Abhay (A Bereavement Story) - 1 in Gujarati Classic Stories by Pooja Bhindi books and stories PDF | અભય ( A Bereavement Story ) - 1

Featured Books
Categories
Share

અભય ( A Bereavement Story ) - 1





અભય
( bereavement story)
-પૂજા ભીંડી













દિલ્હી
સવારના સાત વાગ્યા હશે . બે છોકરીઓ પોતાના રૂમમાં સામાન પેક કરી રહીં હતી.થોડીવાર બાદ તેમાંની એક થાકીને પલંગ પર બેસી જાય છે અને બોલે છે, “ હાશ, માંડ પેકીંગ પત્યું.”

બીજી છોકરી તેની સામે જુએ છે.તેની પાસે જઈ તેને ઉભી કરે છે અને કહે છે, “ શ્રુતિ, તારે અહીંથી જવાનું છે, મારે તો એક મહિના પછી અહીં જ પાછા આવાનું છે.ચાલ ઉભી થા, મને વધારાનો સામાન મુકવામાં મદદ કર.”

શ્રુતિ તેનો હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડે છે .
માનવી, તું શ્યોર છો?આઈ મીન ચાલને યાર મુંબઇ. તારી ફેમિલી પણ ત્યાં જ છે અને એમભી ત્યાં ક્યાં ઓછા સ્કોપ છે જોબના?એમ પણ તું સાથે હોઈશ તો મને વધુ મજા આવશે.

માનવી તેની સામે જુએ છે અને કહે છે, ‘ના યાર, જ્યાં સુધી મારું લક્ષ્ય પૂરું નહીં થાય ત્યાં સુધી હું દિલ્હી છોડી શકીશ નહીં અને એમ પણ જ્યારે રજાનો મેળ પડશે એટલે એકબીજા આવતા રહીશું.’

“માનવી,એક વાર આપડી ડ્યુટી ચાલુ થઇ પછી નાતો તું ફ્રી થઈશ કે નહીં હું.તું ખોટી મને રમાડવાની કોશિશ ન કર.”શ્રુતિ ભાવુક થઈને કહે છે.

ત્યાં જ માનવીનો ફોન વાગ્યો. માનવી ફોન ઉપાડે છે.

હાઈ પ્રતીક…
હાઈ…તમે બંને તૈયાર થઈ ગયા?
ના.હજુ તો બસ પેકીંગ પત્યું છે.
ઓકે.તો કેટલી વાર લાગશે તમને?
હજુ લગભગ બે કલાક તો પાકી.
અચ્છા સારું, હું નવ વાગ્યે તમને પિક કરી જઇશ.
ઓકે, બાય.
બાય.

ચાલ ફટાફટ બધો સામાન ઠેકાણે પાડી દઈએ. પ્રતીક નવ વાગ્યે તો આપણને લેવા પણ આવી જશે. માનવી ઉભી થતા કહે છે.

પોણા નવ થવા આવ્યા હોય છે. માનવી પોતાના વાળ સરખા કરતા કહે છે,થોડી સ્પીડ રાખને શ્રુતિ, કોઈની જાનમાં નથી જવાનું આપણે. ખાલી લંચ પર જ જઈએ છીએ.

હા હા, મેડમ પહેલી વાર વ્હેલા તૈયાર થઈ ગયા એમાં તો માથાં પર ચઢી ગયા. શ્રુતિ માનવી સામે મોઢું બગડતા કહે છે.

માનવી કહે છે,ઓહો…સાવ સાચી વાત તારી. બધી વખતે મારા લીધે જ મોડું થાય છે ને, તું તો સૌની પહેલા તૈયાર થઈને બેઠી હોય.બંને સહેલીઓ સાથે હસી પડે છે.

માનવી અને શ્રુતિ બંને સહેલીઓ દેખાવમાં સુંદર હતી. ફર્ક માત્ર એટલો જ હતો કે શ્રુતિ થોડી ફેશનેબલ હતી જ્યારે માનવી પ્રમાણમાં થોડી સિમ્પલ. શ્રુતિ બ્લુ શર્ટ અને લાઈટ ગ્રે જિન્સમાં સુંદર લાગી રહી હતી અને માનવી પિંક ટોપ અને વાઇટ જિન્સમાં સરળ પરંતુ આકર્ષક લાગી રહી હતી.

