An idea with you too! in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક વિચાર તમારી સાથે પણ!

Featured Books
Categories
Share

એક વિચાર તમારી સાથે પણ!

જય શ્રી ક્રિષ્ના મિત્રો,
એક વિચાર તમારી સાથે પણ માં તમારું સ્વાગત છે.
હું છું પ્રિયંકા પટેલ તમારી સાથે એક નવા અંદાજમાં.તમે વાંચી રહ્યા છો મારા અને તમારા વિચારો.
મેં કહ્યું મારા અને તમારા વિચારો,કેમ કે એવું જરૂરી તો નથી કે હું જે વિચારું એ બીજું કોઈ વિચકરી જ ના શકે.મારા જેવા વિચારો કે મારાથી જુદા પણ એક જેવા વિચારો ધરાવતા લાખો-કરોડો લોકો હોય છે.પણ અમુક એમના વિચારો એમના અંદાજમાં વ્યક્ત કરતા હોય અને અમુક પોતાના વિચારોને એક મનના ઓરડામાં પુરી રાખતા હોય છે.
વિચારોનું ઝરણું તો મારામાં પહેલેથી જ વહ્યા કરે છે પણ હવે એ ઝરણાં ને ચોક્કસ માર્ગ આપવા માંગુ છું જેથી દરિયા રૂપી વાંચક મિત્રો મારા આ વિચારોને વાંચી શકે.
મેં હજી આ લેખનની દુનિયામાં નવી જ ટિકિટ લીધી છે.મારા MSc પત્યાના છ મહિના પછી મને ધીમે ધીમે લખવામાં વધારે રસ પડવા લાગ્યો.હું અત્યાર સુધી એટલે કે એક વર્ષથી હું કવિતા,શાયરી અને મારા વિચારો જ લખતી હતી.આ લખીને હું મારા વોટ્સએપમાં,ઈન્સ્ટાગ્રામમાં,નોજોટોમાં,પ્રતિલીપીમાં અને અમુક બાઇટ્સ મેં માતૃભારતીમાં પણ શેર કરી છે.મને મારા વાંચક મિત્રો તરફથી સારા એવા પ્રતિભાવ પણ મળ્યા છે.બસ એમના બધાના પ્રોત્સાહનથી મેં એક સ્ટોરી લખવાનું પણ શરૂ કર્યું છે જેનું નામ"એક અનોખો બાયોડેટા"છે.ખરેખર મને હજી બે દિવસ પહેલાં એ પણ ખબર નહોતી પડતી કે હું જે લખું છું એ નવલકથા છે કે લઘુનવલકથા છે. કેમ કે જેમ લખું એમ આગળ કઈક વધુ સારું લખવાનું યાદ આવે છે આજ હું એના ચાર ભાગ પુરા કરી પાંચમો લખવા જઈ રહી છું.બધા લેખકો કોઈ નોવેલ લખતા હોય એના પાછળ એક શીખ છુપાયેલી હોય છે.હું એમના જેટલી સારી લેખક તો નથી પણ હું જે સ્ટોરી લખું છું એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે એની ગેરંટી હું આપું છું.
અત્યાર સુધી હું જે વિચરતી હતી એ મારા પૂરતું સીમિત રાખતી હતી.જિંદગીમાં જે મીઠા કે કડવા અનુભવો થયા છે એમાંથી ઘણું બધું શીખી છું.આગળ બીજી ભૂલો નહીં થાય એવું તો ના કહી શકું પણ એ ભૂલોમાંથી જે શીખ મેળવીશ એ હવે મારા સુધી સીમિત નહિ રાખું એને હું મારા આ નવા અંદાજમાં વ્યક્ત કરીશ જેથી બીજું કોઈ પણ શીખી શકે.
મારે ખાલી શીખવાડવાનું નથી મારે તમારા બધા પાસેથી પણ ઘણું બધું શીખવું છે જેથી આગળ જતાં કદાચ હું સારી એવી લેખક બનું અને મને કોઈ સવાલ કરે કે તમેં કોના વિચારોને અનુસરો છો,કોના જેવા બનવા માંગો છો તો હું ગર્વથી કહી શકું કે હું એક નાનામાં નાના બાળકથી લઈ વૃદ્ધ વયના વ્યક્તિને,સવારે આંખ ખુલે ત્યારથી રાત્રે સૂવું ત્યાં સુધી જેને પણ જોવું,જે પણ જોવું ચાહે એ વસ્તુ હોય કે વ્યક્તિ, સજીવ હોય કે નિર્જીવ,ગરીબ હોય કે અમીર આ બધાને અનુસરુ છું.આ બધું જ મને કઈક નવું લખવા માટે પ્રેરણા આપે છે.કઈક નવું શીખવે છે.બસ હું એક સારા વિદ્યાર્થી તરીકેની ફરજ રોજ બજાવું છું અને આ વિધાર્થી જે શીખે છે એ શીખવાડી પણ શકે છે.
આશા રાખું છું કે તમે મને મારી આ નવી સફરમાં માર્ગ બતાવશો.હું આગળ જે પણ કઈ લખું એમાં તમારા અભિપ્રાયની ખાસ જરૂર છે જેથી મને ખાત્રી થઈ જાય કે હું જે દિશામાં જઈ રહી છું એ ખરેખર સાચી જ છે ને.
તમારો કિમતી સમય કાઢીને આટલું વાંચવા બદલ ધન્યવાદ. આના આગળના ભાગથી મારા અને તમારા વિચારો મારા જ નવા અંદાજમાં લઈને આવી રહી છું આશા રાખું છું કે તમને ગમશે.
જય શ્રી ક્રિષ્ના🙏🏻🌟