Father's deposit in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | પિતાની અમાનત

Featured Books
Categories
Share

પિતાની અમાનત

-: પિતાની અમાનત :-

Dipak Chitnis(dchitnis3@gmail.com

---------------------------------------------------------------------------------------------------------------------

ગામ બહુ મોટું પણ નહીં તેમ બહુ નાનું પણ ન કહી શકાય, એટલે ગામમાં બધા જ પ્રકારના લોકો જોવા મળે. ગામમાં આજુબાજુના મોટા કરી શકાય તેવા શહેરમાંથી દિવસમાં સવારે તેમજ સાંજના સમયે બે-ચાર બસો આવતી જતી રહેતી. ગામમાં રહેતો હોય તે માણસ તો બરાબર પરંતુ જો અજાણ્યો માણસ બસમાંથી ઊતરે અને પૂછે કે, જટાશંકર માસ્તર ક્યાં રહે છે તો ગામનું નાનામાં નાનું છોકરું પણ તેમને માસ્તર નું ઘર બતાવી શકે !

હાલના આ સમયમાં શાળામાં અભ્યાસ કરવા આવતા શિક્ષકને તમે માસ્ટર ન કરી શકો ! તેમને આ શબ્દ અજુગતું લાગે છે ! માનવાચક નથી લાગતો ! હાલમાં સાહેબ સર કહેવાની પ્રથા પડી ગયેલ છે. બાકી જોવા જઈએ તો શિક્ષકને ‘માસ્તર’ તરીકે નું સંબોધન કરવું તે માનવાચકથી ઓછું કંઇ પણ નથી. કારણ કે બાળકને તેની માએ જન્મ આપ્યા બાદ પ્રેમી અભ્યાસ કરવાની ઉંમરથી તેનું માનસિક ઘડતર સારી રીતે ઘડવાની જવાબદારી તેની પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકને શિરે હોય છે. એટલે મા પછી બાળકના ઘડતરમાં મહત્વનો ફાળો ‘મા-સ્તર’નો છે. જેમાં કોઇ મીનમેખ નથી.

જટાશંકર વર્ષોથી ગામમાં રહે. સીધાસાદા ભલાભોળા, રોજ સવારે વહેલા ઉઠવુ, દાતણ કરવું, તેમાં ઘર આગળ નહીં પરંતુ આખું ફળિયું વાળવું, ફળીયારમાં ઉગાડવામાં આવેલા રોપાને પાણી પાવું અને પછી સ્નાન વિધિ પતાવી પૂજા પાઠ કરવા. તેમાં વળી બ્રાહ્મણનો અવતાર એટલે તેમની પૂજા વિધિ પણ લાંબી ચાલે.

તેમનો સ્વભાવ પરોપકારી હતો. તેમને ખ્યાલ આવે કે તેમની જાણીતી વ્યક્તિ બીમાર છે તો તેની ખબર કાઢવા તે તુરંત જ પહોંચી જતા. તેમની ફરજ પ્રત્યે પણ પૂરે પૂરી સભાનતાથી કાર્ય કરવું તે તેમનો મુદ્રાલેખ હતો. શાળામાં નિયમિત સમયસર જવું અમે વિદ્યાર્થીઓને પણ નિયમિતતા અને સચ્ચાઈના પાઠનું ચિંતન કરાવવું તેમનો મુખ્ય ગુણ હતો. કોઈ સામેની વ્યક્તિને તેમના બોલવાથી ખોટું ન લાગે તેની ખાસ કાળજી રાખતા, અને બાળકોને વિદ્યાર્થીઓને પણ તેનું આચરણ કરવાનો આગ્રહ રાખતા.

તેમના પત્ની એટલે જમુના દેવી તે પણ તેમના પતિના સ્વભાવને અનુસરીને ચાલવું તેમાં અગ્રેસર. જેને કારણે બંને વચ્ચે વાદ-વિવાદ ને કોઇ અવકાશ જ રહેતો. ઈશ્વરે સંતાનમાં એક સુંદર દીકરી આપી હતી જે, ‘જાનકી.’ તે પણ તેના પિતાના સ્વભાવ પર ઉતરેલ હતી. એક દીકરી હતી એટલે શાળામાં અભ્યાસ માટે તો મોકલતા પરંતુ ઘરે પણ તેને અભ્યાસ કરવા માટે મદદ કરવામાં પૂરતી કાળજી રાખતા હતા. જાનકી ભણવામાં પણ હોંશિયાર, એટલી જ ઘરકામમાં પણ કુશળ હતી. શાળાથી ઘરે આવે એટલે તેની ‘મા’ ને તમે બીજું કામ હોય તો કરો, રસોડાનો ચાર્જ બધું સંભાળી લઈશ. એટલે રસોઇ કામ હું કરીશ. “ મા’ પણ દીકરીને કહેતી બેટા તું સ્કુલ થી હમણાં જ આવું છું જરા શાંતિથી બેસ તો ખરી.”