શ્રુતિ પોતાનું સાઈડ પર્સ ખભે રાખતા કહે છે, “ પ્રતીક સારો છોકરો છે.”

હા..માનવી ટૂંકમાં જવાબ આપે છે.

તેનો સ્વભાવ પણ સારો છે, દેખાવમાં પણ સરસ છે અને તેનું ફ્યુચર પણ બ્રાઇટ છે. શ્રુતિ માનવી સામે જોઇને કહે છે.

હમ્મ…માનવી પોતાની ઘડિયાળ ઠીક કરતા કહે છે.

શ્રુતિ અકળાઈને તેનો ખભો પકડે છે અને કહે છે,
માનવી,તું હજી નથી ભુલી “એને”.યાર છ વર્ષ થવા આવ્યા.હવે તો તારા ભૂતકાળને પાછળ છોડ.

માનવી તેની સામે જુએ છે. તો હું શું આગળ નથી વધી? શું મેં મારું કરિયર નથી બનાવ્યું?

તું જાણે છે કે હું તારા કરિયરની વાત નથી કરતી.શ્રુતિ કહે છે.

તું પણ જાણે છે કે મારો જવાબ એજ રહેશે અને ક્યારેય બદલશે પણ નહીં.બાય ધ વે તું આજે ખુબ સરસ ખુબ જ સરસ લાગી રહે છે.માનવી વાત બદલતા કહે છે. ત્યાં જ તેનું ધ્યાન શ્રુતિના પગ તરફ જાય છે.આ શું મારી ફેશનક્વીન તું સાદા ચપ્પલ પહેરીને આવાની છો?

શ્રુતિ માથે હાથ રાખતા કહે છે, “હે ભગવાન, આ તે ઉતાવળ કરાવી એમાં હું ભુલી જ ગય.”
ત્યાં જ ગાડીના હોર્નનો અવાજ આવે છે.
એક કામ કર માનવી, તું નીચે જા. હું ચપ્પલ બદલાવીને આવું.

ઓકે. પણ જલ્દી આવજે.

માનવી નીચે જાય છે.પ્રતીક કારની બાજુમાં ઉભો હોય છે. માનવી તેની પાસે જાય છે.

હાઇ માનવી.
હાઇ.
શ્રુતિ ક્યાં રહી ગઈ?
એ બસ આવે જ છે.
ઓકે.

પ્રતીક માનવી સામે જોઇ રહે છે. તેને માનવીની સરળતા ખુબ ગમતી.
ક્યારની ટિકિટ છે? પ્રતીક માનવીને પૂછે છે.

આજે સાંજની જ છે.

તમે તૈયાર થઈ જાવ એટલે મને ફોન કરજો. હું તમને બંનેને એરપોર્ટ સુધી મુકી જઇશ.

અરે ના ના,અમે બંને ચાલ્યા જઈશું.

તમારે સામાન વધારે હશે. અને હું આજે ફ્રી જ છું.

હમમ..ઠીક છે. ત્યાં જ શ્રુતિ આવે છે. ત્રણેય કારમાં બેસે છે અને દિલ્હીથી એકાદ કલાક જેટલા દુર આવેલ ફાર્મ હાઉસ તરફ નીકળી પડે છે.

તે ત્રણેય ૧૦:30 સુધીમાં ફાર્મ હાઉસ પહોંચી જાય છે. ફાર્મહાઉસનું વાતાવરણ શહેરથી દુર આવેલું હોવાથી શાંત અને સુંદર હોય છે. ફાર્મહાઉસની આગળ એક નાનો બગીચો હોય છે.બગીચાનાં ફૂલો વાતાવરણને સુગનધિત બનાવી રહ્યા છે. બગીચાની જમણી તરફ એક નાનો સ્વિમિંગપૂલ છે.બગીચાની ડાબી બાજુ વાંસની બનેલ ચાર ખુરશીઓ છે અને વચ્ચે નાની ટીપાઈ. બે છોકરાઓ અને બે છોકરીઓ ત્યાં બેસીને ચા પી રહ્યા છે.ખુરશીઓથી થોડે આગળ એક ઝુલો છે. શ્રુતિ અને માનવી આવીને ઝુલા પર બેસી જાય છે. પ્રતીક હજી ઉભો હોય છે ત્યાં એક આધેડ ઉંમરના કાકા તેના માટે ખુરશી લઈ આવે છે. પ્રતીક ત્યાં બેસે છે.

