયું હતું.
...
2018
મુંબઈ
માનવીને બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવે છે. તેથી તે ફટાફટ પાછળ ફરી પોતાનાં આંસુ લુછી મોબાઇલ જોવાનો ડોળ કરવા લાગે છે.
અરે તું ક્યારે આવી? શિવાંગી માનવીને જોઈને પુછે છે.
ક્યારની રાહ જોઈને કંટાળી છુ. ચાલ ફટાફટ તૈયાર થઈને નાસ્તો કરી લે.માનવી સ્વસ્થ થતા કહે છે.
બંને સાથે બેસીને લેપટોપમાં ગીત સાંભળતા સાંભળતા ફોટા જુએ છે અને જુના દિવસો યાદ કરે છે.અચાનક એક ફોટો જોઈને બંને સાથે હસી પડે છે. શિવાંગી ફોટો ઝૂમ કરે છે.
યાર આ લિજ્જતદાર બિરયાની ક્યારેય નહીં ભુલાય. શિવાંગી બરી ગયેલ બિરયાનીનો ફોટો જોતા કહે છે.
માનવી પોતાના કાનમાંથી અચાનક કંઈક યાદ આવતા હેન્ડ્સ ફ્રી કાઢી નાખે છે.
( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)