સર વેક્સિન તો તૈયાર થઈ ગઈ છે પણ આપશો કઈ રીતે એ મોટામાં મોટો સવાલ છે.
આ બન્યુ કઈ રીતે, પહેલા તો એ શોધવુ પડશે ડ્રગ્સ ક્યાંથી આવ્યો. એ બધી કાર્યવાહી હજુ પૂર્ણ થઇ નથી. અર્જુનને રાજની ઓર્ડર આપતા કહ્યું જીપ કાઢો અને વેક્સિન ના બોક્સ એમ્બ્યુલન્સમાં મૂકાવડાવો. આપણે હોટેલ પર જવાનું છે. મને લાગે છે, કે મલ્હારના કોઈ દુશ્મનોએ આ ડ્રગ્સમાં ઝોમ્બી બનવાના પાવડરની મિક્સ કર્યા લાગે છે. પણ એનો દુશ્મન આ બધામાંથી કોણ હશે એ શોધવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. અંધારામાં તીર મારવું બરાબર છે, આપણે એમ કરીએ પહેલી વેક્સિન મલ્હારને આપી અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આ બધું બન્યું કઈ રીતે. આમ તો રુદ્ર એ મને જણાવ્યું હતું કે ડ્રગ્સ લીધા પછી બધાની હાલત આવી થઈ હતી, પણ કોણ લાવ્યું હતું કે સવાલ રહ્યો. રાજ હજુ એની મસ્તીમાં જ ગાઈ રહ્યો હતો કુછ કુછ હોતા હૈ..... અને જેગવાર ત્રાટકે એમ ઇન્સ્પેક્ટર અર્જન ત્રાટક્યા. રાજ હું કહું છું કે સંભળાય છે કે નહીં ? "નહિ સર કિતના ગંદા જોક્સ હે" છાપામાં વાંચતા-વાંચતા બોલ્યો "પણ મારા બધા નાહેલા હોય". ઇન્સ્પેક્ટર અર્જુન પણ ને મલકાઈ જવાયું. જેગવાર માંથી બહાર આવી ગયા હોય એવું લાગ્યું રાજ ત્રાંસીઆંખે બધું જોઈ રહ્યો હતો. બોલ્યો "સર જીપ અને એમ્બ્યુલન્સ રેડી છે", તો નીકળી એ પ્રશ્ન પૂછતા બોલ્યો.
"યસ ઓફકોર્સ જેવી મિસ્ટર રાજ ની ઈચ્છા" અર્જુન પણ રમૂજ કરતા બોલ્યો, "યસ સર...." સેલ્યુટ કરતા એ રાજ આપકો.
રાજ ડ્રાઇવિંગ સીટ પર બેસે છે, તેને રોકતા ઇન્સ્પેક્ટર અર્જુન બોલે છે કે આજે ડ્રાઇવિંગ હું કરીશ. અને રાજ મસ્તી કરતા બોલી છે આપકી આજ્ઞા સર આંખો પર પર પર.
અને ઝડપથી હોટલમાં પહોંચી જાય છે. ઇન્સ્પેક્ટર અર્જુન રાજને વેક્સિન નું બોક્સ માંથી ઇન્જેક્શન પકડાવતા બોલે છે, આ કામ તમારે કરવાનું છે મિ.રાજ "હું ઝોમ્બી ના હાથ પકડી રાખીશ અને તારે એને ઈંજેક્શન મારવાનું છે" રાજ રમૂજ કરતા બોલે છે, પણ આ કામ તો ડોક્ટરના હોય છે.
હાં મને ન શીખવાડ અમારું કામ મને ખબર જ છે ડોક્ટર નું કામ છે, પણ કોઈ ડોક્ટર આ કામ કરવા આપણી સાથે અહીંયા નહીં આવે, એટલે તારે જ આ કામ કરવાનું છે. તો...તત તો... હું... જાઉં છું મારે તમારી સાથે આવવું જ નથી. તમે એકલા જાઓ....
"દુશ્મન ન કરે દોસ્ત ને વો, કામ કિયા હૈ...
ઉંમ્મર ભરકા ગમ હમે, ઈનામ દિયા હૈ.... ગીત ગાતાં ગાતાં રાજે રમૂજ કરી.
હોટલે પહોંચ્યા ત્યાં ખૂબ જ ચિત્કાર ભર્યા અવાજો સંભળાઈ રહ્યા હતા. બહારથી સીલ કરેલા હોટેલ નો દરવાજો જોતા જ રાજ તો જીપ તરફ દોડી ને જલ્દી બેસી જાય છે
બધા જ ઝોમ્બીના ચહેરા બહુ જ ડરામણા લાગતા હતા. બધા જ ની આંખો બહુ જ બિહામણી લાગતી હતી. આંખોની કાળી કી ની જગ્યાએ બધાને ડોળા સફેદ કલરના બધાના જ ચેહરાના હોઠ પર લોહીથી લથબથતા હતા, કોઈ પણ જોઈને ડરી જાય એવા હતા..
અચાનક જ એક દિશા તરફથી અવાજ આવે છે રુદ્ર રુદ્ર રુદ્ર અર્જુનની આંખો ચમકે છે. ક્યા કોણ બોલી રહ્યા છે જોવે છે આમથી તેમ નજર ફેરવે છે કોઈ દેખાતું નથી પણ તરત જ બીજી દિશા તરફથી સુવર્ણા સુવર્ણા સુવર્ણા અવાજ આવી રહ્યો છે અર્જુનને તરત જ ખ્યાલ આવી જાય છે કે હજુ કોઈ અંદર છે. જે ઝોમ્બી નથી બન્યું
અર્જુન ને કંઈક ભાંતિ થઈ હોય એવી રીતે રુદ્રના અવાજ તરફ જવા લાગ્યો, અને પૂછવા લાગ્યો કે "તમે ક્યાં છો" ? રુદ્ર સામેની બાજુથી રુદ્ર પૂછે છે કે "તમે કોણ છો" ત્યારે કહે છે ઇન્સ્પેક્ટર છું તમારી મદદ માટે આવ્યો છું, તમે લોકો ક્યાં છો તરત રુદ્ર જવાબ આપે છે, "બાથરૂમમાં છીએ રૂમ નંબર ૧૦૫ માં છું"
ઝોમ્બીથી બચતા બચતા અર્જુન એ તરફ ડગ માંડે છે.
એને સફળતા મળશે કે નહીં તેની ખબર નથી પણ એ પુરા વિશ્વાસ સાથે જાણે દોટ મૂકે છે...
જન્મો જન્મ નાં ભૂખ્યા વરુ જેવા, બધા જ ઝોમ્બી પાછળ પાછળ ડોટ મુકે છે...
પણ જેગવારની જેમ અર્જુન પણ ૧૦૫ નંબર નાં રૂમ તરફ દોડે છે. દોડતા દોડતા અચાનક એનો પગ પકડી લીધો એવો એહસાસ થાય છે. પગ જાણે કોઈ બાંધી દીધો હોય એવું લાગી રહ્યું છે. પગ ઉપાડવા ની કોશિશ કરી પણ બેકાર પાછળ જુએ છે ત્યાં તો પેલા ભૂખ્યા વરુ જેવા ઝોમ્બી........
ક્રમશ....