પ્રતીક,માનવી, શ્રુતિ, રીયા, શિખા, રિશી અને રોહિત એ સાતેય મીત્રોનું ગ્રુપ છેલ્લા છ વર્ષથી સાથે જ હતું.તેઓની ટ્રેનીંગ પુરી થઈ ગઈ હોવાથી બધા પોતપોતાના અનુકૂળ શહેર પસંદ કરી કારકિર્દી આગળ વધારવાના હતાં. તેથી બધા આજે ભેગા થયા હતાં. કારણકે બધાને ખબર જ હતી કે તેઓની ડ્યુટી જ એવી છે કે લાંબા સમય સુધી બધા સાથે નહીં મળી શકે.શ્રુતિ અને શિખાએ પોતાની ડ્યુટી માટે મુંબઇ પર પસંદગી ઢોળી હતી અને રિશી અને રોહિતે હૈદરાબાદ પર. જ્યારે પ્રતીક, માનવી અને રિયાએ દિલ્હી પસંદ કર્યું હતું .

બધા બેઠા બેઠા પોતાનો ભુતકાળ વાગોળતા હતા.
આ છ વર્ષ કેમ વીતી ગયા એની કંઈ ખબર જ ના પડી નહી?રિશી કહે છે.

હા યાર, એવું લાગે જાણે કાલથી તો આપણી ટ્રેનિંગ ચાલુ થઇ હતી.શિખા સાથ પુરાવતા કહે છે.

ત્યાં જ રિયાના મોબાઈલમાં એક મેસેજ આવે છે. તે મેસેજ વાંચીને કહે છે, ‘ બે મહિના પછી એ કેસની સુનવાઈ છે.’

એ સાંભળીને માનવી અને બીજા બધાનાં ચેહરા પર સ્માઈલ આવી જાય છે પણ સાથે સાથે થોડું ટેંશન પણ થાય છે.

તું ટેંશન ન લે માનવી.આ વખતે જરૂર “એને” ન્યાય મળશે.પ્રતીક કહે છે.

માનવી બધાની સામે જુએ છે અને કહે છે, ‘ મારે તમારા બધાની મદદ જોશે એમા.’

અમે બધા તારી સાથે જ છીએ. બધા ફ્રેંન્ડસ એકીસાથે બોલી ઉઠે છે.

સાહેબ, જમવાનું તૈયાર છે.પેલા કાકા આવીને કહે છે.

હા ફ્રેંડસ, બોવ ભુખ લાગી છે. ચાલોને જમી લઈએ. રોહિત પેટ પર હાથ રાખતા કહે છે.

ત્યાં જ શ્રુતિનો ફોન વાગે છે.ગાયસ,મમ્મીનો કોલ છે.તમે બધા જાવ હું હમણાં આવું.બધા જમવા માટે અંદર જાય છે.

યાર,આ શ્રુતિએ તો બોવ લાબું ચલાવ્યું હો.રિશી પોતાની સામે પડેલ ફુલ થાળી જોતા કહે છે.

હું બોલાવી લાવું એને.માનવી કહે છે.

તું બેસ હું જાવ છું. તેની બાજુમાં બેઠેલ પ્રતીક કહે છે.
પ્રતીક શ્રુતિ પાસે જાય છે અને હાથથી જ પૂછે છે, હવે કેટલી વાર ?

શ્રુતિ ફોન મુકતાં કહે છે તમે તો શાંતિથી વાત પણ નહીં કરવા દો.