આમ છતાં જાનકી ‘ટસની મસ ન થતી’ એટલે, એની મા પણ કહેતી, સારુ ભલે કર, આની તારે રસોઈ કરવાનું શીખવું તો પડશે જ, અને તે તારા માટે જરૂરી પણ છે. કારણ દીકરીનો અવતાર છું તારે તે જરૂર પડશે જ.

જટાશંકર ને માસ્તરની નોકરી એટલે પગાર કંઈ બહુ ખાસ ન હતો. પરંતુ નોકરી મોભાની ગણાય. ગામમાં સૌ કોઈ તેમને માન સન્માન આપવામાં જરા પણ કચાશ ન રાખે. અને વાર-તહેવાર, લગ્ન મરણ પ્રસંગના ખર્ચને પણ પગારમાંથી કરકસર કરીને ચલાવતા. દીકરી જાનકી પણ સદાય થી રહેનારી હતી. તેનું ધીમે ધીમે ભણતર વધતું ગયું, પણ વધતી ગઈ, સ્કૂલમાંથી કોલેજમાં જતી થઈ ગઈ, આમ છતાં તેની રહેણી-કરણીમાં લેશમાત્ર ફેર પડેલ ન હતો.

કોલેજમાં જતી થઈ હતી, એટલે કોલેજમાં તેની રહેણી-કરણીને અનુલક્ષી તેની સાથે અભ્યાસ બહેનપણીઓ તેને કહેતી પણ ખરી કે, ‘ જાનકી તું આવી સાદી રહીશ તો તારો ભાવ પણ નહીં પૂછે કોઈ.’ સામે જવાબ પણ આપતી, હું કોલેજમાં અભ્યાસ માટે આવું છું. મારે કોઈ ના ભાવ ની જરૂર નથી.

જાનકી ની ગેરહાજરીમાં તેની બહેનપણીઓ અંદરો અંદર ચર્ચા કરતા થાકતી નહીં. જાનકી ભલે કોઈ ફેશનેબલ કપડાં ન પહેરતી હોય, આમ છતાં તેનો ગૌર વર્ણ, લાંબા વાળ, સુંદર આકર્ષક ચહેરો, પંજાબી ડ્રેસમાં પણ શોભી ઉઠતી. આમ તેની પ્રશંસા કરતી રહેતી હતી. “જાનકી, ગળામાં કંઈક ચેન-હાર પહેરું તો સારું. ખાલી ગળું સારું ન લાગે.

જાનકી જવાબ આપતી, સારું કર્યું તમે કહ્યું, કાલથી હું ગળામાં મંગળસૂત્ર પહેરીને જ આવીશ. અરે પણ, તારાથી અત્યારે ન પહેરાય ! એ તો પરણેલી સ્ત્રી પહેરી શકે.

તો તો સારું ને, કોલેજમાં માળા ગળામાં મંગળસૂત્ર પહેરેલું જોઈ મારી સાથે કોઈ આડીઅવળી ચર્ચા જ ન કરે.

આ સાંભળી બધી બહેનપણીઓ હસી પડતી.

સમયનું ચક્કર આમ જ આગળ ને આગળ વધતું ચાલતું હતું. જાનકી ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. તેની ઉંમર પણ થઈ હતી. દેખાવડી તો હતી જ. એટલે માસ્તર ને અને જમુના દેવીને ચિંતા થવાની શરૂ થઈ. કોઈ સારા ઘરનો મુરતિયો મળી જાય તો સારું. એટલે જાનકીને પૂછ્યા વગર બંને તેની માટે મુરતિયો શોધવાની તૈયારી શરૂ કરી દીધી. જાનકીને આ વાતની ખબર પડી. એક દિવસ અચાનક જ તેણે તેની માને પ્રશ્ન કર્યો, મમ્મી હું તમને કંઈ ભારે પડું છું ?

જમુના દેવી, જાનકીનો પ્રશ્ન સાંભળી એકદમ ડઘાઈ ગયા. સામે સવાલ કર્યો, કેમ બેટા આવો વિચિત્ર સવાલ કરું છું ?

મમ્મી તમે મને વાત નથી કરતા પરંતુ મને ખબર પડી ગઈ છે કે તું અને પપ્પા ભેગા થઈ મને અજાણ્યા ઘરમાં, અજાણ્યા યુવાન સાથે મારા લગ્ન કરાવવાની તૈયારી આરંભી છે.