ઘરે જઈને તારે તો એજ કરવાનું હશે. ચાલને જલ્દી હવે ભુખ લાગી છે.

મેં આજે સવારે માનવીને પુછ્યું ‘તું. શ્રુતિ પોતાનો મોબાઈલ ખિસ્સામાં મુકતાં કહે છે.

પ્રતીક અધીરાઈથી તેને પૂછે છે, શું કહ્યું માનવીએ?
એ હજી પણ “એને” નથી ભુલી શકી. શ્રુતિ ઉદાસ થઈને કહે છે.

ચાલને બધા આપણી રાહ જોવે છે. એમ કહી પ્રતીક અંદર ચાલ્યો જાય છે. શ્રુતિ તેને જતો જોઈ રહે છે.

થોડી વાર બાદ બધા નક્કી કરે છે કે વર્ષમાં એક વાર તો મળશે જ અને આંખોમાં આસું સાથે છુટા પડે છે.
----

શ્રુતિ જલ્દી કર,આપણે મોડું થઇ જશે.માનવી કહે છે.

હા બસ, થય જ ગયું.

ત્યાં જ પ્રતીક આવે છે.
રેડી? પ્રતીક પુછે છે.

હા,થઇ ગયા હો.મને તો એમ જ હતું કે નક્કી આજે તો માનવી ફ્લાઈટ મિસ કારાવશે. શ્રુતિ હસતાં હસતાં કહે છે.

અચ્છા મેડમ, મારે લીધે મિસ થાત એમ ને? માનવી ડોળા કાઢતા કહે છે.

હવે તમે બંને લડવાનું બંધ કરો નહીં તો સાચે જ ફ્લાઈટ મિસ થય જશે.પ્રતીક બેગ્સ ઉપાડતા કહે છે.

થોડી વાર બાદ બધો સામાન ગાડીમાં ગોઠવી ઘર લોક કરી તેઓ એરપોર્ટ તરફ જવા નીકળી પડે છે.
ત્રણેય એરપોર્ટ પર પહોંચી જાય છે.

બાય પ્રતીક… શ્રુતિ અને માનવી કહે છે.

બાય…પહોંચીને ફોન કરી દેજો.

...

મુંબઇ

શ્રુતિ,ચાલને મારા ઘરે.કાલે હું તને મુકી જઇશ.માનવી કહે છે.

ના યાર, મેં મમ્મીને પ્રોમિસ આપ્યું છે કે આજે રાત્રે હું એમની સાથે જ જમીશ.પરામદિવસે આવિશ, પાકું.

ઓકે. બાય.

માનવી પોતાનો બધો સામાન ટેક્ષીમાં મુકી ઘરે જવા નીકળી.તેના મોટા ભાઈનો મેસેજ આવી ગયો હતો કે સરલાઆંટીને મજા ન હોવાથી બધા હોસ્પિટલે જવાના હતા.તેથી તેને લેવા કોઈ આવી શકે તેમ ન હતું. માનવી પ્રતીક અને તેના મોટા ભાઈને મેસેજ કરી દે છે, ‘હું પહોંચી ગઇ છું.

થોડી વાર બાદ તે ઘરે પહોંચે છે.પોતાનું બેગ લઈ ઘરનો મુખ્ય દરવાજો ખોલે છે.

આવ માનવી બેટા.રામુકાકા માનવીને જોઈને હરખથી કહે છે.

જય શ્રી કૃષ્ણ રામુ કાકા.

ઘરના બધા દવાખાને ગયા છે. હમણાં આવતા જ હશે.

હા, મને ભાઈનો મેસેજ આવી ગયો હતો.

તું અંદર આરામ કર.રામુકાકા કહે છે.

માનવી ઘરની અંદર જઈને કહે છે, અરે આ આટલું બધું અંધારું કેમ છે? માનવી સ્વીચબોર્ડ તરફ જતાં કહે છે.
ત્યાં તો અચાનક આખા હોલમાં લાઈટ થાય છે.

વેલકમ બેક ઓફિસર!