“ઓહ....! હવે તારી વાત તો મોજ પડી !” કહેતા જમુના દેવી થોડું હસ્યાં, અને ગંભીર થતાં બોલ્યા, જો બેટા સાંભળ આમાં કંઈ નવી વાત નથી. દીકરી એટલે તો પારકુ ધન કહેવાય. તેને તો તેની ઉંમર થાય એટલે તેને લાયક મુરતિયો શોધી તેના લગ્ન કરાવી તેનું નવું દાંપત્યજીવન શરૂ કરાવવું આ એક સામાજિક શિરસ્તો છે. અને તે મુજબ તારા માટે અમે મુરતિયો શોધવાની તૈયારી શરૂ કરેલ છે.

અને બેટા સાંભળ, સ્ત્રીને તો તેના મા-બાપ સાસરીમાં પણ ઘર સંભાળવાનું અને તેના નસીબમાં લખાયેલું હોય જ છે. એટલે સ્ત્રીને એક નહીં બે ઘરની ‘તારવાની’ તેને શિરે ઈશ્વરે સોપેલ છે.

તારા ઘડપણ ભણતરમાં અમે કોઈપણ જાતની કચાશ રહેવા દીધેલ નથી. તને તારી સાસરીમાં પણ કોઈ જાતની તકલીફ નહીં પડે તેની અમે પૂરેપૂરી કાળજી રાખેલ છે.

જો બેટા તારી સાથે કોલેજમાં અભ્યાસ કરતી કેટલીએ તારી બહેનપણીના લગ્ન પણ થઇ ગયા અને હાલ તે તેની સાસરીમાં છે. એટલે તારા લગ્ન કરવા અને તેની સાસરીમાં મોકલવી આ એક સામાજિક નીતિ છે તેને અમારે અનુસરવાનું છે. મોડું કે વહેલું, આજે કે કાલે, આ કરવાનું જ છે તો પછી હવે શરૂઆત કર્યા વગર છૂટકો નથી. અને મુરતિયો પણ તને ગમે પછી જ આગળ વાત કરશું. જાનકી બધું સાંભળી જવાબ આપ્યા સિવાય તેમાં રૂમમાં જતી રહી.

જાનકી સાથે અભ્યાસ કરી રહેલા બહેનપણીઓ મળતી ત્યારે તેને કહેતી, જાનકી તું ક્યારે આવે સારા સમાચાર અમને આપીશ.

સમય આવે બધુ થશે. તમારે બધાએ તેની ચિંતા કરવાની જરૂર નથી. મારા માતાપિતા તેમની રીતે કરશે.

જોકે આ બધું જાણી જાનકી ને તેના માતા-પિતાની ચિંતા વ્યાજબી જણાતી હતી. સાથે સાથે તેને એ પણ થતું હતું કે, મને મારા માતા-પિતાએ ઉછેરીને મોટી કરી. ભણાવી-ગણાવી ગ્રેજ્યુએટ કરી તો મારી પણ શું એમના માટે કંઈ ફરજ તો ખરી ને ?

એક દિવસ ઘરમાં તેણે માતા-પિતાની હાજરીમાં પ્રસ્તાવ મૂક્યો. મમ્મી પપ્પા હવે હું ગ્રેજ્યુએટ થઈ ગઈ છું. તો મારી સારી નોકરી શોધી જો મળે તો તે કરવી છે તે માટે હું તમારી સંમતિ માગું છું. તમે મારી વાતમાં સંમત છો ને ? કેટલા

પણ બેટા આવી કંઈ આપણે જરૂર શું છે ?

જુઓ મમ્મી પપ્પા તમે તમારી રીતે સાચા છો. તમે તમારી રીતે મને ભણાવી-ગણાવી ગ્રેજ્યુએટ કરી. તો મારી પણ કઈ ફરજ છે ને ? કઈ સારી નોકરી મળે તો કરું. તેમાં વાંધો શું છે ? જો બેટા તું નોકરી કરવાની વાત કરે છે તે યોગ્ય છે. સારી નોકરી મળે તો કરવામાં અમને વાંધો પણ નથી. તું નોકરી માટે અરજી કરૂ તને મળી પણ જાય. ત્યાં અત્યારે તારે લાયક સારા મુરતિયા નજર સામે આવતા હોય તે આત્માથી જતા રહેવાનો પણ સામે ભય રહેલો છે. અને નોકરી મળે તો ચાલુ રાખવાની લાલચ ન છૂટે નહીં.

આ વાત ચાલુ હતી ને અચાનક પોસ્ટમેન ઘરના દરવાજે ખખડાવીને બે-ત્રણ ટપાલ ના કવર નાખી ને જતો રહ્યો. જાનકી એક પાર્સલ આવી પિતાના હાથ માં કવરો આપ્યા.