માનવી આશ્ચર્યથી બધું જોઈ રહે છે. આખો હોલ ફુગ્ગા અને ફૂલોથી શણગારેલ હોય છે. તેની સામે એક મોટા ટેબલ પર કેક હોય છે જેમાં તેનો ગનથી શુટ કરતી હોય તે ફોટો હોય છે. ટેબલની ચારેય બાજુ તેના ટ્રેનિંગ દરમિયાનના ફોટા હોય છે.ટેબલની પાછળ તેનો પુરો પરિવાર તેના મમ્મી-પપ્પા,ભાઈ-ભાભી, તેની નાનકડી ભત્રીજી પરિ અને “એનો” પરિવાર સુમિતઅંકલ,સરલાઆન્ટી,જયભાઈ, માહિભાભી, શિવાંગી અને નાનકડો રાજ આંખોમાં ખુશી સાથે ઉભા હોય છે.

સરપ્રાઈઝ! વેલકમ બેક ઓફિસર.બધા ફરીથી એકી સાથે બોલી ઉઠે છે.

માનવી પોતાને મળેલા સરપ્રાઈઝથી ખુશ થઈ જાય છે. તે બધાને મળે છે.પછી માનવી કેક કાપે છે અને બધા સાથે મળી રાત્રિનું ભોજન લે છે.માનવી ઘણાં સમય બાદ પોતાના પરીવારને મળી ખુબ જ ખુશ હોય છે.

માનવી બેટા, તું થાકી ગઈ હશે. અત્યારે સુઈ જા. કાલે સવારે ઉઠીને વાતો કરીશું. માનવીના મમ્મી કહે છે.

હા મમ્મી, આજે તો બહુ જ થકાઇ ગયું છે. એમાં પણ ઘણા સમયે તારા હાથનું બનાવેલ ભોજન ખાધું એટલે વધારે જમાય ગયું છે.

પેટ પારકું હતું? નાનકડી પરિ માનવીને જીભ દેખાડીને કહે છે અને બધા હસી પડે છે.ફય, આજે હું તારા ભેગી જ સુઇશ. પરિ માનવીનો હાથ પકડતા કહે છે.

હા ચાલ.માનવી પરીને લઈને પોતાના રૂમમાં સુવા જાય છે.

બીજે દિવસે માનવી વહેલી સવારે ઉઠીને તૈયાર થઇ જાય છે. પોતાના પરિવાર સાથે નાસ્તો કરી અને શિવાંગીના ઘરે જાય છે.

અરે બેટા આવ, ચાલ નાસ્તો કરી લે.સરલાઆન્ટી માનવીને આવકારતા કહે છે.

અરે ના આન્ટી. હું ઘરેથી નાસ્તો કરીને જ આવી છો.

કંઈ વાંધો નહીં.શિવાંગી સાથે બીજી વાર કરી લેજે.

અરે પણ શિવાંગી છે ક્યાં?

એ ઉપર છે, એના રૂમમાં.એક કામ કર આ નાસ્તાની પ્લેટ ઉપર જ લઈ જા.બંને સાથે નાસ્તો કરી લેજો.સરલાબેન માનવીના હાથમાં ડિશ આપતા કહે છે. માનવી ઉપર જાય છે.

શિવાંગી…ક્યાં છો તું?

શાવર લવ છું.બે મિનિટ.

ઓકે.

માનવી તેના રૂમમાં ચારે બાજુ જુએ છે. ત્યાં જ તેનું ધ્યાન “એના” ફોટા પર પડે છે. તે ઉભી થાય છે અને તે ફોટાની સામે ઉભી રહે છે.તે અનિમેષ નજરે ફોટાને જોયા રાખે છે.તે બંને બાળપણથી જ સાથે ભણતા.એક જ સ્કુલ, એક જ ટયુશન કલાસીસ અને બાજુમાં જ ઘર.એટલે એકઝામમાં પણ સાથે જ વાંચતા.ફોટામાં નીચેની બાજુએ લખ્યું હોય છે …

અભય સુમિતભાઈ રાજવંશ

સ્વ. અભય સુમિતભાઈ રાજવંશ

માનવીની આંખોમાંથી આંસુ સરી પડે છે.

( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)