માસ્તરે કવર ખોલીને વાંચી જમુનાદેવીને વાંચવા આપ્યો. તેમના મુખ પર કાગળ વાંચતા વાંચતા મંદ મંદ હાસ્ય દેખાઇ રહેલ હતું. અને તેમની અને માસ્તરની આંખોના ઇશારે એકબીજાની સંમતીના ઉદ્દગાર થતા એ પત્ર જાનકીના હાથમાં વાંચવા માટે આપ્યો.

જાનકીને તેના માતા-પિતાના હાવભાવ પરથી ખ્યાલ આવી ગયો કે, પત્ર તેના સંબંધને લગતો હતો એટલે તે લઇ તેના રૂમમાં જતી રહી.

પત્ર જ્ઞાતિના આગેવાન એવા મૂકેશચંદ્ર વ્યાસનો હતો, તેમણે તેમનો દીકરો આકાશ જે એન્જીનયરીંગનો અભ્યાસ કરી સારી કંપનીમાં ઉંચા હોદૃા પર સારા પગાર સાથે નોકરી રહેલ હતો તેના સગપણ જાનકી સાથે કરવા અંગનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

બીજો પણ પત્ર આવેલ હતો તે ખોલીને જોતાં તે પણ ગામના બીજા આગેવાનનો જ હતો તેમનું કુળ પણ સારૂ હતું અને તેમનો ડોકટર દીકરો ‘અભિનવ’ માટે જાનકી માટે જણાવેલ હતું. આમ એક સાથે બે સારા માંગા જાનકી માટે આજે આવેલ હતા.

જાનકીના પિતાએ તેને બોલાવીને કહ્યું જો બેટા હવે તારે પસંદ કરવાનું તારે માથે છે તુ કહીશ એમ કરશું. ના પપ્પા તમે જે કંઇ કરશો તે યોગ્ય હશે તમે કહો એમ હું કરીશ.

જટાશંકરે બંને પત્રો જોયા બાદ ડો. અભિનવ સાથે મુલાકાત ગોઠવવાનું નક્કી કર્યુ અને તેની સાથે ઘરે મુલાકાત ગોઠવવામાં આવી.

બીજા અઠવાડીયે ડો. અભિનવ ઘરે આવ્યો અને મુલાકાત ગોઠવી. ડો. અભીનવ પણ દેખાવડો અને હેન્ડસમ યુવાન હતો. અને તેની અને જાનકીની જોડી પણ સારી લાગે તેવી હતી.

અભિનવે આવી બધી વાતચીત કર્યા પછી કહ્યું મારા પિતા આપની સાથે વાત કરશે.

અભિનવના પિતાએ જટાશંકર સાથે જે વાતચીત કરી હતી તે સાંભળી તેઓ ચોંકી ઉઠ્યા હતા.

થોડા દિવસો બાદ ડો. અભિનવ ફરી આવ્યો તેણે જટાશંકર સાથે મુલાકાત કરી આપની મારા પિતા સાથે વાત થઇ ગઇ હશે. હું જાનકી માટે મારા તરફથી સંમતી આપું છું. હવે નીર્ણય આપની અને જાનકી પર અવલંબે છે.

હા, તમારી વાત સાચી,પરંતુ તમારા પિતા તો મારી પાસે દહેજમાં રોકડ રકમ, કાર, ટી.વી., ફ્રીઝ એમ ઘણી બધી માંગણી કરેલ છે. જેમાંથી હું તમને કંઇ જ આપી શકીશ નહીં.

મારી પાસે જે કંઇ છે તે મારી લાડલી જાનકી, તે જ મારુ બેંક બેલેન્સ છે.

જાનકી સમજદાર,સાદગી ભર્યુ જીવન જીવનારી, સંસ્કારી, વડીલોની સેવા ચાકરી કરનારી અને ઘરને સંપૂર્ણ રીતે સાચવનારી છે. તેમાં કયાંય તે ઉંડી ઉતરે તેવી નથી. તેની હું તમને ખાતરી આપું છું. અને આ જ મારુ ‘‘બેંકબેલેન્સ’’ જે મેં ૨૫ વર્ષ સુધી જાનકીના સ્વરુપમાં સાચવી રાખેલ તે જ તે છે.

બસ..વડીલ..બહુ થયું..હવે આગળ વધુ કાંઇ ના બોલશો..મારે મારા પિતાએ આપને કહેલ તેમાંથીકોઇ વસ્તુની જરૂર નથી. મારે તો ફક્ત ને ફક્ત આપની ‘જાનકી’ ની જરૂર છે, અને તેને કંકુ કન્યા તરીકે લઇ જવા હું સંમત છું...હવે સંમતી આપની અને જાનકીની જરૂરી છે..